મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

13 February, 2021

વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

 વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

13 ફેબ્રુઆરી



વિશ્વના દરેક ખૂણામાંથી લોકોને જોડતુ એક માધ્યમ એટલે 'રેડિયો'


સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.

13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.

એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું


દર વર્ષે યૂનેસ્કો દુનિયાભરના બ્રોડકાસ્ટર્સ, સંગઠનો અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસે અનેક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે. 

વર્લ્ડ રેડિયો દિવસ 2020ની થીમ ‘રેડિયો અને વિવિધતા’ છે.

ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી

વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે

 ભારતમાં વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. 

જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. 

રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા મહેન્દ્ર મશરૂ જણાવી રહ્યા છે કે, મોરબી હોનારતના સમયમાં રેડિયો દ્વારા સમાચાર તેમના સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે પૂરગ્રસ્ત મોરબીની મદદ માટે નીકળી પડ્યા હતા.

 જે તે સમયે રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત હતું. આજે સમય બદલવાની સાથે રેડિયોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે રેડિયો આજે પણ જોવા મળી રહ્યો છે.

1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં

જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.

 1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. 

સ્વતંત્રતા પછી 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું.

 રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો. 

રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા. તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.

રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ. 

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ.

 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.

જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.

આજના યુગમાં રેડિયોની જગ્યા અનેક ઉપકરણો એ લીધી પણ FM ને કારણે રેડિયો આજે જીવંત છે
- કનેક્ટીવીટી નથી ત્યાં રેડિયો મનોરંજન અને લોકસંપર્ક રાખશે

ગૂડ મોર્નિંગ ઇન્ડીયાનાં શબ્દોથી શરું થઈને સવાર શરુ રેડિયો જ કરે અને આજે પણ લોકોના જીવનમાં રેડિયો સ્થાન પ્રાપ્ત કરેલું છે લાગે રહો મુન્ના ભાઈ ફિલ્મમાં પણ રેડિયો જ માધ્યમ બન્યું છે.


.નાગરિકો તથાપ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાંરેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રસાર ભારતીનામુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી એ રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હાથધરાયેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી. 1936 માં આકાશવાણીની સ્થાપના થઈ હતી. અનેઆજે રેડિયો પરથી 92 ભાષાઓ અને બોલીઓમાં 607 સમાચાર બુલેટિનો પ્રસારીત થાય છે.

રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.

સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.

 આપણા દેશમાં મુંબઇ અને કોલકાતામં 1927માં રેડીયો પ્રસારણની શરૂઆત થઇ હતી, શરૂઆતમાં મુંબઇના રેડિયો ક્લબ તરફથી 1923માં પહેલા કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઇ અને કોલકાતાના પ્રાઇવેટ ટ્રાંસમીટરોને 1930માં સરકારે પોતાના નિયંત્રણમાં લીધુ અને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોરપોરેન રાખ્યું હતું. 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો પડ્યું અને 1957થી અત્યાર સુધી પ્રચલિત આકાશવાણી નામ આપવામાં આવ્યું હતું. 

14 ઓક્ટોબર 2014થી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ રવિવારે તે મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરતા રહે છે. 

જાણીતી રેડિયો ચેનલ 

રેડિયો ચેનલ             ફ્રિકવ ન્સી                               સ્લોગન                                સ્થાપના વર્ષ

Radio Mirchi                    98.3                     Mirchi FM it's hot!                                    2001

Vividh Bharati            96.7             "देश की सुरीली धड़कन (Country beat)"   1957

Big FM                   92.7                    "Dhun Badal Ke Toh Dekho..."          2006

Radio City                91.1                     "Rag Rag Mein Daude City"           2001

Red FM                93.5                      "Bajaate Raho! Masth Maja Maadi"   2009

TOP FM                   93.1                   Jab Suno Top Suno"                         2018

Radio MY            94.3                         Jiyo dil se!"                                       2006

Gyan Vani             107.8                     Educational FM Radio of India"                   2000





11 February, 2021

અબ્રાહમ લિંકન જીવન પરિચય (Abraham Lincoln)

 અબ્રાહમ લિંકન

(અમેરિકાના ૧૬ મા પ્રમુખ)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1809

જન્મસ્થળ: સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા

અવશાન: 15 એપ્રિલ 1865 (વોશિંગ્ટન)

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો.

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું.

અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે.

અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યાં હશે.

જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી  નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.

  • ધંધામાં નિષ્ફળ – 1831
  • ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
  • ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
  • ધારાસભામાં ચૂંટાયા – 1834
  • પત્નીનું અવસાન – 1835
  • પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
  • સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
  • ઈલેકટર તરીકે હાર – 1840
  • ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843, 
  • કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
  • કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
  • કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
  • સેનેટની ચુંટણીમાં હાર – 1855
  • અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
  • સેનેટમાં હાર – 1858
  • અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860

 

     આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.


1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરજ, હિંંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્ત કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.

સરોજિની નાયડુ જીવન પરિચય (Sarojini Naidu)

 સરોજિની નાયડુ

 (પ્રથમ મહિલા રાજ્યપાલ, ભારતની બુલબુલ)



જન્મતારીખ: 13 ફેબ્રુઆરી 1879

જન્મસ્થળ: હૈદરાબાદ

અવશાન: 2 માર્ચ 1949 (લખનૌવ)

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

 તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા.

 સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. 

તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા.

 સ્વરમીઠાશને કારણે લોકો તેમને "હિંદની બુલબુલ" (The Nightingale of India) કહેતા હતા. 

સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. 

 ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિર્ટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. 

આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા.

સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. 

 ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર(ધ ગોલ્ડન થ્રેશોલ્ડ) ઇ.સ. ૧૯૦૫માં બહાર પડ્યો. 

સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે ૧૯૦૫માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ૧૯૧૨માં ધ બર્ડ ઓફ ટાઈમ અને ૧૯૧૭માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા

પછી ૧૯૧૪માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. 

ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.

આમ ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦ થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે

સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. 

તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી.

 ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવા પુન:લગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો.

 તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં “કૈસરે હિંદ”નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. 

તેઓ હંમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા.

ઇ.સ. ૧૯૧૫થી ૧૯૧૮ સુધી તેમણે ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ , મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. 

તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. 

તેમણે ૧૯૧૯માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમા લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. અને સાહિત્યનું વિતરણ કર્યું હતું. 

ઇ.સ. ૧૯૨૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા.

હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

 બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા

દેશની આઝાદી પછી રાજ્યપાલ બનનારી તે પ્રથમ મહિલા હતી. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા

સરોજિની નાયડુ કોંગ્રેસની પહેલી મહિલા પ્રમુખ હતી. 

 સરોજિની નાયડુની મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત 1914 માં લંડનમાં થઇ હતી અને ગાંધીજીના વ્યક્તિત્વએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

તે ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાનો 'રાજકીય પિતા' માનતા હતા.

1925 માં કાનપુરમાં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના  પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બની.

ભારત છોડો આંદોલનમાં, તેમને આગાખાન મહેલમાં સજા કરવામાં આવી હતી.

સરોજિની નાયડુ એક કુશળ રાજકારણી તેમજ સારી લેખક હતી. ફક્ત 13 વર્ષની ઉંમરે, તેમણે 1300-લાઇનની કવિતા 'ધ લેડી ઓફ લેક' લખી. ફારસી ભાષામાં 'મેહર મુનિર' નાટક લખ્યું. તેમના પ્રકાશિત પુસ્તકો 'ધ બર્ડ ઓફ ટાઇમ', 'ધ બ્રોકન વિંગ', 'નીલાબુંજ', ટ્રાવેલર્સ સાંગ" છે.

તેમના જન્મદિનને નેશનલ વુમન ડે તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સરોજિની નાયડુનો જન્મદિવસ છે. દિવંગત સરોજિની નાયડુની 135 મી જન્મજયંતિ નિમિત્તે 13 ફેબ્રુઆરી, 2014 ના રોજ આ ઉજવણી કરવામાં આવી હતી. સરોજિની નાયડુના કાર્ય અને યોગદાનને માન આપવા માટે આ દિવસની નામાંકન કરવામાં આવ્યું હતું.


૨ માર્ચ ૧૯૪૯માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું



ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી



સરોજિની નાયડૂના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ બની છે જેનુ નામ "સરોજિની" છે જેના ડાયરેક્ટર આકાશ નાયક છે. આ ફિલ્મમા સરોજિનિ નાયડુનો અભિનય રામાયણ સિરિયલમાં સીતાનો અભિનય કરનાર દિપિકા ચિખલિયા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય PDF પુસ્તક

 મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય વિશેનુ પુસ્તક PDF સ્વરુપે વાંચવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.


સંદર્ભ: સ્વામી સચ્ચિદાનંદ

ગુર્જર સાહિત્ય ભવન

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય (Dayananda Saraswati)

 મહર્ષિ દયાનંદ સરસ્વતી 

(આર્ય સમાજના સ્થાપક)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1824

જન્મસ્થળ: ટંકારા, મોરબી, ગુજરાત

પિતાનું નામ: અંબાશંકર  તિવારી

માતાનું નામ: અમૃતાબાઇ

અવશાન: 30 ઓક્ટોબર 1883 (અજમેર, રાજસ્થાન)

સન્માન: મહર્ષિ

ગુરુનું નામ: સ્વામી વિરજાનંદ

મૂળ નામ: મૂળશંકર કરશનદાસ તિવારી

સંદેશ: “Back to the Vedas” અને “कृण्वन्तो विश्वं आर्यं”



મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

જે સમયે તેમાનો જન્મ થયો ત્યારે ભારતમાં અજ્ઞાનતા, જડતા, દંભ, અસ્પૃશ્યતા, બાળ વિવાહ, વિધવા, સતીપ્રથા જેવી અનેક કુરીતિઓ હતી.  અજ્ઞાનતાને  કારણે સામાન્ય લોકો ખૂબ નબળા લાગતા હતા.. આવા સમયે સ્વામી દયાનંદે મૂર્તીપૂજાને ખોટી ગણાવી શાસ્ત્રો અને વેદોને સર્વોચ્ચ ગણાવી હતી. તેમણે ઢોંગી લોકોની નિંદા કરી અને માનવ સેવાને સર્વોચ્ચ ગણાવી હતી.

એક ઘટના પછી, તેનું જીવન બદલાઈ ગયું અને તેણે 1846 માં 21 વર્ષની ઉંમરે સંંન્યાસી બનવા  તે ઘરેથી નીકળી ગયા

સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા.

 પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 

અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. 

દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. 

યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. 

અહીં તહી સાચા  જ્ઞાનનની શોધમાં ભટક્યા પછી, મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરસ્વતી બની ગયા છે, તે મથુરામાં વેદોના વિદ્વાન  પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ પાસે પહોંચ્યા. દયાનંદે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું. જે વૈદિક સાહિત્યના જાણીતા વિદ્વાન હતા. તેમણે તેમને વેદ શીખવ્યાં

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા.

પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. 

તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.

સ્વામીજીએ તેમના મંતવ્યોનો પ્રચાર કરવા માટે 1863 થી 1875 સુધી દેશની મુલાકાત લીધી હતી.

 ૧૮૭૫માં મુંંબઇમાં આર્યસમાજ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ વેદોને માને છે.

સ્વામી દયાનંદે આર્ય સમાજના નિયમો તરીકે વિશ્વને 10 સૂત્રો આપ્યા છે. જો તેનું અનુસરણ કરવામાં આવે તો, વિશ્વમા ખુશી, સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે છે. દસ નિયમો શારીરિક, આધ્યાત્મિક, સાર્વત્રિક ભાઈચારો અને માનવતા વિશે છે.


1875માં તેમણે સત્યાર્થ પ્રકાશ નામની કૃતિની રચના કરી હતી. તેમના દ્વારા રચિત મહાન પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ' હજી પણ આર્ય સમાજ  માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. 


  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. 

આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા.

 દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. 

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંતસિંહની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.



10 February, 2021

થૉમસ આલ્વા ઍડિસન જીવન પરિચય (Thomas Alva Edison)

 થૉમસ આલ્વા ઍડિસન જીવન પરિચય

(બલ્બના શોધક)




જન્મતારીખ: 11 ફેબ્રુઆરી 1847

જન્મસ્થાળ: ઓહિયો, અમેરિકા

અવસાન: 18 ઓક્ટોબર 1931 (ન્યુજર્સી, અમેરિકા)

થોમસ આલ્વા એડિસન , નામ તો સૂના હી હોંગા ? 

અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું નહીં ભણ્યા હોય. 

તમને યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે “બલ્બની શોધ ________ કરી હતી . ” 

  યાદ આવ્યું ને હવે કે થોમસ આલ્વા એડિસન કોણ ? 

તમને જાણતા નવાઈ લાગશે કે થોમસ એડિસન માત્ર બલ્બના લીધે જ જાણીતા નથી પણ બલ્બની સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર વગેરે જેવા હાલ પણ જરૂર પડે એવી શોધો કરી હતી. તો ચાલો આજે આપણે થોમસ આલ્વા એડિસન, એટલે કે જેમણે લોકોના ઘર ઝળહળતાં કર્યા તેમના જીવન પર એક ડોકિયું કરીયે.

થોમસ એ 7 બાળકોમાં સૌથી નાના હતા. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના ઓહિયોના  મીલાન નામના શહેરમાં એક કેનેડિયન પિતા અને ન્યુયોર્કર માતાના ઘરે થયો હતો

થોમસ આલ્વા એડિસનએ એક શોધકની સાથે સાથે ચાલાક બિઝનેસમેન હતા. હજુય પણ તેમની શોધો હાલ પણ વખાણવા લાયક છે. તેમની બધી શોધોમાંથી બલ્બ અને ફોટોગ્રાફ એ સૌથી ચર્ચિત શોધો છે. તેમણે મોશન પિક્ચર કેમેરાની પણ શોધ કરી હતી જેને તેમના નામથી ઓળખવામાં આવે છે, ” ધ વિઝાર્ડ ઓફ મેન્લો પાર્ક” ! 

તેમના નામે અમેરિકામાં 1093 પેટન્ટ્સ છે. આ આંકડો તેમને જર્મની, ફ્રાન્સ અને યુ.કે. માં નોંધાવેલી પેટન્ટ ને બાદ કર્યા પછીનો છે. 2003 સુધીમાં તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ્સ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે હતું. 


વીજળીના બલ્બની શોધ કર્યા પછી દુનિયા તેમને રાતો રાત ઓળખવા માડી એના શિવાય તેમને ટેલિગ્રામ માઈક્રોફોન જેવી અનેક વસ્તુ બનાવી છે. આખી દુનિયાએ તેમના સંશોઘને સલામી આપી. તેમની સિદ્ધિઓ બદલ તેમને જીનિયસ કહીને બોલાવતા હતા.

 એક વાર થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે આ ચિઠ્ઠી તારા માતાને આપજે. ચિઠ્ઠી વાંચીને એડિસનની માતાની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે, શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં, તેની માતાએ કહ્યું બેટા આમા લખ્યું છે કે, તમારો પુત્ર ખુબજ સમજદાર છે, અમારા ખ્યાલથી અમારી આ સ્કૂલ તમારા જીનિયસ બાળકના હિસાબથી ખુબજ નાની છે અને અમારે ત્યાં એટલા કાબિલ શિક્ષકો નથી જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે. ”થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું ત્યાં સુધી થોમસ અલ્વા એડિસન એક મહાન વૈૈજ્ઞાનિક બની ગયા હતા

એક દિવસ એડિસન પોતાની માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પાર જાય છે જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતુ એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેની આંખો ચોકી ગઈ શું લખ્યું હતું તે ચિઠ્ઠીમાં આવો હું તમને જાણવું, “તમારો પુત્ર માનસિક રીતે ખુબજ કમજોર છે અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ મહેરબાની કરીને તમે તેને ઘર પરજ ભણાવજો ” આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબજ રડ્યા. તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે “થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતું જેને તેની માતાએ એક મહાન વિજ્ઞાનિક બનાવ્યો છે.”

જુવાનીમાં તેઓ ‘સ્કેરલેટીના'(‘Scarlet Fever – જેમાં તાવની સાથે સાથે શરીર પર લાલ જેવા ચાઠાં થાય-ટોમ એન્ડ જેરીમાં જોયું હોય તો યાદ હશે ) નામના રોગમાં સપડાયા. થોડાજ સમય પછી તેમને કાનમાં સાંભળવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ. કાનની મધ્યમાં ઇન્ફેક્શન થયું .14ની ઉંમરે તેમનો જમણો કાન 80% અને ડાભો કાન સંપૂર્ણ રીતે બેહરો થઈ ગયો હતો. તેમણે એ વાસ્તવિકતા સ્વીકારી દીધી હતી કે હવે તેઓ પક્ષીઓનો મધુર કલરવ નહીં સાંભળી શકે. જ્યારે ઘર બદલી બીજા શહેરમાં રહેવા લાગ્યા, ત્યાં રેલવે સ્ટેશન આવતી જતી ટ્રેનમાં છાપાં અને ચોકલેટો, અને શાકભાજી વેંચતા. અને આ રીતે ઘરની આવકમાં થોડી મદદ કરતા. તેમ છતાં પણ તેઓ શાળાએ ભણવા જવાય એટલી આવક ન હોવાથી , ઘરે ભણતા.

તેઓ મોર્સ કોડ અને ટેલિગ્રાફી શીખ્યા. 15 વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઓપેરટર તરીકે કામ કરવા લાગ્યા. 19 વર્ષની વયે તેઓ વેસ્ટર્ન યુનિયનમાં ટેલિગ્રાફર તરીકે જોડાયા. તેમને ફરજીયાત રાતની શિફ્ટમાં કામ કરવું પડતું. પણ આનાથી તેમને તેમના પ્રયોગો અને નવી થિયરીઓ શીખવામાં સારો એવો સમય મળી જતો. આપણી ભાષામાં કહીયે તો। …નોકરી પતાવીને તેઓ નવા નવા અખતરાં કરતા. 
 
 એકવાર એવું થયું કે તેઓ તેમનો કઈંક પ્રયોગ કરી રહ્યા હતાને આકસ્મિક રીતે સલ્ફ્યુરિક એસિડ તેમના બોસના ટેબલ પર ઢોળાયું. આથી તેમના બોસે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. 

આ ઘટનાથી પછી પણ તેઓ તેમના શોખને વળગી જ રહ્યા. આપણે પેલી રજનીગંધાની એડ આવે છે ને કે  … શોખ બડી ચીજ હે. બસ એજ વાક્ય એડિસન માટે પણ સેટ થાય. થોડાક જ વર્ષો બાદ તેઓ દુનિયા સમક્ષ કેટલાય મહત્વના ઉપકરણો લઈ આવ્યા અને દુનિયાએ તેમને ઇતિહાસના મહાન શોધક તરીકે વધાવી લીધા. આજે તેમના લીધે જ દુનિયાના દરેક ખૂણે રાત્રે પણ ઘેર ઘેર અજવાળાં પથરાય છે. 

નીચે તેમની શોધોના લીસ્ટમાંથી માનવજગતને સૌથી મૂલ્યવાન  ભેટ દર્શાવી છે.

  1. લાઈટ બલ્બ
  2. ફોનોગ્રાફ
  3. મોશન પિક્ચર
  4. આયર્ન ઓર સેપ્રેટર(લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા )
  5. ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર
તેમણે વિશ્વની પ્રથમ ઔદ્યોગિક સંશોધન પ્રયોગશાળા બનાવી છે.

એડિસન મેડલ 11 ફેબ્રુઆરી, 1904 ના રોજ એડિસનના મિત્રો અને સહયોગીઓના જૂથે બનાવ્યો હતો. 
ચાર વર્ષ પછી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ (AIEE), પાછળથી AIEE મેડલને તેના સર્વોચ્ચ એવોર્ડ તરીકે રજૂ કરવા જૂથ સાથે કરાર કર્યો.
 1909 માં એલિહુ થોમસનને પ્રથમ ચંદ્રક રજૂ કરવામાં આવ્યું હતું. તે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના ક્ષેત્રનો સૌથી જૂનો એવોર્ડ છે અને તેને વાર્ષિક "ઇલેક્ટ્રિકલ સાયન્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ આર્ટ્સમાં ઉત્તમ સિદ્ધિની કારકીર્દિ માટે રજૂ કરવામાં આવે છે."

નેધરલેન્ડ્સમાં, તેમના પછી મુખ્ય સંગીત પુરસ્કારોનું નામ એડિસન એવોર્ડ રાખવામાં આવ્યું છે. એવોર્ડ એ વાર્ષિક ડચ મ્યુઝિક ઇનામ છે, જે સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિધ્ધિઓ માટે આપવામાં આવે છે, અને તે વિશ્વના સૌથી પ્રાચીન સંગીત પુરસ્કારોમાંનું એક છે, જે 1960 થી રજૂ કરવામાં આવ્યું છે.

ધી અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ, 2000 થી વ્યક્તિગત પેટન્ટ્સને થોમસ એ. એડિસન પેટન્ટ એવોર્ડ સ્વીકારે છે

યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળએ 1940 માં તેમના માનમાં યુ.એસ.એસ. એડિસન (ડી.ડી.-439) નામ આપ્યું, જે ગ્લેવ્સ ક્લાસનો વિનાશ કરનાર હતો, બીજા વિશ્વ યુદ્ધના અંત પછી થોડા મહિનાઓ પછી જહાજને ડિસમન્સિમેન્ટ કરી દેવામાં આવ્યું. 

 1962 માં, નૌકાદળએ યુએસએસ થોમસ એ. એડિસન 
(એસએસબીએન -610), એક કાફલો બેલિસ્ટિક મિસાઇલ પરમાણુ સંચાલિત સબમરીનને શરૂ કર્યો

થોમસ એડિસન નવલકથાઓ, ફિલ્મો, કોમિક્સ અને વિડીયો ગેમ્સમાં પાત્ર તરીકે લોકપ્રિય સંસ્કૃતિમાં દેખાયા છે. તેમની લાંબી શોધથી તેમને ચિહ્ન બનાવવામાં મદદ મળી અને તેમણે આજકાલ સુધી તેમના જીવનકાળ દરમિયાન લોકપ્રિય સંસ્કૃતિમાં દેખાવ કર્યો છે. એડિસનને લોકપ્રિય સંસ્કૃતિમાં નિકોલા ટેસ્લાના વિરોધી તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. 



11 ફેબ્રુઆરી, 2011 ના રોજ, થોમસ એડિસનનો 164 મો જન્મદિવસ હતો તેના પર, ગૂગલના હોમપેજમાં એનિમેટેડ ગૂગલ ડૂડલ તેના ઘણાં સંશોધનનાં સ્મરણાર્થી દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે ડૂડલ ઉપર કર્સરને ઢાંકવામાં આવ્યો હતો, ત્યારે મિકેનિઝમ્સની શ્રેણી આગળ વધતી હોય તેવું લાગી રહ્યું હતું, જેના કારણે લાઇટ બલ્બ ઝગમગ્યો.

ન્યુજર્સીના વેસ્ટ ઓરેંજમાં, ગ્લેનમોન્ટ એસ્ટેટનું સંચાલન  નેશનલ પાર્ક સર્વિસ દ્વારા એડિસન નેશનલ હિસ્ટોરિક સાઇટ તરીકે કરવામાં આવે છે, જેમ કે તેની નજીકની પ્રયોગશાળા અને પુન:નિર્માણિત "બ્લેક મારિયા" સહિતની વર્કશોપ્સ - વિશ્વની પ્રથમ મૂવી સ્ટુડિયો. 

 થોમસ અલ્વા એડિસન મેમોરિયલ ટાવર અને મ્યુઝિયમ ન્યુજર્સીના એડિસન શહેરમાં છે. 

 ટેક્સાસના બ્યુમોન્ટમાં એડિસન મ્યુઝિયમ છે, જોકે એડિસન ત્યાં ક્યારેય ગયા નહોતા. 

 મિશિગનના પોર્ટ હ્યુરોનનાં પોર્ટ હ્યુરન મ્યુઝિયમએ મૂળ ડેપોને પુનર્સ્થાપિત કર્યો હતો જે થોમસ એડિસને એક યુવાન સમાચાર બુચર તરીકે કામ કર્યું હતું. ડેપોને થ થોમસ એડિસન ડેપો મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.  આ શહેરમાં એડિસનના માતાપિતાની કબરો અને સેન્ટ ક્લેર નદીના કિનારે આવેલા સ્મારક સહિતના ઘણા એડિસન ઐતિહાસિક સીમાચિહ્નો છે. એડિસનનો પ્રભાવ 32,000 ના આ શહેરમાં જોઇ શકાય છે.

ડેટ્રોઇટમાં, ગ્રાન્ડ સર્કસ પાર્કમાં એડિસન મેમોરિયલ ફાઉન્ટેન તેની સિદ્ધિઓના સન્માન માટે બનાવવામાં આવ્યું હતું. ચૂનાના પત્થરો 21 ઓક્ટોબર, 1929 માં લાઇટ બલ્બ બનાવવાની પચાસમી વર્ષગાંઠને સમર્પિત કરવામાં આવ્યા હતા.  તે જ રાત્રે, એડિસન સંસ્થા નજીકના ડિયરબોર્નમાં સમર્પિત હતી.

તેમને 1969 માં ઓટોમોટિવ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

તે વર્ષના 20 સપ્ટેમ્બરના રોજ dedપચારિક સમર્પણ સમારોહ સાથે 2016 માં યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ ખાતે રાષ્ટ્રીય સ્ટેચ્યુરી હોલ સંગ્રહમાં એડિસનની એક કાસ્યની પ્રતિમા મૂકવામાં આવી હતી. એડિસન પ્રતિમા 19 મી સદીના રાજ્ય ગવર્નર વિલિયમ એલન કે જે ઓહિયો બે સંગ્રહિત યોગદાન આપ્યું યોગદાન આપ્યું હતું એક હતું બદલી




સ્ત્રોત: દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપર, 2-11-2022

08 February, 2021

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ

 રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ



ભારત સરકારના એમોનિયા મુક્ત ભારત અભિયાન અન્વયે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની  ઉજવણી 8 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટ્ના રોજ કરવામાં આવે છે.

૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવે છે.

 ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિથી મુક્તિ અપાવવા વર્ષમાં ઓગસ્ટ અને ફેબુ્આરી એમ બે વખત કૃમિનાશક આલ્બેન્ડાઝોલ નામની ટેબલેટ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની  ઉજવણીની શરુઆત 2015માં થઇ હતી. જેનુ આયોજન ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરાવામાં આવે છે.

આ દવા ખાવાથી બાળકોમાં ઉભા થતા કૃમિનો નાશ થાય છે અને બાળકનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થઇ શકે છે.

કૃમિ ચેપીથી બાળકોના સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક અસર જેવા મળે છે. જેવી કે લોહીની ઉણપ (પાડુંરોગ) કુપોષણ, ભુખના લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને ઝાડા અને વજન ઓછું થવું જેવા કારણે બાળકને હમેશા થાક લાગે છે. તથા બાળકોને સંપૂર્ણપણે શારીરિક અને માનસિક વિકાસ થતો નથી. જેથી દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવે છે. તા. ૮ ઓગષ્ટ રાષ્ટ્રીય કૃમિ મુક્તિના દિવસની ઉજવણી નિમિત્તે શાળાએ ન જતાં અને આંગણવાડી ખાતે ન નોંઘાયેલ હોય તેવા તથા ૧ થી ૧૯ વર્ષના શાળાએ જતાં તમામ બાળકોને આ કૃમિ નાશક ચાવવાની ગોળીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

કૃમિ નાશક ગોળી ખવડાવવાથી બાળકોના લોહીની ઉણપમાં સુઘારો પોષણ સ્તરમાં સુઘારો થાય છે. આ ગોળીઓ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રમાં જઇ આપના બાળકને કૃમિ નાશક ગોળી અચુક ખવડાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી, ગાંધીનગર શ્રી એમ.એન.સોંલકીએ જણાવ્યું છે.


  • કૃમિ (નીમેટોડ્સ) લાંબા, નગ્ન અને અસ્થિવિહોણા સજીવો છે, જે તેમની સંતતિને ઇંડા અથવા સીસ્ટથી લાર્વા (નવા સેવાયેલા કૃમિ)ના તબક્કા સુધી લઈ જાય છે અને તેઓ ચામડી, સ્નાયુ, ફેફસા કે આંતરડું (પાચનમાર્ગ) જેવા શરીરના જે ભાગને ચેપ લગાડે છે તેની પેશીઓમાં કૃમિ સ્વરૂપે પુખ્ત થાય છે.
  • કૃમિ જ્યાં વસે છે તે જગ્યાના આધારે લક્ષણો નક્કી થાય છે
    • કોઇ લક્ષણો નથી અથવા અત્યંત થોડા.
    • લક્ષણો તાત્કાલિકપણે જોવા મળે અથવા વીસ કરતા વધારે વર્ષો પણ થાય.
    • ક્યારેક કૃમિઓ મળ સાથે પૂરેપુરા બહાર નીકળે છે તો ક્યારેક ટુકડાઓમાં નીકળે છે.
    • પાચનમાર્ગ : (જઠર, નાનુ આંતરડું, યકૃત, મોટું આંતરડું અને મળાશય)માં આંત્રકૃમિને કારણે પેઢુમાં દુખાવો, નબળાઈ, ઝાડા, ભૂખ મરી જવી, વજનમાં ઘટાડો, ઉલ્ટી, એનીમીયા, વિટામિન બી 12, લોહ જેવા ખનીજો, ચરબી અને પ્રોટિનની ઉણપો સાથેનું કુપોષણ થાય છે. પિનવર્મના ચેપમાં ગુદા અને યોનિની આસપાસ ખંજવાળ, ઉંઘવામાં મુશ્કેલી, પથારીમાં પેશાબ અને પેઢુમાં દુખાવો જોવા મળે છે.
    • ચામડી – ફોડકીઓ, વેસિકલ્સના નામે ઓળખાતી પ્રવાહી ભરેલી કોથળીઓ, ચહેરા પર ખાસ કરીને આંખોની આસપાસ અત્યંત સોજો.
    • એલર્જિક પ્રતિક્રિયાઓ – ચામડી પર અળાઈ, ખંજવાળ અને ગુદાની આસપાસ ખંજવાળ
    • યકૃતકૃમિ: મોટું થયેલું પોચું યકૃત, તાવ, પેઢુમાં દુખાવો, ઝાડા, પીળાશ પડતી ચામડી
    • લસિકા ગ્રંથિની સંડોવણી – હાથીની જેમ સૂઝેલા પગ કે વૃષણો.
    • આંત્રકૃમિ
      એસ્કેરીયાસિસ (ગોળકૃમિ) – એસ્કેરિસ કૃમિના મળમાં ઇંડા જોવા મળે છે અને મનુષ્યો ચેપવાળી જમીન\શાકભાજી દ્વારા તેમને અકસ્માતપણે ગ્રહણ કરે છે. આ કૃમિ આંતરડામાં વૃદ્ધિ પામી શકે છે અને લોહી દ્વારા સ્થળાંતરિત થઇને ફેફસા જેવા અન્ય સ્થળોએ પહોંચે છે. તેઓ વૃદ્ધિ પામીને 40 સેમી સુધી લાંબા થઈ શકે છે.

       

      3.પટ્ટીકૃમિ
      આ કૃમિઓ અસંખ્ય ખંડો ધરાવે છે. તેઓ મોટેભાગે પાચનમાર્ગ પર આક્રમણ કરે છે, જ્યાં તેઓ તેમના યજમાનમાંથી પોષણ મેળવે છે.


"કૃમિથી મુક્તિ, બાળકોને શક્તિ"






ડૉ. ઝાકીર હુસૈન

ડૉ. ઝાકીર હુસૈન

(ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ)



જન્મતારીખ: 8 ફેબ્રુઆરી 1897

જન્મસ્થળ: હૈદરાબાદ

પિતાનું નામ: ફિદા હુસૈન ખાન

માતાનું નામ: નાઝનીન બેગમ

અવસાન: 3 મે 1969 (દિલ્હી)

ઝાકીર હુસૈન ખાન ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈનનો જન્મ 8 ફેબ્રુઆરી, 1897 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, તે ઉચ્ચ મધ્યમ વર્ગના પઠાણ પરિવારના હતા. ઉત્તર પ્રદેશના ફરરૂખાબાદ જિલ્લાના કુએનગંજ ખાતે સ્થાયી થયા હતા. કમનસીબે ઝાકિર હુસૈન જ્યારે દસ વર્ષ ના હતા ત્યારે તેના પિતા ફિદા હુસેન ખાનનું અવસાન થયું હતું. તે મોહમ્મદ એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં (હવે અલીગર મુસ્લિમ યુનિવર્સિટી) ઉચ્ચ અભ્યાસ માટે ગય હતા. તે દિવસોમાં પણ તેમના જનરલ નોલેજ પ્રત્યેના તેમના પ્રેમ, તેની સમજશક્તિ અને છટાદાર વ્યક્તિત્વ અને તેમના સાથી વિદ્યાર્થીઓને મદદ કરવાની તત્પરતા માટે જાણીતા હતા.23 વર્ષની ઉમરે એમ.એ. વર્ગનો એક માત્ર એવા વિદ્યાર્થી ઝાકિર હુસેન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથમાં હતા કે જેમણે જામિયા મીલીયા ઇસ્લામિયાના નામથી રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નક્કી કર્યુ હતું.


જાકીર હુસેનની જ્ઞાન માટેની તેમની તત્પરતા 1920 ના દાયકામાં તેમને જર્મની લઈ ગઈ. ત્યાં તેમના ત્રણ વર્ષના રોકાણ દરમિયાન, તેમણે સંગીત પર યુરોપિયન કલા અને સાહિત્ય માટે ઊંડો પ્રેમ મેળવ્યો અને તેને અર્થશાસ્ત્રની બર્લિન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પદવી પણ મળી. નવેમ્બર 1948 માં, ડો.ઝાકિર હુસેનને અલીગર મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને ભારતીય યુનિવર્સિટી કમિશનના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસે તેમને ભારતીય રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ બનાવ્યા અને 1954 માં તેઓ આ સંસ્થાના વિશ્વ અધ્યક્ષ તરીકે ચૂંટાયા.


તેઓ રાજ્યસભામાં પણ નામાંકિત થયા હતા અને 1956 થી 1958 દરમિયાન યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતીય પ્રતિનિધિ બન્યા હતા. 1957 સુધી તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનના અધ્યક્ષ રહ્યા.ડો.જાકીર હુસેનને 1954 માં પદ્મ વિભૂષણ અને 1963 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ડો. જાકીર હુસેન 13 મે, 1967 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમના એક ઉદ્ઘાટન પ્રવચનમાં કહ્યું હતું કે આખું ભારત તેમનું ઘર હતું અને તેના તમામ લોકો તેમના હતા. કુટુંબના સભ્યો સમાન હતા.

તેઓ ૧૯૫૭ થી ૧૯૬૨ દરમિયાન બિહારના ગવર્નર રહ્યા હતા અને ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેેે ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ હતા.

1967 થી 1969 સુધી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા જે ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા.

તેઓ જામીયા મિલિયા ઇસ્લામિયાના સહસ્થાપક હતા અને ૧૯૨૮થી તેના વાઇસ-ચાન્સેલર પણ હતા. તેમના નેતૃત્વ હેઠળ જામીયામાં ભારતની સ્વતંત્રતાની ચળવળે જોર પકડ્યું હતું.  

તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા અને ઓફિસમાં  મૃત્યુ પામનાર પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ હતા

1998માં ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માન્માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



૧૯૬૩માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જામીયા મિલિયા ઇસ્લામિયા ખાતે ઝાકીર હુસૈનનો મકબરો આવેલ છે.




જગજીતસિંહ

જગજીતસિંહ 

(ગઝલકાર, ગઝલ કિંગ



જન્માતારીખ: 8 ફેબ્રુઆરી 1941

જન્મસ્થળ: ગંગાનગર, બીકાનેર, રાજસ્થાન

પિતાનું નામ: અમરસિંહ

માતાનું નામ: બચ્ચન કૌર

અવસાન: 10 ઓક્ટોબર 2011 (મુંબઇ)

જગજીતસિંહનો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજ રાજસ્થાન  બીકાનેરના ગંગાનગરમાં થયો હતો.
તેમનો મૂળ પરિવાર પંજાબના રોપડ જિલ્લાના હતા.

 જન્મ સમયે તેમનુ નામ જગજીવનસિંહ હતુ. તેમને સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ અને બાદમાં જલંધરમાં શિક્ષણ લીધુ, ડી.એ.વી. કોલેજમાં સ્નાતક થયા. તેમના પિતા ઈચ્છતા હતા કે જગજીતસિંહ એક એંજિનિયર બને.

અભ્યાસ પછી જગજીતસિંહે ઓલ ઈંડિયા રેડિયો જાલંધરમાં એક સિંગરને મ્યુઝિક ડાયરેક્ટરના રૂપમાં કામ શરૂ કરી દીધુ. ત્યારબાદ કુરુક્ષેત્ર યૂનિવર્સિટી હરિયાણાથી પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પણ કર્યો. 
જગજીત સિંહે ગુરૂદ્વારામાં પંડિત છગનલાલ મિશ્રા અને ઉસ્તાદ જમાલ ખાન પાસેથી ક્લાસિકલ સંગીતની શિક્ષા લીધી.

 માર્ચ 1965માં જગજીતસિંહ પોતાના પરિવારને બતાવ્યા વગર જ મુંબઈ આવતા રહ્યા હતા અને સ્ટ્રગલ શરૂ કર્યો હતો.

 મુંબઈમાં જગજીતસિંહની મુલાકાત એક બંગાળી ચિત્રા દત્તા સાથે થઈ અને બંને 1969માં લગ્નના બંધનમાં બંધાય ગયા અને તેમણે એક પુત્ર વિવેક પણ થયો.

 વર્ષ 1976માં જગજીતસિંહ અને ચિત્રાનો આલ્બમ 'The Unforgettable' રજુ થયો. જેને ઘણી પ્રશંસા મળી. જેને કારણે બંને કપલ સ્ટાર બની ગયા હતા. આ આલ્બમનુ ગીત બાત નીકલેગી ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને આજે પણ એક સુપર હિટ ગઝલ છે.

જગજીત સિંહ અને ચિત્રાસિંહ સાથે મળીને અનેક કૉન્સર્ટ કરતા હતા અને જુદા જુદા ગઝલ આલબમનો ભાગ પણ બન્યા.

 તેમનો 1980માં આવેલ આલ્બમ વો કાગજ કી કશ્તી બેસ્ટ સેલિંગ આલ્બમ બની ગયો હતો. એ જમાનામાં જગજીત સિંહ ગઝલ કિંગ બની ગયા હતા.

 પ્રાઈવેટ આલ્બમની સાથે સાથે જગજીતે ફિલ્મોમાં પણ અનેક ગઝલો ગાઈ. તેમા પ્રેમ ગીત, અર્થ, જીસ્મ, તુમ બિન, જૉગર્સ પાર્ક જેવી ફિલ્મો મુખ્ય છે.

જગજીત સિંહના પુત્ર વિવેકનુ માત્ર 18 વર્ષની વયમાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. જેના કારણે તેમની પત્ની ચિત્રાસિંહ ખૂબ અપસેટ રહેવા લાગી હતી અને એક સમય પછી તેમણે ગાવાનુ જ બંધ કરી દીધુ હતુ.

ભારત સરકાર તરફથી જગજીતસિંહને વર્ષ 2003માં પદ્મ ભૂષણથી સન્માતિ કરવામાં આવ્યા હતા.

૨૦૧૨ માં, રાજસ્થાન રાજ્ય સરકારે મરણોત્તર જગજીતસિંહને તેનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ, રાજસ્થાન રત્ન( Rajasthan Ratna)થી નવાજયા હતા.

2002 અને 2005 માં, જગજીતસિંઘને એક ટીવી શો માટે શ્રેષ્ઠ ટાઇટલ ગાયક માટે ભારતીય ટેલી એવોર્ડ( Indian Telly Award)થી નવાજવામાં આવ્યા હતો

1998, જગજિત સિંઘને સાહિત્ય એકેડેમી એવોર્ડ, ભારતનો સાહિત્યિક સન્માન આપવામાં આવ્યો. તેમને મિર્ઝા ગાલિબના કાર્યને લોકપ્રિય બનાવવા માટે એનાયત કરાયો હતો.
1998 માં રાજસ્થાન સરકાર દ્વારા સાહિત્ય કલા એકેડમી એવોર્ડ
2005 માં દિલ્હી સરકાર દ્વારા ગાલિબ એકેડેમી
1999 માં દયાવતી મોદી એવોર્ડ.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા 1998 માં લતા મંગેશકર સન્માન.
ડી. લિટ. કુરુક્ષેત્ર યુનિવર્સિટી, હરિયાણા દ્વારા 2003 માં
 2006 માં શિક્ષકનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ.
ગૂગલે 8 ફેબ્રુઆરી 2013 ના રોજ જગજીત સિંઘના 72 માં જન્મદિવસ પર ડૂડલથી સન્માનિત કર્યા

 વર્ષ 2011માં જગજીતસિંહને યૂકેમાં ગુલામ અલી સાથે પરફોર્મ કરવાનુ હતુ પણ cerebral hemorrhageને કારણે તેમને 23 સપ્ટેમ્બર 2011ના રોજ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બગડતી ગઈ. જગજીત સિંહ કોમામાં જતા રહ્યા અને 10 ઓક્ટોબરના રોજ જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા.

જગજીત સિંહે અનેક હીટ આલ્બમ આપ્યા. ‘ધી અનફર્ગેટેબલ’, ‘સહર’, ‘સંવેદના’ અને ‘ક્લોજ ટૂ માઇ હાર્ટ’, જગજીત સિંહના સૌથી લોકપ્રીય અલ્બમ છે.

તેમણે  ગીતો  ટીવી સીરિયલ મિર્ઝા ગાલિબ માટે કમ્પોઝ કર્યું હતું જે  કવિ મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત હતું.

જગજીતસિંહે 2002 માં 'સંવેદના' આલ્બમમાં અટલજીની કવિતાઓ ગાઇ હતી. પ્રસ્તાવના જાવેદ અખ્તરે લખી હતી, અવાજ અમિતાભ બચ્ચને આપ્યો હતો, અભિનય શાહરૂખ ખાને કર્યો હતો, યશ ચોપરા દ્વારા દિગ્દર્શિન કરવામાં આવ્યું હતું.

2011માં જગજીત સિંહે અંતિમ શ્વાસ લીધા હત. તેમને બ્રેઇન હેમરેજ થયું હતું

જગજીતસિંઘનું જીવનચરિત્ર બિયોન્ડ ટાઈમ નામની તેમની સાથેના આશરે 40 કલાકના ઇન્ટરવ્યુના આધારે, 2012 માં પ્રકાશિત થયું હતું. 
આ પુસ્તકનું આલેખન અને સંપાદન અશરાણી માથુર દ્વારા કરવામાં આવ્યું હતું. 

 કાગઝ કી કાશ્તિ નામની બાયોપિક દસ્તાવેજી જગજીત સિંહની જીવનયાત્રા પર બનાવવામાં આવી છે, જેમણે ધારાધોરણો તોડી અને ગઝલ દૃશ્યમાં ક્રાંતિ લાવી. આ ફિલ્મ તેની સંગીતમય કારકીર્દિમાં સંઘર્ષ અને સ્ટારડમ, તેના અંગત જીવનમાં પ્રેમ અને ખોટ અને સમયના સંગીત દૃશ્યમાં અવકાશ અને મર્યાદાઓને શોધી કાઢી છે. બ્રહ્માનંદ એસ સિંઘ દિગ્દર્શિત આ ફિલ્મ હાલમાં ભારતમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં વિશ્વવ્યાપી રિલીઝ થવાની આશા છે.

જગમોહન સિંઘ ધિમન જે સૂરોની દુનિયામાં જગજીત સિંઘ એક પ્રતિષ્ઠિત ભારતીય ગઝલ ગાયકની સાથે સાથે એક સારા સંગીતકાર પણ છે. સંગીતની દુનિયામાં તેને ગઝલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. જગજીત સિંઘની પત્ની ચિત્રા સિંઘ જે એક સારી સંગીતકાર પણ છે. ૧૯૭૦ અને ૧૯૮૦માં પોતાની પત્ની સાથે મળીને અનેક ગીતો અને ગઝલો ગાયાં છે. તેમણે અર્થ અને સાથ સાથ જેવી ફિલ્મોમાં પણ એકસાથે ગીતો ગાયા છે. જગજીત સિંઘે અનેક ભાષાઓમાં ગીતો ગાયાં છે. ફિલ્મ સજદામાં જગજીત સિંઘ અને લતા મંગેશકરે સાથે મળીને પોતાના અવાજનો જાદુ વિખેર્યો હતો. તે બંને નોન-ફિલ્મ કેટેગરીમાં એક સરખો રેકોર્ડ ધરાવે છે. ૨૦૦૩માં સરકાર દ્વારા જગજીત સિંઘને પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાતં તેમના માનમાં ૨૦૦૧૪માં ફેબ્રુઆરીમાં ભારત સરકારે બે પોસ્ટ સ્ટેમ્પ પણ બહાર પાડયા હતા. જગજીત સિંઘને ગઝલોનો બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગઝલો ભારતીય શાસ્ત્રીય સંગીતની ઢબમાં હોય છે. તે જ્યારે ગઝલ કે કોઈ ગીત કંપોઝ કરે છે ત્યારે તે તેના શબ્દો અને તેના અર્થ પર વધુ ભાર મૂકે છે. આ કારણે તેમની ગાયિકી અને તેની શૈલીને બોલ- પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. જગજીત સિંઘના ગીતોની છાપ ફિલ્મ પ્રેમ ગીત, અર્થ અને ટીવી સીરિયલ મિર્ઝા ગાલિબમાં જોવા મળી છે. જગજીત સિંઘ એકમાત્ર ગાયક છે. જેમણે થોેડા સમય પહેલા જ સ્વર્ગે સિધાવેલ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલ ગીતોને કંપોઝ કર્યા છે અને ગાયા છે. તેમના એ બે આલ્બમનું નામ નયી દિશા અને સંવેદના છે.

ये दौलत भी ले लो ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी
मगर मुझको लौटा दो बचपन का सावन
वो कागज़ की कश्ती वो बारिश का पानी


मुहल्ले की सबसे निशानी पुरानी
वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी
वो नानी की बातों में परियों का डेरा
वो चेहरे की झुरिर्यों में सदियों का फेरा
भुलाए नहीं भूल सकता है कोई
वो छोटी सी रातें वो लम्बी कहानी


कड़ी धूप में अपने घर से निकलना
वो चिड़िया वो बुलबुल वो तितली पकड़ना
वो गुड़िया की शादी में लड़ना झगड़ना
वो झूलों से गिरना वो गिर के सम्भलना
वो पीतल के छल्लों के प्यारे से तोहफ़े
वो टूटी हुई चूड़ियों की निशानी


कभी रेत के ऊँचे टीलों पे जाना
घरौंदे बनाना बनाके मिटाना
वो मासूम चहत की तस्वीर अपनी
वो ख़्वाबों खिलौनों की जागीर अपनी
न दुनिया का ग़म था न रिश्तों के बंधन
बड़ी खूबसूरत थी वो ज़िंदगानी

होंठों से छूलो तुम
मेरा गीत अमर कर दो
बन जाओ मीत मेरे
मेरी प्रीत अमर कर दो

न उमर की सीमा हो
न जनम का हो बंधन
जब प्यार करे कोई
तो देखे केवल मन
नई रीत चलाकर तुम
ये रीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

जग ने छीना मुझसे
मुझे जो भी लगा प्यारा
सब जीता किये मुझसे
मैं हर दम ही हारा
तुम हार के दिल अपना
मेरी जीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

आकाश का सूनापन
मेरे तनहा मन में
पायल छनकाती तुम
आजाओ जीवन में
साँसें देकर अपनी
संगीत अमर कर दो
होंठों से छूलो तुम  ...

તેરે બારે મે જબ સોચા નહીં થા - શહર આલ્બમની આ ગઝલના શબ્દો નવાઝ દેઓબંદીએ લખ્યા હતા. તેનું સંગીત જગજીત સિંહે આપ્યું હતું અને પોતાના અવાજથી આ ગઝલને દમદાર બનાવી હતી.

 જબ સામને તુમ આ જાતે હો -  દિલ કહીં હોશ કહીં આલ્બમની આ ગઝલ આજે પણ સુપરહિટ છે. જગજિત સિંહ, લતા મંગેશ અને આશા ભોંસલે જેવા દિગ્ગજ ગાયકોએ આ ગઝલ ગાઈ છે.  
 

 હમકો યકીં હૈ સચ કહેતી થી - જાવેદ અખ્તર દ્વારા લખાયેલી આ ગઝલના શબ્દો તમને તમારી માતાની યાદ અપાવી દેશે, આ ગઝલ સાંભળી કોઈપણ વ્યક્તિ પોતાના નાનપણમાં ખોવાઈ જાય છે.   

 

 તેરે આને કી જબ ખબર મહકે - આ ગઝલમાં ફરીએકવાર શાયર નવાઝ દેઓબંદી અને જગજીત સિંહની જોડીએ કમાલ કરી હતી.. આ ગઝલ પણ સુપરહિટ હતી.
 

 આપ કો દેખકર દેખતા રહ ગયા - જગજીત સિંહએ ગાયેલી આ ગઝલ જીવન અને પ્રેમનું વાસ્તવિક સ્વરુપ દેખાડે છે. 

 

 સરકતી જાય હૈ રુખ સે નકાબ - જગજીત સિંહની પ્રખ્ચાત ગઝલોમાંથી એક આ ગઝલ પણ છે. શાયર અમીર મિનાઈએ તેના શબ્દો લખ્યા છે. 

 

 કલ ચૌંદવી કી રાત થી- ઈબ્ર-એ-ઇન્શાએ લખેલી આ ગઝલની વાત જ કંઈ ઔર છે.  જેણે સાંભળી હોય તે જ તેને સમજી શકે અને સમજ્યા બાદ તે જગજીત સિંહના અવાજના આશિક બની જાય છે.