મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label રાષ્ટ્રપતિ ચૂંટણી. Show all posts
Showing posts with label રાષ્ટ્રપતિ ચૂંટણી. Show all posts

17 July, 2022

રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે

 રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે



ભારતમાં દર 5 વર્ષે રાષ્ટ્રપતિની  ચૂંટણીનું  આયોજન થાય છે.


રાષ્ટ્રપતિ ચૂંટણી  એ સામન્ય  ચૂંટણી  કરતા જુદી રીતે થાય છે.

ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે.

ધારાસભ્યોના મતોનું મૂલ્ય: રાજ્યના ધારાસભ્ય પાસે કેટલા મત છે તે જાણવા માટે, તે રાજ્યની વસ્તીને રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યારબાદ જે નંબર આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. પછી રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય ખબર પડે છે. સાંસદના મતનું મૂલ્યઃ સાંસદોના મતનું મૂલ્ય જાણવું થોડું સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. પછી જે અંક આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે. જો આ રીતે ભાગ્યા પછી શેષ 0.5 થી વધુ હોય, તો વેટેજમાં એકનો વધારો થાય છે. એટલે કે સાંસદના વોટની કિંમત 708 છે. એટલે કે 776 સાંસદો (543 લોકસભા અને 233 રાજ્યસભા)ના કુલ મતોની સંખ્યા 5,49,408 છે.

બંધારણનાં (84માં સુધારા) અધિનિયમ 2001 મુજબ, હાલમાં રાજ્યોની વસ્તી 1971ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જે 2026 પછીની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત કર્યા પછી બદલાશે.

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરનારા સાંસદો અને ધારાસભ્યો માટે પણ નિયમો જારી કર્યા છે. જે મતદારો મતદાન કરશે તેમને ચૂંટણી પંચ તેના વતી પેન આપશે, આ પેન રિટર્નિંગ ઓફિસર પાસે હાજર રહેશે. આ પેન મતદારોને બેલેટ પેપર સોંપતી વખતે મતદાન મથક પર આપવામાં આવશે. જો મતદારો તેમના મતને ચિહ્નિત કરવા માટે અન્ય કોઈપણ પેનનો ઉપયોગ કરશે, તો મતગણતરી સમયે તેમનો મત અમાન્ય જાહેર કરવામાં આવશે.




NDAએ આ વખત ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. તેમજ વિપક્ષે યશવંત સિંહાને આ પદ માટે ચૂંટણીમાં ઉતાર્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો આ ઇલેક્ટરોલ કૉલેજના સભ્યો હોય છે અને એ ઉપરાંત બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ.

વિધાન પરિષદના સભ્યો એના સભ્ય નથી હોતા. લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ એના સભ્ય નથી હોતા.

પરંતુ આ બધાના મતોનું મૂલ્ય જુદું જુદું હોય છે. લોકસભા અને રાજ્યસભાના મતનું મૂલ્ય એક હોય છે અને વિધાનસભાના સભ્યોનું અલગ હોય છે. તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. 

આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો.

બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે.

રાષ્ટ્રપતિની મુખ્ય જવાબદારી વડા પ્રધાનની નિમણૂક કરવાની અને બંધારણનું રક્ષણ કરવાની છે. આ કામ ઘણી વાર તેઓ પોતાના વિવેકથી નક્કી કરે છે. કોઈ પણ બિલ એમની મંજૂરી વિના પાસ નથી થઈ શકતું. તેઓ મની બિલને બાદ કરતાં બાકીનાં બધાં બિલ અંગે પુનર્વિચાર માટે પાછું મોકલી શકે છે. રાષ્ટ્રપતિનું મૂળ કર્તવ્ય સંઘની કાર્યકારી શક્તિઓનું નિર્વહન કરવાનું છે. સેનાના પ્રમુખોની નિમણૂક પણ તેઓ કરે છે.

ભારતના નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ. ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ.

નીલમ સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને વિના વિરોધે ચૂંટવામાં આવ્યા હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકલા એવા રાષ્ટ્રપતિ હતા જેમને બે વાર ચૂંટવામાં આવ્યા.

નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977નાં રોજ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારથી શપથગ્રહણ માટેની તારીખ ફિક્સ થઈ છે

અત્યાર સુધીના ભારતના રાષ્ટ્રપતિઓ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

•ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 

•ડૉ. ઝાકીર હુસૈન 

•વરાહગિરી વેંકટગિરી 

•ડૉ. ફખરુદ્દીન અલી અહમદ 

•નીલમ સંજીવ રેડ્ડી 

•જ્ઞાની ઝૈલસિંહ 

•આર વૈંકટરમન 

•ડૉ. શંકરદયાલ શર્મા 

•કે. આર. નારાયણન 

•ડૉ. એપીજે અબ્દુલ કલામ 

•પ્રતિભાદેવીસિંહ પાટિલ 

•પ્રણવ મુખર્જી

  • રામનાથા કોવિંદ