મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 February, 2021

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય (Dayananda Saraswati)

 મહર્ષિ દયાનંદ સરસ્વતી 

(આર્ય સમાજના સ્થાપક)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1824

જન્મસ્થળ: ટંકારા, મોરબી, ગુજરાત

પિતાનું નામ: અંબાશંકર  તિવારી

માતાનું નામ: અમૃતાબાઇ

અવશાન: 30 ઓક્ટોબર 1883 (અજમેર, રાજસ્થાન)

સન્માન: મહર્ષિ

ગુરુનું નામ: સ્વામી વિરજાનંદ

મૂળ નામ: મૂળશંકર કરશનદાસ તિવારી

સંદેશ: “Back to the Vedas” અને “कृण्वन्तो विश्वं आर्यं”



મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

જે સમયે તેમાનો જન્મ થયો ત્યારે ભારતમાં અજ્ઞાનતા, જડતા, દંભ, અસ્પૃશ્યતા, બાળ વિવાહ, વિધવા, સતીપ્રથા જેવી અનેક કુરીતિઓ હતી.  અજ્ઞાનતાને  કારણે સામાન્ય લોકો ખૂબ નબળા લાગતા હતા.. આવા સમયે સ્વામી દયાનંદે મૂર્તીપૂજાને ખોટી ગણાવી શાસ્ત્રો અને વેદોને સર્વોચ્ચ ગણાવી હતી. તેમણે ઢોંગી લોકોની નિંદા કરી અને માનવ સેવાને સર્વોચ્ચ ગણાવી હતી.

એક ઘટના પછી, તેનું જીવન બદલાઈ ગયું અને તેણે 1846 માં 21 વર્ષની ઉંમરે સંંન્યાસી બનવા  તે ઘરેથી નીકળી ગયા

સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા.

 પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 

અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. 

દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. 

યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. 

અહીં તહી સાચા  જ્ઞાનનની શોધમાં ભટક્યા પછી, મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરસ્વતી બની ગયા છે, તે મથુરામાં વેદોના વિદ્વાન  પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ પાસે પહોંચ્યા. દયાનંદે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું. જે વૈદિક સાહિત્યના જાણીતા વિદ્વાન હતા. તેમણે તેમને વેદ શીખવ્યાં

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા.

પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. 

તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.

સ્વામીજીએ તેમના મંતવ્યોનો પ્રચાર કરવા માટે 1863 થી 1875 સુધી દેશની મુલાકાત લીધી હતી.

 ૧૮૭૫માં મુંંબઇમાં આર્યસમાજ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ વેદોને માને છે.

સ્વામી દયાનંદે આર્ય સમાજના નિયમો તરીકે વિશ્વને 10 સૂત્રો આપ્યા છે. જો તેનું અનુસરણ કરવામાં આવે તો, વિશ્વમા ખુશી, સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે છે. દસ નિયમો શારીરિક, આધ્યાત્મિક, સાર્વત્રિક ભાઈચારો અને માનવતા વિશે છે.


1875માં તેમણે સત્યાર્થ પ્રકાશ નામની કૃતિની રચના કરી હતી. તેમના દ્વારા રચિત મહાન પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ' હજી પણ આર્ય સમાજ  માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. 


  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. 

આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા.

 દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. 

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંતસિંહની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work