મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label આંતર રાષ્ટ્રીય દિવસ. Show all posts
Showing posts with label આંતર રાષ્ટ્રીય દિવસ. Show all posts

22 April, 2021

વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

  વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

23 એપ્રિલ




"જેમની પાસે પુસ્તક હોય છે તેઓ ક્યારેય એકલા નથી હોત"

પુસ્તક એટલે

 જીવનના દરેક પગઢિયા પર તમને યોગ્ય સલાહ આપનાર મિત્ર

"પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે, 

રત્ન બહારની ચમક બતાવે છે

જ્યારે પુસ્તક અંત: કરણને ઉજ્જવળ કરે છે"


"રેલી તરફ જતી ભીડ જ્યારે લાઇબ્રેરી તરફ જશે 

ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે"

23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આજના  દિવસે મહાન નાટ્યકાર અને સાહિત્ય સર્જક, મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે.આથી યુનેસ્કો દ્વારા 1995 થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે.સાથોસાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઊજવાય છે. શેક્સપિયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.

પ્રથમવાર વિશ્વ પુસ્તક દિવસ 1995માં ઉજવાયો હતો.

માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

જાણીતા ગુજરાતી ચિંતકે કહ્યું છે તેમ જે ઘરમાં પાંચ સારાં પુસ્તક ના હોય તે ઘરમાં દીકરી ના આપશો તે ઉક્તિ પુસ્તકનું મહત્વ વ્યક્ત કરે છે. વ્યક્તિની વિચાર દુનિયાવિકસાવવા અને સાચો માનવ બનાવવા પુસ્તક એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. 

સ્પેનમાં બે દિવસ સુધી રીડિંગ મેરેથોનનું આયોજન થાય છે.


ડૉ. ગુણવંત શાહે એક સૂચન કર્યુ છે કે કોઇકના લગ્ન પ્રસંગે, જન્મ દિવસે, મેરેજ એનિવર્સરી એ ભેટ સોગાદો આપવાને બદલે એક પુસ્તક આપવું જોઇએ.

વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાં સચવાયો હતો

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

  • આત્મકથા: મારી હકીકત, નર્મદ
  • ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
  • કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
  • જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંતપ્રાણસુખલાલ મથુરદાસ
  • નાટક: લક્ષ્મીદલપતરામ
  • પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધપજ્ઞનાભ 
  • નવલકથા: કરણઘેલોનંદશંકર મહેતા
  • મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
  • મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી
  • મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
  • રાસ: ભરતેશ્વર બાહુબલિરાસશાલિભદ્રસુરિ 
  • લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજવિજયભદ્ર 

સાહિત્યકારો અને તેમની કૃતિઓ

  • દલપતરામ: ભાગ ૧ અને ૨ફાર્બસવિરહમિથ્યભિમાન
  • નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકતરાજયરંગમેવાડની હકીકતપિંગળ પ્રવેશ

  • નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ,  કવિજીવનનિબંધરીતિજનાવરની જાન

  • નંદશંકર મેહતાઃ કરણઘેલો
  • ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
  • મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણનવનરાજ ચાવડો

  • રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
  • અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
  • ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
  • અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
  • ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪શ્નેહમુદ્રાલીલાવત જીવનકલા

  • મણિલાલ દ્રિવેદીઃ કાન્તાન્રુસિંહાવતારઅમર આશા
  • બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિહરિપ્રેમ પંચદશી
  • કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકાસાહિત્ય અને વિવેચન
  • આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મવિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
  • નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળાહ્દયવીણાપ્રેમળજ્યોતિ
  • રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વતભદ્રંભદ્ર
  • મણિશંકર ભટ્ટ: સાગર અને શાશીઉદગારઅતિજ્ઞાનવસંતવિજયચકવાત મિથુન

  • સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવબિલ્વમંગળ
  • નાનાલાલ: વિરાટનો હિંડોળોપ્રાણેશ્વરીવિલાસની શોભાપિત્રુતર્પણકુરુક્ષેત્રઉષાસારથિ

  • દામોદર બોટાદકર: કલ્લોલિનીસ્તોતસ્વિનીનિર્ઝારેણી
  • ગાંધીજીસત્યના પ્રયોગો અથવા આત્મકથાદક્ષિણ આફ્રિકાનો ઇતિહાસબાપુના પત્રો

  • કાકા કાલેલકર: ઓતરાતી દિવાલોજીવનલીલાહિમાલયનો પ્રવાસરખવાડનો આનંદ

  • કિશોરલાલ મશરુવાળા: જીવનશોધનકેળવણીના પાયાઅહિંસા વિવેચન

  • મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈબારડોલી સત્યાગ્રહનો ઇતિહાસમહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)

  • નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
  • કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાતપાટણની પ્રભૂતાગુજરાતનો નાથરાજાધિરાજસ્વપ્નદ્રષ્ટાપ્રુથિવી વલ્લભકાકાની શીશીક્રુષ્ણાવતાર

  • રમણલાલ દેસાઈઃ જ્યંતશિરીષકોકિલાહ્દયનાથભારેલો અગ્નિકાંચન અને ગેરુ

  • ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહગોમતીદાદાનુ ગૌરવતણખામંડળઃ ભાગ ૧ થી ૪ભૈયાદાદાપ્રુથ્વિ અને સ્વર્ગપોસ્ટ-ઓફિસચૌલાદેવીઆમ્રપાલીવૈશાલી

  • રામનારણ પાઠકઃ ખેમીએક પ્રશ્નમુકુન્દરાયજક્ષણીશેષના કાવ્યોમનોવિહાર ઉદધિને

  • ઝવેરચંદ મેઘાણી: સિંધુડોશિવાજીનુ હાલરડુકોઇનો લાડકવાયોયુગવંદનાશોરઠ તાર વેહતા પાણીવેવિશાળમાણસાઈના દીવાસૌરાષ્ટ્રની રસધારરઢિયાળી રાત

  • ગુણવંતરાય આચાર્યઃ અખોવનઆપઘાતઅલ્લાબેલી
  • ચુનીલાલ શાહઃ કર્મયોગીરાજેશ્વરતપોવન
  • ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિએક ચુસાયેલા ગોટલાઘાણીનુ ગીતનિશીથઅભિજ્ઞાપ્રાચીનાસાપના ભારાહવેલીગોષ્ઠિઉઘાડી બારી

  • ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
  • પ્રેમશંકર ભટ્ટ ધરિત્રીતીર્થોદકશ્રીમંગલપ્રેમામૃત
  • રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
  • બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરીઅખેપાતર .
  • ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડીધરા ગુર્જરીસંતા કૂકડીગઠરિયા શ્રેણિ

  • જયંતિ દલાલઃ સોયનુ નાકુઅંધારપટ
  • મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણઝેર તો પીધા છે જાણી જાણીસોક્રેટિસ
  • પન્નાલાલ પટેલઃ મળેલા જીવમાનવીની ભવાઈસાચા શમણાંજિંદગીના ખેલસુખદુઃખના ખેલવાત્રકના કાંઠેવૈતરણીને કાંઠે

  • ઇશ્વર પેટલીકરઃ જનમટીપભવસાગરમારી હૈયાસગડીઋણાનુબંધકાશીનુ કરવતલોહીની સગાઈ

  • ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણસમ્રાટ શ્રેણિકહું અને મારી વહુવ્યાજનો વારસલીલુડી ધરતીવેળાવેળાની છાંયડીવાની મારી કોયલ

  • શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્યમુક્તિ પ્રસુનખુનીબારી ઉઘાડી રહી ગઈકંચુકી બંઘઅનંનરાગ

  • જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
  • ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતોઊભી વાટેમાણસના મન

  • ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડોભોળા શેઠનુ ભુદાન
  • રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસનશર્વિલકમેનાગુર્જરી
  • પ્રહલાદ પારેખઃ બારી બહાર
  • રાજેન્દ્ર શાહઃ ધ્વનિઆંદોલનશ્રુતિશાંત કોલાહલ
  • રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભઅંતર-ગાંધારસ્વ-વાચકની શોધમાંગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)

  • નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાઘડીક સંઘ
  • પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીકઅશબ્દ રાત્રિસ્પર્શસમીપ
  • હસમુખ પાઠકઃ નમેલી સાંજસાયાજુય
  • નલિન રાવળઃ ઉદગારઅવકાશસ્વહારઃ ભાગ ૧ અને ૨
  • બાલમુકુન્દ દવેઃ પરિક્રમાકુંતલચાંદનીતીર્થોત્તમહરિનો હંસલો
  • વેણીભાઈ પુરોહિતઃ સિંજારવદીપ્તિઆચમન
  • નટવરલાલ પંડ્યાઃ પ્રસુનરૂપ અને રસપ્રથ્વિનો છંદોલય
  • જયંત પાઠકઃ મર્મરસંકેત સર્ગઅંતરિક્ષ
  • હરીન્દ્ર દવેઃ આસવઅર્પણસુખ નામનો પ્રદેશમાંધવ ક્યાંય નથીનીરવ સંવાદ

  • હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવરહી છે વાત અધૂરીતારો અવાજજાળિયુંપાણીકલર.

  • સુરેશ દલાલઃ એકાંતતારીખનુ ઘરકાગળના સમુદ્રમાં ફુલોની હોડીમારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮

  • પિનાકિન ઠાકોરઃ આલાપઝાંખી અને પડછાયા
  • હસિત બુચઃ સાન્નિધ્યનિરંતરસૂરમંગલ
  • હેમંત દેસાઈઃ ઈંગિતસોનલમૃગશરદ
  • દામોદાર ભટ્ટઃ જલભેખતુંબીજલ
  • મનુભાઈ ત્રિવેદીઃ રામરસસુરતાસોનાવાટકડી
  • મકરંદ દવેઃ વાલીડાના વાવડબેહદની બારખડીહૈયાના વેણ
  • નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

155 જેટલા ગુજરાતીના સારા પુસ્તકો અને તેના લેખક વિશેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.

પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉભેલાં વૃક્ષો.- ગુણવંત શાહ


                             

પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ.


                    -  કાકાસાહેબ કાલેલકર



જિંદગી માણવી હોય તો પુસ્તકો સાથે મિત્રતા કરો. - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન


"લીડર" બનવું હોય તો પહેલાં "રીડર"  બનો.


 "બુકે" નહીં , "બુક" આપો.

                


26 March, 2021

વર્લ્ડ થિયેટર ડે(વિશ્વ રંગભૂમિ દિવસ)

 27 માર્ચ


આ વિશ્વ એક રંગભૂમિ છે અને આપણે તેના પાત્રો -શેકસપીયર

જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે . રંગમંચ  એ ભાષાઅને સાહિત્યને  જીવાડવાનો અને સમૃદ્ધ બનાવાનો એક પ્રયાસ જ  છે



 રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે

 ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગ યોજાય તેમાં ૧૪૫ દેશોના રસિકો બે ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા  પણ જોડાયેલ ને એમની લાગણી માંગણી ની વિનંતીની માન આપીને ૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. વિશ્વ રંગ ભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. 

સત્યાવીસ માર્ચને ‘વર્લ્ડ થિયેટર ડે યાને કે વિશ્વ રંગભૂમિ દિન નક્કી કોને કર્યો? ચાલો જાણીએ. બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે ભાગમાં વહેંચાઈ ગયેલું. એક તરફ સામ્યવાદી દેશો અને બીજી તરફ મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં દેશો અને શીત યુદ્ધની દહેશત બધે ફેલાઈ ગયેલી. આવા કઠિન સમયે યુનેસ્કોના પ્રથમ ડિરેક્ટર જનરલ સર જુલિયન હક્સલી ( પ્રખ્યાત અંગ્રેજ લેખક આલ્ડ્સ હક્સલીના ભાઈ ને બાયોલોજીમાં નોબેલ પ્રાઈઝ મેળવનારા એન્ડ્રુસનાં સાવકા ભાઈ) તથા પ્રખ્યાત લેખક,નાટ્યકાર જે બી પ્રીસ્ટલીની આગેવાની હેઠળ ઈ.સ. 1948માં યુનેસ્કોના સહકારથી આઈટીઆઈ એટલે કે ‘ધ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઇ. પેરિસમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થાના દુનિયાના લગભગ બધા જ દેશો સભ્ય છે. આ અંતરરાષ્ટ્રીય સંસ્થાનું ધ્યેય છે યુનેસ્કોના કલા, સંસ્કૃતિ, શિક્ષણના વિકાસ ને જાળવણી માટે ટેકો પૂરો પાડવો. યુનેસ્કોની સાથે  સંલગ્ન રહી પર્ફોર્મિંગ આર્ટ્સના સભ્યોને પ્રોત્સાહન તથા તેમની સ્થિતિ સુધારવી અને પર્ફોર્મિંગ આર્ટ્સનો શાંતિ અને ભાઈચારા માટે ઉપયોગ કરવો. 


સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

વર્તમાન સમયમાં પર્ફોર્મિંગ આર્ટ્સની એ  મોટામાં મોટી સંસ્થા બની ગઈ છે. તેના નેવું જેટલા કેન્દ્રો દુનિયાના દરેક ખંડમાં આવેલા છે. હિન્દુસ્તાનમાં પુણે શહેરમાં આઈટીઆઈનું કેન્દ્ર આવેલું છે અને સુષ્મા દેશપાંડે નામના મરાઠીની  જાણીતી અભિનેત્રી અને દિગ્દર્શિકા એની પ્રમુખ છે.આ સંસ્થાના ધ્યેય છે:

- પર્ફોર્મિંગ આર્ટસ સાથે સંકળાયેલી દુનિયાની દરેક વ્યક્તિ વચ્ચે જ્ઞાન અને પ્રેક્ટિસનું આદાનપ્રદાન. 

- આવી વ્યક્તિઓ માટે સહકારનો તખ્તો પૂરો પાડવો.

- લોકો વચ્ચે શાંતિ અને ભાઈચારો વધે એ માટે પર્ફોર્મિંગ આર્ટસનો ઉપયોગ કરવો.

- યુનેસ્કોના ધ્યેય અને વિચારોની રક્ષા કાજે ઝઝૂમવું.

- રાજકીય ને સામાજિક ભેદભાવો મટે એ દિશામાં કામ કરવું.

ભગવદ ગોમંડલ' ગ્રથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ ત્‍યારબાદ ૧૮૫૧ ‘નર્મદે', ‘બુધ્‍ધિવર્ધક' નામની સંસ્‍થા શરૂ કરી એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાં સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.

ચાલો, ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ તો બન્યું પણ વિશ્વ રંગભૂમિનો વિચાર ક્યારે ને કેવી રીતે આવ્યો એ જાણીએ. ભારતીય અને ખાસ કરીને ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થાય એવી બાબત એ છે કે ઈ.સ. 1960/61માં આ સંસ્થાની ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં ભરાયેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ  લેખક નાટ્યકાર, નાટ્ય પ્રશિક્ષક, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા,નાટ્ય ગઠરિયાના લેખક, ગુજરાતી આધુનિક રંગભૂમિના પ્રણેતામાંના એક, દેશમાં નાટક માટે સૌ પ્રથમ યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સ શરુ કરાવનાર એવા ચં. ચી ઉર્ફે સી.સી. મહેતા ઉર્ફે ચંદ્રવદન ચીમનલાલ મહેતાએ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો. સત્યાવીસ માર્ચ ‘વિશ્વ થિયેટર દિવસ’ તરીકે ઉજવવાનું  કારણ, આ દિવસે પેરિસમાં  થિયેટર ઓફ નેશન્સ નામનો કાર્યક્રમ યોજાયેલો.  

આ દિવસ કેવી રીતે આઈટીઆઈ ઉજવે છે? દુનિયાભરના પ્રસિદ્ધ નાટ્યકર્મીઓમાંથી કોઈ એકનું ચયન કરે અને એનો થિયેટર સંબંધિત સંદેશો પ્રસિદ્ધ કરે. પેરિસમાં આ દિવસે પેલી વ્યક્તિ એના સંદેશાનું જાહેર કાર્યક્રમમાં એનું પઠન કરે અને એ સાથે થિયેટરના દ્રશ્યો ભજવાય. સંદેશાનું ઘણી બધી ભાષાઓમાં તરજુમો થાય અને વિવિધ મીડિયા પરથી એનું પ્રસારણ થાય. ઈ.સ. 1962માં જેને પ્રથમવાર આ સંદેશ આપવાનું બહુમાન મળ્યું એ હતા ફ્રાન્સના જ સુપ્રસિદ્ધ નાટ્યકારને ફિલ્મ સર્જક એવા ઝ્યાં કોકટુ. અત્યાર સુધીમાં ભારતમાંથી કોઈને આ બહુમાન મળ્યું છે કે નહિ એવો પ્રશ્ન ઉદ્ભવે તો જણાવીએ કે કન્નડ ભાષામાં નાટકો લખતા, ફિલ્મ સાથે અભિનેતા અને દિગ્દર્શક તરીકે સંકળાયેલા  ભારતના ખ્યાતનામ ગિરીશ કર્નાર્ડને આ બહુમાન ઈ.સ. 2002માં મળેલું. ગયા વર્ષે એક ને બદલે સંસ્થાએ પાંચ રંગકર્મીઓને આ સંદેશ આપવા પસંદ કરેલા એમના એક હતાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી અને પછી શિક્ષક ,સંચાલક તરીકે જોડાયેલા અભિનેતા, લેખક, દિગ્દર્શક અને થિયેટર પ્રશિક્ષક એવા રામ ગોપાલ બજાજને આ બહુમાન મળેલું. આ વરસે થિયેટર જોગ સંદેશો આપવા માટે ક્યુબાના હવાના શહેરમા વસતાં ઊંચા ગજાના નાટ્યલેખક, નાટ્યપ્રશિક્ષક, દિગ્દર્શક એવા કાર્લોસ શેલ્ડરનને સન્માન મળ્યું છે. 

મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો મા લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્રના નાટક જોઈ ને મળી હતી

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ
ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે-

'काव्येषु नाटकं रम्यम्'

'કાવ્યોમાં નાટક રમણીય છે'

કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્ય છે. જોઈ શકાતું હોવાથી નાટક ને 'રૂપક' પણ કહેવાય છે.

ભરતમુનિએ नाट्यशास्त्रम्  નામક ૩૬ અધ્યાયનો વિશાળ ગ્રંથ લખ્યો છે જેમાં નાટક ના અથ થી ઇતિ વિષેનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. આમાં નાટકનું લક્ષણ આપતાં તેઓ એ લખ્યું છે-

'अवस्थानुकृतिर्नाट्यम्'
નટો = અભિનેતો દ્વારા રામ વગેરે મહાન ચરિત્રોના જીવનની જુદી જુદી અવસ્થાઓનું અનુકરણ એટલે નાટ્ય.

નાટકનું કથાવાસ્તુ ત્રણ પ્રકારનું હોય છે

૧.પ્રખ્યાત - રામાયણ, મહાભારત,પૌરાણિક કથાઓ વગેરે આધારિત.

૨.કાલ્પનિક - પ્રખ્યાત આધાર નહીં તેવું, કવિએ પોતાની કલ્પના શક્તિથી લખેલ.

૩.મિશ્ર - પ્રખ્યાત અને કાલ્પનિક બંને ભેગું કરેલું.


સંસ્કૃત નાટ્યસાહિત્યકારો એ ધીરતા નો ગુણ મુખ્ય રાખી અન્ય ગુણો સાથે નાયકનાં ચાર પ્રકારો બતાવ્યા છે-

૧.ધીરશાન્ત અથવા ધીરપ્રશાંત - ધીર અને શાંત સ્વભાવ વાળો નાયક

૨.ધીરોદાત્ત - ધીર અને ઉદાત્ત સ્વભાવનો.

૩.ધીરોદ્ધાત - ધીર અને ઉદ્ધત સ્વભાવ વાળો.

૪.ધીરગંભીર - ધીર અને ગંભીર સ્વભાવવાળો.


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા



રેડિયો આકાશવાણીના 375-400 નાટકોમાં સ્વર-અભિનય કરી ચૂકેલાં નાટ્યકાર કૌશિક સિંધવને દિલ્હી આકાશવાણી તરફથી એ-ગ્રેડના કલાકાર તરીકેનો ખિતાબ મળી ચૂક્યો છે. 1975ની સાલથી રેડિયો સાથે જોડાયેલાં કૌશિક સિંધવને ગુજરાત ગૌરવ પુરસ્કાર ઉપરાંત, મોરારિ બાપુના હસ્તે રામજી વાણિયાની સ્મૃતિમાં બહાર પાડેલો અવોર્ડ, અભિનય રત્નાકર અવોર્ડ તેમજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તરફથી વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ-અવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતના પ્રમુખ કલાવિદ્દ તરીકે રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ એમને તેડું મોકલવામાં આવ્યું હતું.

રાજકોટના 75 વર્ષીય નાટ્યકાર કૌશિક સિંધવની! જેમને 2013-14ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા જેમને 'ગૌરવ પુરસ્કાર' અનાયત થઈ ચૂક્યો છે એવા કૌશિક સિંધવ હાલ રાજકોટમાં 'નાટ્ય ફળિયું' નામની પ્રવૃતિ ચલાવી રહ્યા છે. આજથી પાંચેક વર્ષ પહેલાં (2015ની સાલ) એટલે કે 70 વર્ષની ઉંમરે એમણે પોતાના ઘર પર જ 'નાટ્ય ફળિયુ' શરૂ કર્યુ. 27 માર્ચ, 2015 વિશ્વ રંગભૂમિ દિને રાજકોટનું પહેલું વ્યક્તિગત નાટ્ય ફળિયું શરૂ થયું. 

ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઇ ઉદયરામ દવેને ઓળખવમા આવે છે.



ગુજરાતમા ભવાઈ.ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે.ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર 14 મી સદીમા થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે 360 વેશો રચ્યા હતા. જેમા પુરબીયો,કાનગોપી,જુઠણ,લાલબટાઉ,જોગી જોગણ,જસમા ઓડણ,વણઝારા નો વેશ,મણીયારો ના વેશો જાણીતા છે. ભવાઈમા બધા પાત્રો પુરુષો દ્રારા જ ભજવાય છે. સ્ત્રીનુ પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈનુ પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે.  ભવાઈમા ભૂંગળ,તબલા,વાજા પેટી અને ઝાંઝ નો જ તાલ લેવાતો.


 ૧૭૭૬ માં અંગ્રેજોએ મુંબઇના ફોર્ટ એરીયામાં પહેલું થિયેટર બનાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે લતેશ શાહ લિખીત અને દિગ્દર્શિત  ‘ચિત્કાર’ નાટક સતત રપ વર્ષો સુધી દેશ વિદેશમાં ભજવાયું આજ સુધી પટનાટકમાં જુદા જુદા રપ૦ કલાકારોએ કામ કર્યુ છે. બધા જ બદલાયા પણ મુખ્ય પાત્રમાં સુજાતા મહેતા દર વખતે હતા. જે એક રેકોર્ડ બ્રેક છે. આ નાટક પરથી ગત વર્ષે ગુજરાતી ફિલ્મ બની હતી. સુજાતા મહેતાએ ‘પ્રતિઘાત’, યતીન જેવી વિવિધ ફિલ્મોમાં અભિયાન પણ આપ્યો છે.


યુવા વર્ગને ગમતા નાટકો

* અમે લઇ ગયાં, તમે રહી ગયા

* લગે રહો ગુજુભાઇ

* વેઇટીંગ રૂમ

* ગુજજુભાઇ દબંગ

* ગુજજુભાઇ સીરીઝ

* પત્તાની જોડ

* સુંદર બે બાયડી વાળો

* બૈરાઓનો બાહુબલી

* પ્રેમનો પ્બીલક ઇસ્યુ

* ૧૦૨ નોટ આઉટ

* કાનજી  દ/ત  કાનજી (ઓય માય ગોડ ફિલ્મ બની)

* કોડ મંત્ર

* સફરજન

* બા એ મારી બાઉન્ડરી

* ચિત્કાર

* લાલી -લિલા

* જલ્સા કરો જયંતિ લાલ

* આઇ.એન.ટી.ના ખેલંદો, લાક્ષા મહેલ


13 February, 2021

વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

 વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

13 ફેબ્રુઆરી



વિશ્વના દરેક ખૂણામાંથી લોકોને જોડતુ એક માધ્યમ એટલે 'રેડિયો'


સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.

13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.

એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું


દર વર્ષે યૂનેસ્કો દુનિયાભરના બ્રોડકાસ્ટર્સ, સંગઠનો અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસે અનેક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે. 

વર્લ્ડ રેડિયો દિવસ 2020ની થીમ ‘રેડિયો અને વિવિધતા’ છે.

ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી

વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે

 ભારતમાં વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. 

જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. 

રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા મહેન્દ્ર મશરૂ જણાવી રહ્યા છે કે, મોરબી હોનારતના સમયમાં રેડિયો દ્વારા સમાચાર તેમના સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે પૂરગ્રસ્ત મોરબીની મદદ માટે નીકળી પડ્યા હતા.

 જે તે સમયે રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત હતું. આજે સમય બદલવાની સાથે રેડિયોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે રેડિયો આજે પણ જોવા મળી રહ્યો છે.

1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં

જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.

 1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. 

સ્વતંત્રતા પછી 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું.

 રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો. 

રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા. તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.

રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ. 

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ.

 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.

જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.

આજના યુગમાં રેડિયોની જગ્યા અનેક ઉપકરણો એ લીધી પણ FM ને કારણે રેડિયો આજે જીવંત છે
- કનેક્ટીવીટી નથી ત્યાં રેડિયો મનોરંજન અને લોકસંપર્ક રાખશે

ગૂડ મોર્નિંગ ઇન્ડીયાનાં શબ્દોથી શરું થઈને સવાર શરુ રેડિયો જ કરે અને આજે પણ લોકોના જીવનમાં રેડિયો સ્થાન પ્રાપ્ત કરેલું છે લાગે રહો મુન્ના ભાઈ ફિલ્મમાં પણ રેડિયો જ માધ્યમ બન્યું છે.


.નાગરિકો તથાપ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાંરેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રસાર ભારતીનામુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી એ રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હાથધરાયેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી. 1936 માં આકાશવાણીની સ્થાપના થઈ હતી. અનેઆજે રેડિયો પરથી 92 ભાષાઓ અને બોલીઓમાં 607 સમાચાર બુલેટિનો પ્રસારીત થાય છે.

રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.

સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.

 આપણા દેશમાં મુંબઇ અને કોલકાતામં 1927માં રેડીયો પ્રસારણની શરૂઆત થઇ હતી, શરૂઆતમાં મુંબઇના રેડિયો ક્લબ તરફથી 1923માં પહેલા કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઇ અને કોલકાતાના પ્રાઇવેટ ટ્રાંસમીટરોને 1930માં સરકારે પોતાના નિયંત્રણમાં લીધુ અને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોરપોરેન રાખ્યું હતું. 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો પડ્યું અને 1957થી અત્યાર સુધી પ્રચલિત આકાશવાણી નામ આપવામાં આવ્યું હતું. 

14 ઓક્ટોબર 2014થી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ રવિવારે તે મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરતા રહે છે. 

જાણીતી રેડિયો ચેનલ 

રેડિયો ચેનલ             ફ્રિકવ ન્સી                               સ્લોગન                                સ્થાપના વર્ષ

Radio Mirchi                    98.3                     Mirchi FM it's hot!                                    2001

Vividh Bharati            96.7             "देश की सुरीली धड़कन (Country beat)"   1957

Big FM                   92.7                    "Dhun Badal Ke Toh Dekho..."          2006

Radio City                91.1                     "Rag Rag Mein Daude City"           2001

Red FM                93.5                      "Bajaate Raho! Masth Maja Maadi"   2009

TOP FM                   93.1                   Jab Suno Top Suno"                         2018

Radio MY            94.3                         Jiyo dil se!"                                       2006

Gyan Vani             107.8                     Educational FM Radio of India"                   2000