મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 January, 2021

સાવિત્રીબાઇ ફુલે જીવન પરિચય

 સાવિત્રીબાઇ ફુલે 

(ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા)


સાવિત્રીબાઇ ફૂલેનો જન્મ ૩ જાન્યુઆરી ૧૮૩૧ નાં રોજ મહારાષ્ટ્ર રાજ્યના સતારા જીલ્લાના ખંડાલા તાલુકાના એક નાનકડા ગામ નાયગાંવમાં થયો હતો.

19 મી સદીમાં જ્યારે કોઈ મહિલાને મહિલાઓના અધિકાર, નિરક્ષરતા, અસ્પૃશ્યતા, સતિપ્રથા, બાળકવિવાહ , વિધવા-લગ્ન વિશે કોઈ અવાજ ઉઠાવતું ન હતું ત્યારે. સાવિત્રી બાઇ ફુલેએ તે સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો અને અશક્યને શક્ય કરી બતાવ્યું.

તેમના પિતાનું નામ ખંડોજી નેવાસે પાટિલ અને માતાનું નામ લક્ષ્મીબાઈ.

એ સમયના રીતરીવાજો મુજબ માત્ર નવ વર્ષની બાળવયે તેમના લગ્ન જ્યોતિબા ફૂલે સાથે થયા.

લગ્ન વખતે જ્યોતીબાની ઉંમર હતી તેર વર્ષની.



પતિ ક્રાંતિકારી અને સમાજ સેવક હતા, તો સાવિત્રીબાઇ એ પણ પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું.

જ્યોતીબાના પિતાનું નામ ગોવિંદરાવ ફુલે

 સાવિત્રીબાઈના સસરાપક્ષની મૂળ અટક હતી 'ખીરસાગર'.પણ પેશ્વાએ તેમને બાગકામ માટે પુનામાં જમીન ભેટમાં આપેલી, તેમના વ્યવસાયનાં લીધે તેમની અટક 'ફૂલે'('ફૂલ' પરથી ) પડી ગઈ.

જ્યોતિબા શિક્ષીત વ્યક્તિ હતા,પણ એકવાર મિત્રના લગ્નમાં તેમને સામાજિક ભેદભાવનો ખરાબ અનુભવ થયો. આ અનુભવે તેમના જીવનની દિશા બદલી નાખી.

બહુ વિચાર કર્યા પછી જ્યોતિબાને આ બીમારીનું કારણ મળ્યું-નિરક્ષરતા.

 તેમને સમજાયું આ બિમારીનો ઈલાજ એક જ છે-'શિક્ષણ'

 તેમને શિક્ષણ માટે કામ કરવા માંડ્યું, સાથે લોકોને કુરિવાજોનાં શિકાર બનતા અટકાવવા માટે સાચી વાતો સમજાવવાનું શરુ કર્યું. 

તેમના શિક્ષણપ્રસાર કાર્યોથી બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો ગભરાઈ ગયાં. 

તે સમયે બ્રાહ્મણો માનતા હતા કે 'શિક્ષણ લેવું કે આપવું-એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.' 

ગભરાઈ ગયેલા આ જુનવાણી લોકો એ ધર્મ(?)ભીરુ ગોવિંદરાવ પર ભારે દબાણ કર્યું.

પિતાને ધર્મસંકટમાંથી મુક્ત કરાવવા જ્યોતિબા અને સાવિત્રીબાઈ એ પોતાનું કાર્ય છોડવાને બદલે પિતાનું ઘર છોડવાનું પસંદ કર્યું. 

તે સમયે જ્યોતીબાની ઉંમર હતી ફક્ત ૨૨ વર્ષની અને સાવિત્રીબાઈ હતા માત્ર ૧૮ વર્ષના.

સાવિત્રીબાઇ એ પોતાના જીવનમાં કેટલાક લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા, જેમાં વિધવાના લગ્ન કરાવવા, છૂત અછૂતના કુરિવાજને નાબૂદ કરવો, મહિલાઓને સમાજમાં સન્માન અપાવવું અને દલિત મહિલાઓને શિક્ષીત બનાવવી સામેલ છે. આ જ દિશામાં તેઓએ બાળકો માટે શાળા પણ ખોલી હતી. પુણેથી સ્કૂલ ખોલવાની શરૂઆત કરાઇ હતી અને ત્યારબાદ કુલ 18 સ્કૂલ ખોલાઇ હતી.

જ્યોતીબાને લાગ્યું કે શાળાના વધતા જતા કામ સામે તેમનાથી પહોંચી વળાતું નથી.તેમણે શુદ્રો માટે શાળા તો ખોલી જ હતી,પણ તેમને ભણાવે કોણ? 

કોઈ ઉચ્ચજાતિનો શિક્ષક આવું ધર્મભ્રષ્ટ્ર(?) કામ કરવા થોડો જ તૈયાર થાય? ત્યારે તેમને સાવિત્રીબાઈનો સાથ માંગ્યો.

સાવિત્રીબાઈ પોતે તે સમયે અશિક્ષિત.પણ જ્યોતીબાની પ્રેરણા અને માર્ગદર્શન મેળવીને સાવિત્રીબાઈએ શિક્ષણ મેળવ્યું.

શિક્ષિત સાવિત્રીબાઈ એ ૧લી મે ઈ.સ ૧૮૪૭માં અછૂત કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી.

ભારતમાં એ કોઈ પણ બાળાઓ માટેની પહેલી જ શાળા હતી.

સાવિત્રીબાઈનું આ સમાજઉધ્ધારનું કામ સમાજના ઠેકેદારોને પસંદ ના પડ્યું. તેમણે શાળાએ જતી સાવિત્રીબાઈને કનડવાનું શરુ કર્યું.

શરૂમાં તેમને અપશબ્દો સાંભળવાના થયા. તેથી પણ સાવિત્રીબાઈ ડગ્યા નહિ. 

ત તેઓ શાળાએ જવા નીકળે ત્યારે લોકો તેમના પર કાદવ, મળ ફેંકતા, પથ્થરો મારતા પણ સાવિત્રીબાઈ જેનું નામ.જેમ તેમની સતામણી વધતી ગઈ,તેમ તેમ પોતાના શિક્ષણપ્રસારનો તેમનો ઈરાદો વધુ મજબૂત થતો ગયો.


સાવિત્રીબાઇના આ કાર્યોની સુવાસ બ્રિટિશ શાસકો સુધી પહોંચી.

ઈ.સ.૧૮૫૪માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. અને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી.

એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો,તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો.બ્રિટીશ શાસન ની લાખ વાતે ટીકા કરી શકાય,પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને તો વખાણવા જ પડે.

એમણે જ શિક્ષણનાં દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતાં.આપણા ધર્મનાં રખેવાળો જ્યારે ધર્મના નામે પોતાનું રજવાડું ચલાવતા હતાં ત્યારે આ બ્રિટિશ શાસકો એ ધર્મનાં અન્યાય સામે પડેલા જાંબાઝ સુધારકોનું બહુમાન કરતા હતાં,જેથી આવા ઉમદા કામ માટે બધાને પ્રોત્સાહન મળે.


સાવિત્રીબાઈ એ પછી મજુરો-ખેડૂતો માટે રાત્રિશાળાઓ ખોલી, પ્રૌઢશિક્ષણનાં વર્ગો ય ચલાવ્યા.

શિક્ષણનાં આ ભગીરથ કાર્યની સાથે સાથે તેમણે ઘર કરી ગયેલા સામાજિક રીતરીવાજો પર પ્રહારો કરવાના તો ચાલુ જ રાખ્યા.

ઈ.સ.૧૮૬૮માં તેમની અછૂતોને પોતાના કુવા પરથી પાણી પીવાની છૂટ આપી.

વિધવાઓ પુનઃલગ્ન કરે એ સુધારાની ખુલ્લેઆમ હિમાયત કરી.

તેમને સમાજમાં જાતીય શોષણનો ભોગ બનનાર સ્ત્રીઓ નિર્ભયપણે બાળકને જન્મ આપી શકે,બાળક સારી રીતે ઉછરી શકે તે માટે 'બાળહત્યા પ્રતિબંધક ગૃહ' ની સ્થાપના કરી.


સ્ત્રી સમાનતાનાં આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હકો માટે જાગૃત થાય અને સ્વમાનભેર જીવતા શીખે તે માટે 'મહિલા સેવા સદન' નામની સંસ્થા પણ સ્થાપી હતી.

સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબાએ 24 સપ્ટેમ્બર 1873 માં સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેમણે વિધવા લગ્નની પરંપરા પણ શરૂ કરી અને 25 ડિસેમ્બર 1873 ના રોજ આ સંસ્થા દ્વારા પ્રથમ વિધવા પુનર્લગ્ન કર્યા.

તેઓ એક કવિયત્રી પણ હતાં.

તેમની કવિતાઓમાં એક ટીસ અનુભવાય છે.

સ્ત્રીઓ માટેની હમદર્દી, માણસ માણસ માટેની સમાનતાને શિક્ષણ માટેની પ્રબળ ઝંખના તેમના કાવ્યોની ઓળખ બની રહે છે.

કાવ્ય મીમાંસા કરવાને બદલે તેમની કવિતાને જ બોલવા દઈએ તો..
Go,Get education
Be Self-reliant,Be industrious
Work Gather wisdom and riches
All Gets lost without knowledge
We become animal without
Wisdom
Sit idle no more,Go get education
End misery of the oppressed and
Forsaken
You've got a golden chance to
Learn
So learn and break the chains of
Caste
Throw away the Brahman's
Scriptures fast.

સાવિત્રીબાઇ ફુલે દ્વારા લખાયેલી મરાઠી કવિતાના ઉચ્ચારણ..
“જાઓ જઇને લખો-વાંચો, બનો આત્મનિર્ભર, મહેનતી બનો
કામ કરો તેમજ જ્ઞાન અને ધન એકત્ર કરો
જ્ઞાન વગર અંધકાર છે અને તેના વગર આપણે જાનવર બની જઇએ છીએ
માટે જ, ખાલી ના બેસો, જઇને શિક્ષણ લો
દબાયેલા અન ત્યાગ કરેલા દુખોનો અંત કરો, તમારી પાસે શીખવાનો અવસર છે”


કવિયિત્રી તરીકે સાવિત્રીબાઈ ફુલેએ સમાજમાં એક નવી જાગૃતિ લાવવા માટે 'કાવ્ય ફૂલે', 'બાવનકાશી સુબોધરત્નાકર ' નામના બે કાવ્યાત્મક પુસ્તકો પણ લખ્યા. 

તેમના યોગદાન બદલ 1852 માં તત્કાલીન બ્રિટીશ સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 

 કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોએ સાવિત્રીબાઈ ફૂલેની યાદમાં અનેક એવોર્ડ્સની સ્થાપના કરી હતી અને તેમના સન્માનમાં 1998માં એક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી. 




ઈ.સ.૧૮૭૩મા ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈનાં દીકરા યશવંતને દત્તક લીધો.

ઈ.સ.૧૮૯૬-૯૭મા પ્લેગ ફાટી નીકળ્યો.

૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું


રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું.

આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો.

 મહાન સેવાભાવી, સાચી શિક્ષણવિદ સાવિત્રીબાઈ ૧૦ માર્ચ ૧૮૯૭ના રોજ અવસાન પામ્યા.



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work