વાસુદેવ બળવંત ફડકે
4 નવેમ્બર 1845
ફડકેનો જન્મ ૪ નવેમ્બર ૧૮૪૫ના રોજ પનવેલ તાલુકાના શિરઢોણ ગામે (હાલ રાયગઢ જિલ્લો) મહારાષ્ટ્રમાં થયો હતો.
ભારતમાં ક્રાંતિકારી પ્રવુતિની શરૂઆત કરી હતી, ક્રાંતિકારી પ્રવૃત્તિ ના પ્રથમ શહિદ .
તેમણે કુશ્તી, તલવારબાજી અને ઘોડેસવારી ઉપરાંત શસ્ત્ર ચલાવવાની તાલીમ મેળવી હતી.
અભ્યાસમાં તેમની રુચિ ન હોવાથી હાઇસ્કૂલનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો.
છુટ્ટક નોકરીઓ બાદ તેઓ પુના સ્થળાંતરીત થયા જ્યાં તેમણે સૈન્ય એકાઉન્ટ વિભાગમાં ક્લાર્ક તરીકેની નોકરી મેળવી.
આ દરમિયાન તેઓ લાહુજી રાઘોજી સાલ્વેના સંપર્કમાં આવ્યા. સાલ્વે પછાત જાતિના અગ્રગણ્ય વ્યક્તિ હતા જે બ્રિટીશ શાસનમાંથી મુક્તિ માટે પ્રયત્નશીલ હતા અને પહેલવાનો માટે એક તાલીમ કેન્દ્ર ચલાવતા હતા. તેમણે વાસુદેવ ફડકેને પછાત જાતિઓને સ્વતંત્રતા આંદોલનની મુખ્યધારામાં જોડવાનું મહત્વ સમજાવ્યું. આ સમયગાળા દરમિયાન જ ફડકેએ મહાદેવ ગોવિંદ રાનડેના વ્યાખ્યાનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, રાનડેએ તેમના વ્યાખ્યાનોમાં બ્રિટીશ શાસનની નીતિઓ અને તેની ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ વિશે ધ્યાન દોર્યું. ફડકે દેશવાસીઓની પરિસ્થિતિ જાણી ખૂબ જ વ્યથિત થયા.
૧૮૭૦માં પુના ખાતે લોકોની ફરિયાદોનું સમાધાન કરવા માટે આયોજીત એક જનાઅંદોલનમાં તેઓએ ભાગ લીધો. તેઓએ યુવાઓને શિક્ષણ માટે ઐક્ય વર્ધિની સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. ક્લાર્કની નોકરી દરમિયાન રજા મળવામાં વિલંબ થતાં તેઓ તેમની બીમાર માતાના અંતિમ દર્શન નહોતા કરી શક્યા. આ ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા