વિરાટ કોહલી
જન્મ તારીખ: 5 નવેમ્બર 1988
જન્મસ્થળ: દિલ્હી
પિતાનું નામ: પ્રેમ કોહલી (ક્રિમિલિયર વકીલ)
માતાનું નામ: સરોજ કોહલી
વિરાટ કોહલી ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે હાલમાાં ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે.
તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે
19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેમની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.
કોહલી પ્રથમ વખત ઓક્ટોબર 2002 માં દિલ્હી અંડર -15 ટીમ તરફથી 2002–03 પોલી ઉમ્રીગર ટ્રોફીમાં રમ્યો હતો
2004 ના અંતમાં 2003-2004 Vijay Merchant Trophy માટે તેમની દિલ્હી અંડર -17 ટીમમાં પસંદગી થઈ.
શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યા હતા, ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમનો તે ભાગ હતો.
ESPNની યાદી મુજબ કોહલીને 2016નો 8મો સૌથી લોકપ્રિય ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.
તે ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમે છે અને 2013થી ટીમનો કપ્તાન છે.
કોહલીએ 2006 માં પ્રથમ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો
તેમણે 2011 માં પોતાની ટેસ્ટ કારકીર્દિની શરૂઆત કરી હતી
તેમણે મલેશિયામાં 2008 ના અંડર -19 વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો
2013 માં પ્રથમ વખત વનડે બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યુ
આઇસીસી વર્લ્ડ ટવેન્ટી- ટવેન્ટી (2014 અને 2016) ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેંટની ટ્રોફી જીતી.
2014 માં, તે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે ટી 20 બેટ્સમેન બન્યો હતો અને તે 2017 સુધી સતત ત્રણ વર્ષ સુધી પોઝિશન ધરાવતો હતો
ફેબ્રુઆરી 2018માં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.
ઓક્ટોબર 2017 થી તે વન ડે આઈસીસી રેન્કિંગ માં પણ ટોચનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમાંકનો ટેસ્ટ બેટ્સમેન છે.
કોહલીની વર્ષ 2012 માં વન-ડે ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 2014 માં મહેન્દ્રસિંહ ધોનીની ટેસ્ટ નિવૃત્તિ પછી ટેસ્ટ કપ્તાની આપવામાં આવી હતી
કોહલીએ વન ડે માં સચિન તેંડુલકર બાદ બીજા નંબરે સૌથી વધારે 35 સદીઓ ફટકારેલી છે.
કોહલીએ સૌથી વધુ ઝડપી વન-ડે સદી સહિત અનેક ભારતીય બેટિંગ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે
5000 રન કરનાર સૌથી ઝડપી બેટ્સમેન અને સૌથી ઝડપી 10 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સામેલ છે. તે ચેઝ કરવામાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો વિશ્વરેકોર્ડ ધરાવે છે.
વિશ્વનો તે માત્ર બીજો બેટ્સમેન છે,કે જેણે સતત ચાર કેલેન્ડર વર્ષોમાં 1,000 કે તેથી વધુ વનડે રન કર્યા હોય.
આઇસીસી ના ટી -20 વર્લ્ડ રેકોર્ડ્સમાં તે સૌથી ઝડપી 1000 રન , સૌથી વધુ અર્ધસદી અને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન વગેરે રેકોર્ડસ ધરાવે છે.
કોહલીને 2016 માં વર્લ્ડમાં વિસ્ડન લીડિંગ ક્રિકેટર
આઈસીસી વર્લ્ડ ક્રિકેટર ઓફ ધ યર 2017
આઇસીસી વનડે પ્લેયર ઓફ ધ યર 2012 અને 2017
બીસીસીઆઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર 2011-12, 2014-15 અને 2015-16 વગેરે એવોર્ડસ મળ્યા છે
2013 માં, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સિદ્ધિઓ માટે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
2017 માં સ્પોર્ટ્સ કેટેગરી હેઠળ પદ્મશ્રી એવોર્ડ તેને એનાયત કરવામાં આવ્યો હતો.
ક્રિકેટ કારકિર્દીની સાથે, કોહલી આઇએસએલમાં એફસી ગોવાની માલિકી ધરાવે છે
આઇપીટીએલની ફ્રેન્ચાઇઝી યુએઇ રોયલ્સ અને પીડબલ્યુએલ ટીમ બેંગલુરુ યોધાસની માલિકી પણ તે ધરાવે છે.
તેમની પાસે અન્ય બિઝનેસ સાહસો અને 20 થી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે;
કોહલીને વર્ષ 2017 અને 2018 માં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી (આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર) એવોર્ડ મળેલ છે
2016 માં તેની બ્રાન્ડ વેલ્યુ $ 92 મિલિયન હોવાનો અંદાજ હતો, જે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ્સની યાદીમાં બીજુ સ્થાન છે.
2018 માં ટાઇમ મેગેઝિને કોહલીને વિશ્વના 100 પ્રભાવશાળી લોકો( 100 most influential people in the world)માંના એક તરીકે નામ આપ્યું છે
કોહલીને વર્ષ 2020 માં 26 મિલિયન ડોલરની કમાણી સાથે વિશ્વના ટોચના 100 સૌથી વધુ વેતન મેળવતા રમતવીરોની ફોર્બ્સની યાદીમાં 66 મા ક્રમે આવ્યા હતા.
વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે જેમણે ફોર્બ્સમાં સ્થાન મેળવ્યું છે.
આઇ.પી.એલ.મા તેમના ટી-શર્ટનો નંબર 18 છે.
એવોર્ડ અને પુરસ્કાર
- રાજીવગાંધી ખેલ રત્ન એવોર્ડ- 2018
- પદ્મશ્રી એવોર્ડ - 2017
- આઈસીસી વન-ડે પ્લેયર ઓફ ધ યર : 2012
- આઇસીસી વર્લ્ડ વન-ડે XI: ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬
- બીસીસીઆઇ થી વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર, પોલી ઉમરીગર એવોર્ડ : ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬
- અર્જુન એવોર્ડ: 2013
- સિયેટ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર : ૨૦૧૧-૧૨, ૨૦૧૩-૧
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work