ભારતની લેજન્ડરી મહિલા બોક્સર
ઓલમ્પિકમાં કાંસ્ય ચંંદ્રક મેળવનાર
પુરુ નામ: મૈંગટે ચંગ્નેઇઝેંગ મેરી કોમ (એમ. સી. મેરી કોમ)
જન્મ તારીખ: 1 માર્ચ 1983
જન્મ સ્થળ: કાંગાથેઇ, ચુરચાનપુર જિલ્લો, મણીપુર
મેરી કોમનો જન્મ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરના ચુરચાનપુર જિલ્લામાં આવેલા કાંગાથેઇ ગામના એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો.
બચપણથી જ તેમના જીવનમાં પડકારો આવતા રહ્યા છે. તેમનું કુટુંબ ગરીબ હતું, એટલું ગરીબ કે રોજ ત્રણવારને બદલે એક જ વાર સરખું ભોજન મળતું હતું.
ઘરકામ કરવાનું પણ મેરી પર આવતું હતું અને તેમ છતાં તે વધુ સારા જીવન માટે મથતી રહ્યાં. પોતાની દુનિયા કેવી રીતે બદલી શકાય તેના જ વિચારો તે કર્યા કરતાં હતાં. ભણવામાં તેઓ બહુ હોંશિયાર નહોતાં, પણ કોઈ પણ રમતમાં ભાગ લેતી તેમાં જોરદાર દેખાવ કરતી હતી.
તેણીના મનમાં મુક્કેબાજી પ્રત્યેનું આકર્ષણ પેદા થયું હતુ જ્યારે તેણે ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટરમાં કેટલીક છોકરીઓને બોક્સિંગ રિંગમાં છોકરાઓ સાથે પ્રેક્ટિશ કરતી જોઇ.
તે વખતે ગામનો કિશોર અને બૉક્સર ડિન્ગકો સિંહ એશિયન ગેમ્સમાં બૅંગકોકથી ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. તેની સફળતાને કારણે મેરી કોમને પણ બૉક્સિંગ માટે પ્રેરણા મળી હતી.
તેણીએ મણિપુર રાજ્યના મુક્કેબાજી પ્રશિક્ષક એમ. નરજિતસિંહના માર્ગદર્શન હેઠળ, ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મુક્કેબાજીની તાલીમ લેવાનું શરુ કર્યું હતું.
15 વર્ષની ઉંમરે બૉક્સિંગ શીખવાની શરૂઆત મેરીએ કરી હતી
2000માં આખરે તેણે રાજ્યકક્ષાની બૉક્સિંગસ્પર્ધા જીતી લીધી અને ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. તે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના પડકારો ઝીલવા તૈયાર થઈ ગઈ હતી.
ઓનખ્લર કોમ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. તેની સાથે 2005માં મેરીનાં લગ્ન થયાં. બે વર્ષ બાદ મેરીએ જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. પતિ ઓનખ્લરે બાળકોને સંભાળી લીધાં અને મેરી ફરી ટ્રેનિંગ લેવા લાગ્યાં.
ફરી એક વખત સ્પર્ધામાં ઊતરીને સતત ચોથી વાર 2008માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી લીધો.
મેરી કોમે વર્ષ 2001 માં પહેલીવાર રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપ જીતી હતી
મેરી કોમ એકમાત્ર ભારતીય બૉક્સર છે, જેમણે આઠ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી છે
મેરીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2001માં શરૂ થઈ હતી.
37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
તેઓ એકમાત્ર મહિલા છે જે છ વાર વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચેમ્પિયન બન્યાં છે. પોતાની પ્રથમ સળંગ સાતેસાત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવનારાં પણ તેઓ એકમાત્ર ખેલાડી છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં 8 વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ્સ મેળવનારાં એકમાત્ર બૉક્સર છે.
રમતગમત મંત્રાલય દ્વારા પ્રથમવાર કોઈ મહિલા ખેલાડીનું નામ ભારતના દ્વિતીય સૌથી મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણ પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું હતું.
25 એપ્રિલ 2016ના રોજ રાષ્ટ્રપતિએ મેરી કોમને રાજ્યસભાનાં સભ્ય તરીકે નીમ્યાં હતાં.
AIBA World Women's Rankingમાં લાઇટ ફ્લાયવેઇટ કૅટેગરીમાં તેમને નંબર વનનું સ્થાન મળ્યું છે.
2014માં દક્ષિણ કોરિયામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વાર ગોલ્ડ મેળવનારાં ભારતીય બૉક્સર બન્યાં હતાં
2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારાં પણ પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બન્યાં હતાં.
પાંચ વાર એશિયન ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બનવાનો રેકર્ડ પણ તેમના નામે જ છે.
મોટા ભાગના મેડલ 2005માં તે માતા બની અને તે પણ સિઝેરિયન દ્વારા તે પછી મેળવેલા છે
તેમના જીવન પર એક હિંદી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જે 2014 માં રીલિઝ થઈ હતી. જેનુ નામ "મેરી કોમ" આ ફિલ્મમાં મેરી કોમની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ ભજવી હતી.
મિક્સ માર્શલ આર્ટ્સ રિયાલિટી શો સુપર ફાઇટ લીગ (એસએફએલ) એ મેરીને તેની સિદ્ધિઓ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, તેને શોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી હતી.
તેણે એશિયન મહિલા બોક્સીંગ સ્પર્ધામાં 5 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા છે
તેણે મહિલા વર્લ્ડ એડલ્ટ બોક્સીંગ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યો છે,
મેરીએ એશિયન ગેમ્સમાં 2 સિલ્વર અને 1 ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ વધાર્યું હતું.
આ સિવાય મેરી ઇન્ડોર એશિયન ગેમ્સ અને એશિયન બોક્સીંગ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
મેરી કોમે વિવિધ ગેમ્સમાં મેળવેલ મેડલ
રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સિદ્ધિઓ
પ્રથમ રાષ્ટ્રીય મહિલા બોક્સીંગ સ્પર્ધામાં 2001, ગોલ્ડ
ઇસ્ટ ઓપન બોક્સીંગ સ્પર્ધા, બંગાળ, 2001
બીજી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, નવી દિલ્હી, 2001
32 મી રાષ્ટ્રીય રમતો, હૈદરાબાદ
ત્રીજી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, આઇઝોલ, 2003
ચોથી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, આસામ, 2004
પાંચમી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, કેરળ, 2004
છઠ્ઠી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, જમશેદપુર, 2005
દસમી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, જમશેદપુર, 2009: ક્વાર્ટર ફાઇનલમાં હારી
સન્માન
- ભારત સરકાર દ્વારા 2006માં પદ્મશ્રી એવોર્ડ, 2013માં પદ્મભુષણ અને 2020માં પદ્મ વિભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
- મણિપુર સરકારે તેમને 2008માં “મીથોઇ લીમા” બિરુદ આપ્યું છે
- અર્જુન એવોર્ડ (મુક્કેબાજી), 2003
- પીપલ ઓવ ધી યર, લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ, 2007
- સી.એન. એન આઇબીએન (CNN-IBN) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફ્થી રિયલ હીરોઝ એવોર્ડ, 2008
- પેપ્સી એમટીવી યુથ આઇકન, 2008
- ઓલ ઇન્ડિયા બોક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) દ્વારા તેમને 2008માં 'મેગ્નિફિસન્ટ મેરી' નું સંબોધન આપવામાં આવ્યું.
- રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, 2009
- 2009માં તેમને આઇબીએ (Interantional Boxing Association)ના બ્રાન્ડ એમ્બેેેેેેેસેડર બનાવવામાં આવ્યા.
- સ્પોર્ટસવુમન ઓફ ધ યર, સહારા ઇન્ડિયા પરિવાર, 2010
- 29 માર્ચ, 2016 ના રોજ ઉત્તર-પૂર્વીય હિલ યુનિવર્સિટીમાંથી માનદ ડોકટરેટની ડિગ્રી (ડી. લિટ) અને 14 જાન્યુઆરી 2019 ના રોજ કાજીરંગા યુનિવર્સિટીમાંથી (ડી.ફિલ)ની ડિગ્રી એનાયત કરવામાં આવી.