ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવાય છે, વર્ષ 2015માં સૌ પ્રથમ વખત બંધારણ દિવસ મનાવાયો હતો.
વર્ષ 1949માં 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણના મુસદ્દાનો સ્વીકાર કરાયો હતો.
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે જ આપણે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ.
ભારત સરકારે ગેઝેટ સૂચના દ્વારા 19 નવેમ્બર 2015 ના રોજ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કર્યુ હતુ.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2015 ના રોજ મુંબઈમાં બી. આર. આંબેડકરના સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી સ્મારકનો શિલાન્યાસ કરતી વખતે આ ઘોષણા કરી હતી.
વર્ષ 2015 એ આંબેડકરની 125 મી જન્મજયંતી હતી, જેમણે બંધારણ સભાની મુસદ્દાની સમિતિના અધ્યક્ષ અને સંવિધાનના ઘડતરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પહેલાં આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.
બંધારણના મહત્વને ફેલાવવા અને આંબેડકરના વિચારો અને વિચારો ફેલાવવા 26 નવેમ્બરની પસંદગી કરવામાં આવી હતી
બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર કર્યું હતું. જેના માટે 166 બેઠકો કરવામાં આવી હતી.
આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા.
નિર્માણ સમયે મૂળ બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે. તેમાં અત્યારે 465 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. તે કુલ 25 ભાગોમાં વિભાજીત છે.
ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં 2020માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે
ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે. કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે.
ભારતના સંવિધાનની ધારા 79ના મુજબ, કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનુ સદન લોકસભાના નામથી ઓળખાય છે
આ બંધારણ વિશ્વમાં સૌથી મોટુ છે. તેમાં 448 આર્ટિકલ અને 12 શેડ્યુલ છે. અત્યાર સુધીમાં તેમાં 98 અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાનું બંધારણ સૌથી નાનુ છે.
બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી
પાઠ્યપુસ્તકના પહેલાં પાને આપેલી પ્રતિજ્ઞા આપણા બંધારણનો જ એક ભાગ છે.
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ. એન. રોયને આવ્યો હતો.
બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી.
તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડૉ. રાજેન્દ્રર પ્રસાદ હતા.
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ. એસ.ના બંધારણમાંથી લેવાયો છે
૪૨મા બંધારણીય સુધારા દ્વારા પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “બિનસાંપ્રદાયિક” અને “અખંડિત” શબ્દ જોડવામાં આવ્યા છે. પ્રસ્તાવના એ બંધારણને સમજવા તથા તેના સ્પષ્ટીકરણ માટેની અગત્યની ચાવી છે આથી તેને બંધારણની આત્મા પણ કહેવામાં આવે છે.
બંધારણા ઘડવા માટે ૬૩,૯૬,૭૨૯ રૂ. (લગભગ ૬૪ લાખ) નો ખર્ચ થયો હતો.
બંધારણ નિર્માણનું કાર્ય કૂલ ૧૧ અધિવેશનોમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્ય માટે ૬૦ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો
સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી.
કાયદા સંબંધિત સમિતિઓ
- પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ.મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
- કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
- રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
- મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
- સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
- સંઘ બંધારણ સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
- મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
- ક્ષેત્રીય બંધારણ સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
- બંધારણ પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
- ભાષાકીય પ્રાંત સમિતિ :
- રાષ્ટ્રધ્વજ સમિત :
- આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :
પ્રક્રિયા સંબંધિત સમિતિઓ
- સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
- કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
- હિંદી અનુવાદ સમિતિ :
- સભા સમિતિ :
- નાણાં તેમજ અધિકરણા સમિતિ :
- ઉર્દૂ અનુવાદ સમિતિ :
- કાર્ય આદેશ સમિતિ :
- પ્રેસ દીર્ઘા સમિતિ :
- ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
- ક્રેડેન્શીયલ સમિતિ :
- ઝંડા સમિતિ : અધ્યક્ષ જે બી કૃપલાણી
બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ સંસંદ ભવનમાં મળી હતી. ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને સર્વસંમતિથી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાની દ્વિતીય બેઠક ૧૧, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદની સ્થાયી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બંધારણ સભાની તૃતીય બેઠક ૧૩, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. સભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો.
ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી ૧૯૪૮માં પ્રકાશિત કરવામાં આવી હતી. ઓક્ટોબર ૧૯૪૮માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં બંધારણ સભાના કુલ ૨૯૯ સભ્યો પૈકી હાજર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.
કેવી રીતે રચાયું ભારતનું બંધારણ?
આઝાદી મળતા પહેલા જ સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે બંધારણ નિર્માણની ચર્ચા થવા લાગી હતી. દેશને આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળી હતી. એ દિવસે 207 સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા હતા. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, પરંતુ દેશના ભાગલા પડ્યા પછી કેટલાક રજવાડા દ્વારા બંધારણ સભામાં ભાગ ન લેવાના કારણે સભ્યોની સંખ્યા ઘટીને 299 થઈ ગઈ હતી.
29 ઓગસ્ટ 1947ના રોજ બંધારણ સભાએ 'ભારતીય બંધારણ'નો મુસદ્દો તૈયાર કરવા માટે ડો. ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરી હતી. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી, 1950ના રોજ 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કરીને બંધારણને સ્વીકાર્યું હતું. ત્યાર પછી 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.
બંધારણ સભાના મુખ્ય સભ્યો
બંધારણ સભાના સભ્યોની પસંદગી ભારતના રાજ્યોની સભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાઈ હતી. જવાહરલાલ નેહરુ, ડો. ભીમરાવ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે બંધારણ સભાના મુખ્ય સભ્યો હતા.
બંધારણની પ્રસ્તાવના
“અમે ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, પંથનિરપેક્ષ, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરી, તેના સમસ્ત નાગરિકો માટે સામાજિક, આર્થિક, અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાન પ્રાપ્તિ માટે, તથા તેમાં નિહિત વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનાર ભ્રાતૃભાવ વિકસાવવાનો નિષ્ઠાપૂર્વકનો સંકલ્પ વ્યક્ત કરી આ બંધારણ સભામાં આજે તારીખ ૨૬-૧૧-૧૯૪૯ ના રોજ અંગીકૃત કરીએ છીએ.”
વિશ્વનું એકમાત્ર હસ્તલિખિત બંધારણ
ભારતનું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરાયું નથી, પરંતુ તેને હાથ વડે લખવામાં આવ્યું છે. ભારતનું બંધારણ વિશ્વનું એકમાત્ર બંધારણ છે જે હસ્તલિખિત છે. બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી. રાયજાદાનો પૈતૃક વ્યવસાય કેલિગ્રાફી હતો. તેમણે અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઈટાલિક અક્ષરોમાં બંધારણ લખ્યું હતું. તેનાં દરેક પાના પર રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનના કારિગરો દ્વારા વિવિધ ડિઝાઈન કરવામાં આવી હતી.
ભારતના બંધારણમાં ક્યા દેશમાથી શું લેવામાં આવ્યુ
ભારતના બંધારણના ભાગો અને અનુચ્છેદ
વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ હસ્ત લેખિત બંધારણ છે.
- બંધારણ પરિવર્તનશીલ છે.
- ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભોમ પ્રજાસત્તાક જાહેર કરે છે.
- આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.
- ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.
- પુખ્ત મતાધિકારને સ્વીકારેલો છે.
- સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.
- લઘુમતી કોમના હિતોની રક્ષાની વ્યવસ્થા છે.
- સંઘાત્મક શાસનપ્રણાલી છે.
- બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.
- મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો દર્શાવેલી છે.
- એક જ નાગરિકતા દર્શાવેલી છે.
- બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work