મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

07 November, 2020

ડૉ. સી. વી. રામન જીવન પરીચય

 ડૉ. સી. વી. રામન 


પુરુ નામ: ચંદ્રશેખર વેંકટ રામન
જન્મ તારીખ: 7 નવેમ્બર 1888
જન્મ સ્થળ:  તિરુચિરાપલ્લી (તામિલનાડુ)
અવશાન: 21 નવેમ્બર 1970 (બેંગ્લોર)

પ્રકાશના કિરણો કઇ રીતે કાર્ય કરે અને તે પૃથ્વી ઉપર કઇ રીતે આવે છે તે વિશે ઊંડું સંશોધન કરી લોકોને માહિતગાર કરનાર ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનના જીવન વિશે આજે જાણીશું.

સી.વી. રામન એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા.

સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

એમની માતૃભાષા તમિલ છે. 

બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમઆંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. 

चन्द्रशेखर वेंकट रमन जीवनी

 



नाम : चंद्रशेखर वेंटक रमन

जन्म : 7 नवंबर, 1888.
जन्म : तिरुचिरापल्ली (तमिलनाडू).
पिता : चंद्रशेखर अय्यर.
माता : पार्वती अम्मल.
शिक्षा : 1906 में M.Sc. (भौतिक शास्त्र).
पत्नी : लोकसुंदरी.

आरम्भिक जीवन :

        चन्द्रशेखर वेंकटरमन का जन्म ७ नवम्बर सन् १८८८ ई. में तमिलनाडु के तिरुचिरापल्ली नामक स्थान में हुआ था। आपके पिता चन्द्रशेखर अय्यर एस. पी. जी. कॉलेज में भौतिकी के प्राध्यापक थे। आपकी माता पार्वती अम्मल एक सुसंस्कृत परिवार की महिला थीं। सन् १८९२ ई. मे आपके पिता चन्द्रशेखर अय्यर विशाखापतनम के श्रीमती ए. वी.एन. कॉलेज में भौतिकी और गणित के प्राध्यापक होकर चले गए। उस समय आपकी अवस्था चार वर्ष की थी। आपकी प्रारम्भिक शिक्षा विशाखापत्तनम में ही हुई। वहाँ के प्राकृतिक सौंदर्य और विद्वानों की संगति ने आपको विशेष रूप से प्रभावित किया।

06 November, 2020

અરદેશર ખબરદાર જીવન પરિચય

 અરદેશર ખબરદાર


જન્મતારીખ: 6 નવેમ્બર 1881
જન્મ સ્થળ: દમણ
અવશાન: 30 જુલાઇ 1930 (ચેન્નઇ)
ઉપનામ:અદલ

અરદેશર ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા. 

તેમની ગુજરાતી કવિતા "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" અત્યંત લોકપ્રિય છે.

તેમનો જન્મ ગુજરાતના દમણ ગામમાં 6 નવેમ્બર 1881ના રોજ થયો હતો.

તેમણે પ્રાથમિક શિક્ષણ દમણમાં પૂર્ણ કર્યા પછી  માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી લીધું.

તેઓ 1941માં અંધેરી મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

05 November, 2020

વિરાટ કોહલી જીવન પરિચય

 વિરાટ કોહલી 



જન્મ તારીખ: 5 નવેમ્બર 1988

જન્મસ્થળ:  દિલ્હી

પિતાનું નામ: પ્રેમ કોહલી (ક્રિમિલિયર વકીલ)

માતાનું નામ: સરોજ કોહલી


વિરાટ કોહલી  ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે હાલમાાં ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે.

 તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે

19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેમની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

કોહલી પ્રથમ વખત ઓક્ટોબર 2002 માં દિલ્હી અંડર -15 ટીમ તરફથી 2002–03 પોલી ઉમ્રીગર ટ્રોફીમાં રમ્યો હતો

2004 ના અંતમાં 2003-2004 Vijay Merchant Trophy માટે તેમની દિલ્હી અંડર -17 ટીમમાં પસંદગી થઈ.

શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યા હતા, ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમનો તે ભાગ હતો. 

04 November, 2020

શકુંતલા દેવી જીવન પરિચય

 શકુંતલા દેવી



જન્મતારીખ: 4 નવેમ્બર 1929

જન્મ સ્થળ:  બેંગ્લોર (કર્ણાટક)

અવશાન : 21 એપ્રિલ 2013 ( બેંગ્લોર , કર્ણાટક)

બિરુદ: માનવ કોમ્પ્યુટર ( Human Computer),  માનવ કેલ્ક્યુલેટર

કૅનેડાનો એક ટી.વી. શો, જેમાં એક વિશાળ પેનલ છે અને તેમાં ઘણા નિષ્ણાતો, જે ગણિતના જટિલ અને મુશ્કેલ પ્રશ્નો સાથે તૈયાર હતા. બ્લૅકબોર્ડ પર પ્રશ્ન લખાઈ રહ્યો છે અને જવાબ આપનારાં છે, સાડી પહેરેલાં ભારતીય મહિલા, જેઓ ભારતથી કૅનેડા ગયાં હતાં.

તેમને આઠ અંકની સંખ્યા આપવામાં આવી હતી. 2459593728નો 38722136થી ગુણાકાર કરવાનો હતો.

આ સવાલ લખવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ઓછા સમયમાં મહિલા જવાબ જણાવે છે.

તેમનામાં આત્મવિશ્વાસથી એટલો બધો હતો કે જવાબ આપતી વખતે તેઓ હસીને પેનલને પૂછે છે કે 16-અંકનો જવાબ જમણેથી ડાબે લખું કે ડાબેથી જમણે લખું.

આ કૅનેડિયન શોમાં પ્રશ્નોના જવાબ આપનારાં મહિલાનું નામ છે શકુંતલા દેવી, જેમને 'હ્યુમન કમ્પ્યુટર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

વાસુદેવ બળવંત ફડકે જીવન પરિચય

 વાસુદેવ બળવંત ફડકે

4 નવેમ્બર 1845


ફડકેનો જન્મ ૪ નવેમ્બર ૧૮૪૫ના રોજ પનવેલ તાલુકાના શિરઢોણ ગામે (હાલ રાયગઢ જિલ્લો) મહારાષ્ટ્રમાં થયો હતો. 
ભારતમાં ક્રાંતિકારી પ્રવુતિની શરૂઆત  કરી હતી, ક્રાંતિકારી પ્રવૃત્તિ ના પ્રથમ શહિદ .
તેમણે કુશ્તી, તલવારબાજી અને ઘોડેસવારી ઉપરાંત શસ્ત્ર ચલાવવાની તાલીમ મેળવી હતી. 
અભ્યાસમાં તેમની રુચિ ન હોવાથી હાઇસ્કૂલનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો.
 છુટ્ટક નોકરીઓ બાદ તેઓ પુના સ્થળાંતરીત થયા જ્યાં તેમણે સૈન્ય એકાઉન્ટ વિભાગમાં ક્લાર્ક તરીકેની નોકરી મેળવી.
 આ દરમિયાન તેઓ લાહુજી રાઘોજી સાલ્વેના સંપર્કમાં આવ્યા. સાલ્વે પછાત જાતિના અગ્રગણ્ય વ્યક્તિ હતા જે બ્રિટીશ શાસનમાંથી મુક્તિ માટે પ્રયત્નશીલ હતા અને પહેલવાનો માટે એક તાલીમ કેન્દ્ર ચલાવતા હતા. તેમણે વાસુદેવ ફડકેને પછાત જાતિઓને સ્વતંત્રતા આંદોલનની મુખ્યધારામાં જોડવાનું મહત્વ સમજાવ્યું. આ સમયગાળા દરમિયાન જ ફડકેએ મહાદેવ ગોવિંદ રાનડેના વ્યાખ્યાનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, રાનડેએ તેમના વ્યાખ્યાનોમાં બ્રિટીશ શાસનની નીતિઓ અને તેની ભારતીય અર્થવ્યવસ્થા પર નકારાત્મક પ્રભાવ વિશે ધ્યાન દોર્યું. ફડકે દેશવાસીઓની પરિસ્થિતિ જાણી ખૂબ જ વ્યથિત થયા. 
૧૮૭૦માં પુના ખાતે લોકોની ફરિયાદોનું સમાધાન કરવા માટે આયોજીત એક જનાઅંદોલનમાં તેઓએ ભાગ લીધો. તેઓએ યુવાઓને શિક્ષણ માટે ઐક્ય વર્ધિની સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. ક્લાર્કની નોકરી દરમિયાન રજા મળવામાં વિલંબ થતાં તેઓ તેમની બીમાર માતાના અંતિમ દર્શન નહોતા કરી શક્યા. આ ઘટનાથી તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા

03 November, 2020

અમર્ત્ય સેન જીવન પરિચય

 



જન્મ તારીખ : 3 નવેમ્બર 1933

જન્મ સ્થળ: શાંતિનિકેતન(પશ્ચિમ બંગાળ)

 માતા-પિતા: અમિતા અને આશુતોષ સેન

તેમના વડીલોનું મૂળ વતન હાલના બાંગ્લાદેશના ઢાંકામાં આવેલ છે.

તેમણે ઢાંકા (હવે બાંગ્લાદેશમાં) માં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમના પિતા રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા.


કોલકાતા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે 1959 માં પી.એચડીની ડિગ્રી મેળવી હતી.  તેમણે ભારત,ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી( યુ.કે)માં અને હાર્વર્ડ યુનિવર્સિટી(યુ.એસ)માં પ્રોફેસરશિપ કરી હતી.


અમર્ત્ય સેન ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે , જેમને 1998માં કલ્યાણ અર્થશાસ્ત્ર અને સામાજિક પસંદગીના સિદ્ધાંત તેમજ સમાજના ગરીબ વર્ગના પ્રશ્નો અંગેના તેમના રસને જોતા આર્થિક વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સેન દુકાળના અંગેના તેમણે કરેલા કાર્યો માટે ખાસ્સા વખણાય છે, કારણ કે તેમના આ કાર્યથી ખોરાકની વાસ્તવિક અથવા તો કહેવાતી ઉણપની અસરોને રોકવા અથવા તો મર્યાદિત કરવાના વાસ્તવિક ઉપાયોના વિકાસમાં વેગ મળ્યો છે.

તેઓ વર્તમાનમાં થોમસ ડબલ્યુ લામોન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ હાર્વર્ડ સોસાયટી ઓફ ફેલોસના સિનિયર ફેલો છે, આ સાથે ઓલ સોઉલ્સ કૉલેજ, ઓક્સફોર્ડ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજના પણ ફેલો છે, જ્યા અગાઉ તેઓ 1998 થી 2004 દરમિયાન માસ્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓક્સબ્રિગેડ કૉલેજમાં શૈક્ષણિક વડા તરીકે તેઓ પહેલા એશિયન અને પહેલા ભારતીય છે.

02 November, 2020

યોગેશ્વર દત્ત જીવન પરિચય

 યોગેશ્વર દત્ત

2 નવેમ્બર 1982


2012ની કુસ્તીમા ઑલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર યોગેશ્વર દત્ત




01 November, 2020

Whatsapp અને ટેલીગ્રામ ગૃપ લીંક

  વિશેષ દિન ક્વીઝ ગૃપ દ્વારા બનાવવામાં આવતી ક્વીઝ્ની લિંક તમારા મોબાઈલમાં નિયમિત મેળવવા નીચે આપેલ કોઇ પણ એક ગૃપની લિંક પર ક્લિક કરવી,




ગૃપ -1 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -2 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -3 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -4 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -5 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -6 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -7 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -8 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -9 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -10 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -11 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.

ગૃપ -12 માં જોડાવા માટે અહી ક્લિક કરવી.



ટેલીગ્રામ ગૃપમાં જોડાવા માટે

અહી ક્લિક કરો.

31 October, 2020

સરદાર વલ્લભભાઇ પટેલ જીવન પરિચય

 સરદાર વલ્લભભાઇ પટેલ 

31 ઓક્ટોબર 1875



પુરુ નામ: વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ

જન્મતારીખ : 31 ઓક્ટોબર 1875

જન્મ સ્થળ: નડિયાદ (ગુજરાત)

પિતાનું નામ: ઝવેરભાઇ પટેલ

માતાનું નામ: લાડબાઇ 

અવશાન: 15 ડિસેમ્બર 1950 (મુંબઇ)

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.