મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 February, 2021

અબ્રાહમ લિંકન જીવન પરિચય (Abraham Lincoln)

 અબ્રાહમ લિંકન

(અમેરિકાના ૧૬ મા પ્રમુખ)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1809

જન્મસ્થળ: સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા

અવશાન: 15 એપ્રિલ 1865 (વોશિંગ્ટન)

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો.

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું.

અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે.

અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યાં હશે.

જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી  નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.

  • ધંધામાં નિષ્ફળ – 1831
  • ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
  • ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
  • ધારાસભામાં ચૂંટાયા – 1834
  • પત્નીનું અવસાન – 1835
  • પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
  • સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
  • ઈલેકટર તરીકે હાર – 1840
  • ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843, 
  • કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
  • કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
  • કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
  • સેનેટની ચુંટણીમાં હાર – 1855
  • અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
  • સેનેટમાં હાર – 1858
  • અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860

 

     આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.


1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરજ, હિંંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્ત કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work