મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label August. Show all posts
Showing posts with label August. Show all posts

09 August, 2022

World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

 


World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

9 ઓગસ્ટ




આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકરણી, ખાન -પાનની આદતો અને રિવાજો અને પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે, સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે

1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, 9 ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સૌપ્રથમ 1994 ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું. સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટ 1995 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 ડિસેમ્બર 1994 ના 49/214 ઠરાવ દ્વારા 9 ઓગસ્ટને દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો.



ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે. બિરસા મુંડાએ ઝારખંડ અને છોટાનાગપુર વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી.

આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે, સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર, આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઝારખંડની કુલ વસ્તીના લગભગ 28 ટકા આદિવાસી સમાજના લોકો છે. તેમાં સાંથલ, બંજારા, બિહોર, ચેરો, ગોંડ, હો, ખોંડ, લોહરા, માઈ પહરિયા, મુંડા, ઓરાં વગેરે જેવા બત્રીસથી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.



આ જ કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસી આદિવાસીઓને પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને હોય છે. કુટુંબનાં મહત્વના નિર્ણયો ઘરનાં વડીલો જ લેતાં હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ – પત્ની બન્ને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમનાં રીત રિવાજો અનોખા હોય છે

આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત, વસાવા, કુકણા, ધોડીયા, ચૌધરી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે. તેમનાં તહેવારો ખેતીની મોસમ પ્રમાણે આવે છે. ફાગણ માસની પૂનમે હોળી, જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે, ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી કોઈ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવી ઉંદરીયા દેવનો તહેવાર, વર્ષનાં પહેલાં વરસાદ નંદુરો દેવનો તહેવાર, વાઘ એ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે. તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે, દિવાસો એ દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો આદિવાસી સમાજનો ઘણો મોટો તહેવાર છે.




પારંપરિક દેવી-દેવતાઓ

દેવમોગરા માતા

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રાધામ છે. પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા માટે લોકો આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે

નોકટી દેવી

રાવણની બહેન રાક્ષસી શૂર્પણખાનું આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઈનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઈ છે.

પાંડોર દેવી

આ દેવીને તેઓ રક્ષકદેવી તરીકે પૂજે છે. તેને માતા પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. મોટા ભાગે આ માતાજીની સ્થાપના ગામની બહાર મોટા વૃક્ષની નીચે કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોનાં રમકડાં જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવું માનવામાં આવે છે.

કંસરી માતા

આ દેવીને તેઓ અન્નદેવી તરીકે પૂજે છે. અન્નપૂર્ણા માતાનું જે સ્થાન અન્ય સમાજમાં છે તે જ સ્થાન કંસરી માતાનું આદિવાસી સમાજમાં છે. કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછી જ એ અનાજને ખાવા માટે વાપરે છે.

દેવલીમાડી

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલીમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યાં દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો આવતાં હોય છે.

ભવાની માતા

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.

ઈંદલા દેવી

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં  સોનગઢથી  ઉચ્છલ  વચ્ચેના જંગલમાં ઈંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઈ વિગત નથી.


સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરનાં માનગઢમાં ગુરુ ગોવિંદનાં નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરનાં શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિતનાં આદિવાસી વીરોનાં બલિદાન વિશે લોકોને જણાવવામાં આવે છે. ડાંગના રાજાઓ પણ અંગ્રેજો સામે લડ્યા હતા.

આવા આદિવાસીઓની સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો અવસર એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’.

04 August, 2022

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂકનાર વ્યક્તિ



જન્મતારીખ:  5 ઓગસ્ટ 1930

જન્મ સ્થળ: વાપાકોનેટા, ઓહિયો, અમેરિકા

પિતાનું નામ:  એલ્ડન આર્મસ્ટ્રોંગ

અવશાન: 25 ઓગસ્ટ 2012 (ઓહિયો, અમેરિકા)


ચંદ્ર પર પહેલો પગ મૂકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગની આજે જન્મ જયંતી છે. તેઓ 5 ઓગસ્ટ,1930 માં જન્મ્યા હતા. એસ્ટ્રોનોટની સાથે સાથે તેઓ નૌકા વિમાનચાલક અને ટેસ્ટ પાયલોટ પણ હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે જ તેમણે પાયલોટ લાયસન્સ મેળવી લીધું હતું.

તેમને 200 થી વધુ એરક્રાફ્ટ ચલાવવાનું નોલેજ હતું

નાસા તરફથી ચંદ્ર મિશનમાં 1966 માં જોડાયા હતા અને તેમણે એસ્ટ્રોનોટ તરીકે ટ્રેઈનીંગ લીધી હતી. આ બાદ, 21 જુલાઈ 1969 ના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાસિલ કરી હતી અને 2.5 કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા 

નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા છે. અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી  નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવ  બન્યા હતા જે ચંદ્રની જમીન પર ઉતર્યા હતા. 



16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.


નાસાએ લગભગ 15 પાઈલટની છટણી કરી અને તેમાંથી 3 પાઈલટને ચંદ્ર પર મોકલવા માટેની

પ્રક્રિયા શરૂ કરી. નાસાએ કરેલા અનેક પરીક્ષણ અને દરેક પ્રકારની કસોટીમાં પાસ થયા

પછી નીલ આર્મસ્ટ્રોંગ, એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સની ચંદ્રના એપોલો-11 મિશન

માટે પસંદગી કરવામાં આવી. નાસાએ લગભગ એક દાયકાની આકરી મહેનત પછી

16 જુલાઈ, 1969ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આંતરરાષ્ટ્રીય સમયાનુસાર એપોલો-11

મિશન લોન્ચ કર્યું હતું. તેને સેટર્ન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ

હતા. પ્રક્ષેપણને સમગ્ર દુનિયામાં ટીવી પર દેખાડવામાં આવ્યું. એપોલો-11

જ્યારે લોન્ચ થયું તો તેના શક્તિશાળી એન્જિનના કારણે આજુબાજુની ઈમારતો હચમચી

ગઈ હતી.





20 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 ચંદ્રની કક્ષામાં દાખલ થયું હતું. અંતરિક્ષ યાત્રી જ્યારે

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા તો તેમણે જોયું કે ચંદ્રની સપાટી ઘણી જ ખરબચડી અને ઊંચા-નીચા

પર્વતોથી બનેલી છે. ચંદ્રની સપાટી પર ઊંડા-ઊંડા ખાડા પણ હતા. હવે અંતરિક્ષ યાત્રીઓએ

ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સુરક્ષિત સ્થાન શોધવાનું હતું. નાસાએ 6 વર્ષની આકરી

મહેનતમાં એ સ્થાન પણ પહેલાથી જ શોધીને રાખ્યું હતું, જ્યાં અંતરિક્ષ યાન ઉતારી શકાય.




20 જુલાઈના રોજ ચંદ્રની કક્ષામાં રહેલા એપોલો-11ના ભાગ કોલંબિયામાંથી ઈગલને છુટું

પાડીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેના માટે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવીન ઓલ્ડ્રિન ઈગલ પર

સવાર થયા. માઈકલ કોલિન્સ ચંદ્રની કક્ષા પર રહેલા કોલંબિયામાં જ રહ્યો. આ લેન્ડર ઈંગલે

ચંદ્ર પર ઉતર્યા પછી પાછા ઉડાન ભરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવાનું

પણ હતું. 


નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિનને લઈને ઈગલ લેન્ડર ચંદ્રની ધરતી પર 20 જુલાઈ, 1969ના

રોજ રાત્રે લગભગ 8 કલાકે ઉતર્યું. ત્યાર પાછી બંનેએ ઉતારવા માટેનિન તૈયારી કરી અને રાત્રે

10:56 કલાકે  20 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે માનવી તરીકે ચંદ્રની ધરતી પર પ્રથમ

પગ મુક્યો. તેની 15 મિનિટ  પછી ઓલ્ડ્રિન પણ ત્યાં ઉતર્યા અને ચંદ્રની સપાટી પર

અમેરિકાનો ધ્વજ ફરકાવ્યો. બંનેએ ચંદ્રની સપાટી અને માટીના નમૂના લીધા.

બંનેએ ચંદ્રની સપાટી પર 21 કલાક અને 31 મિનિટ પસાર કરી હતી.



ચંદ્રની સપાટી પર મિશન પુરું કર્યા પછી બંને ફરી પાછા તેમના ઈગલ યાનમાં બેઠા અને

ચંદ્રની કક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવા માટે ઉડાન ભરી. માનવ ઈતિહાસમાં આ બધું

જ પ્રથમ વખત ઘટી રહ્યું હતું. ઈગલમાં ઈંધણ ઓછું હતું, તેમ છતાં તેઓ 21 જુલાઈના રોજ

કોલંબિયા સુધી સકુશળ પહોંચવામાં સફળ રહ્યા. બંને યાન એક-બીજા સાથે જોડાયા. 


પછી ત્રણેય અંતરિક્ષ યાત્રી કોલંબિયા યાનમાં સવાર થઈને 24 જુલાઈ, 1969ના રોજ પૃથ્વી

પર પાછા ફર્યા. તેમનું યાન પ્રશાંત મહાસાગરમાં પડ્યું. અહીંથી ત્રણેયને 21 દિવસ સુધી

જુદા-જુદા રૂમમાં રાખવામાં આવ્યા, જેથી એ તપાસી શકાય કે અંતરિક્ષમાં આટલો સમય

સુધી રહેવાના કારણે તેમને કોઈ ચેપ તો લાગ્યો નથી.




The one small step for a man

One giant leap for mankind

                                                            -નીલ આર્મસ્ટ્રોંગ-20 જુલાઈ 1969

નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ 25 ઑગસ્ટ, 2012 ના રોજ અમેરિકાના ઓહિયોમાં થયું હતું. 

25 August, 2021

રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

 રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)

29 ઓગસ્ટ


આજનો આ દિવસ આપણા એ યુવાન ખેલાડીઓને શુભેચ્છા પાઠવવાનો છે, જે નિરંતર દુનિયાના મંચ પર તિરંગાના માનને નવી ઊંચાઈ આપી રહ્યા છે. બેડમિન્ટન હોય, ટેનિસ હોય, એથ્લેટીક્સ હોય, બોક્સિંગ હોય, કુસ્તી હોય, હોકી, કબડ્ડી, ક્રિકેત કે અન્ય બીજી કોઈ રમત હોય, આપણા ખેલાડીઓ આપણી આશાઓ અને આકાંક્ષાઓને નવી પાંખ આપી રહ્યા છે. તેમના જીતેલા મેડલ, તેમના તપ અને તપસ્યાનું પરિણામ તો છે જ, સાથે જ આ નવા ભારતના નવા જોશ અને નવા આત્મવિશ્વાસનો માપદંડ પણ છે. 

રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઓળખાતો નેશનલ સ્પોર્ટ્સ ડે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ભારતીય હોકીના લેજન્ડ મેજર ધ્યાનચંદસિંહની યાદમાં ઉજવવામાં આવે છે


29ઓગસ્ટ હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ. આઝાદી પહેલા ઓલિમ્પિકમાં એકલા હાથે 3-3 વખત ગોલ્ડ મેડલ અપાવી ધ્યાનચંદે દેશનો ડંકો વગાડ્યો હતો. આવડી મોટી સિધ્ધિને કારણે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે જાહેર કરાયો છે.

હિટલર જેવા નેતા પણ ધ્યાનચંદની રમતથી અચંબિત થઇ ગયા હતા. જેને પગલે તેણે નોકરી સહિતની અનેક ઓફરો કરી હતી, પરંતુ ધ્યાનચંદે દેશને વફાદાર રહી હિટલરની ઓફરોને ઠુકરાવી દીધી હતી. 

 ભારત સરકારે સૌપ્રથમ 2012માં આ દિવસને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ત્યારથી આ દિવસ દેશના ઉત્સાહી ખેલચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

ભારતને ગૌરવ અપાવનારા ખેલાડીઓને આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવે છે



વર્ષ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ પર દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં  'ફિટ ઇન્ડિયા અભિયાન'ની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનનો ઉદેશ લોકોને સ્વસ્થ રાખવાનો છે.

જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.


હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી.

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.


 તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા. 

 તેઓ મેદાનમાં ઉતરતા હતા તો જાણે બૉલ તેની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો. તેમની આગેવાનીમાં ભારત 3 ગોલ્ડ મેડલ જીત્યું છે.

ધ્યાનસિંહ આવી રીતે બન્યા ધ્યાનચંદ

માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં ભરતી થનારા ધ્યાનચંદનું સાચું નામ ધ્યાનસિંહ હતું. તેઓ પોતાની રમતને સુધારવા માટે પ્રેક્ટિસનો સમય કાઢતા રહેતા હતા. ત્યાં સુધી કે તે ચંદ્રના પ્રકાશમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. જે જોઈને તેમા મિત્રોએ તેમના નામની સાથે ચાંદ ઉમેરી દીધું. જે પછીથી ચંદ થઈ ગયું.


તેમણે ખુબ ઝડપથી બોલ ડીબલીંગની ટેક્નીક શીખી લીધી હતી અને એ જ ટેક્નીકની ખુબીના કારણે તેઓ આગળ જઈને ભારતીય હોકી ટીમના કેપ્ટન પણ બન્યા

ઓલમ્પિકમાં હોકી 1908થી યોજાય છે પરંતુ તે સમયે હોકીમાં ભારતીય ટીમનું કોઇ અસ્તિત્વ ના હતું. દર ઓલમ્પિક્માં ગ્રેટ બ્રિટનાની ટીમ હોકીમાં ગોલ્ડ મેડલ જીતતી. 1928માં ભારતની હોકી ટીમે પ્રથમવાર એમ્સટર્ડમમાં ભાગ લીધો અને પ્રથમ વારમા જ ધ્યાનચંદના કારણે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, આ મેચમાં સૌથી હાઇએસ્ટ 14 ગોલ ધ્યાનચંદના હતા.  ત્યાર બાદ ભારતે ગોલ્ડ મેડલ જીતવામાં હેટ્રીક લગાવી.

તેમણે સતત 3 ઓલમ્પિક (1928 એમ્સટર્ડમ, 1932 લોસ એન્જલસ અને 1936 બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

વર્ષ 1928:

1928 માં પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) રમવા ગયેલા ધ્યાનચંદે આ સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની હોકીનો એવો જાદુ બતાવ્યો હતો કે, મેદાન પર તેને જોયા બાદ જ વિરોધી ટીમો ડરવા લાગી હતી. 1928 માં નેધરલેન્ડમાં રમાયેલી ઓલિમ્પિકમાં ધ્યાનચંદે 5 મેચમાં 14 ગોલ કર્યા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત બાદ હજારો લોકોએ બોમ્બે હાર્બરમાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

વર્ષ 1932:

ધ્યાનચંદને 1928 ના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભારતે લોસ એન્જલસમાં 1932 ઓલિમ્પિકમાં જાપાન સામે 11-1 થી પ્રથમ મેચ જીતી હતી. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે યુએસએને 24-1 થી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદમાં વર્ષ 2003 માં તૂટી ગયો હતો. આ ઓલિમ્પિકમાં ભારત ફરી એકવાર ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા બન્યું.

વર્ષ 1936:

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં અભ્યાસ કરનારા ધ્યાનચંદ માટે આ ઓલિમ્પિક સૌથી યાદગાર બની રહ્યું હતું. ધ્યાનચંદની કેપ્ટનશીપ હેઠળ બર્લિન પહોંચેલી ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી અને વિરોધી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતને જર્મની તરફથી જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરની ટીમનો સામનો કરવાનો હતો.

આ મેચ જોવા માટે ખુદ હિટલર પણ પહોંચી ગયો હતો. પરંતુ હિટલર (Hitler)ની હાજરી અથવા ગેરહાજરી ભારતીય ટીમ અથવા ધ્યાનચંદના પ્રદર્શનને અસર કરતી ન હતી. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં હતી કારણ કે, અગાઉની મેચમાં ભારતીય ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી, તે તણાવ જાતે જ ગયો.

જર્મનીએ મેચના પહેલા હાફમાં ભારતને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ પછી, બીજા હાફમાં, ભારતીય ટીમે એક પછી એક ગોલ કરવાનું શરૂ કર્યું. જર્મનીએ બીજા હાફમાં પણ એક ગોલ (Goal) ફટકાર્યો હતો, જે આ ઓલિમ્પિકમાં ભારત સામે એક માત્ર ગોલ હતો. હિટલર મેચ પૂરી થતા પહેલા સ્ટેડિયમ છોડી ગયો કારણ કે તે પોતાની ટીમને હારતો જોવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ મેચ દરમિયાન હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક પણ તપાસવા માટે કહ્યું હતું.

 મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.

વર્ષ 1948:

મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે. અત્યાર સુધીમા હોકીમાં ધ્યાનચંદ જેવો કોઇ ખેલાડી થયો નથી.


  • ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીક ગેમ્સમાં ભારતનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ.
  • બીજા વિશ્વ યુદ્ધ પહેલા, વર્ષ 1928માં ધ્યાનચંદે ભારતનો પહેલો 
  • ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તેઓએ ભારત માટે અન્ય બે ગોલ્ડ મેડલ વર્ષ 1932 અને 
  • 1936ની ઓલમ્પીક ગેમ્સમાં જીત્યા હતા.
  • વર્ષ 1936ની બર્લિન ઓલમ્પીક ગેમ્સમાં ધ્યાનચંદે જર્મન
  •  તાનાશાહ એડોલ્ફ હિટલરને સલામી આપવાનો ઇન્કાર કર્યો હતો.
  • હોલેન્ડમાં રમાઈ રહેલી મેચ દરમીયાન તેમની હોકી સ્ટીકમાં 
  • ચુંબક રાખવામાં આવ્યુ છે કે કેમ તે જોવા માટે તેમની 
  • હોકી સ્ટીકને તોડવામાં આવી હતી.
  • વર્ષ 1956માં ધ્યાનચંદને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં 
  • આવ્યા હતા.
  • આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’,
  •  ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં 
  • આવે છે (નોંધ: રાજીવ ગાંંધી ખેલરત્ન એવોર્ડનું નામ 2021થી 
  • "મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.)

  • તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ
  •  કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન
  •  ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની 
  • બાદશાહત દર્શાવે છે. 

  •  ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા

  • હૉકીના જાદૂગર કહેવાયા

    ધ્યાનચંદે ખેલ પર એવી પકડ બનાવી હતી કે એકવાર જો બૉલ તેમની પાસે આવતો હતો

  • તો તે પછી વિરોધીઓ સુધી નહોતા જવા દેતા. 1928ના ઓલંપિકમમાં તેણે કુલ 14 ગોલ

  • કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એક સ્થાનિક પત્રકારે

  • તેમને હૉકીના જાદૂગર તરીકે નવાજ્યા હતા.


1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા.

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. 

 આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરેના રોજ 74 વર્ષની ઉંમરે લીવરના કેન્સરની બીમારીના કારણે અવશાન થયુ હતું.. 

ઝાંસી હિરોઝ ગ્રાઉન્ડમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. 

ઝાંસીની સિપરી હિલ પર હોકીની સ્ટીક સાથે ધ્યાનચંદનું સ્મારક બનાવવામાં આવ્યું છે.

તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. 

નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

પોતાની હોકીના 25 વર્ષની કેરિયરમાં ધ્યાનચંદે 1000જેટલા ગોલ કર્યા છે જેમાં 400થી વધુ ગોલ ઓલમ્પિકમાં કરેલ છે.

મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું

- ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા

- બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે



2021માં ટોક્યો ખાતે આયોજિત ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલ મેડલ

ટોક્યો ઓલમ્પિક્માં મેડલ જીતનાર દેશોમા ભારતનો ક્રમ 48મો છે.


ભાલા ફેંકમાં ખેલાડી નીરજ ચોપડા ભારત માટે એથલિટ્સ ઈતિહાસનો પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડનાર છે. આ રમતમાં તેણે 87.58મીટર દૂર ભાલો નાખી ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌથી દૂર ભાલો ફેંકનાર તે વિશ્વનો ચોથા નંંબરનો ખેલાડી બન્યો છે.  પુણેના છાવણી ખાતે આવેલા આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટના એથલેટિક્સનું નામ નીરજ ચોપરા રખાશે.




  • વિવિધ રમતો અને તેના ખેલાડીઓની સંખ્યા


  • નેશનલ સ્પોર્ટ એવોર્ડ દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના
  •  હસ્તે 29 ઓગસ્ટના દિવસે આપવામાં આવે છે.
  •  ખેલ પુરસ્કારોની ઇનામી રકમમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેલ રત્નમાં 
  • હવે 25 લાખ રૂપિયાનું ઇનામ છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે. 
  • અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે. 
  • અગાઉ દ્રોણાચાર્ય (આજીવન) પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા 
  • જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય (નિયમિત) એવોર્ડ મેળવનાર
  •  દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.
  • Common wealth Games - 2022
  • 2022માં બર્મિંગહામ ખાતે આયોજિત કોમન વેલ્થગેમમાં ભારતીય ખેલાડીઓએ 
  • સારુ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરેલ છે. ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ 
  • અને 23 બ્રોંઝ મેડલ જીતી ચોથો ક્રમ મેળવેલ છે.  
  • જુદી જુદી 16 રમતોમાં ભારતના કુલ 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 
  • જેમાં 106 પુરુષ ખેલાડી અને 104 મહિલા ખેલાડીઓ હતા.
  • હોકી ખેલાડી મનપ્રીત સિંહ અને બેડમિન્ટન એથ્લેટ પી.વી. સિંધુએ  ઉદઘાટન સમારોહના દેશના  ધ્વજધારક 
  • બન્યા હતા.