મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 November, 2020

અમર્ત્ય સેન જીવન પરિચય

 



જન્મ તારીખ : 3 નવેમ્બર 1933

જન્મ સ્થળ: શાંતિનિકેતન(પશ્ચિમ બંગાળ)

 માતા-પિતા: અમિતા અને આશુતોષ સેન

તેમના વડીલોનું મૂળ વતન હાલના બાંગ્લાદેશના ઢાંકામાં આવેલ છે.

તેમણે ઢાંકા (હવે બાંગ્લાદેશમાં) માં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમના પિતા રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા.


કોલકાતા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે 1959 માં પી.એચડીની ડિગ્રી મેળવી હતી.  તેમણે ભારત,ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી( યુ.કે)માં અને હાર્વર્ડ યુનિવર્સિટી(યુ.એસ)માં પ્રોફેસરશિપ કરી હતી.


અમર્ત્ય સેન ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે , જેમને 1998માં કલ્યાણ અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીના સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેના તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સેન દુકાળના અંગેના તેમણે કરેલા કાર્યો માટે ખાસ્સા વખણાય છે, કારણ કે તેમના આ કાર્યથી ખોરાકની વાસ્તવિક અથવા તો કહેવાતી ઉણપની અસરોને રોકવા અથવા તો મર્યાદિત કરવાના વાસ્તવિક ઉપાયોના વિકાસમાં વેગ મળ્યો છે.

તેઓ વર્તમાનમાં થોમસ ડબલ્યુ લામોન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ હાર્વર્ડ સોસાયટી ઓફ ફેલોસના સિનિયર ફેલો છે, આ સાથે ઓલ સોઉલ્સ કૉલેજ, ઓક્સફોર્ડ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજના પણ ફેલો છે, જ્યા અગાઉ તેઓ 1998 થી 2004 દરમિયાન માસ્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓક્સબ્રિગેડ કૉલેજમાં શૈક્ષણિક વડા તરીકે તેઓ પહેલા એશિયન અને પહેલા ભારતીય છે.

છેલ્લા ચાલીસ વર્ષોમાં અમર્ત્ય સેનના પુસ્તકોનું ત્રીસથી વધુ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. તેઓ શાંતિ અને સલામતી અર્થવ્યવસ્થાના ટ્રસ્ટી છે. 
2006માં ટાઇમ મેગેઝીન દ્વારા તેમને “60 યર્સ ઓફ એશિયન હીરો” તરીકે સૂચિબદ્ધ કરાયા અને 2010માં તેમના ”100 મોસ્ટ ઈન્ફ્લુએન્સલ પર્સન ઓફ ધ યર” યાદીમાં સામેલ કરાયા.
 ન્યુ સ્ટેટસમેને 2010ની યાદીમાં તેમને “ વર્લ્ડસ 50 મોસ્ટ ઈન્ફ્લુએન્સલ પીપલ હુ મેટર” સમાવેશ કર્યો.

રવિન્દ્રનાથ ટાગોરે તેમનું નામ અમર્ત્ય સેન પાડયું હતું
છેલ્લા ચાલીસ વર્ષોમાં અમર્ત્ય સેનના પુસ્તકોનો ત્રીસથી વધુ ભાષાઓમાં અનુવાદ થઇ ચૂક્યો છે
તેઓ શાંતિ અને સલામતી અર્થવ્યવસ્થાના ટ્રસ્ટી છે
2006માં ટાઇમ મેગેઝિન દ્વારા તેમને યર્સ ઓફ એશિયન હીરોની યાદીમાં પણ મૂકવામાં આવ્યા હતા.



વ્યક્તિગત ઉપલબ્ધિઓ:
1998: કલ્યાણ અર્થશાસ્ત્ર માટેના તેમના કાર્ય માટે તેમને આર્થિક વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેમોરિઅલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
1999: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાતા ભારતના સૌથી મોટા નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા.
1999: નોબેલ પુરસ્કાર જીતવાના માનમાં તેમજ તેમનું પિતૃક રાજ્ય આજે આધુનિક બાંગ્લાદેશ તરીકે વિકસીત થતા બાગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના દ્વારા તેમને બાંગ્લાદેશનું નાગરિક્ત્વ આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
2000: તેમને (યુકે) ના કેમ્પેનિયન ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
2000: વૈશ્વિક વિકાસ અને પર્યાવરણ શિક્ષણ સંસ્થાનમાંથી અર્થશાસ્ત્ર સિદ્ધાંતમાં તેમના શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને લેઈન્ટિફ પુરસ્કારથી સન્માનત કરાયા.
2000: યુએસએ (USA)માં નેતાગીરી અને સેવા બદલ તેમને આઈસેનહોવર મેડલથી સન્માનિત કરાયા.
2000: તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના 351માં સત્રારંભ અધ્યક્ષ રહ્યા હતા.
2002: તેમને ઈન્ટરનેશનલ હ્યુમનિસ્ટ એન્ડ એથિકલ યુનિયન દ્વારા ઈન્ટરનેશનલ હ્યુમનિસ્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
2003: ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેઓને લાઇફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા
2012 માં રાષ્ટ્રીય માનવતા એવોર્ડ(National Humanities award) મેળવનાર પ્રથમ નોન-અમેરિકન વ્યક્તિ છે.
2010 માં ટાઇમ મેગેઝિનમાં સેનને  "વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની" સૂચિમાં સમાવવામાં આવેલ છે.
2019 માં, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા અસમાનતા અધ્યયનમાં "અમર્ત્ય સેન ચેર" બનાવવાની ઘોષણા કરી.

Sen has received over 90 honorary degrees from universities around the world.


 In 2019, London School of Economics announced the creation of the Amartya Sen Chair in Inequality Studies.

  • Adam Smith Prize, 1954
  • Foreign Honorary Member of the American Academy of Arts and Sciences, 1981
  • Honorary fellowship by the Institute of Social Studies, 1984
  • Nobel Memorial Prize in Economic Sciences, 1998
  • Bharat Ratna, the highest civilian award in India, 1999
  • Honorary citizenship of Bangladesh, 1999
  • Order of Companion of Honour, UK, 2000
  • Leontief Prize, 2000
  • Eisenhower Medal for Leadership and Service, 2000
  • 351st Commencement Speaker of Harvard University, 2001
  • International Humanist Award from the International Humanist and Ethical Union, 2002
  • Lifetime Achievement Award by the Indian Chamber of Commerce, 2004
  • Life Time Achievement award by Bangkok-based United Nations Economic and Social Commission for Asia and the Pacific (UNESCAP)
  • National Humanities Medal, 2011
  • Order of the Aztec Eagle, 2012
  • Chevalier of the French Legion of Honour, 2013
  • 25 Greatest Global Living Legends in India by NDTV, 2013
  • Top 100 thinkers who have defined our century by The New Republic, 2014
  • Charleston-EFG John Maynard Keynes Prize, 2015
  • Albert O. Hirschman Prize, Social Science Research Council, 2016
  • Johan Skytte Prize in Political Science, 2017
  • Bodley Medal, 2019
  • Friedenspreis des Deutschen Buchhandels, 2020


અમર્ત્ય સેન વિશે અંગ્રેજીમાં વધુ માહિતી મેળવવા માટે અહિ ક્લિક કરો

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work