મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

07 March, 2021

આંતરરાષ્ટ્રીય મહિલા દિન (International Women's Day)

 8 માર્ચ

"યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા"



દર વર્ષે 8 માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે  મનાવવામાં આવે છે

આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે

 સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે

આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.

 ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે

 વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે.

આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. 

સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. 

સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.

મહિલા દિવસ ઉજવવની શરૂઆત ક્યારથી થઈ?

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. 
28 ફેબ્રુઆરી સન 1909ના રોજ પહેલીવાર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. તેમા સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડા મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી. છેલ્લા એક વર્ષથી તેમની હડતાલ ચાલી રહી હતી અને તેમનુ સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિલિસ્ટ પાર્ટીએ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.

બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ફેબ્રુઆરી મહિનના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નખાયો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ત્યારે વૈશ્વિક સ્તર પર માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો.

 આ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો. 1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો. એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો.

ક્લેરો ઝેટકીન



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. 

શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે.

તેમા એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માર્ચ મહિનાને મહિલાઓના મહિના ના રૂપમાં માન્યતા આપી. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ.

સંયુક્ત રાષ્ટ્રસંઘે 1996માં અપનાવેલી આ દિવસની સૌપ્રથમ થીમ હતીઃ Celebrating the Past, Planning for the Future ('અતીતનો ઉત્સવ, ભાવિનું આયોજન.')

International Women's Day theme

2024: Invest in Women: Accelerate Progress

2023: DigitALL: Innovation and technology for gender equality

2022: Gender Equality Today for a Sustainable Tomorrow

2021: choose to challenge.

2020: An equal world is an enabled world

2019: Think equal, build smart, innovate for change

2018: Time is Now: Rural and urban activists transforming women's lives

સંયુક્ત રાષ્ટ્રનું 2020 વર્ષનું સૂત્ર છેઃ ' હું સમાનતાની પેઢી છું : મહિલા અધિકારોને અનુભવું છું.' (Generation Equality)  આમાં સમાનતાની વાત સાથે મહિલા અધિકારો પ્રત્યે સભાનતાની હાકલ લોકોને કરવામાં આવી છે.

રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. એ દેશોમાં 8 માર્ચની આજુબાજુના ત્રણથી ચાર દિવસોમાં ફૂલોનું વેચાણ બમણું થઈ જાય છે.

અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે.

ઑક્ટોબર-2017માં લાખો મહિલાઓએ હૅશટૅગ #MeTooનો ઉપયોગ કરીને જાતીય સતામણી તથા બળજબરીના અનુભવો સામે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો અને એ દૂષણના વ્યાપક પ્રસારની નિંદા કરી હતી.

 નોર્ધન આયર્લૅન્ડમાં ગર્ભપાતને કાયદેસર બનાવવામાં આવ્યો હતો અને સુદાનમાં મહિલાઓએ જાહેરમાં કેવું વર્તન કરવું તથા કેવાં વસ્ત્રો પહેરવાં તેનું નિયમન કરતા કાયદાને રદ્દ કરવામાં આવ્યો હતો.


ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અભયમ નામની સેવા શરુ કરવામાં આવી છે જેનો ટોલ ફ્રી નંબર 181 છે

ભારત સરકાર દ્વારા વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ (સ્વશક્તિ ) વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, વર્ષ 2001માં મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પસાર કરવામાં આવી હતી

 સેલ્ફ એમ્પલોઈડ વિમેન્સ એસોસિએશન (સેવા)એ ભારતમાં મહિલાઓના અધિકાર માટે મોટી ભૂમિકા ભજવી છે

9 માર્ચ 2010ના દિવસે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પછી. રાજ્ય સભા દ્વારા મહિલા અનામત ધારો, પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની ખાતરી આપવામાં આવી છે

ભારતના બંધારણ દ્વારા, તમામ ભારતીય મહિલાઓને સમાનતાનો હક્ક આપવામાં આવ્યો છે (કલમ-14), રાજ્ય દ્વારા ભેદભાવ નહીં (કલમ 15(1)), સમાનતાનો હક્ક (કલમ 16), સમાન કામ માટે સમાન ચૂકવણું (કલમ 39 (ડી)). વધુમાં, તે રાજ્ય દ્વારા મહિલાઓ અને બાળકોની તરફેણમાં વિશેષ જોગવાઈઓ કરવાની મંજૂરી આપે છે (કલમ 15(3)), મહિલાઓના સ્વમાનનું અપમાન કરનારી તમામ રીતિઓને ત્યાગવા કહે છે (કલમ 51 (એ) (અ) (ઈ) (ઈ)), તે રાજ્યને મહિલાઓ માટે કાર્યસ્થળે ન્યાયી અને માનવીય સંજોગો અને પ્રસૂતિ રાહત માટે યોગ્ય જોગવાઈઓ કરવા માટે મંજૂરી આપે છે. (કલમ 42)

નારી શક્તિ પુરસ્કાર ("Woman Power Award")

નારી શક્તિ પુરસ્કાર ( "વુમન પાવર એવોર્ડ") એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વ્યક્તિગત મહિલાઓને અથવા મહિલા સશક્તિકરણના હેતુસર કામ કરતી સંસ્થાઓને આપવામાં આવેલો વાર્ષિક એવોર્ડ છે.

 નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (March માર્ચ) ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ્સ રજૂ કરવામાં આવે છે. આ પુરસ્કારોની સ્થાપના 1999 માં સ્ત્રી શક્તિ પુરસ્કારના શીર્ષક હેઠળ કરવામાં આવી હતી અને તેનું નામ બદલીને 2015 માં કરવામાં આવ્યું હતું. 

છ સંસ્થાકીય અને બે વ્યક્તિગત કેટેગરીમાં અનુક્રમે બે-લાખ અને એક-લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.

સંસ્થાકીય કેટેગરીમાં દેવી અહલ્યાબાઇ હોલકર એવોર્ડ, કન્નાગી એવોર્ડ, માતા જીજાબાઇ એવોર્ડ, રાણી ગેડિનલિયુ ઝેલિયાંગ એવોર્ડ, રાણી લક્ષ્મીબાઇ એવોર્ડ, રાણી રુદ્રમાદેવી એવોર્ડ આપવામા આવે છે જ્યારે વ્યક્તિગત કેટેગરીમા Award for courage and braver અને  Awards for making outstanding contributions to women’s endeavour, community work, or making a difference, or women's empowerment આપવામાં આવે છે.





સંઘર્ષમાંથી ચાતર્યો સફળતાનો ચીલો અને પોતાનું જીવન માત્ર પોતાના માટે સીમિત ના રાખતાં, સમાજને પણ કર્યું ઉત્તમ પ્રદાન. આવી અનેક સ્ત્રીઓ સમાજમાં નિષ્ઠાથી કામ કરી રહી છે, અહીં પ્રસ્તુત છે તેમાંથી પ્રતિનિધિરૂપ કેટલીક મહિલાઓ

પ્રથમ ભારતીય મહિલાઓ


મધર ટેરેસા



મધર ટેરેસા એ ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલબેલિયન રોમન કેથેલિક નન હતાં. તે 1979 માં નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી, મધર ટેરેસાએ the Missionaries of Charity ની સ્થાપના કરી હતી

ઈન્દિરા નહેરુ ગાંધી


ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા હતા. 1971 માં, તે ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા બની હતી.  બીબીસી દ્વારા 1999 માં યોજાયેલા એક મતદાનમાં ઈંદિરા ગાંધીને 'મિલેનિયમ' વુમન તરીકે નામ અપાયું હતું. તેઓ વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપનારા મહિલા છે

વધુ મહિતી માટે અહી ક્લિક કરો


પ્રતિભા પાટિલ
તેમને 2007ના રોજ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું.


સરોજીની નાયડુ
સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ
ભારતની બુલબુલ તરીકે જાણીતા કવિયિત્રી
વધુ મહિતી માટે અહી ક્લિક કરો.




કલ્પના ચાવલા:


કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષયાત્રી અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી  હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા.

કિરણ બેદી
પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી 



સાનિયા મિર્ઝા


તે ભારતની એક ટેનીસ ખેલાડી છે
તેણી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનારી સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી બનવાની સિદ્ધી ધરાવે છે.

મેરી કોમ


જાણીતી એકમાત્ર મહિલા બોક્સર છે જેણે છ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં દરેકમાં મેડલ જીત્યો છે . તે એકમાત્ર ભારતીય મહિલા બોક્સર હતી જેણે 2012 ની ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી હતી અને 2014 માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની હતી, 
વધુ મહિતી માટે અહી ક્લિક કરો.

પી. ટી. ઊષા

ભારતની દોડવીર એથ્લેટિક
 ક્વીન ઓફ ઇન્ડિયન ટ્રેક તરીકે જાણીતા
ગોલ્ડન ગર્લ, પાયોની એક્સપ્રેસ અને રનીંગ મશીન તરીકે પ્રખ્યાત


આનંદીબેન પટેલ

ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી: 



આનંદીબેને આ અડધી આલમ શબ્દપ્રયોગ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરીને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. પોલીસ દળમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની નીતિ જાહેર કરીને આનંદીબેને વધુને વધુ મહિલાઓને આ વ્યવહારુ અર્થમાં સશક્તિકરણ માટે પ્રેરી છે. મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન, તથા કિશોરીઓ માટે સુરક્ષા સેતુની તાલીમ જેવા પ્રયોગો ગુજરાતની મહિલાઓને નિડર બનાવી રહ્યા છે.


નિર્મલા સીતારામન:  ભારતના પહેલા મહિલા વિત્ત મંત્રી



કર્ણમ મલ્લેશ્વરી: ઓલમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ મહિલા



અત્યાર સુધીમા ભારત રત્ન એવોર્ડ મેળવનાર 5 મહિલાઓ

ઇન્દિરા ગાંધી; 1972પ્રથમ મહિલા ભારત રત્ન એવોર્ડ મેળવનાર
મધર ટેરેસા 1980
અરુણા અશરફ અલી 1997
એમ.એસ.સુબ્બુલક્ષ્મી: 1998
લતા મંગેશકર: 2001


ભારતીય વાયુસેનામાં  13.09%  મહિલાઓ, ભારતીય નૌકાદળ 6% મહિલાઓ, અને ભારતીય થલ સેનામાં 3.80% ફરજ બજાવે છે.



મીતાલી રાજ 
 ભારતીય ક્રીકેટ ટીમની કેપ્ટન
મિતાલી મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી અને વન ડેમાં 6000 રનના આંકને પાર કરનારી એકમાત્ર મહિલા ક્રિકેટર છે. મિતાલી એક માત્ર ભારતીય ક્રિકેટ કેપ્ટન છે - પુરુષ કે સ્ત્રી - જેણે ભારતને બે વાર વર્લ્ડ કપ ફાઇનલમાં જીત્યું હતું.


સાઇના નેહવાલ:
ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી, સાઈના નેહવાલને દેશમાં રમતને એટલી લોકપ્રિય બનાવવા માટે સંપૂર્ણ શ્રેય આપવામાં આવી શકે છે. તે વિશ્વની પ્રથમ ક્રમાંકિત પ્રથમ મહિલા અને બીજી ભારતીય શટલર છે અને તેની સિધ્ધિઓ બદલ અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યો છે.

ગીતા ફોગાટ (કુસ્તી)
કોમનવેલ્થ ગેમ્સ (2010) માં કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ ગીતા ફોગાટ  નામ બની ગઈ, જે કંઇક કુસ્તીબાજ, પુરુષ કે સ્ત્રી દ્વારા અગાઉ ન કરવામાં આવી હોય. તે સમર ઓલિમ્પિક્સ (૨૦૧૨) માટે ક્વોલિફાય મેળવનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર પણ છે, જ્યાં તે કાંસ્યથી હારી ગઈ હતી. ગીતા ફોગાટના જીવન આધારિત એક હિંદી ફિલ્મ બની છે જેનુ નામ છે "દંગલ" 


સાક્ષી મલિક (કુસ્તી)
કુસ્તીમાં સાક્ષીના બ્રોન્ઝને રિયો ઓલિમ્પિક્સ, 2016 માં ભારતના ચંદ્રક દુકાળને સમાપ્ત કર્યો હતો અને તેણે તેને તરત જ અબજો ભારતીયો માટે પ્રેરણારૂપ બનાવ્યો હતો.
રિયો ડી જાનેરોમાં 2016 નું સમર ઓલિમ્પિક્સ ભારતીય ટુકડી માટે એકદમ નાઇટમેરિશ હતું, જેમાં ફક્ત બે મેડલ જ જીત્યા હતા. ચાંદીનો અસ્તર? બંને મહિલાઓ દ્વારા જીત્યા હતા અને સાક્ષી તેમાંથી એક હતી. આ સિદ્ધિથી તે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની. કુસ્તીબાજોના કુટુંબ સાથે જોડાયેલા, સાક્ષીએ 12 વર્ષની નાની ઉંમરે રમત પસંદ કરી.


પીવી સિંધુ (બેડમિંટન)
પી.વી.સિંધુ 21 વર્ષની હતી જ્યારે તે ઓલિમ્પિક્સમાં બેડમિંટનમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય બની હતી.
વર્તમાન વિશ્વની ત્રીજી ક્રમાંકિત પીવી સિંધુ સમર ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા છે. તે હકીકત એ છે કે તેણે 21 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી છે, તે વધુ નોંધપાત્ર બનાવે છે કારણ કે તે હવે કોઈ વ્યક્તિગત કાર્યક્રમમાં પોડિયમ પૂર્ણાહુતિ કરનારી દેશની સૌથી યુવા ખેલાડી છે.


દિપિકા કુમારી
દીપિકા હાલમાં વિશ્વમાં પાંચમા ક્રમે છે અને ભૂતપૂર્વ વિશ્વની પ્રથમ ક્રમાંકિત છે. તેણીનું નામ એ નથી કે આપણે તીરંદાજી આપણા દેશની શક્તિમાં એક હોવા છતાં આપણે ખૂબ વારંવાર સાંભળીએ છીએ.


હિમા દાસ
ધી એક્સપ્રેસના નામથી જાણીતી દોડવીર 21 વર્ષીય હિમા દાસ.,  હિમા દાસને આસામ સરકારે પોલીસ ઉપ અધિક્ષક એટલે કે ડીએસપી નિયુક્ત કરી છે
5 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી.



શકુંતલા દેવી
હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે જાણીતા મહિલા
તેમના જીવન આધારિક બાયોપિક ફિલ્મ બની છે જેમા વિદ્યા બાલને શકુંતલા દેવીનો અભિનય કર્યો છે.
વધુ મહિતી માટે અહી ક્લિક કરો

ડૉ. લલિથાબિંકા

રોકેટ એન્જીનિયર તરીકે 30 વર્ષથી ઈસરોમાં કાર્યરત છે

ઇસરો દ્વારા અગામી સમયમા છોડવામા આવનાર મિશન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડૉ. લલિથાબિંકા સંભાળશે



આ ISROની રોકેટ વુમન છે, જેમણે ચંદ્ર પર ભારતની કામયાબીના સપનાને સાચુ કર્યું છે. ભારતના આ સપના માટે બંને મહિલાઓએ રાત-દિવસ એક કરી દીધા છે. જેમાં પહેલી મહિલાનું નામ છે મુથય્યા વનીથા જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજી મહિલા રિતુ કરિધલ છે, જે ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર છે.

સાવિત્રીબાઇ ફુલે 

(ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા)

વધુ મહિતી માટે અહી ક્લિક કરો


રાણી લક્ષ્મીબાઇ
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર

વધુ મહિતી માટે અહી ક્લિક કરો



સાવિત્રીબાઈ ફુલે: (પ્રથમ મહિલા શિક્ષિકા)



સાવિત્રીબાઈને બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મહિલાઓની શિક્ષાના પાયોનિયરમાંથી એક માનવામા આવે છે. 19મી સદીમાં ઘોર અપમાન બાદ પણ તેમણે યુવતીઓ અને મહિલાઓની શિક્ષા પ્રત્યે પોતાના પ્રયાસ ચાલુ રાખ્યા. સાવિત્રીબાઈએ પોતાના પતિ સાથે ભારતની પ્રથમ મહિલા સ્કૂલ પૂણેમાં 1848મા સ્થાપિત કરી. તે અંત સુધી મહિલાઓના અધિકાર માટે લડ્યા. તેમણે 'સિક્રેટ કોંગ્રેસ રેડિયો' નામથી પણ ઓળખાતા હતા. ભારત છોડો આંદોલન દરમિયાન કેટલાક મહિનાઓ સુધી કોંગ્રેસ રેડિયો ખૂબ સક્રિય રહ્યો અને તેને કારણે જ સાવિત્રીબાઈએ પૂણેની યેરવડા જેલમાં રહેવું પડ્યું હતું. તે મહાત્મા ગાંધીના અનુયાયી હતા.


વિજયા લક્ષ્‍મી પંડિત:



પોતાના ભાઈ જવાહરલાલ નેહરુની જેમ જ વિજયા લક્ષ્‍મી પંડિત પણ આઝાદીની લડાઈમાં શામેલ હતા. સવિનય અવજ્ઞા આંદોલનમાં ભાગ લેવાના કારણે તેમને જેલમાં બંધ કરાયા હતા. ભારતના રાજકીય ઇતિહાસમાં તે પહેલા મહિલા મંત્રી હતા. તે સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજદૂત હતા. તેમણે મૉસ્કો, લંડન અને વૉશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લેખક, ડિપ્લોમેટ, રાજનેતાના રૂપમાં તેમનું દરેક કામ યુવા મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

 બેગમ હજરમ મહલ:



1857ના વિદ્રોહમાં સૌથી પ્રતિષ્ઠિત ચેહરામાંથી એક એટલે બેગમ હજરત મહલ. તે પ્રથમ મહિલા સ્વંત્રતા સેનાની હતા જેણે અંગ્રેજોના શોષણ વિરુદ્ધ ગ્રામીણોને એક કરીને અવાજ ઉઠાવ્યો. તેમણે લખનઉ પર કબજો કર્યો અને પોતાના પુત્રને અવધનો રાજા ઘોષિત કર્યો. જો કે જ્યારે લખનઉ પર ફરી અંગ્રેજોએ કબજો કરતા તેમને જબરદસ્તી નેપાળ મોકલી દેવાયા. ભારત સરકારે બેગમ હજરત મહલના સમ્માનમાં 1984મા સ્ટેમ્પ પણ જાહેર કર્યો હતો

મેડમ ભીકાજી કામા:



તેમાં કોઈ શંકા નથી કે ભીકાજી કામા ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં સૌથી બહાદુર મહિલા હતા. તે ભારતીય હોમ રુલ સોસાયટી સ્થાપિત કરનારા પ્રવર્તકોમાંથી એક હતા. તેમણે કેટલાય ક્રાંતિકારી સાહિત્ય લખ્યા. ત્યાં સુધી કે ઈજિપ્તમાં લિંગ સમાનતા પર તેમણે કેટલાય ભાષણ પણ આપ્યા.

કસ્તુરબા ગાંધી:



મોહનદાસ કરમચંદ ગાંધીએ 'બા' માટે ખુદ સ્વીકાર્યું હતું કે તેમની દ્રઢતા અને સાહસ ખુદ ગાંધીજીથી પણ ઊંચા હતા. મહાત્મા ગાંધીના આજીવન સંગિની એ માત્ર કસ્તુરબાની ઓળખ નહોતી, આઝાદીની લડાઈમાં તેણે દરેક પગલે ગાંધીજીનો સાથ આપ્યો હતો, એટલું જ નહીં કેટલીક વાર સ્વતંત્ર રૂપથી ગાંધીજીના મનાઈ કરવા છતા તેમણે જેલ જવા અને સંઘર્ષમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. તે એક દ્રઢ આત્મશક્તિ ધરાવતા મહિલા હતા અને ગાંધીજીના પ્રેરણાસ્ત્રોત પણ


લક્ષ્મી સહગલ





સુભાષચંદ્ર બોઝ દ્વારા બનાવવમા આવેલ મહિલા રેજિમેન્ટ " ઝાંસી રાણી લક્ષ્મીબાઇ રેજિમેન્ટ" કેપ્ટન લક્ષ્મી સહગલ હતા.




  • પ્રથમ મહિલા શાસક  –  રઝીયા સુલતાના (૧૨૩૬)
  • પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  –  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
  • પ્રથમ મહિલા સ્નાતક   –  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
  • પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  –  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭)
  • પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  –  નીલા કૌશિક પંડિત
  • પ્રથમ મહિલા સ્ટંટક્વીન  – નાદિયા  (૧૯૪૫)
  • પ્રથમ મહિલા રાજ્યપાલ    –   સરોજીની નાયડુ (૧૯૪૭)
  • પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   –  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
  • પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  –  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
  • પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  –  આરતી સહા (૧૯૫૯)
  • પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   –  રીતા ફરીયા (૧૯૬૨)
  • પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  –  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
  • પ્રથમ મહિલાવડાપ્રધાન   –  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
  • પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   –  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
  • પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  –  મધર ટેરેસા  (૧૯૭૯)
  • પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  –  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
  • પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  –  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
  • પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  –  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
  • પ્રથમ મહિલા આઈ.પી.એસ.   –  કિરણ બેદી  (૧૯૭૨)
  • પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  –  આશા પારેખ (૧૯૯૦)
  • પ્રથમ મહિલા બેરિસ્ટર  – કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
  • પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  – હોમાઈ વ્યારાવાલા
  • પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  – લીલા શેઠ  (૧૯૯૧)
  • પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  – સુરેખા યાદવ  (૧૯૯૨)
  • પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   – વસંથકુમારી (૧૯૯૨)
  • પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  – ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
  • પ્રથમ મહિલા પાયલટ  – દુર્બા બેનરજી (૧૯૯૩)
  • પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  – રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
  • પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  – અપર્ણા પોપટ (૧૯૯૪)
  • પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   –  સુસ્મિતા સેન (૧૯૯૪)
  • પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  – મેનકા ગાંધી (૧૯૯૬)
  • પ્રથમ મહિલા અવકાશ યાત્રી   –   કલ્પના ચાવલા (૧૯૯૭)
  • પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  – મલ્લેશ્વરી (૨૦૦૦)
  • પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  – કમલેશ કુમારી (૨૦૦૧)
  • પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  – વિજય લક્ષ્મી
  • પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  – હરિતા કૌર દેઓલ
  • પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  – સુલોચના મોદી
  • પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  – જ્યોર્જ
  • પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  – સુબ્રમણ્યમ
  • પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત
  • પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  – પંડિત
  • પ્રથમ મહિલા ઈજનેર  – લલિતા સુબ્બારાવ
  • પ્રથમ મહિલા ડોક્ટર  – આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય, એસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.

1917માં એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં
  • 1919મા અજોડ સમાજ સેવા માટે, પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.
  • 1925મા સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.
  • 1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.
  • 1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછી, સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.
  • 1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.
  • 1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.
  • 1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.
  • 1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં, ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.
  • 1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.
  • 1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.
  • 1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.
  • 1984: 23 મે ના દિવસે, બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.
  • 1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.
  • 1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા 
  • 1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા, જેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.
  • 2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)
  • 2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.
  • 2004 : પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યા, જે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.
  • 2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
  • 2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.

પંચાયત રાજની સંસ્થામાંથી, ભારતમાં લાખો મહિલાઓ હવે તેની રાજકારણમાં પ્રવેશી રહી છે.

73 અને 74માં બંધારણીય સુધારાલક્ષી કાયદા અનુસાર, દરેક ચૂંટાયેલી પ્રાદેશિક સંસ્થાઓમાં એક તૃતિયાંશ ભાગની બેઠક મહિલાઓ માટે રાખવી ફરજિયાત બની છે. રાજકીય પ્રવૃતિઓમાં વિવધ સ્તરે મહિલાઓની સંખ્યામાં સરેરાશ નોંધપાત્ર વધારો થયો છે, 

અરુન્ધતિ રોયને તેની નવલકથા “ધી ગોડ ઓફ સ્મોલ થીંગ્સ” માટે બુકર પ્રાઇઝ (પૂરૂષ બુકર પ્રાઇઝ)નું સન્માન પ્રાપ્ત થયું છે.

પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા: મેરી ક્યુરી

બે નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર મહિલા

વધુ મહિતી માટે અહી ક્લિક કરો



સુનીતા વિલિયમ્સ

ભારતીય મૂળની બીજા નમ્બરની અવકાશયાત્રી

તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (195 દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે. વધુ મહિતી માટે અહી ક્લિક કરો




સંસ્કૃતમા સૂક્તિ છે કે " યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા"

નારી શક્તિને આજના દિવસે મારા શત શત વંદન....

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work