થૉમસ આલ્વા ઍડિસન જીવન પરિચય
(બલ્બના શોધક)
જન્મતારીખ: 11 ફેબ્રુઆરી 1847
જન્મસ્થાળ: ઓહિયો, અમેરિકા
અવસાન: 18 ઓક્ટોબર 1931 (ન્યુજર્સી, અમેરિકા)
થોમસ આલ્વા એડિસન , નામ તો સૂના હી હોંગા ?
અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું નહીં ભણ્યા હોય.
તમને યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે “બલ્બની શોધ ________ કરી હતી . ”
યાદ આવ્યું ને હવે કે થોમસ આલ્વા એડિસન કોણ ?
તમને જાણતા નવાઈ લાગશે કે થોમસ એડિસન માત્ર બલ્બના લીધે જ જાણીતા નથી પણ બલ્બની સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર વગેરે જેવા હાલ પણ જરૂર પડે એવી શોધો કરી હતી. તો ચાલો આજે આપણે થોમસ આલ્વા એડિસન, એટલે કે જેમણે લોકોના ઘર ઝળહળતાં કર્યા તેમના જીવન પર એક ડોકિયું કરીયે.
થોમસ એ 7 બાળકોમાં સૌથી નાના હતા. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના ઓહિયોના મીલાન નામના શહેરમાં એક કેનેડિયન પિતા અને ન્યુયોર્કર માતાના ઘરે થયો હતો
થોમસ આલ્વા એડિસનએ એક શોધકની સાથે સાથે ચાલાક બિઝનેસમેન હતા. હજુય પણ તેમની શોધો હાલ પણ વખાણવા લાયક છે. તેમની બધી શોધોમાંથી બલ્બ અને ફોટોગ્રાફ એ સૌથી ચર્ચિત શોધો છે. તેમણે મોશન પિક્ચર કેમેરાની પણ શોધ કરી હતી જેને તેમના નામથી ઓળખવામાં આવે છે, ” ધ વિઝાર્ડ ઓફ મેન્લો પાર્ક” !
તેમના નામે અમેરિકામાં 1093 પેટન્ટ્સ છે. આ આંકડો તેમને જર્મની, ફ્રાન્સ અને યુ.કે. માં નોંધાવેલી પેટન્ટ ને બાદ કર્યા પછીનો છે. 2003 સુધીમાં તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ્સ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે હતું.
વીજળીના બલ્બની શોધ કર્યા પછી દુનિયા તેમને રાતો રાત ઓળખવા માડી એના શિવાય તેમને ટેલિગ્રામ માઈક્રોફોન જેવી અનેક વસ્તુ બનાવી છે. આખી દુનિયાએ તેમના સંશોઘને સલામી આપી. તેમની સિદ્ધિઓ બદલ તેમને જીનિયસ કહીને બોલાવતા હતા.
એક વાર થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે આ ચિઠ્ઠી તારા માતાને આપજે. ચિઠ્ઠી વાંચીને એડિસનની માતાની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે, શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં, તેની માતાએ કહ્યું બેટા આમા લખ્યું છે કે, તમારો પુત્ર ખુબજ સમજદાર છે, અમારા ખ્યાલથી અમારી આ સ્કૂલ તમારા જીનિયસ બાળકના હિસાબથી ખુબજ નાની છે અને અમારે ત્યાં એટલા કાબિલ શિક્ષકો નથી જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે. ”થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું ત્યાં સુધી થોમસ અલ્વા એડિસન એક મહાન વૈૈજ્ઞાનિક બની ગયા હતા
એક દિવસ એડિસન પોતાની માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પાર જાય છે જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતુ એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેની આંખો ચોકી ગઈ શું લખ્યું હતું તે ચિઠ્ઠીમાં આવો હું તમને જાણવું, “તમારો પુત્ર માનસિક રીતે ખુબજ કમજોર છે અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ મહેરબાની કરીને તમે તેને ઘર પરજ ભણાવજો ” આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબજ રડ્યા. તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે “થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતું જેને તેની માતાએ એક મહાન વિજ્ઞાનિક બનાવ્યો છે.”
જુવાનીમાં તેઓ ‘સ્કેરલેટીના'(‘Scarlet Fever – જેમાં તાવની સાથે સાથે શરીર પર લાલ જેવા ચાઠાં થાય-ટોમ એન્ડ જેરીમાં જોયું હોય તો યાદ હશે ) નામના રોગમાં સપડાયા. થોડાજ સમય પછી તેમને કાનમાં સાંભળવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ. કાનની મધ્યમાં ઇન્ફેક્શન થયું .14ની ઉંમરે તેમનો જમણો કાન 80% અને ડાભો કાન સંપૂર્ણ રીતે બેહરો થઈ ગયો હતો. તેમણે એ વાસ્તવિકતા સ્વીકારી દીધી હતી કે હવે તેઓ પક્ષીઓનો મધુર કલરવ નહીં સાંભળી શકે. જ્યારે ઘર બદલી બીજા શહેરમાં રહેવા લાગ્યા, ત્યાં રેલવે સ્ટેશન આવતી જતી ટ્રેનમાં છાપાં અને ચોકલેટો, અને શાકભાજી વેંચતા. અને આ રીતે ઘરની આવકમાં થોડી મદદ કરતા. તેમ છતાં પણ તેઓ શાળાએ ભણવા જવાય એટલી આવક ન હોવાથી , ઘરે ભણતા.
તેઓ મોર્સ કોડ અને ટેલિગ્રાફી શીખ્યા. 15 વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઓપેરટર તરીકે કામ કરવા લાગ્યા. 19 વર્ષની વયે તેઓ વેસ્ટર્ન યુનિયનમાં ટેલિગ્રાફર તરીકે જોડાયા. તેમને ફરજીયાત રાતની શિફ્ટમાં કામ કરવું પડતું. પણ આનાથી તેમને તેમના પ્રયોગો અને નવી થિયરીઓ શીખવામાં સારો એવો સમય મળી જતો. આપણી ભાષામાં કહીયે તો। …નોકરી પતાવીને તેઓ નવા નવા અખતરાં કરતા.
એકવાર એવું થયું કે તેઓ તેમનો કઈંક પ્રયોગ કરી રહ્યા હતાને આકસ્મિક રીતે સલ્ફ્યુરિક એસિડ તેમના બોસના ટેબલ પર ઢોળાયું. આથી તેમના બોસે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા.
આ ઘટનાથી પછી પણ તેઓ તેમના શોખને વળગી જ રહ્યા. આપણે પેલી રજનીગંધાની એડ આવે છે ને કે … શોખ બડી ચીજ હે. બસ એજ વાક્ય એડિસન માટે પણ સેટ થાય. થોડાક જ વર્ષો બાદ તેઓ દુનિયા સમક્ષ કેટલાય મહત્વના ઉપકરણો લઈ આવ્યા અને દુનિયાએ તેમને ઇતિહાસના મહાન શોધક તરીકે વધાવી લીધા. આજે તેમના લીધે જ દુનિયાના દરેક ખૂણે રાત્રે પણ ઘેર ઘેર અજવાળાં પથરાય છે.
નીચે તેમની શોધોના લીસ્ટમાંથી માનવજગતને સૌથી મૂલ્યવાન ભેટ દર્શાવી છે.
- લાઈટ બલ્બ
- ફોનોગ્રાફ
- મોશન પિક્ચર
- આયર્ન ઓર સેપ્રેટર(લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા )
- ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર
સ્ત્રોત: દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપર, 2-11-2022
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work