મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ ઓલમ્પિક ડે. Show all posts
Showing posts with label વિશ્વ ઓલમ્પિક ડે. Show all posts

22 June, 2021

International Olympics Day (વિશ્વ ઓલમ્પિક ડે )

 વિશ્વ ઓલમ્પિક ડે (International Olympics Day)

 23 જુન



વિશ્વમાં રમાતી તમામ રમતોમાં યુવાનો, વધ્ધ સહિતનાં ખેલાડીઓ
ભાગ લે તેવા ઉદેશ સાથે દુનિયાભરમાં ૨૩ જૂનના દિવસને
વિશ્વ ઓલમ્પિક ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.

1894 માં 23 જુનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીની સ્થાપના
થઈ હતી આથી 23 જુનને વિશ્વ ઓલમ્પિક દિવસ તરીકે મનાવવમાં
આવે છે.
આ દિવસનો હેતુ રમતોને પ્રોત્સાહન આપવાનો છે અને રમતોને જીવનનો
અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ ફેલાવે છે.

રમતગમત એ મનુષ્ય જીવનનો જ એક ભાગ છે. એ વાત જુદી છે
કે કોઈ વ્યક્તિ તેને દૈનિક ક્રમમાં ઉતારે છે, કોઈ વ્યક્તિ માત્ર
આનંદપ્રમોદ માટે રમતગમતનો સહારો લે છે,
કોઈ શરીર સૌષ્ઠવ જાળવવા રમતગમતનો આશરો લે છે,
તો કોઈ વ્યક્તિ દેશની પ્રતિષ્ઠા
માટે રમતગમતને કારકિર્દી તરીકે અપનાવે છે.
1896 માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની
સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો.
પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની,
ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો.

1896ની ઓલમ્પિકમાં કુલ 241 પુરૂષ ખેલાડીઓએ
જુદી જુદી 43 રમતોમાં ભાગ લીધો.
એથેન્સમાં મળેલી સફળતાના લીધે દર ચાર વર્ષે ઓલમ્પિકનું નિયમિતપણે આયોજન
કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલમ્પિકના ઈતિહાસ સાથે તેની મશાલ પણ ખાસ્સું મહત્વ ધરાવે છે.
આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1928માં એમસ્ટરડમ ઓલમ્પિક ગેમ્સના
ઉદઘાટન સમારોહમાં ઓલમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી.
તે જ રીતે આ રમતો સાથે પ્રતિજ્ઞાનું પાસું પણ જોડાયેલું હોય છે.
ઓલમ્પિકમાં ભાગ લેતા
દરેક ખેલાડીએ પોતાની રમત પ્રત્યે નીષ્ઠા દર્શાવવાની અને
કોઈ છળકપટથી દૂર રહેવાની
પ્રતિજ્ઞા લેવાની હોય છે
.
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ ની સ્થાપના ઔપચારિક રીતે 23મી જૂન 1894
પેરિસ ખાતે મિ.પિયરે ડી. કુપટર્ન ના પ્રયાસથી  થઈ હતી  જે પ્રાચીન ઓલમ્પિક ખેલોના
પુનરોદ્ધર રૂપમાં પ્રતિ  સ્પર્ધી ખેલોને વેગ આપવાની હતી ,

1948માં આતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ દ્વારા સ્વિઝર્લેન્ડ ના નગર સેંટ મોરીર્ટઝમાં આયોજિત 42 માં સત્રમાંઆ નિર્ણય લેવાયો કે દર વર્ષે આ સંગઠનની તિથિ 23મી જૂન  રહેશે
જે વિશ્વ ઓલમ્પિક ડે  તરીકે ઉજવાશે 

પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો. ત્યારબાદ ૧૮૯૪માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિએ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે
સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત
૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .
આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .
આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં   ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ
આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .
ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે .
આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે.
સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) –
એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .

ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :
વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી (સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ)


ઓલિમ્પિક ધ્વજ :



ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ
સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .
ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં આવે છે જે સફેદ રંગનો હોય છે.  .
આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .
એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . 
ઓલિમ્પિકના પાંચ  વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે  અને પરસ્પર જોડાયેલા હોવાથી
આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે જેમા વાદળી રંગ યુરોપ ખંડ, 
પીળો રંગ એશિયા ખંડ, કાળો રંગ આફ્રિકા ખંડ, લીલો રંગ ઓસ્ટ્રેલિયા ખંડ અને
લાલ રંગ અમેરિકા ખંડ સુચવે છે.

ઓલિમ્પિક ચીહ્ન :


પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ: 
પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે

ઓલિમ્પિક ગીત :
૧૯મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને
કોસ્તિમ પાલામાસે કરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને
સમાપન સમારોહમાં ગાવામાં આવે છે

ઓલિમ્પિક જ્યોત :
‘જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક
રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના મંદિરમાંથી
લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી
ઓલિમ્પિક ગેમ્સનું આયોજન
ભારત ઓલિમ્પિક ગેમ્સ 2032 ની યજમાની માટે દાવેદારી રજુ કરશે


ભારતે મેળવેલ રમત મુજબ મેડલની યાદી




વિવિધ દેશોએ મેળવેલ મેડલની યાદી
ભારતે જીતેલ મેડલનુ લિસ્ટ

2020 સમર ઓલિમ્પિક્સ જેને ટોક્યો 2020 તરીકે પણ
ઓળખવામાં આવે છે તે આગામી આંતરરાષ્ટ્રીય
મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટ છે જેનો જાપાનના ટોક્યોમાં
23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી યોજાનાર હતી પણ
COVID-19 રોગચાળાને પરિણામે આ ઘટના માર્ચ 2020 માં
મુલતવી રાખવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય દર્શકોને
મંજૂરી આપશે નહીં.

2021 માટે ફરીથી શેડ્યૂલ કરાયું હોવા છતાં,
આ ઇવેન્ટમાં માર્કેટિંગ અને બ્રાંડિંગ હેતુ માટે
ટોક્યો 2020 નું નામ જાળવવામાં આવ્યું છે.

આ પહેલી વાર છે કે ઓલિમ્પિક રમતો રદ થવાને બદલે
સ્થગિત અને ફરીથી સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.