રાણી લક્ષ્મીબાઇ
જન્મ :19/11/1828
બાળપણનું નામ : મણિકર્ણિકા
હુલામણું નામ :છબીલી,મનુ
માતાનું નામ :ભાગીરથીબાઈ
પિતાનું નામ :મોરોપંત તાંબે
પતિનું નામ : ગંગાધરરાવ નેવલકર
રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશી (વારાણસી)માં 19 નવેમ્બર 1828માં થયો હતો.
તેઓ 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા.
તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા.
તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા.
તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી
તાલીમ :
તલવારબાજી, ઘોડેસવારી, નિશાનેબાજી-તીર અને બંદૂકથી નિશાન તાકવું
મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું. તેમનું પાલન પિતાએ કર્યું હતું.
મનુ ને નાનપણમાં શાસ્ત્રોની શિક્ષા ની સાથે શસ્ત્રોની શિક્ષા પણ મળી.
તેમનો વિવાહ સન 1842માં ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવલકરની સાથે થયો હતો અને તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં.
વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું હતુ.
સન 1851માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું
સન 1853માં રાજા ગંગાધર રાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી
પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ 21 નવેમ્બર 1853માં થયું.
દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.
લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ અનુસાર અંગ્રેજોએ દામોદર રાવ જે એ સમયે બાલક હતા
તેને ઝાંસી રાજ્યનો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો
ઝાંસી 1857ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ, જ્યાં હિંસા ફાટી નીકળી હતી.
રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ કરવાનું શરૂ કરી દીધુ અને એક સ્વયંસેવક સેના સંગઠન કરવાનું પ્રારંભ કર્યુ.
આ સેનામાં મહિલાઓની ભરતી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ.
સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.
1857ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ.
રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. 1958ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ
અને માર્ચ મહીનામાં શહેરને ઘેરી લીધુ.
બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો.
પરંતુ રાણી, દામોદર રાવની સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ થઇ.
રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.
વિશાળ અંગ્રેજી સેનાને મારતી-મારતી રાણી તેમની પકડથી દૂર નીકળી ગઈ.
અંગ્રેજ સૈનિક પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા. છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસા ના લડાઈ થઈ.
રાણીનો ઘોડો પણ થાકી ચુક્યો હતો.
તેથી એક નાળાને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણીનો ડાબો ભાગ કાપી નાખ્યો .
આ અવસ્થામાં રાણીએ એ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી નાખ્યા અને ખુદ સ્વર્ગલોક સિધાવી ગઈ.
મહારાણી લક્ષ્મીબાઈની વીરતા ત્યાગ અને બલિદાન પર ભારતીયોને ગર્વ છે.
બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું :
એક દિવસ બિઠુરમાં ઝાંસીનો એક બ્રાહ્મણ તાત્યા દીક્ષિત આવી પહોંચ્યો. તેણે મનુને જોઈ.
તેનું સૌંદર્ય કુશાગ્રતા અને ચપળતાએ તેને વિચાર કરતો કર્યો. તેની જન્મપત્રિકા પણ તેણે જોઈ ને ભવિષ્ય
ભાખ્યું કે તે કોઈક જગ્યાએ રાણી થશે.
લગ્ન :
મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયાં ત્યારે ગંગાધરરાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને
નુની ઉંમર ફકત ૧૩-૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં
ઝાંસીના રાજા ગંગાધરરાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની.
ઈ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો.
ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઈનું બાળક અવસાન પામ્યું.
સન ૧૮૫૩માં ગંગાધરરાવ અને લક્ષ્મીબાઈએ આનંદરાવ નામનો તેમની જ્ઞાતિનો એક બાળક દત્તક લીધો.
ધાર્મિકવિધિ પ્રમાણે આનંદરાવનો દત્તકવિધિ થયો અને તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું.
સન ૧૮૫૩માં ગંગાધરરાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઈ વિધવા થઈ.
રાણી લક્ષ્મીબાઈએ વારસ માટે કરેલ અરજીનો ડેલહાઉસીએ આપેલ જવાબ :
સન ૧૮૫૩માં એક દિવસ ડેલહાઉસીનો હુકમ આવ્યો. કંપની સરકાર સ્વ.ગંગાધરરાવના વારસ તરીકે
દામોદરરાવને દત્તક લેવાનો કોઈ અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો
નિર્ણય થઈ ચૂકયો છે. રાણીએ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઈને વસવાટ કરવો.
માસિક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે આ હુકમનામું વંચાયું ત્યારે રાણી અવાક થઈ ગઈ.
રાણીનો વળતો જવાબ :
હું મારી ઝાંસી કદાપિ નહિ સોંપું.
રાણીની દિનચર્યા :
રાણી સવારે પાંચ વાગે ઊઠતી, અત્તરના સુગંધિત પાણીથી નહાતી, ચંદેરીની શ્વેત સાડીમાં તૈયાર
થઈ પ્રાર્થના કરતી, પછી તેના સરદારો અને દરબારીઓ તેને સલામ ભરવા આવતા,
રાણીની યાદશકિત એટલી તીવ્ર હતી કે ૭૫૦ સરદારોમાંથી જો એકાદ ગેરહાજર હોય તો
તેની બીજે જ દિવસે પૂછપરછ થતી, રાણી ભોજન લેતી, થોડો સમય આરામ કરતી,
આરામ કર્યા પછી તે રામનામનો જાપ કરતી, સાંજે તે કસરત કરતી, પછી ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી
અને ઈષ્ટદેવની પ્રાર્થના કરતી, રાત્રી ભોજન કરતી આ બધી જ દિનચર્યા વ્યવસ્થિત અને કડક નિયમમાં થતી.
ઘોડાની પસંદગી :
કાઠિયાવાડી સફેદ ઘોડા, તેમના ઘોડાનું નામ રાજરત્ન હતું.
કેશમુંડન અને ભીષ્મપ્રતિજ્ઞા :
મહારાષ્ટ્રમાં વિધવા સ્ત્રીઓ કેશમુંડન કરાવતી. રાણીએ કાશી જઈ કેશમુંડન કરાવવાનો વિચાર કર્યો.
આ પ્રવાસ માટે અંગ્રેજ સરકારની મંજૂરી મેળવવાની હતી, તે તેને ન મળી ત્યારે રાણીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે
જયારે હિન્દુસ્તાનને સ્વરાજય મળશે ત્યારે જ હું કેશમુંડન કરાવીશ, નહિ તો સ્મશાનમાં અગ્નિદેવ મુંડન કરશે.
રાણીનો ઘોડેસવારી સમયનો પોષાક :
રાણી જયારે ઘોડેસવારી કરતી ત્યારે પુરુષનો પોષાક પહેરતી. તે માથા પર લોખંડમો ટોપ પહેરતી.
તેના પર હવામાં એક છેડો ફરફરતો રહે તેવો ફેટો પહેરતી. ઢાલ પણ પહેરતી. તે પાયજામો પહેરતી.
ઢાલની ઉપર અંગરખું અને તેના પર કમરપટો બાંધતી. બંને બગલમાં તે પિસ્તોલ અને કટાર રાખતી.
અને કમરપટાના બંને બાજુ તલવારો રાખતી.
ઝાંસીમાંજ બળવો :
ઝાંસીનું રાજય એક અબળા સ્ત્રીના હાથમાં છે એમ માની રાજયના એક ભાગમાંથી સદાશિવરાવે બળવો કર્યો.
રાણીએ તરતજ ત્યાં પહોંચી જઈ બળવાખોરને દાબી દીધો.
જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું :
જનરલ રોઝ લશ્કરની એક ટુકડી લઈ ઝાંસી આવી પહોંચ્યો. તેણે રાણીને નિ:શસ્ત્ર પોતાની સહેલીઓ
સાથે મળવા બોલાવી. પરંતુ મહારાણી લક્ષ્મીબાઈએ તેનો અસ્વીકાર કર્યો. અને પ્રત્યુત્તર પાઠવ્યો કે તે
પોતાના લશ્કરની સાથે જ મળી શકશે. આથી ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યું.
રાણીએ જાતે ઉપાડયા શસ્ત્રો :
જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ છે પોતાના ૪૦૦૦ સૈનિકોમાંથી ૪૦૦ જેટલાં જ બચી શકયા છે.
ત્યારે રાણીએ પોતાના દરબારીઓને બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા. અને કહ્યું – હવે કિલ્લો પણ મજબૂત
રહ્યો નથી તેથી આપણે આ સ્થળ છોડી દેવું જોઈએ. સૌએ કબૂલ્યું. રાણી પોતાના યોદ્ધાઓ સાથે
ઝાંસી છોડી દુશ્મનની છાવણી પાસેથી ચાલી નીકળી. ત્યારે વોકર નામના એક અંગ્રેજ અમલદારે
તેને ઓળખી લીધી અને તેનો પીછો કર્યો. લડાઈમાં તે ઘવાયો અને તેણે પીછેહઠ કરી.
રાણીનો ઘોડો મરાયો પણ રાણી જરા પણ નિરાશ ન થઈ. ત્યાંથી તે કાલ્પી પહોંચી.
તાત્યાટોપે અને રાવસાહેબને મળી. રાણીનું લશ્કર ઘણું નાનું હોવા છતાં સરદારોની તથા
રાણીની હિંમત અને યુદ્ધનીતિથી અંગ્રેજોને હાર મળી. રાણીની કુશળતાએજ એક દિવસ માટે પણ
અંગ્રેજોને હાર ખવડાવી.
રાણીના મૃત્યુસમયના અંતિમ શબ્દો :
વાસુદેવ હું વંદન કરું છું. આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું.
કેટલા વર્ષનું આયુષ્ય :
૨૨ વર્ષના અલ્પાયુષ્યમાં રાણી લક્ષ્મીબાઈ અંધકારભરી રાત્રીમાં વીજળીના જેવો તેજલિસોટો પાથરી
અદ્રશ્ય થઈ ગઈ.
જનરલ રોઝની રાણીને અંજલિ :
બળવાખોરોમાં સૌથી વધુ બહાદુર અને મહાન સરદાર રાણી જ હતી.
રાણી સ્વરાજય માટે લડી, સ્વરાજય માટે મરી અને સ્વરાજયના પાયામાં પથ્થર બની.
મૃત્યુ
ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા.
મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા
પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું.
પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા
થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં.
એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ
પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. એ વખતે ડેલહાઉસીની ‘ખાલસાનીતિ’ બહુ જોરમાં હતી.
એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી.
જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને
ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા
રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના લક્ષ્મીબાઈએ
‘ મૈં અપની ઝાંસી કભી નહી દુંગી’ જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો.
આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ ‘મીરતના બળવા’ વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને
ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.
શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની
છાયા જોઈને બુંદેલી ભાષામાં ‘ઝાંઈ સી’ નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને ‘ઝાંસી’ નામે
ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું.
લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું.
તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ’ક પ્રશ્નોનો પ્રત્યુત્તર
‘હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું” કહીને આપતા.
ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા
બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક
શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા
ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો.
ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના
પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ
બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને ‘જે કર ઝુલાવે પારણું, તે કર
શાસન પર કરતું રાજ’ આ કહેવત ‘ડીટ્ટૉ’ સાર્થક કરીને બતાવી..
કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી,
જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિક
એક વીર સ્ત્રી કી કહાની ... ઝાંસી કી રાણી એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ભારતીય
ઐતિહાસિક નાટક છે આ સિરીઝનું દિગ્દર્શન જીતેન્દ્ર શ્રીવાસ્તવે કર્યું હતું અને રાજેશ સાક્ષમ, ઇલા દત્તા બેદી,
માલવિકા અસ્થાના, મેરાજ ઝૈદી અને વીરેન્દ્રસિંહ પટ્યાલ દ્વારા લખવામાં આવ્યું હતું.
તેનો પ્રીમિયર 18 ઓગસ્ટ 2009 ના રોજ ઝી ટીવી પર ઉલકા ગુપ્તા સાથે ક્વીન લક્ષ્મી બાઇની ભૂમિકામાં હતો.
8 જૂન 2010 ના રોજ, આ વાર્તા ઘણા વર્ષો સુધી આગળ વધી હતી અને કૃતિકા સેંગરે ત્યાંથી રાણીની ભૂમિકા
ભજવી હતી. છેલ્લો શો એપિસોડ 19 જૂન 2011 ના રોજ પ્રસારિત થયો.
"મણિકર્ણિકા" એ રાણી લક્ષ્મીબાઇના જીવન પર આધારિત હિંદિ ફિલ્મ છે જેમા
રાણી લક્ષ્મીબાઇનું પાત્ર કંગના રાનૌતએ ભજવ્યુ છે. આ ફિલ્મ 2019મા રીલીઝ થઇ હતી.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work