મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 November, 2020

રાષ્ટ્રીય બંધારણ દિવસ

 રાષ્ટ્રીય બંધારણ દિવસ

26 નવેમ્બર


બંધારણ દિવસ (Constitution Day) મનાવવાનો હેતુ દેશના લોકોમાં બંધારણના મહત્વનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. 

ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો, પણ તેનું પોતાનું કાયમી બંધારણ નહોતું. એના બદલે સુધારેલા વસાહતી કાયદા, ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૫નો અમલ થતો. એ વખતે દેશનાં ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારોબાર સંભાળતા હતા. ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ.

વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હટાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.

25 November, 2020

બરકતઅલી વિરાણી જીવન પરિચય

 બરકતઅલી વિરાણી જીવન પરિચય


પુુરુ નામ : બરકતઅલી ગુલામહુસેેેન વિરાણી

જન્મ તારીખ: 25 નવેમ્બર 1923

જન્મ સ્થળ: ઘાંઘળી, સિહોર, ભાવનગર(ગુજરાત)

અવશાન: 2 જાન્યુઆરી 1994 (મુંબઇ)

ઉપનામ: "બેફામ" 

તે ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની ગઝલ માટે પ્રખ્યાત છે

બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. 

તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.

 ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 

20 November, 2020

મણિશંકર રત્નજી ભટ્ટ જીવન પરિચય

 મણિશંકર રત્નજી ભટ્ટ

"કાન્ત"


મણિશંકર રત્નજી ભટ્ટ (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩) 
જેઓ તેમના ઉપનામ કવિ કાન્ત વડે જાણીતા છે, 
ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર હતા. તેઓ ખંડકાવ્ય કવિતા પ્રકારના રચયિતા હતા. 
તેમનું પુસ્તક પૂર્વાલાપ (૧૯૨૩) ગુજરાતી કવિતામાં એક સીમાચિહ્ન ગણાય છે

તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી.

કાન્ત’ ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાયા છે. એમણે અંગત જરૂરીયાતમાંથી સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનું ગુજરાતી ખંડકાવ્ય નીપજાવ્યું. ભાષાનું અનુપમ સૌંદર્ય અને સૌષ્ઠવ એમાં સિદ્ધ થયું છે જેના દૃષ્ટાંતરૂપે ‘વસંતવિજય’, ‘ચક્રવાક મિથુન’ અને ‘દેવયાની’ મૂકી શકાય. પ્રકૃતિ, પ્રણય, પ્રભુનિષ્ઠા જેવા સનાતન કાવ્યવિષયો તેઓ નૂતન વાણીમાં નિરૂપી પોતીકી મુદ્રા અંકિત કરે છે. ‘પૂર્વાલાપ’ તેમનો કાવ્યસંગ્રહ છે જે કવિના અવસાન દિવસે જ પ્રગટ થયેલો. આ ઉપરાંત ‘શિક્ષણનો ઇતિહાસ’ કાન્તની ઊંડી અભ્યાસશીલતાના ફળ સમો આકરગ્રંથ છે

19 November, 2020

ઇન્દિરા ગાંધી જીવન પરિચય

 ઇન્દિરા ગાંધી

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન


જન્મ તારીખ: 19 નવેમ્બર 1917
જન્મ સ્થળ:  પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)
પિતાનું નામ: જવાહરલાલ નહેરુ
માતાનું નામ:  કમલા નહેરુ
અવશાન: 31 ઓક્ટોબર 1984 ( નવી દિલ્હી)



ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને એમના પત્ની અને સ્વતંત્રતા સેનાની કમલા નહેરૂના સંતાન તરીકે થયો હતો

ઈન્દિરા ગાંધીએ 1966થી 1977ની વચ્ચે સતત ત્રણ વખત દેશનું સુકાન સંભાળ્યું હતું
 1980માં ફરી એકવાર આ પદ પર પહોંચ્યા અને 31 ઓક્ટોબર 1984માં પદ પર હતા જ ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. આમ તેમને દેશમાં અઢાર વર્ષ શાસન કર્યું હતું
ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને ફરી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984માં હત્યા થયા સુધી દેશના વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. 

તે ભારતના ત્રીજા વડા પ્રધાન બન્યા હતા.

રાણી લક્ષ્મીબાઇ જીવન પરિચય

 રાણી લક્ષ્મીબાઇ

જન્મ :19/11/1828

બાળપણનું નામ : મણિકર્ણિકા

હુલામણું નામ :છબીલી,મનુ

માતાનું નામ :ભાગીરથીબાઈ

પિતાનું નામ :મોરોપંત તાંબે

પતિનું નામ : ગંગાધરરાવ નેવલકર



રાણી લક્ષ્મીબાઈનો  જન્મ કાશી (વારાણસી)માં 19 નવેમ્બર 1828માં થયો હતો.

તેઓ 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.

તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા.

 તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા.

તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી


તાલીમ :

તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું

18 November, 2020

ગિજુભાઇ બધેકા જીવન પરિચય

 ગિજુભાઇ બધેકા


પુરુનામ: ગિરજાશંંકર ભગવાનજી બધેકા

જન્મતારીખ: 15 નવેમ્બર 1885
જન્મસ્થળ: ચિત્તળ (અમરેલી, ગુજરાત)
પિતાનું નામ: ભગવાનજી
માતાનું નામ: કાશીબા
અવશાન: 23 જૂન 1939 (મુંબઇ)
ઉપનામ: મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી

ગિજુભાઇ બાળ કેળવણીના પ્રણેતા છે,તે કેળવણીકાર છે, તથા સાહિત્યકાર છે.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં  15 નવેમ્બર 1885ના રોજ થયો હતો

તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું

તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું

1907માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા

ગિજુભાઇ શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ હતા. 

14 November, 2020

જવાહરલાલ નહેરુ જીવન પરિચય

 જવાહરલાલ નહેરુ


જન્મ તારીખ: 14 નવેમ્બર 1889

જન્મ સ્થળ: અલ્હાબાદ (ઉત્તરપ્રદેશ)
પિતાનું નામ: મોતીલાલ નહેરુ
માતાનું નામ: સ્વરુપરાની નહેરુ
અવશાન: 27 મે 1964 (નવી દિલ્હી)
સમાધિ સ્થળનું નામ: શાંતિવન
ઉપનામ: ચાચા 

સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાળ દિવસ  કહેવામાં આવે છે, કારણ કે નેહરુજીને બાળકો ખુબ પ્રિય ચાહતા  અને બાળકો તેમને "ચાચા નહેરુ" કહેતા હતા. 
જો આપણે નહેરુના જીવનને વિગતવાર વાંચીએ, તો આપણે તેમના જીવનમાંથી ઘણું શીખવા મળશે.. 
તેમને ગુલાબના ફુલનો ખુબ જ શોખ હતો, તે પોતાની શેરવાણીમાં ગુલાબનું ફુલ રાખતા.

जवाहरलाल नेहरू जीवनी

 जवाहरलाल नेहरू


नाम : जवाहरलाल मोतीलाल नेहरु।

जन्म : 14 नवंबर 1889 इलाहबाद, उत्तर-पश्चिमी प्रान्त, ब्रिटिश भारत ।

मृत्यु : 27 मई 1964 (उम्र 74) नई दिल्ली, भारत।

पिता : मोतीलाल नेहरु।

माता : स्वरूपरानी नेहरु।



        जवाहरलाल नेहरु भारत के पहले प्रधानमंत्री और स्वतंत्रता के पहले और बाद में भारतीय राजनीती के मुख्य केंद्र बिंदु थे। वे महात्मा गाँधी के सहायक के तौर पर भारतीय स्वतंत्रता अभियान के मुख्य नेता थे जो अंत तक भारत को स्वतंत्र बनाने के लिए लड़ते रहे और स्वतंत्रता के बाद भी 1964 में अपनी मृत्यु तक देश की सेवा की। उन्हें आधुनिक भारत का रचयिता माना जाता था। पंडित संप्रदाय से होने के कारण उन्हें पंडित नेहरु भी कहा जाता था। जबकि बच्चो से उनके लगाव के कारण बच्चे उन्हें “चाचा नेहरु” के नाम से जानते थे।

13 November, 2020

સલીમ અલી જીવન પરિચય

 સલીમ અલી

રાષ્ટ્રીય પક્ષી દિવસ



જન્મ તારીખ: 12 નવેમ્બર 1896
 જન્મ સ્થળ: મુંંબઇ
અવશાન: 20 જૂન 1987 (મુંબઇ)

સાલીમ અલી  એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા.

 તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. 

તેમના સન્માનમાં દર વર્ષે 12 નવેમ્બરને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા. 

તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. 

ભરતપુર પક્ષી અભયારણ્ય એ સલીમ અલીની દેન છે. 

હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો સિંહ ફાળો છે. 

સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. 

જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી. 

૧૯૫૮ માં પદ્મભૂષણ અને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં. 

પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.

મકરંદ દવે જીવન પરિચય

 મકરંદ દવે


જન્મ તારીખ: 13 નવેમ્બર 1922

જન્મ સ્થળ: ગોંડલ, ગુજરાત
પિતાનું નામ: વજેશંકર દવે
અવશાન: 31 જાન્યુઆરી 2005 (વલસાડ, ગુજરાત)

મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા

તેમનો જન્મ ગોંડલગુજરાતમાં ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો

ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો

તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા