ગુરુ પૂર્ણીમા
(અષાઢ સુદ પૂનમ)
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
ગુરુ પૂર્ણિમા એ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે.
આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે.
આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વેદ વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) અથવા વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. તરીકે ઉજવે છે.
સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે.
ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે.
- ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે.
- ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર.
ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે.
- કહેવાય છે કે "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે.
- નેપાળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી- નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહાપૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચુકવે છે.
જૈન અનુસાર આ દિવસથી ચાતૂરમાસ પ્રારંભ થાય છે. 24માં તિર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે.
- બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે.
કૃષ્ણં વંદે જગદગુરુમ... જગતના ગુરુ અને ગુરુઓના ગુરુ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણએ આ પૃથ્વીને ગીતાનું અદભૂત જ્ઞાન આપ્યું છે. 18 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને માનવીને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું જ્ઞાન પીરસ્યું છે. અને જીવનો સત્ય રાહ બતાવ્યો છે. કોઈપણ મુંઝવણ હોય તેનો ઉકેલ દર્શાવ્યો છે અને કૃષ્ણએ રજૂ કરેલી ગીતાએ તમામ ધર્મો માટે રાહ સુચક રહી છે. શ્રી કૃષ્ણ જેમના પક્ષમાં રહ્યા તેમની જીત થઈ છે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવત ગીતાના પઠનથી જીવતે જીવ સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી અનુભુતિ થાય છે. શ્રી કૃષ્ણને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે કોટી કોટી વંદન.
માતા પિતા પછીનું સ્થાન એટલે ગુરુ - હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે.
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા.તેમની મૂર્તિ સામે મૂકીને ધનુવિદ્યાના પાઠ શીખ્યો હતો. જ્યારે ગુરુએ દક્ષિણામાં એકલવ્યનો અંગુઠો માંગ્યો હતો. તો એકલવ્ય કોઈપણ સંકોચ વિના પોતાનો અંગુઠો કાપીને ગુરુને ગુરુદક્ષિણા આપ્યો હતો. જેથી એકલવ્યને ઇતિહાસનો સાચો શિષ્ય(True Disciple of History) તરીકે ઓળખવામાં આવે છે.
કેટલા મહાન ગુરુ અને તેમના શિષ્યો
અર્જુનના ગુરુ- દ્રોણાચાર્ય
કર્ણના ગુરુ - પરશુરામ
રામના ગુરુ - વશિષ્ઠ અને વિશ્વામિત્ર
શ્રીકૃષ્ણના ગુરુ - સાંદિપની
સ્વામી વિવેકાનંદના ગુરુ- રામકૃષ્ણ પરમહંસ
આવો આજના પવિત્ર દિવસે આપણે પણ આપણા જીવનમા પ્રકાશ પાથરનાર ગુરુનું સ્મરણ કરી તેમને કોટિ કોટિ વંદન કરીએ.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work