મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label પત્રકાર. Show all posts
Showing posts with label પત્રકાર. Show all posts

26 October, 2021

ગણેશ શંકર વિદ્યાર્થી

 ગણેશ શંકર વિદ્યાર્થી

( હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી  અને પત્રકાર)


ગણેશશંકરની મૂળ અટક શ્રીવાસ્તવ હતી. ગણેશશંકર જયનારાયણ શ્રીવાસ્તવ. તેઓ આજીવન શીખતા રહ્યા, વિદ્યા પ્રાપ્ત કરતા રહ્યા એટલે તેઓ ગણેશશંકર વિદ્યાર્થી તરીકે ઓળખાયા

ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ 26 ઓક્ટોબર 1890ના રોજ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હથગાંવ ખાતે કાયસ્થ પરિવારમાં થયો હતો.

 તેમના પિતા મુન્શી જયનારાયણ ગ્વાલિયર રિયાસતમાં ઍંગ્લો વર્નાક્યુલર શાળાના મુખ્યશિક્ષક હતા.

પિતાના હાથ નીચે જ ગણેશ શંકરે શાળાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને મુંગાઓલી અને વિદિશામાં અભ્યાસ કર્યા બાદ ૧૯૦૭ માં ખાનગી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી.

 નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા નહીં અને કરન્સી ઓફિસમાં ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી અને બાદમાં કાનપુરની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૪ જૂન ૧૯૦૯ના રોજ ચંદ્રપ્રકાશવતી સાથે તેમના વિવાહ થયા

તેમનો વાસ્તવિક રસ પત્રકારત્વ અને જાહેર જીવનમાં હતો. તેઓ દેશમાં થઈ રહેલા રાષ્ટ્રવાદી ઉદયના પ્રભાવ હેઠળ આવ્યા તથા હિન્દી અને ઉર્દૂના જાણીતા ક્રાંતિકારી સામયિકો 'કર્મયોગી' અને 'સ્વરાજ'ના એજન્ટ બન્યા અને તેમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. 

અહીંથી તેમણે 'વિદ્યાર્થી' (જ્ઞાનના સાધક) કલમ-નામ અપનાવ્યું. 

૧૯૧૧માં વિદ્યાર્થી હિન્દી પત્રિકા સરસ્વતીમાં પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીના સહાયક તરીકે જોડાયા. જોકે, ગણેશ શંકરને વર્તમાન પ્રવાહો અને રાજકારણમાં વધુ રસ હતો આથી સરસ્વતી છોડી તે સમયના રાજકીય હિન્દી સાપ્તાહિક "અભ્યુદય"માં સહાયક સંપાદક તરીકે જોડાયા. અહીં તેઓ સપ્ટેમ્બર ૧૯૧૩ સુધી જોડાયેલા રહ્યા.

 બે મહિના બાદ, ૯ નવેમ્બર ૧૯૧૩ના રોજ તેમણે કાનપુરથી પોતાનું હિન્દી સાપ્તાહિક પ્રતાપ શરૂ કર્યું.  આ વખતથી વિદ્યાર્થીનું રાજકીય, સામાજિક અને પુખ્ત સાહિત્યિક જીવન શરૂ થયું. 


23 નવેમ્બર, 1920માં ‘પ્રતાપ’ને દૈનિકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920માં ગણેશશંકરે ‘પ્રભા’ નામનું માસિક પણ શરૂ કર્યું. ‘પ્રતાપ’ પર સતત કેસ થયા કરતા હતા. ગણેશશંકર દંડ ભરવાને બદલે જેલમાં જવાનું પસંદ કરતા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ કુલ પાંચ વખત જેલમાં ગયા. 10 માર્ચ, 1931ના રોજ સાડા ત્રણ મહિનાનો કારાવાસ ભોગવીને તેઓ બહાર આવ્યા ત્યારે ભગતસિંહ-રાજગુરુ-સુખદેવની ફાંસીના મામલે દેશમાં તંગ વાતાવરણ હતું. તે જ અરસામાં લેખની શરૂઆતમાં વર્ણવ્યો એ, કાનપુરમાં ફાટી નીકળેલા કોમી રમખાણવાળો ઘટનાક્રમ બન્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી ઘટાડવાના ઇરાદા સાથે નીકળી પડેલા ગણેશશંકરની હત્યા કરી દેવામાં આવી

આ સાપ્તાહિક દ્વારા જ તેમણે રાયબરેલીના પીડિત ખેડૂતો, કાનપુર મિલના કામદારો અને ભારતીય રાજ્યોના દલિત લોકો માટે પોતાની પ્રખ્યાત લડત લડી હતી. આ લડત દરમિયાન તેમને અસંખ્ય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, ભારે દંડ ભરવો પડ્યો હતો અને જેલની પાંચ સજા ભોગવવી પડી હતી

શ્રીમતી ઍની બેસન્ટની હોમરૂલ ચળવળમાં વિદ્યાર્થીએ ખૂબ જ ખંતથી કામ કર્યું અને કાનપુરના મજૂર વર્ગના વિદ્યાર્થી નેતા બન્યા. 


તેઓ કોંગ્રેસના વિવિધ આંદોલનોમાં ભાગ લેવા માટે ૫ વખત જેલમાં ગયા હતા અને અધિકારીઓના અત્યાચારો સામે હિંમતપૂર્વક "પ્રતાપ"માં લેખો લખતા ગયા હતા. 


અગાઉ તેઓ લોકમાન્ય તિલકને પોતાના રાજકીય ગુરુ તરીકે વિચારતા હતા, પરંતુ ગાંધીજીના રાજકારણમાં ઉતર્યા પછી તેઓ તેમના વિશિષ્ટ ભક્ત બની ગયા. 


તેઓ પહેલી વાર ૧૯૧૬માં લખનૌમાં ગાંધીજીને મળ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળમાં પોતાની જાતને પૂરા દિલથી હોમી દીધી હતી. તેમણે ૧૯૧૭-૧૮ના હોમરુલ આંદોલનમાં અગ્રણી ભાગ લીધો હતો અને કાનપુરમાં કાપડ કામદારોની પ્રથમ હડતાળનું નેતૃત્વ કર્યું હતું.


 ૧૯૨૦માં તેમણે પ્રતાપની દૈનિક આવૃત્તિ શરૂ કરી હતી અને આ વર્ષે જ રાયબરેલીના ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવા બદલ તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.


 ૧૯૨૨માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને ફતેહગઢ ખાતે પ્રાંતીય રાજકીય પરિષદના પ્રમુખ તરીકે "રાષ્ટ્રદોહી" ભાષણ આપવા બદલ તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

૧૯૨૫માં જ્યારે કોંગ્રેસે પ્રાંતીય વિધાન પરિષદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને સ્વરાજ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે ગણેશ શંકરે કાનપુરથી કોંગ્રેસ વતી શાનદાર જીત મેળવી અને ૧૯૨૯માં કોંગ્રેસના આદેશથી રાજીનામું આપ્યું ત્યાં સુધી યુ.પી. વિધાન પરિષદના સભ્ય તરીકે સેવા આપી. 


૧૯૨૫માં ગાંધીજીએ કાનપુરમાં બીચ વાલા ચોક મંદિરની સ્થાપના કર્યા બાદ વિદ્યાર્થી વારંવાર બેઠકોનું આયોજન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા.


 ૧૯૨૬માં કોંગ્રેસના મહત્વના સભ્ય તરીકે નિમણૂંક થતા વિદ્યાર્થીએ શિવ નારાયણ ટંડનને પણ કોંગ્રેસ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


૧૯૨૮માં તેમણે મજદૂર સભાની સ્થાપના પણ કરી હતી અને ૧૯૩૧માં તેમના મૃત્યુ સુધી તેનું નેતૃત્વ કર્યું હતું.


૧૯૨૯માં તેઓ ઉ.પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમને યુ.પી.માં સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પ્રથમ 'સરમુખત્યાર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


તેઓ હિન્દી ભાષાના સમર્થક હતા અને ૧૯૩૦માં ગોરખપુરઅને નવી દિલ્હીના શ્રદ્ધાનંદ પાર્ક ખાતે આયોજીત હિન્દી સત્યાગ્રહ સંમેલન પરિષદમાં ભાગ લીધો હતો. 


આ જ વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 


૯ માર્ચ ૧૯૩૧ના રોજ ગાંધી-ઇરવિન કરાર હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.


જ્યારે તેઓ કોંગ્રેસના સત્રમાં ભાગ લેવા માટે કરાચી જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાનપુરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 


ગણેશ શંકર વિદ્યાર્થીએ આ રમખાણોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના હજારો નિર્દોષ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન તોફાની ટોળાએ તેમને ઘેરી લીધા હતા, થોડા દિવસો પછી જ કચરા પાસે મળી આવ્યા હતા જ્યાં શરીર પર છરીના અનેક ઘાને કારણે તેમને ઓળખવામાં થોડો સમય લાગ્યો હતો


25 માર્ચ 1931ના રોજ કોમી રમખાણોમાં કાનપુર ખાતે તેમનું અવશાન થયુ હતું.


ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ પત્રિકામાં લખ્યું કે, ‘ગણેશશંકર વિદ્યાર્થીની હત્યા આખરે તો હિન્દુ-મુસ્લિમ ધર્મને આપસમાં જોડવા માટે સિમેન્ટનું કાર્ય કરશે.

સન્માન

  • ૧૯૮૯થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે જાણીતા પત્રકારોને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર આપવામાં આવે છે.
  • કાનપુર મેડિકલ કોલેજનું નામ તેમના સ્મરણમાં ગણેશ શંકર વિદ્યાર્થી સ્મારક (જીએસવીએમ) મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે.
  • ગોરખપુર શહેરની મધ્યે આવેલા એક ચોકનું નામ ગણેશ ચોક રાખવામાં આવ્યું છે.
  • અગાઉ કાનપુરના રાણી ઉદ્યાન તરીકે ઓળખાતા ફૂલ બાગને 'ગણેશ વિદ્યાર્થી ઉદ્યાન' નામ આપવામાં આવ્યું છે.
  • ૧૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે ભારતની સ્વતંત્રતા માટે તેમના યોગદાનને માન આપવા માટે કાનપુર હવાઈમથકનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી એરપોર્ટ કરવામાં આવ્યું છે.


૧૯૬૨ની ભારતીય ટપાલ ટિકિટ પર ગણેશ શંકર વિદ્યાર્થીનો ફોટો મુકવામા આવ્યો હતો.

પ્રસંગ
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અાપવાનું નક્કી થયું તે સમયગાળાની એટલે કે 1931ની આ વાત છે. આ ત્રણ બહાદુર સ્વાતંત્ર્યસેનાનીઓની ફાંસીના મામલે દેશમાં ગરમાટો ફેલાઈ ગયો હતો. સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા હતા. આ જ અરસામાં કરાંચીમાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. સ્વયં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે રજૂઆત કરી હતી કે ભગતસિંહને ફાંસીની સજામાંથી મુક્તિ આપી દેશનિકાલ કે આજીવન કેદની સજા કરો, પણ સરકારે કોઈની વિનંતી કાને ન ધરી. આખરે 23 માર્ચ, 1931ના રોજ આ ત્રણેય યુવા ક્રાંતિકારીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.
સરકારનાં આ આકરાં પગલાંના આખા ભારતમાં ઉગ્ર પડઘા પડ્યા. કંઈકેટલીય જગ્યાએ શોકસભાઓનું આયોજન કરવામાં આવ્યું. ભારત બંધનું એલાન થયું. નવાઈ લાગે એવો ઘટનાક્રમ હવે સર્જાયો. ભારત બંધનું પાલન કરીને અંગ્રેજો સામે લડવાને બદલે કાનપુરમાં હિન્દુ-મુસ્લિમ સામસામા બાખડી પડ્યા! અંગ્રેજોએ અહીં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. કારણ દેખીતું હતું. હિન્દુ-મુસ્લિમ સામસામા લડતા રહે એટલે ભગતસિંહની ફાંસી અપાયાનો મુદ્દો બાજુએ રહી જાય ને અંગ્રેજોને ફાયદો થાય. કાનપુરના સરકારી અધિકારીઓ એટલે જ જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા.
આવા નાજુક સમયગાળામાં એક સ્થાનિક તંત્રી-પત્રકારના અજંપાનો પાર નહોતો. આ દેશપ્રેમી તંત્રીએ ઘરની ચાર દીવાલોની સલામતીમાં લપાઈ રહેવાને બદલે એ રમખાણોને શાંત પાડવા લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું. એમની પત્નીએ ચિંતાતુર થઈને પૂછ્યું,
‘આવા ભયંકર તોફાનમાં તમે બહાર જશો?’
તંત્રીએ જવાબ આપ્યો, ‘તું ખોટી ગભરાય છે. મેં કોઈનું ખરાબ કર્યું નથી તો કોઈ મારું શા માટે અહિત કરે? મારો ભગવાન મારી
સાથે છે.’

માણસ ભલોભોળો અને નિર્દોષ હોય તો પણ એણે બીજાઓની ક્રૂરતા તેમજ અન્યાયનો સામનો કરવો પડે, એવું બને. કુદરત પણ એની સાથે ખતરનાક ખેલ ખેલી નાખે એવુંય બને.
24 માર્ચ, 1931ના રોજ આખો દિવસ કાનપુરમાં તોફાનો ચાલતાં રહ્યાં. 25 માર્ચે પણ શાંતિ ન થઈ. આવા સ્ફોટક માહોલમાં લાગલગાટ બે રાત તંત્રી ઘરે પાછા ન ફર્યા. પત્ની અને પરિવારના અન્ય સભ્યોની ચિંતાનો પાર ન રહ્યો. તપાસ કરતાં ખબર પડી કે એમની તો હત્યા કરી દેવામાં આવી છે. આજથી એક્ઝેક્ટ 88 વર્ષ પહેલાં બનેલી આ ઘટના.
કોણે આ દેશપ્રેમી તંત્રીનો જીવ લીધો? આ સવાલનો જવાબ ક્યારેય મળ્યો નહીં. હા, એક તપાસ સમિતિ જરૂર રચવામાં આવી હતી. આ સમિતિએ સુપરત કરેલા રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે તત્કાલીન જિલ્લા અધિકારી કે.એફ.સ્વેલ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહોતી આવી એટલે તંત્રીએ જીવ ગુમાવવો પડ્યો.    

આ પત્રકાર-તંત્રીનું નામ છે ગણેશશંકર વિદ્યાર્થી