મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

08 February, 2021

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ

 રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ



ભારત સરકારના એમોનિયા મુક્ત ભારત અભિયાન અન્વયે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની  ઉજવણી 8 ફેબ્રુઆરી અને 10 ઓગસ્ટ્ના રોજ કરવામાં આવે છે.

૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવામાં આવે છે.

 ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિથી મુક્તિ અપાવવા વર્ષમાં ઓગસ્ટ અને ફેબુ્આરી એમ બે વખત કૃમિનાશક આલ્બેન્ડાઝોલ નામની ટેબલેટ આપવામાં આવે છે.

રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની  ઉજવણીની શરુઆત 2015માં થઇ હતી. જેનુ આયોજન ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરાવામાં આવે છે.

આ દવા ખાવાથી બાળકોમાં ઉભા થતા કૃમિનો નાશ થાય છે અને બાળકનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થઇ શકે છે.

કૃમિ ચેપીથી બાળકોના સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક અસર જેવા મળે છે. જેવી કે લોહીની ઉણપ (પાડુંરોગ) કુપોષણ, ભુખના લાગવી, બેચેની, પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને ઝાડા અને વજન ઓછું થવું જેવા કારણે બાળકને હમેશા થાક લાગે છે. તથા બાળકોને સંપૂર્ણપણે શારીરિક અને માનસિક વિકાસ થતો નથી. જેથી દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિ નાશક ગોળી ખવડાવવામાં આવે છે. તા. ૮ ઓગષ્ટ રાષ્ટ્રીય કૃમિ મુક્તિના દિવસની ઉજવણી નિમિત્તે શાળાએ ન જતાં અને આંગણવાડી ખાતે ન નોંઘાયેલ હોય તેવા તથા ૧ થી ૧૯ વર્ષના શાળાએ જતાં તમામ બાળકોને આ કૃમિ નાશક ચાવવાની ગોળીનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

કૃમિ નાશક ગોળી ખવડાવવાથી બાળકોના લોહીની ઉણપમાં સુઘારો પોષણ સ્તરમાં સુઘારો થાય છે. આ ગોળીઓ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રમાં જઇ આપના બાળકને કૃમિ નાશક ગોળી અચુક ખવડાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી, ગાંધીનગર શ્રી એમ.એન.સોંલકીએ જણાવ્યું છે.


  • કૃમિ (નીમેટોડ્સ) લાંબા, નગ્ન અને અસ્થિવિહોણા સજીવો છે, જે તેમની સંતતિને ઇંડા અથવા સીસ્ટથી લાર્વા (નવા સેવાયેલા કૃમિ)ના તબક્કા સુધી લઈ જાય છે અને તેઓ ચામડી, સ્નાયુ, ફેફસા કે આંતરડું (પાચનમાર્ગ) જેવા શરીરના જે ભાગને ચેપ લગાડે છે તેની પેશીઓમાં કૃમિ સ્વરૂપે પુખ્ત થાય છે.
  • કૃમિ જ્યાં વસે છે તે જગ્યાના આધારે લક્ષણો નક્કી થાય છે
    • કોઇ લક્ષણો નથી અથવા અત્યંત થોડા.
    • લક્ષણો તાત્કાલિકપણે જોવા મળે અથવા વીસ કરતા વધારે વર્ષો પણ થાય.
    • ક્યારેક કૃમિઓ મળ સાથે પૂરેપુરા બહાર નીકળે છે તો ક્યારેક ટુકડાઓમાં નીકળે છે.
    • પાચનમાર્ગ : (જઠર, નાનુ આંતરડું, યકૃત, મોટું આંતરડું અને મળાશય)માં આંત્રકૃમિને કારણે પેઢુમાં દુખાવો, નબળાઈ, ઝાડા, ભૂખ મરી જવી, વજનમાં ઘટાડો, ઉલ્ટી, એનીમીયા, વિટામિન બી 12, લોહ જેવા ખનીજો, ચરબી અને પ્રોટિનની ઉણપો સાથેનું કુપોષણ થાય છે. પિનવર્મના ચેપમાં ગુદા અને યોનિની આસપાસ ખંજવાળ, ઉંઘવામાં મુશ્કેલી, પથારીમાં પેશાબ અને પેઢુમાં દુખાવો જોવા મળે છે.
    • ચામડી – ફોડકીઓ, વેસિકલ્સના નામે ઓળખાતી પ્રવાહી ભરેલી કોથળીઓ, ચહેરા પર ખાસ કરીને આંખોની આસપાસ અત્યંત સોજો.
    • એલર્જિક પ્રતિક્રિયાઓ – ચામડી પર અળાઈ, ખંજવાળ અને ગુદાની આસપાસ ખંજવાળ
    • યકૃતકૃમિ: મોટું થયેલું પોચું યકૃત, તાવ, પેઢુમાં દુખાવો, ઝાડા, પીળાશ પડતી ચામડી
    • લસિકા ગ્રંથિની સંડોવણી – હાથીની જેમ સૂઝેલા પગ કે વૃષણો.
    • આંત્રકૃમિ
      એસ્કેરીયાસિસ (ગોળકૃમિ) – એસ્કેરિસ કૃમિના મળમાં ઇંડા જોવા મળે છે અને મનુષ્યો ચેપવાળી જમીન\શાકભાજી દ્વારા તેમને અકસ્માતપણે ગ્રહણ કરે છે. આ કૃમિ આંતરડામાં વૃદ્ધિ પામી શકે છે અને લોહી દ્વારા સ્થળાંતરિત થઇને ફેફસા જેવા અન્ય સ્થળોએ પહોંચે છે. તેઓ વૃદ્ધિ પામીને 40 સેમી સુધી લાંબા થઈ શકે છે.

       

      3.પટ્ટીકૃમિ
      આ કૃમિઓ અસંખ્ય ખંડો ધરાવે છે. તેઓ મોટેભાગે પાચનમાર્ગ પર આક્રમણ કરે છે, જ્યાં તેઓ તેમના યજમાનમાંથી પોષણ મેળવે છે.


"કૃમિથી મુક્તિ, બાળકોને શક્તિ"






No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work