મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 April, 2022

મહાદેવી વર્મા

 મહાદેવી વર્મા

(આધુનિક યુગના મીરા, હિન્દી ભાષાના સારા કવિયિત્રી)




જન્મતારીખ: 26 માર્ચ 1907

જન્મસ્થળ: ઉત્તર પ્રદેશ

પિતાનું નામ: ગોવિંદપ્રસાદ વર્મા

માતાનું નામ: હેમરાની દેવી

અવશાન: 11 સપ્ટેમ્બર 1987

મહાદેવી વર્મા  હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે. તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. 

સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી અને મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે. 

આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે.




એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા.

પોતાના જીવનની શરૂઆત  અધ્યાપનથી  કરી  અંત સુધી  પ્રયાગ મહિલા વિદ્યાપીઠના  પ્રધાનાચાર્ય બની રહ્યા. બાળવિવાહ થયેલા પરંતુ  અવિવાહિત જીવન જીવ્યા. તેઓ ગદ્યમાં પણ લખતા. વળી સંગીત અને ચિત્રમાં પણ કુશળ હતા. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશીખા, યામા, સપ્તપૂર્ણા, અતીત કે  ચલચિત્ર ઝડપી સ્મૃતિ કી રેખાયે, સ્મારિકા, દ્રષ્ટિબોધ, નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. નૈનિતાલથી ૨૫ કિ.મી. દૂર રામગઢના ઉમાગઢમાં તેમણે એક બંગલો બનાવ્યો હતો, જે આજે મહાદેવી  સાહિત્ય સંગ્રહાલય  તરીકે ઓળખાય છે. ત્યાં રહીને તેમણે   સ્ત્રી જાગૃતિ,સ્ત્રી શિક્ષણ અને આથક નિર્ભરતા માટ ે કામ કર્યુ હતું. હિન્દી સાહિત્યમાં અનોખા યોગદાન પછી મહાદેવી  વર્માનું  મૃત્યુ ૧૯૮૭મા અલ્હાબાદમાં થયું હતું.

ગાંધીજીનો તેમના પર ખૂબ પ્રભાવ હતો. ગાંધીજીએ જ તેમને સ્ત્રી  શિક્ષણ માટે કામ કરવા પ્રેરિત  કર્યા.  ગાંધીજીને હિન્દીમાં જ વાત કરતા જોઇને મહાદેવીએ કારણ પૂછાતા બાપુએ કહેલું કે  હિન્દી ભાષા જ ભારતના આત્માને  સહજ રીતે વ્યક્ત કરી શકે છે. ત્યારથી મહાદેવીએ હિન્દીને પોતાના જીવનનો આધાર બનાવ્યો. 

૧૯૩૬માં તેઓને 'નીરજા' માટે સેકસરિયા પુરસ્કાર, ૧૯૪૦માં 'યામા' માટે મંગલાપ્રસાદ પારિતોષિક, ૧૯૮૨માં 'માયા' અને 'દીપશિખા' માટે સાહિત્યનો જ્ઞાાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત  થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના  સભ્ય  હોવા  ઉપરાંત  પદ્મભૂષણ, ડી. લિટ્ટ અને જ્ઞાાનપીઠ પુરસ્કાર  મહાદેવી વર્માને  મળેલાં સન્માનો  છે. ભારત સરકારે તેમને ૧૯૫૬માં પદ્મવિભૂષણની ઉપાધિથી  નવાજ્યા


  • ૧૯૫૬: પદ્મભૂષણ પુરસ્કાર.
  • ૧૯૭૯: સાહિત્ય અકાદમી ફેલોશીપ.
  • ૧૯૮૨: જ્ઞાનપીઠ પુરસ્કાર, તેમની કાવ્ય સંગ્રહ યમ માટે.
  • ૧૯૮૮: પદ્મવિભૂષણ.
  • ૨૮ એપ્રિલ ૨૦૧૮: મહાદેવી વર્મા ભારતીય ગુગલ ડુડલ પર દર્શાવાયા


'મેરી આહે  સોતી હૈ ઈન ઔઠો કી સૌટો મેં, મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મેં''- 

મણીબેન પટેલ

 મણીબેન પટેલ

(સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી 

અને તેમના સેક્રેટરી)



જન્મતારીખ: 3 એપ્રિલ 1903

જન્મસ્થળ: ગાના, કરમસદ, ગુજરાત

પિતાનું નામ: વલ્લભભાઇ પટેલ 

માતાનું નામ: ઝવેરબા

અવશાન: 26 માર્ચ 1990

મણિબેન પટેલ   ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને ભારતીય સંસદના સભાસદ હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને નેતા સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. તેમનો અભ્યાસ મુંબઈમાં થયો હતો અને તેમણે ૧૯૧૮માં ગાંધીજીની વિચારધારાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ નિયમીત રીતે અમદાવાદના સાબરમતી આશ્રમમાં સેવા આપતા હતાં



મણિબેન પટેલનો જન્મ 3 એપ્રિલ 1903ના દિવસે તેમના મોસાળ ગાના (કરમસદ) ગામમાં થયો હતો. મણિબેન 6 વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. વલ્ભભાઇને વિલાયત જઇ બેરિસ્ટર થવુ હતુ આથી તેમણે પુત્રી મણીબેન અને પુત્ર ડાહ્યાભાઇને પોતાના મોટાભાઇ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં મૂક્યા અને  તેમને તેઓનોઉછેર કર્યો..મુંબઈની ક્વીન મેરી હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો.ત્યાર બાદ 1920માં તેઓ અમદાવાદ સ્થાયી થઈને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા.અભ્યાસ બાદ મણિબેન પટેલ પિતાના કાર્યોમાં મદદ કરવામાં જોડાયા અને 1920 થી પોતના પિતાના પત્રોને સંગ્રહ કરવાનું શરુ કર્યુ જે જીવન પર્યંત કર્યુ.


મણિબેન પટેલ કદાચ પ્રથમ એવા મહિલા હતા જેમણે સેક્રેટરી બની પિતાની સેવા કરી.મણિબેને પોતાનું જીવન સરદાર પટેલની સેવામાં અર્પણ કર્યું હતું.એમણે સરદાર જીવ્યા ત્યાં સુધી તેમના સેક્રેટરી બનીને મણિબેને સેવા કરી.તેમની તમામ જરૂરિયાતોને મણિબેન ખુબ સારી રીતે જાણતા હતા.એટલું નહીં પણ સરદાર પટેલને હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે સારવાર  આપને મણિબેને તેમનો જીવ બચાવ્યો હતા.



બોરસદ સત્યાગ્રહ

1923માં અંગ્રેજોએ શિક્ષાત્મક કરવેરો વસુલવાનો શરૂ કર્યું.અને જે લોકો કર ન ભરી શકે તેની મિલકતો કબજે કરવાની શરૂઆત કરી હતી.જેની સામે સરદાર પટેલ અને ગાંધીજીએ ના-કરની ચળવળ શરૂ કરી હતી.જેમાં જોડાઈને મણિબેન પટેલ ઘરે-ઘરે જઈને મહિલાઓને આ ચળવળમાં જોડી હતી.સ્ત્રીઓને ઘરથી બહાર નીકળી આગળ આવી બોરસદ સત્યાગ્રહમાં મણિબેને જોડી હતી.


બારડોલી સત્યાગ્રહ

1928માં અંગ્રેજોએ બારડોલીના ખેડૂતો પર આકરો કરવેરો નાખી અત્યારચાર ગુજારવામાં આવ્યો હતો.જેના વિરોધમાં સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ કર્યું હતું.પરંતુ તેમાં મહિલાઓ ન જોડાતા  મણિબેન પટેલ આગળ આવ્યા.અને મિઠુબેન પેટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી મહિલાઓને સત્યાગ્રહમા જોડાવવાની પ્રેરણા આપી.મણિબહેનની મહેનતથી જ બારડોલી સત્યાગ્રહમાં પુરુષો કરતા પણ વધુ સંખ્યામાં મહિલાઓ જોડાઈ.


રાજકોટ સત્યાગ્રહ

વર્ષ 1938માં રાજકોટના રજવાડાના દિવાન દ્વારા  થતા અત્યાચારના વિરોધમાં રાજકોટ સત્યાગ્રહ કરવામાં આવ્યો.પરંતુ નાદુરસ્ત તબિયત હોવા છતાં કસ્તુરબા ગાંધી જોડાવવા આતુર હતા.જેથી મણિબેન પટેલ કસ્તુરબા ગાંધી સાથે ગયા.પરિણામે સરકારે તેમને છૂટાપાડવાનો આદશ કર્યો હતો.પરંતુ તેના વિરોધમાં અનશન પર ઉતરી કસ્તુરબાને તેમની સાથે જ રાખવા માટે સરકારને ફરજ પાડી હતી.


સરદાર પટેલની જેમ દેશસેવા માટે મણિબેને પણ કારાવાસ ભોગવવો પડ્યો હતો.ભારત છોડો ચળવળમાં જોડાઈ વર્ષે 1942થી 1945 સુધી યરવાડા જેલમાં મણિબેને કારાગૃહ ભોગવ્યો.ત્યારે બાદ વર્ષ 1950માં પિતાના અવસાન સુધી તેમની સાર સંભાળ રાખી હતી.બાદમાં મુંબઈ આવી સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિતની અન્ય સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.મણિબેન પટેલે પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું હતું.

 


એક સમયે મણિબેન પટેલ ગુજરાત પ્રાંત કોંગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતા.બાદમાં જવાહરલાલ નેહરુની આગેવાનીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી 1952-1957 સુધી દક્ષિણ કૈરા લોકસભાના સાંસદ રહ્યા.તો બીજી વખત 1957થી 1962 સુધી આણંદથી સાસંદ રહ્યા.સાથે 1953થી 1956 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના સચિવ રહ્યા હતા.વર્ષ 1964 અને વર્ષ 1970માં રાજ્યસભાના સાંસદ બની પ્રતિનિધિત્વ કર્યું.


મણિબેન પટેલ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.જેમાં સમાજની સાથે મહિલાઓને પણ શિક્ષિત કરવા માટે ખુબ મોટા કામ કર્યા હતા.ગુજરાત વિદ્યાપીઠ, વલ્લભ વિદ્યાનગર, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે જોડાઈને મણિબેન પટેલ શિક્ષણક્ષેત્ર માટે સરાહનિય કામગીરી કરી બતાવી હતી.જેથી 1990માં તેમના અવસાન બાદ 2011માં સરદાર વલ્લભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને મણિબેનની ગુજરાતી ડાયરીને પ્રકાશીત કરી હતી.


સરદાર પટેલના અવસાન બાદ મણિબેન જવાહરલાલ નહેરુને મળવા આવ્યા હતા.ત્યારે મણિબેને નહેરુને એક ચોપડી અને  એક થેલી આપી હતી.એ થેલીમાં 35 લાખ રૂપિયા હતા અને ચોપડીમાં તે રકમનો હિસાબ હતો.અને તે ચોપડી અને રકમ સરદાર પટેલ પાસેની કોંગ્રેસની મૂડી હતી.સરદાર પટેલના અવસાન બાદ એક પણ પાઈ રાખ્યા વગર તમામ સંપત્તિ નેહરુને અર્પણ કરી હતી.સાથે આખી જીંદગી અકિંચન વ્રત પાળી, સદા ટ્રેનના ત્રીજા વ્રતવર્ગના ડબામાં મુસાફરી કરનાર મણિબેને તમામ રકમ નેહરૂને સોંપી પોતે સુતરમાંથી કાંતેલા કપડા પહેરી વતનમાં સ્થાઈ થયા.


આખુ જીવન અકિંચન વ્રત પાળનાર, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામા મુસાફરી કરનાર, પોતે કાંતેલ સુતરના કપડા પહેનાર અને આજીવન પિતાની સેવા અને કાર્યોને આગળ ધપાવનાર મહિલા સ્વાતંત્ર્ય સેનાની મણીબેનનું અવશાન 26 માર્ચ 1990ના રોજ થયુ હતું.





સાભાર: દિવ્ય ભાસ્કર