મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ મહાસાગર દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ મહાસાગર દિવસ. Show all posts

08 June, 2021

World ocean day (વિશ્વ મહાસાગર દિવસ)

World ocean day (વિશ્વ મહાસાગર દિવસ)




દર વર્ષે 8 જૂનના દિવસે વિશ્વ મહાસાગર દિવસ મનાવવામાં આવે છે


પૃથ્વીના બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવા છતાં અહીં શુદ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે. 

વાયુ અને જળ જ પૃથ્વી પર જીવનનો આધાર છે. સમુદ્રથી ઘેરાયા હોવાને કારણે પૃથ્વીને વોટર પ્લેનેટ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તેનું અસ્તિત્વ જોખમમાં છે. 

તેને ધ્યાનમાં રાખતા મહાસાગરનું મહત્ત્વ, તેમાં વધી રહેલા પ્રદૂષણ, તેનું જોખમ અને સમુદ્રના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃકતા ફેલાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) એટલે કે વિશ્વ સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે. જેની શરૂઆત ઈ. સ. 2009ના વર્ષથી કરાયેલ છે. આ સંકલ્પનાની રજૂઆત 8 જૂન 1992 નાં રોજ, રિયો ડી જાનેરો' બ્રાઝીલમાં મળેલ પૃથ્વી સંમેલન (Earth Summit)માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. 2008માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંકલ્પ લેવાયો કે 8 જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવશે. પહેલો વિશ્વ મહાસાગર દિવસ વર્ષ 2009માં આપણા સાગર, આપણી જવાબદારી(Our Oceans, Our Responsibilities)ની થીમ સાથે મનાવવામાં આવ્યો હતો.

 

મહાસાગરોને પૃથ્વી ગ્રહના ફેફસાં માનવામાં આવે છે, તે બાયોસ્ફિયરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે ખોરાક અને દવાનો મોટો સ્રોત છે, એમ સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું. 

 મહાસાગર (Oceans)ની ધારાઓ 50 ટકા ઓક્સિજન પ્રદાન કરીને ગ્રહને ગરમ રાખે છે. મહાસાગરના ખારા પાણીમાં છોડ, દરિયાઇ જીવસૃષ્ટિ અને અસંખ્ય વિશાળ જીવો રહે છે. મહાસાગરમાંથી મળતું સી ફૂડ માનવ વસાહત માટે સૌથી મોટો લાભ છે.

લોકોમાં તે જાગૃકતા લાવવી કે મહાસાગર જ છે જે સમગ્ર દુનિયાને પ્રોટીન ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટું માધ્યમ છે. મહાસાગર આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને રોજગાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. સમુદ્ર આપણને ઘણું બધુ આપે છે. જેમાં સી ફૂડ, મૂંગા, ઓક્સિજન, ખોરાક અને હવા સામેલ છે. તેનાથી જળવાયુ બેલેન્સ રહે છે. સમુદ્રમાં મળતા સી ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સી ફૂડ એજિંગ પણ ધીમું કરે છે

દરિયામાંથી મળતા ખાદ્ય પદાર્થ જેવા કે માછલી, કરચલા, પ્રોનને સી ફૂડ કહેવાય છે. ઝીંગા, કરચલા, સ્ક્વીડ, ઓસ્ટર અને માછલી સી ફૂડ શ્રેણીમાં આવે છે. સી ફૂડ નોન-વેજ હોય છે. સી ફૂડમાં એવા પોષક તત્વો મળે છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર હોય છે. આ પોષકતત્વો અન્ય ખાદ્ય પદાર્થોમાં નથી મળી શકતા. સી ફૂડમાં સેલેનિયમ અને વિટામિન ઇ મુખ્ય રૂપે મળે છે. આ સિવાય દરિયાઇ ખાદ્ય પદાર્થોમાંથી પ્રોટીન પણ વધુ માત્રામાં મળે છે. સી ફૂડમાં વિટામિન એ, બી કોપ્મ્લેક્સ, વિટામિન ડી, સેલેનિયમ, ઝિંક, આયોડીન અને આયરન પણ ભરપૂર માત્રામાં મળે છે. શરીર પર એજિંગનો પ્રભાવ રોકવા માટે ઓમેગા 3 ફેટી એસિડ ઘણું ફાયદાકારક હોય છે. માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ વધુ માત્રામાં હોય છે.

 વર્ષ 2020માં વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ મહાસાગર દિવસની સંપૂર્ણ વર્ચુઅલ ઉજવણીનું આ વખતે (2021) બીજું વર્ષ છે.

પૃથ્વી પરના સૌથી વિશાળકાય પ્રાણીઓમાં બ્લૂ વ્હેલ પ્રથમ ક્રમે આવે છે. જેની લંબાઇ 110 ફૂટ સુધી હોઇ શકે છે અને તેનું વજન 200 ટન સુધી પહોંચી શકે છે. આ વજન 50 પુખ્તવયના હાથીઓના બરાબર છે.

દુનિયાની લગભગ 30 ટકા વસતી દરિયા કિનારાના વિસ્તારમાં રહે છે અને તેમનું જનજીવન સમગ્રપણે સમુદ્ર પર નિર્ભર છે. આ ઉપરાંત વિશ્વના કેટલાય દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પ્રદાન કરવામાં મહાસાગરનું મોટું યોગદાન હોય છે વિશાળ મહાસાગરથી પેટ્રોલિયમની સાથે જે અનેક સંસાધનો પણ પ્રાપ્ત થાય છે.

 એક અંદાજ અનુસાર, લગભગ 10 લાખ જીવોની પ્રજાતિઓનું ઘર સમુદ્ર જ છે. 

આ ઉપરાંત વાતવરણમાં થતા ફેરફાર અને જળવાયુ પરિવર્તનની માહિતી આપવામાં પણ મહાસાગરનું મહત્ત્વનું યોગદાન હોય છે, એટલા માટે તેનું સંરક્ષણ કરવું તે આપણા દરેકની જવાબદારી છે.  

પૃથ્વીની સપાટી પર પાણીની વિપુલ માત્રા એ પૃથ્વીનું એક એવું અદ્વિતીય પાસું છે જે તેને સૌરમંડળમાં "ભૂરા ગ્રહ’ તરીકે બીજા ગ્રહોથી જુદી પાડે છે. પૃથ્વીનું જળમંડળ મુખ્યત્વે મહાસાગરોનું બનેલું છે મહાસાગરોની સરેરાશ ઊંડાઈ 3,800 મી. હોય છે, જે ખંડોની સરેરાશ ઊંચાઈ કરતાં ચારગણી છે.



પૃથ્વી પર 5 મહાસાગરો આવેલ છે. પેસિફિક(પ્રશાંત),એટલાન્ટીક, હિન્દ, દક્ષિણીય ધ્રુવિય, આર્કટીક મહાસાગર આવેલા છે.આ મહાસાગરો પૃથ્વી પરનો લગભગ 71% ભાગ ધરાવે છે. પૃથ્વી પરના કુલ પાણીનું આશરે ૯૭% પાણી આ મહાસાગરોમાં આવેલું છે! તમામ મહાસાગરોમાં એટલાન્ટીક મહાસાગર સૌથી ખારો સમુદ્ર છે. પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે જે પૃથ્વીના લગભગ ત્રિજા ભાગમાં ફેલાયેલો છે. પેસિફિક મહાસાગર શાંત સમુદ્ર હોવાથી એ"પ્રશાંત"મહાસાગર તરીકે ઓળખાય છે.પૃથ્વી ઉપરની કુલ સજીવ સૃષ્ટિના આશરે ૫૦-૮૦% સજીવો સમુદ્રની સપાટી નીચે રહે છે!

પેસેફિક મહાસાગરનો આકાર ત્રિકોણ જેવો છે, જે એશિય, ઓસ્ટ્રેલિય, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલ છે.

દરિયામાંની સૌથી ઊંડી જગ્યા પૅસિફિક મહાસાગર(Pacific Ocean)માં મરિઆના ખાઈ(Mariana Trench)ની ચેલેન્જર ડીપ(Challenger Deep) છે, જે -10,911.4 મી. ઊંડાઈ ધરાવે છે. પેસેફિક મહાસાગરમા આવેલ મેરિયાના ટ્રેન્સ સ્થળ એ સૌથી ઉંડુ સ્થળ છે. જેની ઉંડાઇ આશરે 36,000 ફૂટ જેટલી છે.

એટલાન્ટિક મહાસાગર એ બીજા નંબરનો મોટો મહાસાગર છે જે યુરોપ અનેઆફ્રિકા ને ઉતર અને દક્ષિણ અમેરિકથી છુટો પાડે છે. આ મહાસાગરમા આઇસવર્ગ તરતા હોય છે તથા આ મહાસાગરમા વ્હેલ જોવા મળે છે.

હિન્દ મહાસાગર એ ત્રિજા નંબરનો મહાસાગર છે જે આફ્રિક, એશિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આવેલ છે. જેનુ નામ ભારત દેશ પરથી પડેલ છે. જે સૌથી ગરમ મહાસાગર છે.

અંદામાન નિકોબાર, શ્રેલંક,લક્ષદિપ અને માલદિવ જેવા દ્વિપો આવેલ છે.

ભારતનો દરિયા કિનારો આશરે 7500 કિ.મી. લાંબો છે. જ્યારે ગુજરાતનો દરિયા કિનારો આશરે ૧૬૬૦ કિ.મી. લાંબો ધરાવે છે. અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે. ભારત ના કુલ 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે. જેમા સૌથી વધુ દરિયા કિનારો ગુજરાતમા છે.


લગભગ 70 ટકા પૃથ્વી મહાસાગરોથી ઘેરાયેલી છે. મહાસાગરો ફક્ત આપણા જીવનને જ નહીં પરંતુ સમગ્ર પૃથ્વી અને પર્યાવરણને પણ અસર કરે છે. પૃથ્વી પર ઉપલબ્ધ તમામ પાણીનો લગભગ 97 ટકા સમુદ્રમાં છે. 70 ટકા ઓક્સિજન જે આપણે શ્વાસ લેવાની જરૂર છે તે મહાસાગરો દ્વારા બનાવવામાં આવે છે. સમુદ્ર એ પૃથ્વી પર અપાર જૈવવિવિધતાનો ભંડાર છે. એવો અંદાજ છે કે ફક્ત એક સમુદ્રની અંદર માત્ર એક મિલિયન પ્રજાતિઓ હાજર હોઈ શકે છે.

દર વર્ષે જુદી જુદી થીમ સાથે World ocean day ઉજવવામા આવે છે.

  • 2009: "Our Oceans, Our Responsibilities".
  • 2010: "Our Oceans: Opportunities and Challenges"
  • 2011: "Our Oceans: greening our future"
  • 2012: "UNCLOS @ 30"
  • 2013: "Oceans & People"
  • 2014: "Ocean Sustainability: Together let's ensure oceans can sustain us into the future"
  • 2015: "Healthy Oceans, Healthy Planet"
  • 2016: "Healthy Oceans, Healthy Planet"
  • 2017: "Our Oceans, Our Future"
  • 2018: "Clean our Ocean!"
  • 2019: "Gender and Oceans"
  • 2020: "Innovation for a Sustainable Ocean"
  • 2021: "The Ocean: Life & Livelihoods"
  • 2022: "Revitalisation: Collective Action for the Ocean"

સમુદ્રની જીવસૃષ્ટિમાં કેટલાક રહસ્યમય જીવો છે.સમુદ્રી વાદળી(સ્પોંજ-શરીરમાં છિદ્રો વાળું દરિયાઈ જીવ.વાદળી આપણે સફાઈ માટે વાપરતા હોઈએ છીએ),કોરલ(પરવાળા),સ્ટાર ફીશ,જેલી ફીશ ,સમુદ્રી ઘોડો(જળ ઘોડો)જેવા કેટલાક જીવો પ્રાણી છે સમુદ્રી ઘોડો એ પ્રાણી એક માછલી છે વાદળીનેમાથું,મગજ,હૃદય,ફેફસાં,મોઢું,હાડકાં નથી હોતા અને તેમ છતાંય એ જીવે છે!વાદળીના કટકા કરો તો દરેક કટકો વિકસિત જીવ બનશે! આ વાદળી સાવ નાના જંતુ જેવડી પણ હોય અને ગાય જેવા મોટા પ્રાણી જેવડી પણ હોય.

જીવ શાસ્ત્રીઓનું માનવું છે કે હવે માંડ ૧૦,૦૦૦ જેટલી જ શાર્ક બચી છે.તો ભાઈ,તમે માણસો સમજ કેળવો અને શાર્કનો શિકાર બંધ કરો".


દરિયાઈ કાચબા ખુબ જ કુશળ તરવૈયા છે.તેઓ લાંબા અંતર સુધી તરી શકે છે.મહાસાગરના એક છેડે થી બીજા છેડા સુધી તરીને જઈ શકે છે.આ કાચબાઓને દાંત નથી હોતા પણ તેઓ મુખ મારફતે એમનો ખોરાક લઇ શકે છે. કેટલાક દરિયાઈ કાચબા શાકાહારી પણ હોય છે!

દરિયાઈ કાચબાએ મોનુને કહ્યું, "અમે પ્લાસ્ટીકની કોથળીને જેલી ફીશ સમજીને મોઢામાં મુકીએ છીએ અને પછી એના લીધે મોત થાય છે તો તમે લોકો દરિયામાં આવો કચરો ન નાંખો.વળી જમીન ઉપરના કાચબાની જેમ અમે અમારું માથું અને પગ અમારા કવચમાં નથી નાંખી શકતા એટલે માણસોનો શિકાર થઇ જઈએ છીએ. હવે અમારી પ્રજાતિ લુપ્ત થઇ જાય છે.કુલ ૭ જાતના દરિયાઈ કાચબાઓ હોય છે એમાંથી ૬ જાતિ તો લગભગ નામશેષ જ થઇ ગઈ છે.


મોનુએ બાફેલા બટાકા જેવું દેખાતું કથ્થાઈ રંગનું એક દરિયાઈ પ્રાણી જોયું. મોનુએ એની મિત્રને પૂછ્યું કે આ કયું પ્રાણી છે?એની મિત્રએ કહ્યું કે એ મેનાટીસ છે જેને તમે લોકો દરિયાઈ ગાય તરીકે ઓળખો છો.આ"દરિયાઈ ગાય" તમારી જમીન ઉપરની ગાય જેવું જ શાંત પ્રાણી છે અને દરિયાના પાણીમાં ધીમે ધીમે તરતું હોય છે.


ઓક્ટોપસને ૩ હૃદય હોય છે અને એના લોહીનો રંગ લાલ નહિ પણ ભૂરો હોય છે! શેવાળ જેવા દરિયાઈ જીવો તો વ્હેલની ચામડીને વળગીને રહે છે!


દરિયાઈ સીલ શીત અને ગરમ પાણીમાં રહી શકે છે. તેઓ દરિયા કિનારે રહે ત્યારે હજોરોની સંખ્યામાં એક સમૂહમાં રહે છે. સીલના દૂધમાં ૫૦% ચરબી હોય છે. આથી એના બચ્ચાંઓનું વજન રોજ ૮-૧૦ કિલો જેટલું વધે છે! મોનુએ પૂછ્યું કે આવી સીલ મોટી થાય ત્યારે કેટલું વજન થાય? સીલ કહે કે "એલીફન્ટ સીલ" (હાથી જેવી સીલ) તરીકે ઓળખાતી સીલ ૧૩ ફીટ લંબાઈ ધરાવે છે અને એનું વજન ૨૦૦૦ કિલો જેટલું હોય છે!


સીલ કહે, "અમે ૨ કલાક સુધી શ્વાસ રોકી શકીએ છીએ". મોનુ કહે, "એટલું બધું? કેવી રીતે?". સીલ કહે કે, "અમારા શરીરમાં બીજા પ્રાણીઓ કરતાં વધારે લોહી હોય છે. એટલે અમને ઘણો વધારે પ્રાણવાયુ (ઓકસીજન) મળે. આને લીધે અમે જયારે પાણીમાં ડૂબકી મારીએ ત્યારે ઘણે ઊંડે સુધી જઇ શકીએ. એલીફન્ટ સીલ તો ૧૦૦૦ ફીટ ઊંડે સુધી જઇ શકે છે".

દરિયાઈ વનસ્પતિને સૂર્ય પ્રકાશ નથી મળતો એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થઇ શકતી. તેઓ દરિયાની નીચે રહેલી રેતીમાંથી જરૂરી પોષક તત્વો મેળવી લે છે.

કેલ્પ નામની વનસ્પતિ ઠંડા પાણીમાં થાય છે. તે ૨૫૦ ફીટ વધી શકે છે. તે દુનિયાની કોઈ પણ વનસ્પતિ કરતાં વધારે ઝડપથી વધતી વનસ્પતિ છે. તે દરિયાના પાણીની સપાટી ઉપર હોય છે. કેલ્પની જેમ જ દરિયાઈ ઘાસ પણ સપાટી ઉપર તરે છે. દરિયાઈ ઘાસ અસંખ્ય નાની નાની શેવાળનો સમૂહ છે. દરિયાઈ ઘાસને પુષ્કળ સૂર્ય પ્રકાશ જોઈએ એટલે એ સપાટી ઉપર હોય છે જયારે એના મૂળિયાં સમુદ્રના તળિયે હોય છે. લોકો દરિયાઈ ઘાસ ખોરાક તરીકે, મકાનો બાંધવા, દોરડા બનાવવા ઉપયોગમાં લે છે.

પરવાળા (કોરલ) એ વનસ્પતિ નથી પણ દરિયાઈ જીવ છે. પરવાળા રંગીન હોય છે. એમનો રંગ એમના ઉપર થતી શેવાળને લીધે હોય છે.


હાલમાં જે રીતે દરિયાઈ વનસ્પતિ ઘટી રહી છે એ જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે આવનારા ૧૦૦ વર્ષમાં કદાચ બધી જ દરિયાઈ વનસ્પતિઓ નાશ પામશે. પ્રદુષણ નહિ અટકે તો એની સાથે માણસ જાત માટે પણ ખતરો છે. સમુદ્રની સપાટી વધતી જાય છે એ જોતાં એવું લાગે છે કે સમુદ્ર કિનારે વસતા મહાનગરો ડૂબી જશે! ન્યુયોર્ક, મુંબઈ જેવા મહાનગરો ઉપર આ ખતરો તોળાઈ રહ્યો છે.

ઈ.સ. ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સરકારે ટેક્સ હોલિડે યોજના જાહેર કરતાં કચ્છમાં મોટા પાયે ઔદ્યોગિક એકમોની સ્થાપના થઈ છે. કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં પાવર પ્લાન્ટો સ્થપાતાં કેમિકલયુક્ત પાણી તથા પ્લાન્ટોને ઠંડા રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં પાણીને પરત સમુદ્રમાં ઠાલવવામાં આવતાં પાણીને પરત સમુદ્રમાં ઠાલવવામાં આવતાં દરિયાઈ જીવો તથા વનસ્પતિઓને મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.

એવી જ રીતે ભાવનગરના દરિયાકાંઠાના નજીક ભાલ વિસ્તારના દરિયા કિનારે નિરમા કેમિકલ ઉદ્યોગ વિકસી રહ્યો છે, તેમ જ જામનગરમાં રિલાયન્સ કંપનીના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ઓખા નજીક મીઠાપુર ખાતે વર્ષોથી મીઠા અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરતો ઉદ્યોગ સ્થપાયેલ છે. ભારતના અન્ય મોટા શહેરો જે દરિયા કિનારે છે ત્યાં પણ મોટા ઉદ્યોગો કિનારા પર વિકસ્યા છે. આ ઉપરાંત કંડલા અને મુન્દ્રા જેવાં બંદરો પરથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે તેના કારણે પણ સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે.

સમુદ્ર કિનારે જેમ જેમ ઉદ્યોગો વધુને વધુ સંખ્યામાં સ્થપાતા જાય તેમ તેમ વસ્તી પણ વધતી જાય છે. યુનેસ્કોના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની ૫૦ ટકા વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતી હશે.

દર વર્ષે આશરે ૧૨૦૦૦ ટન લેડ, ૧૭૦૦૦ ટેલ કોપર, ૭૦૦૦૦ ટન ઝીંક, આર્સેનિકના ૮૦૦૦ આયનો, ૯૦૦ ટન બેરિયસ, ૭૦૦૦ ટન મેગેનિક, ૬૦૦૦ ટન ફોમિયમ, ૩૮૦૦ ટન એન્ટીમની, ૧૭૦૦૦ ટન લોખંડના ક્ષારો, ૭૦૦૦ ટન મર્કયુરી, ૪૬૦૦ ટન ટીન વગેરે સમુદ્રમાં કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ કે મંદતા વગર છોડવામાં આવે છે. ફક્ત અમેરિકા દેશ જ દર વર્ષે ૭ ટ ૧૦૬ ટન મોટર વપરાશના દૂષિત દ્રવ્યો અને ૨૦ ટ ૧૦૬ ટન પેપર તથા કરોડોની સંખ્યામાં શીશી અને બરણી સમુદ્રમાં ઠાલવે છે. આ કચરામાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક જ હોય છે.



આજે દર વર્ષે સમુદ્રમાં 13,000,000 ટન પ્લાસ્ટિક લિક થાય છે, જે અન્ય નુકસાનની વચ્ચે વાર્ષિક 100,000 દરિયાઇ પ્રાણીઓને મારી નાખે છે