અરદેશર ખબરદાર
જન્મતારીખ: 6 નવેમ્બર 1881
જન્મ સ્થળ: દમણ
અવશાન: 30 જુલાઇ 1930 (ચેન્નઇ)
ઉપનામ:અદલ
અરદેશર ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા.
તેમની ગુજરાતી કવિતા "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" અત્યંત લોકપ્રિય છે.
તેમનો જન્મ ગુજરાતના દમણ ગામમાં 6 નવેમ્બર 1881ના રોજ થયો હતો.
તેમણે પ્રાથમિક શિક્ષણ દમણમાં પૂર્ણ કર્યા પછી માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી લીધું.
તેઓ 1941માં અંધેરી મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
તેમના પહેલા કાવ્યસંગ્રહ કાવ્યરસિકા (1901માં દલપતશૈલીને અનુસરીને કાવ્યો રચ્યા હતા.
વિલાસિકા (1905)માં નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં
ભારતનો ટંકાર (૧૯૦૯)માં રાષ્ટ્રભક્તિનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણાં પહેલા રાષ્ટ્રશાયર બન્યા.
૧૯૨૦ માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ગુજરાતનો તપસ્વી ને બ્રહ્મદીક્ષાનાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે પ્રભાતનો તપસ્વી અને કુકકુટદીક્ષા નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં
ભજનિકા (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો આપ્યાં
રાસચંદ્રિકા ભાગ-1 (૧૯૨૯) તથા ભાગ-૨ (૧૯૪૧)માં એમણે સવાસો જેટલા રાસ ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા
રાષ્ટ્રિકા (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીતો આપ્યાં
ગાંધી બાપુનો પવાડો (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય છે
અવસાન વર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ કીર્તનિકા (૧૯૫૩)માં વંદન, સ્પંદન, ક્રંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભક્તિનાં પંચોતેર કીર્તનકાવ્યો છે.
અંગ્રેજી કાવ્યસંગ્રહ ધ સિલ્કન ટેસલ (૧૯૧૮) માં જુદાં જુદાં વિભાગો થઈ પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી વિષયક ૫૯ તેમ જ જરથ્રુસ્ર-ધ ફર્સ્ટ પ્રોફેટ ઓવ ધ વલર્ડ (૧૯૫૦)માં પયંગબર જરથ્રુસ્ર વિષયક ૧૦૧ સોનેટો મળી ને કુલ ૧૨૦ અંગ્રેજી કાવ્યો એમણે આપ્યાં છે
૧૯૩૬ માં લખવા માંડેલું મનુરાજ અથવા વિશ્વનાટિકા નાટક છેવટ સુધી અપૂર્ણ રહેલું છે, જે ગ્યોથના ફાઉસ્ટ અને ન્હાનાલાલના ભાવનાપ્રધાન નાટકની શૈલીમાં અખંડપદ્ય મહાછંદમાં લખાયું છે અને અદ્યાપિ અપ્રગટ છે.
30 જુલાઇ 1953ના રોજ મદ્રાસ( હાલ ચેન્નાઇ)માં તેમનું અવસાન થયું હતું
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work