મૅરી ક્યુરી
જન્મ સ્થળ: વોર્સો, પોલેન્ડ
અવશાન: 4 જુલાઇ 1934 (સેનકેલેમોઝ, ફ્રાન્સ)
મેરી ક્યૂરી નોબેલ પ્રાઈઝ જીતનારી પહેલી મહિલા, બે વખત નોબેલ પ્રાઈઝ મેળવનાર પહેલી વ્યક્તિ તેમજ સાયન્સની બે અલગ-અલગ કેટેગરીમાં નોબલ જીતનારી એક માત્ર વ્યક્તિ છે.
મેડમ મેરી ક્યૂરી યુનિવર્સિટી ઓફ પેરિસમાં પ્રોફસેર તરીકે કામ કરનારા પ્રથમ મહિલા હતા
મેરી ક્યુરી ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી હતી
ક્યુરી વોર્સોનો જન્મ પોલેન્ડ માં 7 નવેમ્બર 1867ના દિવસે થયો હતો
તે ૨૨ વર્ષની હતી ત્યાં સુધી તે પોલેન્ડમાં રહેતી હતી.
મૅરી ક્યુરી તેના પરિવારનો પાંચમું બાળક હતી
તેનું અસલી નામ મારિયા હતું.
તેના પિતા ગણિતના શિક્ષક હતા
તે ૧૫ વર્ષની ઉંમરમાં સ્નાતક થઇ
પોરિસમાં તેણીની મોટી બહેનને ટેકો આપવા માટે પોલેન્ડમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું
તે પોલેન્ડથી નીકળી ગઈ અને “મેરી” નામથી ફ્રાન્સ ગઈ. તેણે પેરિસમાં ઉચ્ચ ડિગ્રી મેળવી અને તેનું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કાર્ય કર્યું.
સોરબોન ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કરતી વખતે પિયરે ક્યુરીને મળ્યા અને તેની સાથે લગ્ન કર્યા.
તેણીએ પેરિસ અને વોર્સોમાં ક્યુરી ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરી.
21, ડિસેમ્બર, 1898માં મેરી ક્યુરી અને તેમના પતિ પિયરે રેડિયમની શોધ કરી. ખનિજનો અભ્યાસ કરતી વખતે જ્યારે તેમણે એમાંથી યુરેનિયમ અલગ કરી દીધું તો જાણવા મળ્યું કે બાકીના ભાગમાં પણ હજી રેડિયો એક્ટિવ તત્ત્વ બાકી હતું. તેમણે આ તત્ત્વને રેડિયમ નામ આપ્યું.
આ તત્ત્વની શોધથી અંધારામાં પ્રકાશ ફેલાવવા સાથે ચિકિત્સા ક્ષેત્રમાં પણ કેટલાક ફેરફાર થયા
1910માં ક્યુરી અને આન્દ્રે લુઈસ ડેબીએર્ને વિદ્યુત વિઘટનની પ્રક્રિયા દ્વારા રેડિયમને શુદ્ધ ધાતુના રૂપમાં અલગ કર્યું. 4 ફેબ્રુઆરી, 1936માં અમેરિકામાં પહેલીવાર કૃત્રિમ રેડિયમ બનાવવામાં આવ્યું. પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવનાર પ્રથમ રેડિયો એક્ટિવ તત્ત્વ હતું. રેડિયમની ચમકીલી પ્રકૃતિને કારણે તેનો ઉપયોગ શરૂઆતમાં પેન્ટ, કાપડ, ઘડિયાળની સોય વગેરેમાં કરવામાં આવ્યો. આ ઉપરાંત ચિકિત્સા તરીકે તેનો ઉપયોગ દંતમંજન, વાળનું ક્રીમ અને અન્ય દવાઓ સાથે કેન્સરની સારવારમાં પણ કરવામાં આવ્યો.
1940 આવતાની સાથે રેડિયો એક્ટિવને કારણે વિકિરણનું જોખમ જાણવા મળ્યું. તેથી પેન્ટ, કાપડ અને દવા વગેરેમાંથી તેના ઉપયોગ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.
તેણી અને તેના પતિ પિયર ક્યુરીએ કિરણોત્સર્ગીતાનો સિદ્ધાંત બનાવ્યો.
તેમને કિરણોત્સર્ગી આઇસોટોપ્સને અલગ પાડવા માટે વિવિધ રીતો મળી અને બે નવા તત્વો શોધી કાઢ્યાં: રેડિયમ અને પોલોનીયમ.,
પોલોનિયમ તત્તવનું નામ ક્યુરીના મૂળ દેશ પોલેન્ડ પરથી રાખવામાં આવ્યુ હતું
1898માં ક્યુરીએ રેડિયમનીધ તેણે પિયર ક્યુરી અને ગુસ્તાવે બેમોન્ટ સાથે કરી હતી
કેન્સરની નવી સારવાર વિકસાવવા તેણીએ રેડિયોએક્ટિવિટીના પોતાના અભ્યાસનો ઉપયોગ કર્યો. આ ઉપચારમાં કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
મેરી ક્યુરીને તેમના વૈજ્ઞાનિક કાર્ય માટે બે નોબેલ ઇનામો મળ્યા હતા.
પ્રથમ, 1903 માં ફિઝિક્સ માટે, તે પણ પ્રથમ મહિલાને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામા આવ્યો હતો.
. 1911 માં, તેણીને રસાયણશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો
આમ તે બે નોબેલ પુરસ્કારો પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
મેરી ક્યુરી નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા હતી.
4 જુલાઈ 1934ના રોજ મૅરી ક્યુરી એ પ્લાસ્ટિક એનિમિયાથી મૃત્યુ પામી, લગભગ ચોક્કસપણે હાર્ડ રેડિએશન સાથે સંકળાયેલું એક્સપૉઝર. મૂત્યુ થયું હતું. રેડિયોએક્ટિવ વિકિરણથી થયેલ એનીમિયાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work