વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)
13 ફેબ્રુઆરી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.
13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.
રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.
એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું
દર વર્ષે યૂનેસ્કો દુનિયાભરના બ્રોડકાસ્ટર્સ, સંગઠનો અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસે અનેક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે.
વર્લ્ડ રેડિયો દિવસ 2020ની થીમ ‘રેડિયો અને વિવિધતા’ છે.
ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી
વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે
ભારતમાં વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી.
જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું.
રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા મહેન્દ્ર મશરૂ જણાવી રહ્યા છે કે, મોરબી હોનારતના સમયમાં રેડિયો દ્વારા સમાચાર તેમના સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે પૂરગ્રસ્ત મોરબીની મદદ માટે નીકળી પડ્યા હતા.
જે તે સમયે રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત હતું. આજે સમય બદલવાની સાથે રેડિયોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે રેડિયો આજે પણ જોવા મળી રહ્યો છે.
1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં
જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.
1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી.
સ્વતંત્રતા પછી 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું.
રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો.
રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા. તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.
રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ.
ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ.
1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.
જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.
આજના યુગમાં રેડિયોની જગ્યા અનેક ઉપકરણો એ લીધી પણ FM ને કારણે રેડિયો આજે જીવંત છે
- કનેક્ટીવીટી નથી ત્યાં રેડિયો મનોરંજન અને લોકસંપર્ક રાખશે
ગૂડ મોર્નિંગ ઇન્ડીયાનાં શબ્દોથી શરું થઈને સવાર શરુ રેડિયો જ કરે અને આજે પણ લોકોના જીવનમાં રેડિયો સ્થાન પ્રાપ્ત કરેલું છે લાગે રહો મુન્ના ભાઈ ફિલ્મમાં પણ રેડિયો જ માધ્યમ બન્યું છે.
.નાગરિકો તથાપ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાંરેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રસાર ભારતીનામુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી એ રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હાથધરાયેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી. 1936 માં આકાશવાણીની સ્થાપના થઈ હતી. અનેઆજે રેડિયો પરથી 92 ભાષાઓ અને બોલીઓમાં 607 સમાચાર બુલેટિનો પ્રસારીત થાય છે.
રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.
સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.
આપણા દેશમાં મુંબઇ અને કોલકાતામં 1927માં રેડીયો પ્રસારણની શરૂઆત થઇ હતી, શરૂઆતમાં મુંબઇના રેડિયો ક્લબ તરફથી 1923માં પહેલા કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઇ અને કોલકાતાના પ્રાઇવેટ ટ્રાંસમીટરોને 1930માં સરકારે પોતાના નિયંત્રણમાં લીધુ અને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોરપોરેન રાખ્યું હતું. 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો પડ્યું અને 1957થી અત્યાર સુધી પ્રચલિત આકાશવાણી નામ આપવામાં આવ્યું હતું.
14 ઓક્ટોબર 2014થી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ રવિવારે તે મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરતા રહે છે.
જાણીતી રેડિયો ચેનલ
રેડિયો ચેનલ ફ્રિકવ ન્સી સ્લોગન સ્થાપના વર્ષ
Radio Mirchi 98.3 Mirchi FM it's hot! 2001
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work