મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

14 November, 2020

જવાહરલાલ નહેરુ જીવન પરિચય

 જવાહરલાલ નહેરુ


જન્મ તારીખ: 14 નવેમ્બર 1889

જન્મ સ્થળ: અલ્હાબાદ (ઉત્તરપ્રદેશ)
પિતાનું નામ: મોતીલાલ નહેરુ
માતાનું નામ: સ્વરુપરાની નહેરુ
અવશાન: 27 મે 1964 (નવી દિલ્હી)
સમાધિ સ્થળનું નામ: શાંતિવન
ઉપનામ: ચાચા 

સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાળ દિવસ  કહેવામાં આવે છે, કારણ કે નેહરુજીને બાળકો ખુબ પ્રિય ચાહતા  અને બાળકો તેમને "ચાચા નહેરુ" કહેતા હતા. 
જો આપણે નહેરુના જીવનને વિગતવાર વાંચીએ, તો આપણે તેમના જીવનમાંથી ઘણું શીખવા મળશે.. 
તેમને ગુલાબના ફુલનો ખુબ જ શોખ હતો, તે પોતાની શેરવાણીમાં ગુલાબનું ફુલ રાખતા.


નહેરુજી એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, દેશને આઝાદ કરવા માટે નેહરુજીએ મહાત્મા ગાંધીને ટેકો આપ્યો. દેશભક્તિનો જુસ્સો નહેરુની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, 
મહાત્મા ગાંધી તેમને શિષ્ય માનતા હતા, જે તેમને પ્રિય હતા. 
નેહરુજીને આધુનિક ભારતના સર્જક તરીકે વ્યાપકપણે માનવામાં આવે છે.
જવાહરલાલ નેહરુનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બૅરિસ્ટર મોતીલાલ નેહરુને ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે અત્યારે ઉત્તરપ્રદેશ રાજયમાં આવેલા અલ્હાબાદ શહેરમાં થયો હતો.  
નેહરુ કુટુંબ મૂળે કાશ્મીરી બ્રાહ્મણ હતું.
 ઘણાં વર્ષો પહેલાં મોતીલાલ નેહરુ ત્યાંથી અલ્હાબાદ સ્થળાંતરિત થયા હતાં અને ત્યાં પોતાની સફળ કાયદાકીય કારકિર્દી જમાવી હતી. 
તેઓ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની આગેવાનીમાં આકાર લેતી, એ વખતે અપરિપકવ એવી ભારતીય રાષ્ટ્રીય ચળવળના પણ સક્રિય સભ્ય હતા. 
નેહરુ અને તેમની બે બહેનો- વિજયાલક્ષ્મી અને ક્રિષ્ના-નો ઉછેર એક વિશાળ બંગલા, આનંદભવનમાં થયો હતો અને વિશેષ કરીને અંગ્રેજી રીતભાત અનુસાર થયો હતો, અને પાછળથી તેમને આવશ્યક ભારતીય રીતભાત શીખવવામાં આવી હતી. તેમને હિન્દીસંસ્કૃત તથા ભારતીય સાહિત્ય પણ શીખવવામાં આવ્યું હતું.

તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે જ ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. 15 વર્ષની ઉંમરે જ તેઓ ઇંગ્લેન્ડ જતાં રહ્યા અને હૈરોમાં બે વર્ષ રહ્યા બાદ તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1912માં ભારત પાછા ફર્યા પછી તરત જ રાજકારણમાં જોડાયા હતા. અહીં સુધી કે વિદ્યાર્થીકાળ દરમિયાન પણ તેઓ વિદેશી હકુમત હેઠળના દેશોની સ્વતંત્રતા સંઘર્ષમાં રસ દાખવતા હતા. તેમણે આયર્લેન્ડમાં થયેલા સિનફેન આંદોલનમાં ઉડો રસ લીધો હતો. તેમને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનિવાર્યરૂપે સામેલ થવું પડ્યું હતું.

1919માં અલ્હાબાદના હોમરૂલ લીગના સચિવ બન્યા હતા. 

1916માં તેઓ મહાત્મા ગાંધીને પહેલી વખત મળ્યા હતા. જેમનાથી તેઓ ખૂબ પ્રેરિત થયાં હતા. 

1920માં ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પ્રથમ કિસાન માર્ચનું આયોજન કર્યું હતું. 

1920 – 22ના અસહયોગ આંદોલનના સંબંધમાં તેમને બે વખત જેલ જવું પડ્યું હતું

પંડિત નહેરું સપ્ટેમ્બર 1923મા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના મહાસચિવ બન્યા

તેમણે 1926માં ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, જર્મની તેમજ રશિયાની મુલાકાત લીધી હતી. 

તેમણે 1927માં મોસ્કોમાં ઓક્ટોબર સમાજવાદી ક્રાંતિની દસમી વર્ષગાંઠ સમારંભમાં ભાગ લીધો હતો

 તેઓએ લોકોમાંથી એક હતા જેમણે ભારતીય બંધારણ સુધારના નહેરુ રિપોર્ટ પર સહી કરી હતી. આ રિપોર્ટનું નામ તેમના પિતા શ્રી મોતીલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું હતું

સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. આઝાદીથી પહેલા ગઠિત અંતરિમ સરકારમાં અને આઝાદી પછી 1947માં ભારતના પ્રધાનમંત્રા બન્યા અને 27 મે 1964ને તેના નિધન સુધી તે પદ પર બન્યા રહ્યા

1947 માં, ભારતની આઝાદી દરમિયાન, કોંગ્રેસમાં વડાપ્રધાનના દાવા માટે ચૂંટણીઓ યોજવામાં આવી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આચાર્ય કૃપાલાનીને સૌથી વધુ મતો મળ્યા. પરંતુ ગાંધીજીની વિનંતી પર, જવાહરલાલ નેહરુને ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવામાં આવ્યા. આ પછી, નહેરુ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા.

નહેરુ અંગ્રેજીમાં પ્રખ્યાત લેખક હતા અને તેમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા અનેક પુસ્તકો અને તેમની આત્મકથા ટુવર્ડ ફ્રીડમ લખી હતી. તેમણે તેમની પુત્રી ઇન્દિરા ગાંધીને 30 પત્રો લખ્યા હતા, જ્યારે તે 10 વર્ષની હતી અને મસૂરીની એક બોર્ડિંગ સ્કૂલમાં હતી, આ પત્રોનો સંગ્રહ પાછળથી પુસ્તક  "લેટર્સ ફ્રોમ ફાધર ટુ હિઝ ડોટ"ર તરીકે પ્રકાશિત થયુ હતું.

1955 માં જવાહરલાલ નહેરુને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

74 વર્ષની વયે 27 મે 1964માં હાર્ટ એટેકથી તેમનું દિલ્હી ખાતે અવશાન થયુ હતુ, તેમની સમધિને શાંતિવન નામ આપવામાં આવ્યુ છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work