મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

04 November, 2020

શકુંતલા દેવી જીવન પરિચય

 શકુંતલા દેવી



જન્મતારીખ: 4 નવેમ્બર 1929

જન્મ સ્થળ:  બેંગ્લોર (કર્ણાટક)

અવશાન : 21 એપ્રિલ 2013 ( બેંગ્લોર , કર્ણાટક)

બિરુદ: માનવ કોમ્પ્યુટર ( Human Computer),  માનવ કેલ્ક્યુલેટર

કૅનેડાનો એક ટી.વી. શો, જેમાં એક વિશાળ પેનલ છે અને તેમાં ઘણા નિષ્ણાતો, જે ગણિતના જટિલ અને મુશ્કેલ પ્રશ્નો સાથે તૈયાર હતા. બ્લૅકબોર્ડ પર પ્રશ્ન લખાઈ રહ્યો છે અને જવાબ આપનારાં છે, સાડી પહેરેલાં ભારતીય મહિલા, જેઓ ભારતથી કૅનેડા ગયાં હતાં.

તેમને આઠ અંકની સંખ્યા આપવામાં આવી હતી. 2459593728નો 38722136થી ગુણાકાર કરવાનો હતો.

આ સવાલ લખવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ઓછા સમયમાં મહિલા જવાબ જણાવે છે.

તેમનામાં આત્મવિશ્વાસથી એટલો બધો હતો કે જવાબ આપતી વખતે તેઓ હસીને પેનલને પૂછે છે કે 16-અંકનો જવાબ જમણેથી ડાબે લખું કે ડાબેથી જમણે લખું.

આ કૅનેડિયન શોમાં પ્રશ્નોના જવાબ આપનારાં મહિલાનું નામ છે શકુંતલા દેવી, જેમને 'હ્યુમન કમ્પ્યુટર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.


શકુંતલા દેવીનો જન્મ 4 નવેમ્બર, 1929ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમના પિતા સરકસમાં કામ કરતા હતા. ત્રણ વર્ષની વયે જ શકુંતલા દેવીએ ગણિતના પ્રશ્નો હલ કરવાનું શરૂ કર્યું.

તેમના પિતાએ પોતાની દીકરીની અનન્ય પ્રતિભાને ઓળખી લીધી હતી. મૈસૂર યુનિવર્સિટીમાં સાડા ત્રણ-પોણા ચાર વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કાર્યક્રમ આપ્યો.

આના પછી તો કાર્યક્રમનો સિલસિલો શરૂ થઈ ગયો. ક્યારેક દિલ્હી યુનિવર્સિટી અને ક્યારેક બનારસ યુનિવર્સિટી. તેમણે ઇંદિરા ગાંધી, જાકીર હુસેન, ચંદ્રશેખર વેંકટરમણ જેવા લોકોની સામે પોતાની કલાનું પ્રદર્શન કર્યું. તેઓ 'બેબી શંકુતલા' તરીકે પ્રખ્યાત થઈ ગયાં.

મોટાં થતા સુધીમાં તો શકુંતલા દેવીનું નામ દેશવિદેશમાં ચર્ચાવા લાગ્યું. વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં તેઓ ગયાં ન હોય.

70ના દાયકામાં કમ્પ્યુટરોને પરાજિત કરનારાં શકુંતલા દેવી ગણિતનાં જાદુગર હોવાની સાથેસાથે બહુમુખી પ્રતિભા ધરાવનારી વ્યક્તિ હતી.

શકુંતલા દેવીના ગણિતની વાત કરીએ તો તેમણે 1980માં ઇમ્પિરિયલ કૉલેજ ઑફ સાયન્સ અને ટેક્નોલૉજીમાં કમ્પ્યુટરને પરાજિત કર્યું હતું.

લંડનમાં એક હજારથી વધુ લોકોની સામે તેમણે તરત જ 7, 686, 369, 774, 870 અને 2, 465, 099, 745, 779નું ગુણનફળ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા

 ગણિતના આંકડા, ગમે તેટલા લાંબા કે મોટા કેમ ના હોય, તેના ગુણાકાર, ભાગાકાર, પાઈ તે તેમના રૂટ શોધવા વગેરે અંગેના જવાબો તેઓ સેકન્ડમાં આપી દેતાં

૧૩ આંકડાવાળી બે રકમોનો ગુણાકાર તેમણે ૨૮ સેકન્ડમાં ગણી કાઢેલો. તેમનો જવાબ અમેરિકન કોમ્પ્યૂટરની સરખામણીમાં વહેલો મળેલો. એટલી તેજ ગતિથી ગણિતના પ્રશ્નોના જવાબ મળતા કે લોકો મોંમાં આંગળા નાખી દેતા.

 ૧૯૪૪ માં પિતા સાથે લંડન સ્થળાંતરિત થઈ ગઈ ત્યાંથી ૧૯૫૦ માં યુરોપ ટૂર  ૧૯૭૬માં ન્યુયોર્ક ટૂર અને ૧૯૮૮ માં કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલીમાં તેની આ કરામતને સમજવા આર્થર જેન્સન નામના પ્રોફેસરે તેને બોલાવી. ૧૯૯૦ માં છપાયેલી પોતાની  જર્નલમાં નોંધ્યું કે  ૬૧૬૨૯૮૭૫  ઘનમૂળ અને ૧૭૦૮૫૯૩૭૫ નું સપ્તમૂળ  (૧૫)  શકુંતલાએ જેટલી વારમાં ગણી આપ્યું તેટલી વારમાં તે આ બે સંખ્યાઓ પોતાની નોટબુકમાં નહોતો લખી શક્યો.૧૯૭૭માં સધર્ન મેથોડીસ્ટ યુનિવર્સિટીમાં એક ૨૦૧ અંકીય સંખ્યાનું ૨૩ મું મૂળ શકુંતલા દેવીએ ફક્ત ૫૦  સેકંડમાં કહી દીધેલું. તેમણે આપેલા જવાબનો તાળો મેળવવા તે વખતેના કોમ્પ્યુટરમાં એક વિશેષ પ્રોગ્રામ લખવો પડેલો.એક ઈન્ટરવ્યુમાં શકુંતલા દેવીને એક પ્રશ્ન પૂછાયેલો જેનો જવાબ પૂછનારના જવાબ કરતા અલગ હતો.પછી ખબર પડી કે પૂછનારની ગણતરી ખોટી હતી અને શકુંતલા દેવીનો જવાબ સાચો હતો.


આ પહેલાં 1977માં તેમણે અમેરિકામાં કમ્પ્યુટરો સાથે સ્પર્ધા કરી હતી, તેમાં શકુંતલા દેવીએ 188132517નું ઘનમૂળને બતાવીને જીત હાંસલ કરી હતી.

ઘણી વાર પોતાના ઇન્ટરવ્યૂમાં શંકુતલા દેવી કહેતાં, "ગણિત માત્ર ગુણનો ભાગ નથી. ઇટ્સ ધ ઑન્લી ટ્રૂથ ઇન ધ વર્લ્ડ. ખરેખર તો ગણિત એ વિશ્વનું એકમાત્ર સત્ય છે. નંબર ક્યારેય જૂઠું બોલતા નથી. તમે ક્યાંય પણ જાઓ, બે વત્તા બે ચાર જ રહેશે."

કોઈ પણ તારીખ અને વર્ષને જોઈને તેઓ કહી શકતાં કે એ તારીખ અને વર્ષે કયો દિવસ હશે.

તેઓ એક જાણીતાં જ્યોતિષી પણ હતાં. તેઓ કહેતા કે જ્યોતિષ બનવા માટે તમારું ગણિત ઘણું સારું હોવું જોઈએ અને તમારી ઇન્ટયુશન ખૂબ જ ઝડપી હોવી જોઈએ, નહીંતર કુંડળી કમ્પ્યુટર પણ બનાવે છે

 તેઓ બાંસુરીવાદનમાં પણ પારંગત હતા. તે વિદ્યા કોઈ ગુરુ પાસે જઈ શીખ્યા નહોતાં પણ તેમના ભાઈ શ્રીનિવાસ રાવ જે પ્રખ્યાત બાંસુરીવાદક છે તેમનું સાંભળીને જાતે જ શીખ્યાં હતાં.

૧૮  જૂન ૧૯૮૦ના રોજ ઈમ્પિરિયલ  કોલેજ લંડનના કોમ્પ્યુટર વિભાગે બે ૧૩- અંકી રકમનો ગુણાકાર કરવા એક ભારતીય નારીને પડકાર આપ્યો.બંને રકમ  ૭,૬૮૬,૩૬૯,૭૭૪,૮૭૦  અને ૨,૪૬૫,૦૯૯,૭૪૫,૭૭૯ નો ગુણાકાર જવાબ ૧૮,૯૪૭,૬૬૮,૧૭૭,૯૯૫,૪૨૬,૪૬૨,૭૭૩,૭૩૦ પેપર પેન કે કેલ્ક્યુલેટર વાપર્યા વગર ફક્ત  ૨૮  સેકંડમાં કરીને તે ભારતીય મહિલાએ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોડ્‌ર્સ માં પોતાનું નામ નોંધાવ્યું.

 ૨૩ એપ્રિલ  ૨૦૧૩ ના રોજ ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.તેમના અવસાન પછી શકુંતલા દેવી એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવું વિધાન આવેલું કે શકુંતલાની ગણતરીની રીતો અને ગણિતને સરળ બનાવવાની યુક્તિઓ આજે મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો વાપરતી નથી

રોચક માહિતી

(1) જ્યારે તેણીના પિતા  શકુંતલા દેવીની માનસિક પ્રતિભા જોતા ત્યારે તે માત્ર 3 વર્ષની હતી. તે દર વખતે પત્તાની રમતમાં તેના પિતાને મારતો હતો. તેના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી નાની ઉંમરે, કાર્ડ્સનો ક્રમ યાદ કરીને, તે આગળનો રસ્તો સમજી શકે છે.

2) 6 વર્ષની ઉંમરે, તેમણે મૈસુર યુનિવર્સિટીમાં તેમની પ્રતિભા દર્શાવી. અને પછીથી 2 વર્ષ પછી તે અન્નમાલાઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું. બાદમાં તે ઉસ્માનિયા યુનિવર્સિટી અને હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ પરફોર્મ કરવા ગઈ હતી. તે બાળપણમાં જ વિશ્વવિખ્યાત થઈ ગઈ હતી.

3) 1944 માં, શકુંતલા તેના પિતા સાથે લંડન ગયા. દેવીએ ઘણા સંગઠનોમાં તેમની કળા રજૂ કરી, અંગ્રેજી મીડિયા તેને માન્યતા ન આપે ત્યાં સુધી તે આ બધું કરતી રહી.

4) 1977 માં, યુએસએના સધર્ન યુનિવર્સિટી, ડલ્લાસ, શકુંતલાને આમંત્રણ આપ્યું. જ્યાં તેને 201 ની 23 મી રુટ (અંક નંબર) કહેવાનું કહેવામાં આવ્યું હતું. જે તેણે ફક્ત 50 સેકન્ડમાં જ કહ્યું હતું. યુ.આઇ.આઇ.વી.એ.સી.સી. 1101 કમ્પ્યુટર્સમાં યુ.એસ. બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સે તેમના જવાબો જોવા માટે વિશેષ કાર્યક્રમ તૈયાર કરવો પડ્યો.

(5) પુસ્તકોની સાથે તેમણે જ્યોતિષવિદ્યા વિશે પણ લખ્યું, વૈજ્ઞાનિક મુદ્દાઓ, કોયડાઓ વિશે પણ લખ્યું. આ ક્ષેત્રમાં તેમની મહાન કૃતિઓમાં તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર (2005) વગેરે શામેલ છે.

(6) શકુન્તલા દેવી બૌદ્ધિક હોશિયાર હોવા ઉપરાંત એક લેખક પણ હતી. તેમનું પુસ્તક, ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ્સ (1977) એ સમલૈંગિકતા પર લખાયેલું પ્રથમ પુસ્તક હતું.

7) 1969 માં, ફિલિપાઇન્સ યુનિવર્સિટીએ તેને વુમન ઓફ ધ યર નો દરજ્જો આપી સન્માનિત કર્યા. તેમને રામાનુજન ગણિતશાસ્ત્રી એવોર્ડ પણ એનાયત થયો.

(8) BBC ના એક કાર્યક્રમમાં તમણે કોમ્પ્યુટર કરતા પણા ઝડપી જવાબો આપ્યા ત્યારથી તેમણે "હ્યુમન કોમ્પ્યુટર" તરીકે ઓળખવામાં આવે છે.

શકુંતલા દેવીએ લખેલ પુસ્તકો

The books

Fun with numbers

Astrology for you

Puzzles to puzzles you

Mathblit

The World of Homosexuals (1977)

 ૧૯૮૨નો ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયેલો છે.



‘માઈન્ડ ડાઈનેમિક્સ’માં તેઓ પ્રવીણ હતાં.

૧૯૮૦ માં શકુંતલા દેવીએ ભારતીય રાજકારણમાં જંપલાવ્યું

 4 નવેમ્બર 2013ના રોજ 84માં જન્મ દિવસે ગૂગલે ડૂડલથી શકુંતલા દેવીને શ્રધ્ધાંજલી આપી હતી.



શકુંતલા દેવીના જીવન પર આધારિત હિન્દીફિલ્મ " શકુંતલા દેવી" બની છે, જેમાં વિદ્યા બાલને શકુંતલા દેવીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ એમેઝોન પ્લેટ્ફોર્મ પર 31 જુલાઇ એ રીલીઝ થઇ હતી.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work