મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સંત. Show all posts
Showing posts with label સંત. Show all posts

17 February, 2021

રામકૃષ્ણ પરમહંસ જીવન પરિચય (Ramkrishn Paramhans)

 18 ફેબ્રુઆરી

(સ્વામી વિવેકાનંદના ગુરુ, દક્ષિણેશ્વરના ઠાકુર)



જન્મતારીખ: 18 ફેબ્રુઆરી 1836

જન્મસ્થળ: કામારપુકુર (બંગાળ)

અવશાન: 16 ઓગસ્ટ 1886

મૂળ નામ: ગદાધર

પિતાનું નામ: ખુદીરામ  ચટ્ટોપાધ્યાય

માતાનું નામ: ચંદ્રમણિ

રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836(ફાગણ સુદ બીજ) ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. 

એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં

કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં.

સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. 

આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

 વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું.



એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું - મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો - હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું.

 બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, "વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે. ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?" આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા. એમના ઉપદેશનો જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો. ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા

સ્વામી તોતાપુરી એ ગદાધરને વેદાંતનું જ્ઞાન આપ્યુ અને સંન્યાસની દીક્ષા આપી અને તેમનું નામ રામકૃષ્ણ આપ્યુ અને પદવી પરમહંસ આપી, આમ ગદાધર રામકૃષ્ણ પરમહંસ બની ગયા.

1866માં ગોવિંદરામ નામના અરબી ફારસી પંંડીતની મદદથી ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને પયગંબરના દર્શન કર્યા,

1874માં શંંભુચરણ તેમને બાઇબલ વાંચી સંભળાવતા અને ઇસુ ભગવાનનો પરિચય અને ખ્રિસ્તી ધર્મ પરિચય થયો, અને ઇસુ ખ્રિસ્તે તેમને દર્શન આપ્યા.

એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

કાશીપુરમાં રામકૃષ્ણ એ પોતાના આયુષ્યના અંતિમ દિવસોમાં સ્વામી વિવેકાનંદ જેવા ધર્મ- અધ્યાત્મના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીને પોતાની દિવ્ય શક્તિઓ વારસામાં આપી. ગુરુજીની આજ્ઞાા અનુસાર સ્વામી વિવેકાનંદે સન 1886માં બેલુરમાં રામકૃષ્ણ મઠ અને સને 1897માં કલકત્તામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.




દરેક ધર્મનું વાંચન, દરેક ધર્મના ભગવાનોના દર્શન,  દરેક ધર્મમાંથી એક નવો અર્થ શોધવાની તેમની વૃતિ અને ગુઢાર્થ શોધવો એ એમના જીવનનું લક્ષ્ય હતું આવા સાચા સંતને તેમની જન્મ જયંતિએ શત શત નમન......


11 February, 2021

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય (Dayananda Saraswati)

 મહર્ષિ દયાનંદ સરસ્વતી 

(આર્ય સમાજના સ્થાપક)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1824

જન્મસ્થળ: ટંકારા, મોરબી, ગુજરાત

પિતાનું નામ: અંબાશંકર  તિવારી

માતાનું નામ: અમૃતાબાઇ

અવશાન: 30 ઓક્ટોબર 1883 (અજમેર, રાજસ્થાન)

સન્માન: મહર્ષિ

ગુરુનું નામ: સ્વામી વિરજાનંદ

મૂળ નામ: મૂળશંકર કરશનદાસ તિવારી

સંદેશ: “Back to the Vedas” અને “कृण्वन्तो विश्वं आर्यं”



મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

જે સમયે તેમાનો જન્મ થયો ત્યારે ભારતમાં અજ્ઞાનતા, જડતા, દંભ, અસ્પૃશ્યતા, બાળ વિવાહ, વિધવા, સતીપ્રથા જેવી અનેક કુરીતિઓ હતી.  અજ્ઞાનતાને  કારણે સામાન્ય લોકો ખૂબ નબળા લાગતા હતા.. આવા સમયે સ્વામી દયાનંદે મૂર્તીપૂજાને ખોટી ગણાવી શાસ્ત્રો અને વેદોને સર્વોચ્ચ ગણાવી હતી. તેમણે ઢોંગી લોકોની નિંદા કરી અને માનવ સેવાને સર્વોચ્ચ ગણાવી હતી.

એક ઘટના પછી, તેનું જીવન બદલાઈ ગયું અને તેણે 1846 માં 21 વર્ષની ઉંમરે સંંન્યાસી બનવા  તે ઘરેથી નીકળી ગયા

સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા.

 પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 

અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. 

દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. 

યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. 

અહીં તહી સાચા  જ્ઞાનનની શોધમાં ભટક્યા પછી, મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરસ્વતી બની ગયા છે, તે મથુરામાં વેદોના વિદ્વાન  પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ પાસે પહોંચ્યા. દયાનંદે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું. જે વૈદિક સાહિત્યના જાણીતા વિદ્વાન હતા. તેમણે તેમને વેદ શીખવ્યાં

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા.

પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. 

તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.

સ્વામીજીએ તેમના મંતવ્યોનો પ્રચાર કરવા માટે 1863 થી 1875 સુધી દેશની મુલાકાત લીધી હતી.

 ૧૮૭૫માં મુંંબઇમાં આર્યસમાજ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ વેદોને માને છે.

સ્વામી દયાનંદે આર્ય સમાજના નિયમો તરીકે વિશ્વને 10 સૂત્રો આપ્યા છે. જો તેનું અનુસરણ કરવામાં આવે તો, વિશ્વમા ખુશી, સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે છે. દસ નિયમો શારીરિક, આધ્યાત્મિક, સાર્વત્રિક ભાઈચારો અને માનવતા વિશે છે.


1875માં તેમણે સત્યાર્થ પ્રકાશ નામની કૃતિની રચના કરી હતી. તેમના દ્વારા રચિત મહાન પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ' હજી પણ આર્ય સમાજ  માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. 


  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. 

આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા.

 દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. 

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંતસિંહની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.