મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 September, 2020

સુનિતા વિલિયમ્સ

 સુનિતા વિલિયમ્સ

જન્મ: 19 સપ્ટેમ્બર 1965


જન્મ: 19 સપ્ટેમ્બર  1965
જન્મ સ્થળ: યુક્લિડ, ઓહિયો (અમેરિકા)
                                                મુળ વતન: અમદાવાદ, ગુજરાત (ભારત)
                                           પિતાનું નામ:  ડો.દિપક પંડયા (ન્યુરોએનાટોમિસ્ટ)
                                                             માતાનું નામ : બોની પંડયા
                                                 પતિનું નામ: માઇકલ જે. વિલિયમ્સ



સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર  1965માં  ઓહિયોના યુક્લિડ (Euclid, Ohio) ખાતે થયો હતો. તેમના પિતાનુંં નામ દિપક પંંડયા છે જે મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના હતા.

તેમના પિતા દીપક પંડ્યા યુ.એસ.ના ડોક્ટર છે, જે ગુજરાતના અમદાવાદના છે, જ્યારે તેની માતા બોની ઝલોકર પંડ્યા સ્લોવેનીયાના છે.

   સુનિતા વિલિયમ્સ હાલમાં   યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસા(NASA)  અવકાશયાત્રી (astronaut) છે.

તેમને અભિયાન 14ના (Expedition 14) એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની (International Space Station) કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન 15માં (Expedition 15) જોડાયા હતા.
તેઓ સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર (195 દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.

યુએસ નેવી ઓફિસર સુનિતા વિલિયમ્સને નાસા દ્વારા અંતરિક્ષ ટ્રીપ પર મોકલવામાં આવ્યા હતા , 

સુનિતા વિલિયમ્સે અંતરિક્ષ યાત્રી તરીકે પ્રથમવાર 195 દિવસ સુધી અવકાશમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે અવકાશમાં સૌથી વધુ સ્પેશ વોકનો રેકોર્ડ પણ છે. 

તેમના પિતા ગુજરાતના છે અને માતા સ્લોવેનીયાથી છે.

* સુનિતા વિલિયમ્સે 1983 માં મેસેચ્યુસેટ્સની નીડહામ હાઇ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો.

* તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડેમીથી ફિઝીકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

મે 1987 માં, તેમને યુએસની નેવીમાં સામેલ કરવામાં આવ્યા.

* તેમની છ મહિનાની અસ્થાયી સોંપણી બાદ બેઝિક ડાઇવિંગ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

1992 માં, તેમને તોફાન રાહત કામગીરીના પ્રભારી બનાવવામાં આવ્યા.

* તેમણે 30 પ્રકારના વિમાનમાં 3000 કલાકથી વધુ સમયની ઉડાન ભરી છે.

* 1998 માં, સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રીઓ માટેની તાલીમ શરૂ કરી.

* 9 ડિસેમ્બર, 2006 ના રોજ, તેમને અભિયાન 14 ક્રૂમાં જોડાવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. જેમા તે 195 દિવસ અવકાશમાં રહ્યા હતા.

* એકવાર ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ હતુ કે તે પોતાની સાથી પ્રથવાર અવકાશમાં ભગવદ ગીતા, ભગવાન ગણેશની મૂર્તી અને સમોસા સાથે લઇ ગયા હતા.

* તેમણે 31 જાન્યુઆરી, 4 ફેબ્રુઆરી  અને 9 ફેબ્રુઆરી, 2007 ના રોજ અવકાશમાં સ્પેસ વોક કર્યુ હતું..

* અંતરિક્ષમાં મહિલા દ્વારા ચાલવાનો સૌથી વધુ રેકોર્ડ સુનિતા વિલિયમ્સના નામે છે. તેમણે અવકાશમાં 7 વાર સ્પેસ વોક કર્યુ છે.


* તેમના નામે સૌથી લાંબી સ્પેસવોકનો રેકોર્ડ છે જે 50 કલાક અને 40 મિનિટનો છે. જે લગભગ બે દિવસથી વધુ થાય.

 તેમણે બે શટલ મિશનમાં કુલ 321 દિવસ અવકાશમાં ગાળ્યા છે.

* 16 એપ્રિલ, 2007 ના રોજ, સુનિતા વિલિયમ્સ અવકાશમાં બોસ્ટન મેરેથોનમાં ભાગ લેનાર પ્રથમ વ્યક્તિ બની.

* 2012 માં, સુનિતાએ અભિયાન 32 અને 33 માં જોડાવ્યું. 

15 જુલાઈ, 2012 ના રોજ તેને બેકનુર કોસ્મોડ્રોમથી અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. જેમા તે 127 દિવસ અવકાશમાં રહ્યા હતા.

 તેમને 17 સપ્ટેમ્બર 2012 ના રોજ અભિયાન 33 ના કમાન્ડર બનાવવામાં આવ્યા હતા. આવું કરવા માટે તે એકમાત્ર અન્ય મહિલા છે. 

સપ્ટેમ્બર 2012 માં, તે અવકાશમાં ટ્રાયથ્લેટ્સ કરનાર પ્રથમ વ્યક્તિ બની. 

સુનિતા વિલિયમ્સ 19 નવેમ્બરના રોજ પૃથ્વી પર પાછા ફર્યા.



* સુનીતા વિલિયમ્સે માઇકલ જે વિલિયમ્સ સાથે લગ્ન કર્યા છે. માઇકલ ફેડરલ પોલીસ અધિકારી છે.




* પુરસ્કારો અને સન્માન

સુનિતા વિલિયમ્સ નેવલ શિપ ડ્રાઈવર, હેલિકોપ્ટર પાઇલટ, પ્રોફેશનલ નેવલ, મેરેથોન દોડવીર અને અવકાશયાત્રી છે. તેમની સિદ્ધિઓ બદલ તેમને ઘણા સન્માન આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે…

નૌકાદળના પ્રશંસા પદક
નૌકાદળ અને મરીન કોર્પ સિદ્ધિ મેડલ

માનવતાવાદી સેવા ચંદ્રક
અવકાશ સંશોધન માટે યોગ્યતા માટે મેડલ

2007 માં, વિલિયમ્સને સરદાર વલ્લભભાઇ પટલે વર્લ્ડ ટેલેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

2008 માં, ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા

2013 માં, ગુજરાત યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની સન્માનિત કરી

2013 માં સ્લોવેનીયા દ્વારા 'ગોલ્ડન ઓર્ડર ફોર મેરિટ્સ' એનાયત કરાયો હતો

સુનીતા વિલિયમ્સ ભારત અને વિશ્વ માટે એક ચમકતો તારો છે જેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર 195 દિવસનો રેકોર્ડ બનાવ્યો છે. અંતરિક્ષમાં જનાર તે ભારતીય મૂળની બીજી મહિલા છે. 

કલ્પના ચાવલાને ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી હોવાનો ગૌરવ છે. 

  1958 માં તેમના પિતા ભારતથી બોસ્ટનમાં સ્થળાંતર થયા હતા. સુનિતા બે સ્પેસ મિશનનો અનુભવ કરનારી પહેલી મહિલા છે, જેમની પાસે 50 કલાક સ્પેસ વોકનો રેકોર્ડ છે, એટલે કે આ વોક સ્પેસ શટલ અથવા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) માં નહોતી, પણ બાહ્ય અવકાશમાં હતી.




 તેમણે કહ્યું હતું કે અવકાશયાનમાં બેસીને અંતરિક્ષ સુધી પહોંચવામાં માત્ર દસ મિનિટનો સમય લાગે છે, ત્યારબાદ જે સામેનો નજારો અદભૂત છે. એક ઘટના તેમણે કહ્યું કે તેણી જ્યારે પ્રથમ અવકાશમાં ગઈ ત્યારે દસ મિનિટ પછી તેના કમાન્ડરએ તેને બોલાવ્યો અને બહાર જોવાનું કહ્યું. સુનિતા જ્યારે બારીમાંથી ડોકી ગઈ ત્યારે પૃથ્વીનો બીજો ભાગ વાદળી અને સફેદ દેખાતો હતો.


સુનિતા સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ, સોસાયટી ઓફ ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર્સ અને અમેરિકન હેલિકોપ્ટર એસોસિએશન જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છે.

 સુનિતા વિલિયમ્સ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2007 માં ભારતની મુલાકાત લીધી હતી. 

સુનિતાના પતિ માઇકલ જે. વિલિયમ્સ તેનો ક્લાસમેટ રહ્યો છે. તેઓ નૌકાદળના ક્રૂ, હેલિકોપ્ટર પાઇલટ્સ છે.


એસટીએસ (STS)- 116

વિલિયમ્સે અભિયાન 14ની (Expedition 14) ટૂકડી સાથે જોડાવા માટે ડિસ્કવરી શટલને લઇ જઇ રહેલા એસટીએસ-116 (STS-116) સાથે 9 ડિસેમ્બર (December 9), 2006ના (2006) રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના પ્રવાસની શરૂઆત કરી.એપ્રિલ 2007માં ટૂકડીના રશિયન સભ્યો અભિયાન 15માં (Expedition 15) ફેરવાયા.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) (આઇએસએસ) ખાતે વિલિયમ્સ સાથે લઇ ગયા હોય તેવી વ્યક્તિગત વસ્તુઓમાં ભગવદ્ ગીતાની (Bhagavad Gita) નકલ, ગણેશ (Ganesha) ભગવાનની નાની મૂર્તિ અને કેટલા સમોસાનો (samosa) સમાવેશ થાય છે.

એસટીએસ (STS)-117

વિલિયમ્સે એસટીએસ (STS)-117 (STS-117)ના મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી અને એસટીએસ-117 મિશનના અંતે 22 જૂન (June 22), 2007 (2007)એ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા.અવકાશયાન એટલાન્ટિસે પરોઢિયે 3.49 ઇડીટી (EDT)એ કેલિફોર્નિયામાં એડવર્ડ એર ફોર્સ બેઇઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અવકાશમાં 195 દિવસના વિક્રમ રોકાણ બાદ વિલિયમ્સ ઘરેપાછા ફર્યા હતા.


ખરાબ હવામાનને કારણે મિશન મેનેજરોન કેપ કેનેવરલમાં કેનેડી સ્પેસ સેન્ટર ખાતે 24 કલાકમાં ઉતરાણના ત્રણ પ્રયાસો રદ કરવા પડ્યા હતા અને એટલાન્ટિસને મોજાવે રણમાં એડવર્ડ્સ તરફ વાળવું પડ્યું હતું.

યાનના ઉતરાણ બાદ નાસાના મિશન કન્ટ્રોલે કાફલાના વિલિયન્સ અને અન્ય છ સભ્યોને કહ્યું, “વેલકમ બેક, મહાન મિશન બદલ ધન્યવાદ”.

ઉતરાણ બાદ, એબીસી (ABC) ટેલિવિઝન નેટવર્કે 41-વર્ષીય સુનિતાની સપ્તાહની વ્યક્તિ તરીકે પસંદગી કરી નેટવર્કે નોંધ્યું હતું કે, ડીસેમ્બરમાં તેમણે તેમના લાંબા વાળ કપાવી દીધા હતા, જેથી તે માંદગીને કારણે પોતાના વાળ ગુમાવી દેનારા લોકોને દાનમાં આપી શકે.


સપ્ટેમ્બર 2007માં, સુનિતા વિલિયમ્સે ભારત (India)ની મુલાકાત લીધીતેમણે ગુજરાત (Gujarat)માં 1915માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ સ્થાપેલા સાબરમતી આશ્રમ (ashram)ની અને તેમના વતનના ગામ ઝુલાસણની મુલાકાત લીધી. 

તેમના પિતા ડો. દિપક પંડ્યા સાથે વતનથી નજીક સર્વ વિદ્યાલય (S.V) કડી (મહેસાણા)અને સ્વામી વિવેકનંદ ઍજ્યુકેસન ટ્રસ્ટ(મેઘના છાત્રલય)ની મુલાકાત દરમ્યન ઝલાવાડી સમાજની કન્યાઓને ઍક પ્રેરણા મુર્તિ બન્યા હતા. 


ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિ (person of Indian origin)ને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો.

તેમણે તેમના ભત્રીજાની વર્ષગાંઠે તેમના કાકાના ઘરની પણ મુલાકાત લીધી હતી.

4 ઓક્ટોબર (October 4), 2007 (2007)એ વિલિયમ્સે અમેરિકન એમ્બેસી સ્કુલ (American Embassy School)ની મુલાકાત લીધી, અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) ખાતે ભારતના રાષ્ટ્રપતિ (Indian Presidentપ્રતિભા પાટિલ (Pratibha Patil)ને મળ્યા હતા.


સુનિતા વિલિયમ્સ સહિત 9 અવકાશયાત્રીઓ 2018માં નાસાના પ્રથમ કોમર્શિયલ યાનથી અવકાશમાં જશે

નાસાના આઠ સક્રિય અવકાશયાત્રી અને એક પૂર્વ અવકાશયાત્રી તથા ક્રૂ સભ્યને વર્ષ 2019ની શરૃઆતમાં બોઇંગ સીએસટી-100 સ્ટારલાઇનર અને સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન મોકલવામાં આવશે.
બોઇંગમાં જનારા અવકાશયાત્રીઓમાં જોશ કસાડા, ગુજરાતના સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે
સ્પેસએક્સ મારફતે જનારા અવકાશયાત્રીઓમાં વિક્ટર ગ્લૉવર અને માઇક હોપકિન્સનો સમાવેશ થાય છે.
સ્પેસ એક્સ એ એલન મસ્કની પોતાની પ્રાઇવેટ અવકાશીય સંસ્થા છે. જ્યારે બોઇંંગ એ વિલિયમ્સ બોઇંંગ દ્વારા સથાપવમાં આવેલ એર પ્લેન, એર ક્રાફ્ટ, સેટેલાઇટ વગેરે વેચતી અને બનાવતી કંપની છે.
બોઇંગ અને સ્પેસએક્સ રૉકેટ મારફતે જતા અવકાશયાત્રીઓ અમુક દિવસો સુધી અવકાશમાં રહેશે ત્યારબાદ ધરતી પર પરત ફરશે.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work