મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 February, 2021

છત્રપતિ શિવાજી (Shivaji)

 છત્રપતિ શિવાજી મહારાજ



જન્મતારીખ: 19 ફેબ્રુઆરી 1630

જન્મસ્થળ: શિવનેરી કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર

પુરુ નામ: શિવાજી રાજે ભોંસલે

ઉપનામ: છત્રપતી શિવાજી મહારાજ

પિતાનું નામ: શાહજી

માતાનું નામ: જીજાબાઇ

અવશાન:  3 એપ્રિલ 1680

આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના આધારે ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા - છત્રપતિ શિવાજી મહારાજ.

 વીર શિવાજી મહારાજને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. જ્યારે મુગલો દ્વારા ભારતનું શાસન હતું અને મુગલના આતંકથી ભારતના લોકો આતંકી હતા. જ્યારે દેશ ગુલામીની  નિંદ્રામાં ડૂબી ગયો હતો. ત્યારે વીર શિવાજીએ ગુલામી અને મોગલોના જુલમની વિરુદ્ધ બળવો કર્યો, સૂતેલા દેશવાસીઓને નિંદ્રામાંથી જાગૃત કર્યા.

શિવાજી મહારાજના જન્મ સમયે ભારતમાં એક મહાન સંકટ હતું. તે સમયે, દિલ્હીના સિંહાસન પર મોગલ બાદશાહ ઔરંગઝેબ શાસન કરતો હતો. ઔરંગઝેબની કટ્ટરતાની છાયા હેઠળ આખા ભારતના મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા ચરમસીમાએ હતી.

હિન્દુ સમુદાય પર વિવિધ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા હતા. હિન્દુ સમુદાયના લોકોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડતી હતી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય પ્રર્વતેલુ હતું  તે દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો ઉદભવ થયો.

 છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પુણે નજીક આવેલા  શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો

તેમના પિતા શાહજી બીજપુરના બાદશાહ તરીકે ઉચ્ચ પદ પર હતા.

તેમને તેમના માર્ગદર્શક દાદા કોંડદેવ અને માતા જીજાબાઈ તથા  ગુરુ સ્વામી રામદાસે ઉછેર્યા હતા. તેમની માતા જીજાબાઈએ તેનું જીવન વીર શિવાજીનું ઉચ્ચ પાત્ર બનાવવા માટે સમર્પિત કર્યું. શિવજી તેની માતાની ધાર્મિક કથાઓ સાથે વીર યોદ્ધાઓની કથાઓ સાંભળતા હતા.

આ રીતે, તેમનામાંની બહાદુરી અને ઉત્સાહ બાળપણથી જ રડે છે. નાનપણથી જ તેણે યુદ્ધ, ભાલા અને ધનુષ અને તીર ચલાવવામાં નિપુણતા મેળવી હતી. શિવાજી બાળપણમાં ક્રીટિમ યુદ્ધની રમત તેના છોકરાની સાથે જ રમતા હતા.

હિન્દુ પદ પાદશાહીના સંસ્થાપક શિવાજીના ગુરૂ રામદાસજીનુ નામ ભારતના સાધુ સંતો અને વિદ્વત સમાજમાં સુવિખ્યા છે. તેમને દાસબોધ નામના એક ગ્રંથની રચના પણ કરી હતી.
જે મરાઠી ભાષામાં છે. સંપૂર્ણ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમણે 1100 મઠ અને અખાડા સ્થાપિત કરી સ્વરાજ્ય સ્થાપના માટે જનતાને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો.
તેમને અખાડાની સ્થાપનાનું શ્રેય જાય છે. તેથી તેમને ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવ્યો. જ્યારે કે તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. શિવાજી પોતાના ગુરૂ પાસેથી પ્રેરણા લઈને જ કોઈ કાર્ય કરતા હતા.
છત્રપતિ શિવાજીને મહાન શિવાજી બનાવવામાં રામદાસજીનુ ખૂબ મોટુ યોગદાન હતુ.

શિવાજી ઘણી બધી કલાઓમાં માહિર હતી. તેમને બાળપણથી જ રાજનીતિ અને ધર્મની શિક્ષા લીધી હતી

ઘણા લોકો તેમને હિન્દુ હૃદય સમ્રાટ કહે છે અને કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ પણ કહે છે.

6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.

1674ની સાલમાં શિવાજીએ જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને જેથી જ આજે પણ તેઓને લોકોનો રાજા કહેવામાં આવે છે.

 મોગલ બાદશાહ ઔરંગઝેબે તેના સેનાપતિને વીર શિવાજી સાથે લડવા મોકલ્યો. વીર શિવાજીએ તેની નાની સેના સાથે મોગલો સામે લડ્યા. પોતાની નાની સૈન્ય સાથે પર્વતોમાં સંતાઇને, શિવાજીએ મોગલો સામે  યુદ્ધ કર્યું.

આ રીતે, તેણે ઔરંગઝેબની યોજનાઓને ઘણી વખત ધક્કો માર્યો. પરંતુ થોડા દિવસો પછી, મોગલ સેનાપતિ મિર્ઝા જયસિંગે તેની વિશાળ સૈન્ય સાથે શિવજીના ઘણા કિલ્લાઓ કબજે કર્યા.

શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ સાંઇબાઈ નિમ્બલકર સાથે થયાં હતાં. 

 શિવાજીએ ઘેરિલા યુદ્ધ જેવી કળા મરાઠાઓને યુદ્ધ કુશળતા શીખવી હતી. 

તેમણે મરાઠાઓની ખૂબ મોટી સેના ઉભી કરી હતી.

 શિવાજી બધા ધર્મોના લોકોમાં માનતા હતા. તેમની સેનામાં ઘણા મુસ્લિમ સૈનિકો પણ હતા. 

તેમનું મુખ્ય લક્ષ્ય મુઘલ સૈન્યને હરાવવા અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરવાનું હતું. 

શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત ભારતની આઝાદીની લડતમાં ઘણા લોકોએ તેમના શરીર, મન અને સંપત્તિનો ત્યાગ કર્યો હતો. 

શિવાજી મહિલાઓને પણ માન આપતા હતા. તેમણે મહિલાઓ સામે હિંસા, શોષણ અને અપમાનનો વિરોધ કર્યો હતો. 

મહિલા અધિકારોના ઉલ્લંઘનને પરિણામે તેમના રાજ્યમાં શિક્ષા આપવામાં આવી હતી.

મુગઘલો સાથે શિવાજી મહારાજનો પહેલો મુકાબલો વર્ષ 1656-57ની સાલમાં થયો હતો.

વીર શિવાજીને 1 મે 1666 ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબના દરબારમાં હાજર થવું પડ્યું. હકીકતમાં, ઔરંગઝેબે શિવાજીને જયસિંહ દ્વારા બોલાવી હતી. ત્યાં તેનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવતું ન હતું. .ઉલટું, તેની ધરપકડ કરવામાં આવી હતી અને નજરકેદ રાખવામાં આવ્યા.

તેથી, તેઓ ખૂબ ગુસ્સે થયા  તેઓ ઔરંગઝેવની યુક્તિ સમજી ગયા ઔરંગઝેબ તેમને બંદી બનાવીને મારી નાખવા માંગતો હતો . આ સ્થિતિમાં, તેમણે પોતાની શાણપણ અને સમજદારીનો ઉપયોગ કર્યો.

એક દિવસ તેમને ચાલાકીપૂર્વક મુઘલોને ચકમો આપી  મુઘલ દરબારમાંથી છટકી ગયા. માથાના વાળ કાપ્યા પછી, તેઓ કાશી અને જગન્નાથપુરી થઈને રાયગઢ પહોંચ્યા.

 શિવાજીને જ્યારે ગુપ્ત રીતે કેદમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે તેઓ કેટલાક દિવસ ઈન્દોરમાં પણ રહ્યાં. 

રામદાસે જ્યારે છત્રપતિને આગ્રાથી છોડાવ્યા હતા ત્યારે તેઓ મહારાષ્ટ્ર માલવા થઈને ગયા હતા. આ દરમિયાન તેઓ કેટલાક દિવસ સુધી ઈન્દોરના પ્રાચીન દત્ત મંદિર અને ખંડવાના ખેડાપતિ હનુમાન મંદિરમાં રહ્યાં હતા 

.આની સૂચના મળતાની સાથે જ ગુરૂ સમર્થ રામદાસે પોતાની આઈડિયાથી તેમને છોડાવવાની યોજના બનાવી. ઔરંગઝેબને ભેટના રૂપમાં ફળો અને મિઠાઈઓ મોકલવામાં આવતી હતી. જે મિઠાઈઓ મોટી-મોટી પેટીઓમાં મોકલવામાં આવતી હતી. જે પેટીઓમાં શિવાજીને બહાર નિકાળવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના હેઠળ જ શિવાજી મહારાજને બહાર નિકાળવામાં આવ્યા હતા. આમ શિવાજી અને છત્રપતિ શિવાજીને આઝાદ કરવામાં સફળ રહ્યાં હતા.

1674 માં વીર શિવજીનો રાયગઢના કિલ્લામાં પૂરા આદર સાથે તાજ પહેરાવવામાં આવ્યો. આ રાજ્યાભિષેક પછી, તેઓ છત્રપતિ કહેવાયા. હવે વીર શિવાજી ધીરે ધીરે શક્તિશાળી બન્યા.

બીજપુરના સુલતાન આદિલશાહના મૃત્યુ પછી, ત્યાં અરાજકતાનું વાતાવરણ ઊભું થયું, તેનો લાભ લઈને મોગલ બાદશાહ ઔરંગઝેબે બીજપુર પર આક્રમણ કર્યું. 

બીજી બાજુ શિવાજીએ જુન્નાર શહેર પર પણ હુમલો કર્યો અને ઘણી મુઘલ સંપત્તિ અને 200 ઘોડા કબજે કર્યા હતાં. પરિણામે ઔરંગઝેબ શિવાજી ઉપર ગુસ્સે થયો હતો. 

 ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને કેદ કરી અને મોગલ બાદશાહ બન્યો ત્યાં સુધીમાં શિવાજીએ આખા દક્ષિણમાં પગ પેસારો કરી દીધો હતો.

 શિવાજી મહારાજના મૃત્યુ અને વારસદાર:

શિવાજી તેમના છેલ્લા દિવસોમાં બીમાર પડ્યા હતા અને શિવાજીનું 3 એપ્રિલ 1680 ના રોજ અવસાન થયું હતું. તે પછી તેમના પુત્ર રાજારામને ગાદી મળી. શિવાજીના મૃત્યુ પછી, ઔરંગઝેબે ભારત પર શાસન કરવાની તેમની ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેની 5,00,000 સૈન્ય સાથે દક્ષિણ ભારત તરફ વળ્યું.

રાજારામનું મૃત્યુ 1700માં થયું હતું, ત્યારબાદ રાજારામની પત્ની તારાબાઈએ 4 વર્ષના પુત્ર શિવાજી-2ના સંરક્ષક તરીકે શાસન કર્યું હતું. મરાઠાઓ સ્વરાજના યુદ્ધમાં આખરે 25 વર્ષ થાકી ગયા હતા અને તે જ ઔરંગઝેબને છત્રપતિ શિવાજીના  સ્વરાજમાં દફનાવવામાં આવ્યો હતો


શિવાજી એ એક નવી રણનિતિ આપી જેનુ નામ છાપમાર નિતિ કે ઘેરીલા નિતિ કહેવાય છે.

શિવાજીના માનામાં મુંબઇમાં  એરપોર્ટ્નું નામ છત્રપતિ શિવાજી એરપોર્ટ છે.

શિવાજીના મંત્રી મંડળમાં આઠ મંત્રીઓ હતા જેમને અષ્ટ પ્રધાન પણ કહેવામા આવે છે.

મહારાષ્ટ્રના ઉસ્મનાબાદ જીલ્લામાં સ્થિત છે તુળજાપુર. એક એવુ સ્થાન જ્યા છત્રપતિ શિવાજીની કુળદેવી માં તુળજા ભવાની સ્થાપિત છે.

સંત રામદાસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા.

પ્રતાપગઢ અને રાયગઢ કિલ્લઓ જિત્યા બાદ શિવાજીએ રાયગઢને મરાઠા રાજ્યની રાજધાની બનાવી હતી. 


સિંહગઢની લડાઇમાં કોડાણાનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, "ગઢ આલા પણ સિંહ ગેલા" (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. 

તાનાજીના જીવન પર આધારિત હિંદી ફિલ્મ તાનાજી બની છે જેમા તાનાજીનો અભિનય અજય દેવગણે કરેલ છે.


  

સિંહગઢની લડાઇ[ફેરફાર કરો]







આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી 






17 February, 2021

રામકૃષ્ણ પરમહંસ જીવન પરિચય (Ramkrishn Paramhans)

 18 ફેબ્રુઆરી

(સ્વામી વિવેકાનંદના ગુરુ, દક્ષિણેશ્વરના ઠાકુર)



જન્મતારીખ: 18 ફેબ્રુઆરી 1836

જન્મસ્થળ: કામારપુકુર (બંગાળ)

અવશાન: 16 ઓગસ્ટ 1886

મૂળ નામ: ગદાધર

પિતાનું નામ: ખુદીરામ  ચટ્ટોપાધ્યાય

માતાનું નામ: ચંદ્રમણિ

રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836(ફાગણ સુદ બીજ) ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. 

એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં

કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં.

સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. 

આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

 વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું.



એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું - મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો - હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું.

 બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, "વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે. ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?" આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા. એમના ઉપદેશનો જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો. ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા

સ્વામી તોતાપુરી એ ગદાધરને વેદાંતનું જ્ઞાન આપ્યુ અને સંન્યાસની દીક્ષા આપી અને તેમનું નામ રામકૃષ્ણ આપ્યુ અને પદવી પરમહંસ આપી, આમ ગદાધર રામકૃષ્ણ પરમહંસ બની ગયા.

1866માં ગોવિંદરામ નામના અરબી ફારસી પંંડીતની મદદથી ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને પયગંબરના દર્શન કર્યા,

1874માં શંંભુચરણ તેમને બાઇબલ વાંચી સંભળાવતા અને ઇસુ ભગવાનનો પરિચય અને ખ્રિસ્તી ધર્મ પરિચય થયો, અને ઇસુ ખ્રિસ્તે તેમને દર્શન આપ્યા.

એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

કાશીપુરમાં રામકૃષ્ણ એ પોતાના આયુષ્યના અંતિમ દિવસોમાં સ્વામી વિવેકાનંદ જેવા ધર્મ- અધ્યાત્મના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીને પોતાની દિવ્ય શક્તિઓ વારસામાં આપી. ગુરુજીની આજ્ઞાા અનુસાર સ્વામી વિવેકાનંદે સન 1886માં બેલુરમાં રામકૃષ્ણ મઠ અને સને 1897માં કલકત્તામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.




દરેક ધર્મનું વાંચન, દરેક ધર્મના ભગવાનોના દર્શન,  દરેક ધર્મમાંથી એક નવો અર્થ શોધવાની તેમની વૃતિ અને ગુઢાર્થ શોધવો એ એમના જીવનનું લક્ષ્ય હતું આવા સાચા સંતને તેમની જન્મ જયંતિએ શત શત નમન......


16 February, 2021

વસંત પંચમી (Vasant Panchami)

  મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી


દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુક્લ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે.

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી

આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે. 
 કેટલાક લોકો વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે
 બાળકોના શિક્ષણનો પ્રારંભ કરવા કે કોઈ નવી કળાની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે
વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ.
 ભગવાન સ્વામિનારાયણે આ દિવસે શિક્ષાપત્રી લખી હતી તેથી તેમના અનુયાયીઓ માટે  આ દિવસ મહત્વનો ગણાય છે.  

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. 
આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.

આજના દિવસે  પીળા વસ્ત્રે પહેરીને વસંતને વધાવવામાં આવે છે.  વસંતપચંમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને ખાવામાં પણ પીળી વસ્તઓનો સમાવેશ કરવામાં આવે છે.

ભોજનમાં પીળા લાડુ, હળદર યુક્ત ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.  પ્રકૃતિ આજના દિવસે  નવા પાંન અને ફૂલોથી લચી પડતી હોય છે જેનો રંગ પીળો  હોવાથી વસંત પંચમીના દિવસે પીળા રંગનું આગવું માહાત્મય છે.

પૂજનમાં પણ આજન દિવસે હળદર અને ચંદનનો તથા રેશમી પીળા વસ્ત્રનો ખાસ ઉપયોગ કરવામાં આવે છેપીળો રંગ વસંતનું નેતૃત્વ કરે છે


સરસ્વતી વંદના જરૂર વાંચો

  • या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
  • या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
  • शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌।
  • हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥

મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ.

  • ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
  • कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
  • वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
  • रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
  • वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।

13 February, 2021

વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

 વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)

13 ફેબ્રુઆરી



વિશ્વના દરેક ખૂણામાંથી લોકોને જોડતુ એક માધ્યમ એટલે 'રેડિયો'


સંયુક્ત રાષ્ટ્ર સંઘ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પહેલી વાર 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ ઊજવ્યો અને ત્યારબાદ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં રેડીયો દિવસની ઉજવણી શરૂ થઈ.

13 ફેબ્રુઆરી એટલે ‘સંયુક્ત રાષ્ટ્ર રેડિયો’ની જન્મતારીખ. આ દિવસે જ વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.

રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.

એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું


દર વર્ષે યૂનેસ્કો દુનિયાભરના બ્રોડકાસ્ટર્સ, સંગઠનો અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસે અનેક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે. 

વર્લ્ડ રેડિયો દિવસ 2020ની થીમ ‘રેડિયો અને વિવિધતા’ છે.

ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી

વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે

 ભારતમાં વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. 

જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. 

રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા મહેન્દ્ર મશરૂ જણાવી રહ્યા છે કે, મોરબી હોનારતના સમયમાં રેડિયો દ્વારા સમાચાર તેમના સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે પૂરગ્રસ્ત મોરબીની મદદ માટે નીકળી પડ્યા હતા.

 જે તે સમયે રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત હતું. આજે સમય બદલવાની સાથે રેડિયોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે રેડિયો આજે પણ જોવા મળી રહ્યો છે.

1920માં નૌસેનાના રેડિયો વિભાગના નિવૃત્ત ફ્રેક કૉનાર્ડે રેડિયો સ્ટેશન શરૂ કરવાની પરવાનગી મળી. રેડિયો સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળી હોય તેવો આ દુનિયાનો પહેલો વ્યક્તિ હતો. પછી થોડાંક જ વર્ષોમાં દુનિયાભરમાં સેંકડો રેડિયો સ્ટેશન ખૂલી ગયાં

જૂન 1923માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો પ્રસાર શરૂ થયું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર 1923માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. આ પણ એક ખાનગી રેડિયો ક્લબ હતું. 23 જુલાઈ 1927ના રોજ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની શરૂઆત થઈ જે ત્રણ વર્ષ બાદ ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સેવા’માં રૂપાંતરિત થઈ. ઑગસ્ટ 1935માં લિયોનેલ ફીલ્ડેનને ભારતના પ્રથમ પ્રસારણ નિયંત્રક બનાવવામાં આવ્યા.

 1935 પછી આકાશવાણીની એન્ટ્રી થઈ. સપ્ટેમ્બર 1935ના રોજ મૈસૂરમાં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ "આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરૂ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી 8 જૂન 1936ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને "ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. 

સ્વતંત્રતા પછી 1956માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ બદલીને "આકાશવાણી રાખવામાં આવ્યું અને તે એક રાષ્ટ્રીય પ્રસારણ માધ્યમના રૂપે બહાર આવ્યું.

 રેડિયો નાટકો, કવિ સંમેલન, વાર્તાલક્ષી જુદા જુદા વિષયો પરના ફીયર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા પર પ્રસારિત થવા લાગ્યા. જૂનાં ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા લોકોનો જુસ્સો અને ઉત્સાહ વધવા લાગ્યો. 

રેડિયોની ઓળખ ક્રિકેટ કોમેન્ટરી અને જૂનાં ગીતોથી થવા લાગી. પાડોશી દેશ શ્રીલંકાએ પણ રેડિયો સિલોન થી ભારતીય જનતાના માનસપટ પર રાજ કર્યું તેના અત્યંત લોકપ્રિય કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સાયાની તેના બ્રાન્ડ બની ગયા. તેમનો અવાજ જ તેમની ઓળખ બની ગઈ.

રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ. 

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારશ્રીને સોપી દિધેલ.

 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.

જે સમયમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મનોરંજનનું કોઇ સાધન ન હતું તેવા વખતમાં 4 જાન્યુઆરી 1955માં પદ્મશ્રી દુલા ભાયા કાગ, જયમલ્લભાઇ પરમાર અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના અનેક પ્રયાસોથી રાજકોટ આકાશવાણી કેન્દ્રનો પ્રારંભ થયો હતો.

આજના યુગમાં રેડિયોની જગ્યા અનેક ઉપકરણો એ લીધી પણ FM ને કારણે રેડિયો આજે જીવંત છે
- કનેક્ટીવીટી નથી ત્યાં રેડિયો મનોરંજન અને લોકસંપર્ક રાખશે

ગૂડ મોર્નિંગ ઇન્ડીયાનાં શબ્દોથી શરું થઈને સવાર શરુ રેડિયો જ કરે અને આજે પણ લોકોના જીવનમાં રેડિયો સ્થાન પ્રાપ્ત કરેલું છે લાગે રહો મુન્ના ભાઈ ફિલ્મમાં પણ રેડિયો જ માધ્યમ બન્યું છે.


.નાગરિકો તથાપ્રચાર માધ્યમોમાં રેડિયોના મહત્વ અંગે જાગૃતી કેળવવા તથા લોકો સુધી રેડિયોના માધ્યમથી માહિતી પહોંચાડવા નીતિ ઘડવૈયાઓને પ્રોત્સાહન આપવા આજના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોની ગુટેરસે તેમના સંદેશામાં જણાવ્યું છે કે, પ્રસાર માધ્યમોની ઝડપી ક્રાંતિના આજના યુગમાંરેડિયો લોકોને એકબીજાની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રસાર ભારતીનામુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતી એ રેડિયોની લોકપ્રિયતા વધારવા માટે હાથધરાયેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી. 1936 માં આકાશવાણીની સ્થાપના થઈ હતી. અનેઆજે રેડિયો પરથી 92 ભાષાઓ અને બોલીઓમાં 607 સમાચાર બુલેટિનો પ્રસારીત થાય છે.

રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે, રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય. એ વખતે રેડિયો લઈને નીકળનાર એ યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય. સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોન પણ સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. શાણાભાઈ શકરાભાઈ ભૂલ્યા ભૂલાય તેમ નથી.

સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો ખોવાઈ ગયો. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે.
શિયાળાની જામેલી રાતે ગોદડામાં રેડિયો સાંભળવાની મઝાની કોપી મેં કરી લીધી છે, આજે જયારે મન થાય ત્યારે તેને આકાશવાણીના સ્મરણ સ્ટેશન પર પેસ્ટ કરીને વારંવાર સાંભળું છું.અને ક્રિકેટની રનિંગ કોમેન્ટરી. મિત્રો, એ તો એક સ્વતંત્ર લેખનો વિષય છે.નાનપણમાં ઘણા રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો. દરેક રેડિયો આજે પણ કાન સામે હૂબહૂ સંભળાય છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.

 આપણા દેશમાં મુંબઇ અને કોલકાતામં 1927માં રેડીયો પ્રસારણની શરૂઆત થઇ હતી, શરૂઆતમાં મુંબઇના રેડિયો ક્લબ તરફથી 1923માં પહેલા કાર્યક્રમને પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઇ અને કોલકાતાના પ્રાઇવેટ ટ્રાંસમીટરોને 1930માં સરકારે પોતાના નિયંત્રણમાં લીધુ અને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોરપોરેન રાખ્યું હતું. 1936માં ઓલ ઇન્ડિયા રેડિયો પડ્યું અને 1957થી અત્યાર સુધી પ્રચલિત આકાશવાણી નામ આપવામાં આવ્યું હતું. 

14 ઓક્ટોબર 2014થી ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર મહિનાના અંતિમ રવિવારે તે મન કી બાતમાં દેશવાસીઓને સંબોધિત કરતા રહે છે. 

જાણીતી રેડિયો ચેનલ 

રેડિયો ચેનલ             ફ્રિકવ ન્સી                               સ્લોગન                                સ્થાપના વર્ષ

Radio Mirchi                    98.3                     Mirchi FM it's hot!                                    2001

Vividh Bharati            96.7             "देश की सुरीली धड़कन (Country beat)"   1957

Big FM                   92.7                    "Dhun Badal Ke Toh Dekho..."          2006

Radio City                91.1                     "Rag Rag Mein Daude City"           2001

Red FM                93.5                      "Bajaate Raho! Masth Maja Maadi"   2009

TOP FM                   93.1                   Jab Suno Top Suno"                         2018

Radio MY            94.3                         Jiyo dil se!"                                       2006

Gyan Vani             107.8                     Educational FM Radio of India"                   2000





11 February, 2021

અબ્રાહમ લિંકન જીવન પરિચય (Abraham Lincoln)

 અબ્રાહમ લિંકન

(અમેરિકાના ૧૬ મા પ્રમુખ)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1809

જન્મસ્થળ: સિંકિંગ સ્પ્રિંગ ફાર્મ, કેન્ટુકી, અમેરિકા

અવશાન: 15 એપ્રિલ 1865 (વોશિંગ્ટન)

અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ થોમસ લિંકન અને નેન્સી હેન્ક્સ લિંકનના દ્વિતીય સંતાન તરીકે થયો હતો.

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું.

અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે.

અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે ઘણા ઓછા લોકો એટલી વાર જીવનમાં નિષ્ફળ રહ્યાં હશે.

જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી  નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.

  • ધંધામાં નિષ્ફળ – 1831
  • ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
  • ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
  • ધારાસભામાં ચૂંટાયા – 1834
  • પત્નીનું અવસાન – 1835
  • પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
  • સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
  • ઈલેકટર તરીકે હાર – 1840
  • ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843, 
  • કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
  • કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
  • કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
  • સેનેટની ચુંટણીમાં હાર – 1855
  • અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
  • સેનેટમાં હાર – 1858
  • અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860

 

     આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.


1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

1861 થી 1865 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરજ, હિંંમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્ત કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.

સરોજિની નાયડુ જીવન પરિચય (Sarojini Naidu)

 સરોજિની નાયડુ

 (પ્રથમ મહિલા રાજ્યપાલ, ભારતની બુલબુલ)



જન્મતારીખ: 13 ફેબ્રુઆરી 1879

જન્મસ્થળ: હૈદરાબાદ

અવશાન: 2 માર્ચ 1949 (લખનૌવ)

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

 તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા.

 સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા. 

તેમનો ઉછેર નાત-જાતનો ભેદભાવથી પર રાખી કરવામાં આવ્યો હતો. તેમને હિન્દુ કે બ્રાહ્મણના બદલે એક ભારતીય તરીકે ઉછેરવામાં આવ્યા હતા.

 સ્વરમીઠાશને કારણે લોકો તેમને "હિંદની બુલબુલ" (The Nightingale of India) કહેતા હતા. 

સરોજિની નાયડુ ૧૨ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. 

 ૧૮૯૫માં તેઓ ઈંગ્લેન્ડ ગયા જ્યાં લંડનની કિંગ્ઝ કોલેજ અને કેમ્બ્રિજની ગિર્ટન કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. 

આ સમય દરમિયાન તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ અને આર્થર સાયમન્સના સંપર્કમાં આવ્યા હતા.

સરોજિની ૧૪ વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. 

 ૧૮૯૮માં સરોજિનીએ નાયડુ સાથે 'સિવિલ મૅરેજ' કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર(ધ ગોલ્ડન થ્રેશોલ્ડ) ઇ.સ. ૧૯૦૫માં બહાર પડ્યો. 

સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ ૧૩૦૦ પંક્તિઓની કવિતા તથા ૨૦૦૦ પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે ૧૯૦૫માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને ૧૯૧૨માં ધ બર્ડ ઓફ ટાઈમ અને ૧૯૧૭માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા

પછી ૧૯૧૪માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા. 

ઘરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતા, અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.

આમ ગાંધીજીની એક અનન્ય શિષ્યા તરીકે ૧૯૨૦ થી ૧૯૪૯ સુધી તેમણે કરેલી દેશસેવા અવિસ્મરણીય છે

સરોજિની નાયડુ ઇ.સ ૧૯૧૭માં રાજકારણમાં સક્રિય બન્યા અને કાવ્યલેખનને પૂર્ણ કર્યું. 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન ૧૯૦૬માં તેમણે આપેલા વક્તવ્યથી ગોપાલ કૃષ્ણ ગોખલે પ્રભાવિત થયા અને તેમને માતૃભૂમિની સેવા કરવા માટે આગ્રહ કર્યો. 

તેમણે સ્ત્રીઓને આગળ લાવવા કેટકેટલીય ચળવળો ચલાવી હતી.

 ઇ.સ. ૧૯૦૮માં મદ્રાસમાં મળેલા વિધવા પુન:લગ્ન માટેના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો.

 તેમણે પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને ધ્યનમાં રાખીને તેમણે હૈદરાબાદમાં “કૈસરે હિંદ”નો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. જે તેમણે સત્તાના જુલ્મ વિરુદ્ધમાં પરત કર્યો હતો. 

તેઓ હંમેશા હિન્દુ મુસ્લિમની એકતા માટે કાર્ય કરતાં હતા.

ઇ.સ. ૧૯૧૫થી ૧૯૧૮ સુધી તેમણે ભારતના વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ , મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. 

તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો ખૂબ વિરુદ્ધ કર્યો હતો. 

તેમણે ૧૯૧૯માં બનેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમા લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર વકતવ્યો આપ્યા હતા. અને સાહિત્યનું વિતરણ કર્યું હતું. 

ઇ.સ. ૧૯૨૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે ચૂંટાયા.

હૈદરાબાદમાં ૧૯૦૮માં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને 'કૈસર-એ-હિંદ' ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

 બ્રિટિશ સરકારના ભારતીયો પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે ૧૯૨૦માં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા

દેશની આઝાદી પછી રાજ્યપાલ બનનારી તે પ્રથમ મહિલા હતી. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા

સરોજિની નાયડુ કોંગ્રેસની પહેલી મહિલા પ્રમુખ હતી. 

 સરોજિની નાયડુની મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત 1914 માં લંડનમાં થઇ હતી અને ગાંધીજીના વ્યક્તિત્વએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા.

તે ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાનો 'રાજકીય પિતા' માનતા હતા.

1925 માં કાનપુરમાં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના  પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બની.

ભારત છોડો આંદોલનમાં, તેમને આગાખાન મહેલમાં સજા કરવામાં આવી હતી.

સરોજિની નાયડુ એક કુશળ રાજકારણી તેમજ સારી લેખક હતી. ફક્ત 13 વર્ષની ઉંમરે, તેમણે 1300-લાઇનની કવિતા 'ધ લેડી ઓફ લેક' લખી. ફારસી ભાષામાં 'મેહર મુનિર' નાટક લખ્યું. તેમના પ્રકાશિત પુસ્તકો 'ધ બર્ડ ઓફ ટાઇમ', 'ધ બ્રોકન વિંગ', 'નીલાબુંજ', ટ્રાવેલર્સ સાંગ" છે.

તેમના જન્મદિનને નેશનલ વુમન ડે તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સરોજિની નાયડુનો જન્મદિવસ છે. દિવંગત સરોજિની નાયડુની 135 મી જન્મજયંતિ નિમિત્તે 13 ફેબ્રુઆરી, 2014 ના રોજ આ ઉજવણી કરવામાં આવી હતી. સરોજિની નાયડુના કાર્ય અને યોગદાનને માન આપવા માટે આ દિવસની નામાંકન કરવામાં આવ્યું હતું.


૨ માર્ચ ૧૯૪૯માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું



ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી



સરોજિની નાયડૂના જીવન પર આધારિત એક હિન્દી ફિલ્મ બની છે જેનુ નામ "સરોજિની" છે જેના ડાયરેક્ટર આકાશ નાયક છે. આ ફિલ્મમા સરોજિનિ નાયડુનો અભિનય રામાયણ સિરિયલમાં સીતાનો અભિનય કરનાર દિપિકા ચિખલિયા છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય PDF પુસ્તક

 મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય વિશેનુ પુસ્તક PDF સ્વરુપે વાંચવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.


સંદર્ભ: સ્વામી સચ્ચિદાનંદ

ગુર્જર સાહિત્ય ભવન

મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન પરિચય (Dayananda Saraswati)

 મહર્ષિ દયાનંદ સરસ્વતી 

(આર્ય સમાજના સ્થાપક)



જન્મતારીખ: 12 ફેબ્રુઆરી 1824

જન્મસ્થળ: ટંકારા, મોરબી, ગુજરાત

પિતાનું નામ: અંબાશંકર  તિવારી

માતાનું નામ: અમૃતાબાઇ

અવશાન: 30 ઓક્ટોબર 1883 (અજમેર, રાજસ્થાન)

સન્માન: મહર્ષિ

ગુરુનું નામ: સ્વામી વિરજાનંદ

મૂળ નામ: મૂળશંકર કરશનદાસ તિવારી

સંદેશ: “Back to the Vedas” અને “कृण्वन्तो विश्वं आर्यं”



મહર્ષિ દયાનંદનો જન્મ મહા વદ દસમ, ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળશંકરનો જન્મ થયો હતો.

જે સમયે તેમાનો જન્મ થયો ત્યારે ભારતમાં અજ્ઞાનતા, જડતા, દંભ, અસ્પૃશ્યતા, બાળ વિવાહ, વિધવા, સતીપ્રથા જેવી અનેક કુરીતિઓ હતી.  અજ્ઞાનતાને  કારણે સામાન્ય લોકો ખૂબ નબળા લાગતા હતા.. આવા સમયે સ્વામી દયાનંદે મૂર્તીપૂજાને ખોટી ગણાવી શાસ્ત્રો અને વેદોને સર્વોચ્ચ ગણાવી હતી. તેમણે ઢોંગી લોકોની નિંદા કરી અને માનવ સેવાને સર્વોચ્ચ ગણાવી હતી.

એક ઘટના પછી, તેનું જીવન બદલાઈ ગયું અને તેણે 1846 માં 21 વર્ષની ઉંમરે સંંન્યાસી બનવા  તે ઘરેથી નીકળી ગયા

સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી પર આવ્યા.

 પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો. 

અહીંથી આગળ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને દ્વારકા સંઘમાં સામેલ થઈ ગયા. મૂળશંકર દંડી સ્વામીના જ્ઞાનથી પ્રભાવિત થયા. 

દંડી સ્વામી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા અને દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું. ફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.

ગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. 

યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. 

અહીં તહી સાચા  જ્ઞાનનની શોધમાં ભટક્યા પછી, મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરસ્વતી બની ગયા છે, તે મથુરામાં વેદોના વિદ્વાન  પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ પાસે પહોંચ્યા. દયાનંદે તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું. જે વૈદિક સાહિત્યના જાણીતા વિદ્વાન હતા. તેમણે તેમને વેદ શીખવ્યાં

ત્યાર બાદ અવધૂત અવસ્થામાં રહ્યા. ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા.

પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં? આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. 

તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.

સ્વામીજીએ તેમના મંતવ્યોનો પ્રચાર કરવા માટે 1863 થી 1875 સુધી દેશની મુલાકાત લીધી હતી.

 ૧૮૭૫માં મુંંબઇમાં આર્યસમાજ ની સ્થાપના કરી હતી. આર્ય સમાજ વેદોને માને છે.

સ્વામી દયાનંદે આર્ય સમાજના નિયમો તરીકે વિશ્વને 10 સૂત્રો આપ્યા છે. જો તેનું અનુસરણ કરવામાં આવે તો, વિશ્વમા ખુશી, સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ શકે છે. દસ નિયમો શારીરિક, આધ્યાત્મિક, સાર્વત્રિક ભાઈચારો અને માનવતા વિશે છે.


1875માં તેમણે સત્યાર્થ પ્રકાશ નામની કૃતિની રચના કરી હતી. તેમના દ્વારા રચિત મહાન પુસ્તક 'સત્યાર્થ પ્રકાશ' હજી પણ આર્ય સમાજ  માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. 


  • ગુરૂઓ – પરમહંસ પરમાનંદજી,  દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ
  • દંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.
  • તેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા

હરિદ્વાર, આગ્રા, કાનપુર, કાશી, કોલકાતા, અલીગઢ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ (પ્રયાગરાજ), મુંબઈ દરેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું. 

આજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે. ત્યાર પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી રાજસ્થાન તરફ ચાલ્યા ગયા, જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા.

 દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. 

જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા. કહેવાય છે કે મહારાજા જશવંતસિંહની રખાત "નન્હિ ભક્તન્" તેમજ સ્વામિના વિરોધી એવા પંડિતો, મુલ્લાઓ અને અન્ગ્રેજો સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું. એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ ના રોજ થયું હતું.



10 February, 2021

થૉમસ આલ્વા ઍડિસન જીવન પરિચય (Thomas Alva Edison)

 થૉમસ આલ્વા ઍડિસન જીવન પરિચય

(બલ્બના શોધક)




જન્મતારીખ: 11 ફેબ્રુઆરી 1847

જન્મસ્થાળ: ઓહિયો, અમેરિકા

અવસાન: 18 ઓક્ટોબર 1931 (ન્યુજર્સી, અમેરિકા)

થોમસ આલ્વા એડિસન , નામ તો સૂના હી હોંગા ? 

અને જો ના સાંભળ્યું હોય તો તમે પ્રાથમિક શાળામાં વિજ્ઞાન આવતું હતું એ સરખું નહીં ભણ્યા હોય. 

તમને યાદ હોય તો એક ખાલી જગ્યા પૂરવાનો સવાલ આવતો હતો કે “બલ્બની શોધ ________ કરી હતી . ” 

  યાદ આવ્યું ને હવે કે થોમસ આલ્વા એડિસન કોણ ? 

તમને જાણતા નવાઈ લાગશે કે થોમસ એડિસન માત્ર બલ્બના લીધે જ જાણીતા નથી પણ બલ્બની સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર વગેરે જેવા હાલ પણ જરૂર પડે એવી શોધો કરી હતી. તો ચાલો આજે આપણે થોમસ આલ્વા એડિસન, એટલે કે જેમણે લોકોના ઘર ઝળહળતાં કર્યા તેમના જીવન પર એક ડોકિયું કરીયે.

થોમસ એ 7 બાળકોમાં સૌથી નાના હતા. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના ઓહિયોના  મીલાન નામના શહેરમાં એક કેનેડિયન પિતા અને ન્યુયોર્કર માતાના ઘરે થયો હતો

થોમસ આલ્વા એડિસનએ એક શોધકની સાથે સાથે ચાલાક બિઝનેસમેન હતા. હજુય પણ તેમની શોધો હાલ પણ વખાણવા લાયક છે. તેમની બધી શોધોમાંથી બલ્બ અને ફોટોગ્રાફ એ સૌથી ચર્ચિત શોધો છે. તેમણે મોશન પિક્ચર કેમેરાની પણ શોધ કરી હતી જેને તેમના નામથી ઓળખવામાં આવે છે, ” ધ વિઝાર્ડ ઓફ મેન્લો પાર્ક” ! 

તેમના નામે અમેરિકામાં 1093 પેટન્ટ્સ છે. આ આંકડો તેમને જર્મની, ફ્રાન્સ અને યુ.કે. માં નોંધાવેલી પેટન્ટ ને બાદ કર્યા પછીનો છે. 2003 સુધીમાં તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ્સ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે હતું. 


વીજળીના બલ્બની શોધ કર્યા પછી દુનિયા તેમને રાતો રાત ઓળખવા માડી એના શિવાય તેમને ટેલિગ્રામ માઈક્રોફોન જેવી અનેક વસ્તુ બનાવી છે. આખી દુનિયાએ તેમના સંશોઘને સલામી આપી. તેમની સિદ્ધિઓ બદલ તેમને જીનિયસ કહીને બોલાવતા હતા.

 એક વાર થોમસ અલ્વા એડિસન સ્કૂલથી ઘરે આવ્યા અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપીને કહ્યું કે આ ચિઠ્ઠી સ્કૂલમાંથી ટીચરે આપી અને એમ કહ્યું કે આ ચિઠ્ઠી તારા માતાને આપજે. ચિઠ્ઠી વાંચીને એડિસનની માતાની આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા એડિસને કહ્યું મમ્મી તું કેમ રડે છે, શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં, તેની માતાએ કહ્યું બેટા આમા લખ્યું છે કે, તમારો પુત્ર ખુબજ સમજદાર છે, અમારા ખ્યાલથી અમારી આ સ્કૂલ તમારા જીનિયસ બાળકના હિસાબથી ખુબજ નાની છે અને અમારે ત્યાં એટલા કાબિલ શિક્ષકો નથી જે એડિસનના લેવલનું જ્ઞાન આપી શકે. ”થોડાક વર્ષો પછી એડિસની માતાનું મૃત્યુ થયું ત્યાં સુધી થોમસ અલ્વા એડિસન એક મહાન વૈૈજ્ઞાનિક બની ગયા હતા

એક દિવસ એડિસન પોતાની માતાના રૂમમાં જાય છે ત્યાં તેમની નજર એક બોક્સ પર જાય છે. બોક્સ ખોલીને જોયું તો તેમાં અમુક જૂની વસ્તુઓ પડેલી હતી ત્યાં તેમની નજર એ ચિઠ્ઠી પાર જાય છે જે નાનપણમાં ટીચરે તેમની માતાને આપવા કહ્યું હતુ એડિસને તે ચિઠ્ઠી વાંચવાનું ચાલુ કર્યું તો તેની આંખો ચોકી ગઈ શું લખ્યું હતું તે ચિઠ્ઠીમાં આવો હું તમને જાણવું, “તમારો પુત્ર માનસિક રીતે ખુબજ કમજોર છે અમારા શિક્ષકો તેને વધારે નહિ ભણાવી શકે અમે તેની સ્કૂલમાંથી નીકાળી રહ્યા છીએ મહેરબાની કરીને તમે તેને ઘર પરજ ભણાવજો ” આ ચિઠ્ઠી વાંચ્યા પછી એડિસન ખુબજ રડ્યા. તે પછી તેમને એક બુક લખી તેમાં તેમને ઉલ્લેખ કર્યો છે કે “થોમસ આલ્વા એડિસન એક માનસિક કમજોર બાળક હતું જેને તેની માતાએ એક મહાન વિજ્ઞાનિક બનાવ્યો છે.”

જુવાનીમાં તેઓ ‘સ્કેરલેટીના'(‘Scarlet Fever – જેમાં તાવની સાથે સાથે શરીર પર લાલ જેવા ચાઠાં થાય-ટોમ એન્ડ જેરીમાં જોયું હોય તો યાદ હશે ) નામના રોગમાં સપડાયા. થોડાજ સમય પછી તેમને કાનમાં સાંભળવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ. કાનની મધ્યમાં ઇન્ફેક્શન થયું .14ની ઉંમરે તેમનો જમણો કાન 80% અને ડાભો કાન સંપૂર્ણ રીતે બેહરો થઈ ગયો હતો. તેમણે એ વાસ્તવિકતા સ્વીકારી દીધી હતી કે હવે તેઓ પક્ષીઓનો મધુર કલરવ નહીં સાંભળી શકે. જ્યારે ઘર બદલી બીજા શહેરમાં રહેવા લાગ્યા, ત્યાં રેલવે સ્ટેશન આવતી જતી ટ્રેનમાં છાપાં અને ચોકલેટો, અને શાકભાજી વેંચતા. અને આ રીતે ઘરની આવકમાં થોડી મદદ કરતા. તેમ છતાં પણ તેઓ શાળાએ ભણવા જવાય એટલી આવક ન હોવાથી , ઘરે ભણતા.

તેઓ મોર્સ કોડ અને ટેલિગ્રાફી શીખ્યા. 15 વર્ષની વયે તેઓ ટેલિગ્રાફ ઓપેરટર તરીકે કામ કરવા લાગ્યા. 19 વર્ષની વયે તેઓ વેસ્ટર્ન યુનિયનમાં ટેલિગ્રાફર તરીકે જોડાયા. તેમને ફરજીયાત રાતની શિફ્ટમાં કામ કરવું પડતું. પણ આનાથી તેમને તેમના પ્રયોગો અને નવી થિયરીઓ શીખવામાં સારો એવો સમય મળી જતો. આપણી ભાષામાં કહીયે તો। …નોકરી પતાવીને તેઓ નવા નવા અખતરાં કરતા. 
 
 એકવાર એવું થયું કે તેઓ તેમનો કઈંક પ્રયોગ કરી રહ્યા હતાને આકસ્મિક રીતે સલ્ફ્યુરિક એસિડ તેમના બોસના ટેબલ પર ઢોળાયું. આથી તેમના બોસે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. 

આ ઘટનાથી પછી પણ તેઓ તેમના શોખને વળગી જ રહ્યા. આપણે પેલી રજનીગંધાની એડ આવે છે ને કે  … શોખ બડી ચીજ હે. બસ એજ વાક્ય એડિસન માટે પણ સેટ થાય. થોડાક જ વર્ષો બાદ તેઓ દુનિયા સમક્ષ કેટલાય મહત્વના ઉપકરણો લઈ આવ્યા અને દુનિયાએ તેમને ઇતિહાસના મહાન શોધક તરીકે વધાવી લીધા. આજે તેમના લીધે જ દુનિયાના દરેક ખૂણે રાત્રે પણ ઘેર ઘેર અજવાળાં પથરાય છે. 

નીચે તેમની શોધોના લીસ્ટમાંથી માનવજગતને સૌથી મૂલ્યવાન  ભેટ દર્શાવી છે.

  1. લાઈટ બલ્બ
  2. ફોનોગ્રાફ
  3. મોશન પિક્ચર
  4. આયર્ન ઓર સેપ્રેટર(લોખંડમાંથી અશુદ્ધિઓ દૂર કરવા )
  5. ઇલેક્ટ્રિક વોટ રેકોર્ડર
તેમણે વિશ્વની પ્રથમ ઔદ્યોગિક સંશોધન પ્રયોગશાળા બનાવી છે.

એડિસન મેડલ 11 ફેબ્રુઆરી, 1904 ના રોજ એડિસનના મિત્રો અને સહયોગીઓના જૂથે બનાવ્યો હતો. 
ચાર વર્ષ પછી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ (AIEE), પાછળથી AIEE મેડલને તેના સર્વોચ્ચ એવોર્ડ તરીકે રજૂ કરવા જૂથ સાથે કરાર કર્યો.
 1909 માં એલિહુ થોમસનને પ્રથમ ચંદ્રક રજૂ કરવામાં આવ્યું હતું. તે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના ક્ષેત્રનો સૌથી જૂનો એવોર્ડ છે અને તેને વાર્ષિક "ઇલેક્ટ્રિકલ સાયન્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ આર્ટ્સમાં ઉત્તમ સિદ્ધિની કારકીર્દિ માટે રજૂ કરવામાં આવે છે."

નેધરલેન્ડ્સમાં, તેમના પછી મુખ્ય સંગીત પુરસ્કારોનું નામ એડિસન એવોર્ડ રાખવામાં આવ્યું છે. એવોર્ડ એ વાર્ષિક ડચ મ્યુઝિક ઇનામ છે, જે સંગીત ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ સિધ્ધિઓ માટે આપવામાં આવે છે, અને તે વિશ્વના સૌથી પ્રાચીન સંગીત પુરસ્કારોમાંનું એક છે, જે 1960 થી રજૂ કરવામાં આવ્યું છે.

ધી અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ, 2000 થી વ્યક્તિગત પેટન્ટ્સને થોમસ એ. એડિસન પેટન્ટ એવોર્ડ સ્વીકારે છે

યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળએ 1940 માં તેમના માનમાં યુ.એસ.એસ. એડિસન (ડી.ડી.-439) નામ આપ્યું, જે ગ્લેવ્સ ક્લાસનો વિનાશ કરનાર હતો, બીજા વિશ્વ યુદ્ધના અંત પછી થોડા મહિનાઓ પછી જહાજને ડિસમન્સિમેન્ટ કરી દેવામાં આવ્યું. 

 1962 માં, નૌકાદળએ યુએસએસ થોમસ એ. એડિસન 
(એસએસબીએન -610), એક કાફલો બેલિસ્ટિક મિસાઇલ પરમાણુ સંચાલિત સબમરીનને શરૂ કર્યો

થોમસ એડિસન નવલકથાઓ, ફિલ્મો, કોમિક્સ અને વિડીયો ગેમ્સમાં પાત્ર તરીકે લોકપ્રિય સંસ્કૃતિમાં દેખાયા છે. તેમની લાંબી શોધથી તેમને ચિહ્ન બનાવવામાં મદદ મળી અને તેમણે આજકાલ સુધી તેમના જીવનકાળ દરમિયાન લોકપ્રિય સંસ્કૃતિમાં દેખાવ કર્યો છે. એડિસનને લોકપ્રિય સંસ્કૃતિમાં નિકોલા ટેસ્લાના વિરોધી તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. 



11 ફેબ્રુઆરી, 2011 ના રોજ, થોમસ એડિસનનો 164 મો જન્મદિવસ હતો તેના પર, ગૂગલના હોમપેજમાં એનિમેટેડ ગૂગલ ડૂડલ તેના ઘણાં સંશોધનનાં સ્મરણાર્થી દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે ડૂડલ ઉપર કર્સરને ઢાંકવામાં આવ્યો હતો, ત્યારે મિકેનિઝમ્સની શ્રેણી આગળ વધતી હોય તેવું લાગી રહ્યું હતું, જેના કારણે લાઇટ બલ્બ ઝગમગ્યો.

ન્યુજર્સીના વેસ્ટ ઓરેંજમાં, ગ્લેનમોન્ટ એસ્ટેટનું સંચાલન  નેશનલ પાર્ક સર્વિસ દ્વારા એડિસન નેશનલ હિસ્ટોરિક સાઇટ તરીકે કરવામાં આવે છે, જેમ કે તેની નજીકની પ્રયોગશાળા અને પુન:નિર્માણિત "બ્લેક મારિયા" સહિતની વર્કશોપ્સ - વિશ્વની પ્રથમ મૂવી સ્ટુડિયો. 

 થોમસ અલ્વા એડિસન મેમોરિયલ ટાવર અને મ્યુઝિયમ ન્યુજર્સીના એડિસન શહેરમાં છે. 

 ટેક્સાસના બ્યુમોન્ટમાં એડિસન મ્યુઝિયમ છે, જોકે એડિસન ત્યાં ક્યારેય ગયા નહોતા. 

 મિશિગનના પોર્ટ હ્યુરોનનાં પોર્ટ હ્યુરન મ્યુઝિયમએ મૂળ ડેપોને પુનર્સ્થાપિત કર્યો હતો જે થોમસ એડિસને એક યુવાન સમાચાર બુચર તરીકે કામ કર્યું હતું. ડેપોને થ થોમસ એડિસન ડેપો મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.  આ શહેરમાં એડિસનના માતાપિતાની કબરો અને સેન્ટ ક્લેર નદીના કિનારે આવેલા સ્મારક સહિતના ઘણા એડિસન ઐતિહાસિક સીમાચિહ્નો છે. એડિસનનો પ્રભાવ 32,000 ના આ શહેરમાં જોઇ શકાય છે.

ડેટ્રોઇટમાં, ગ્રાન્ડ સર્કસ પાર્કમાં એડિસન મેમોરિયલ ફાઉન્ટેન તેની સિદ્ધિઓના સન્માન માટે બનાવવામાં આવ્યું હતું. ચૂનાના પત્થરો 21 ઓક્ટોબર, 1929 માં લાઇટ બલ્બ બનાવવાની પચાસમી વર્ષગાંઠને સમર્પિત કરવામાં આવ્યા હતા.  તે જ રાત્રે, એડિસન સંસ્થા નજીકના ડિયરબોર્નમાં સમર્પિત હતી.

તેમને 1969 માં ઓટોમોટિવ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 

તે વર્ષના 20 સપ્ટેમ્બરના રોજ dedપચારિક સમર્પણ સમારોહ સાથે 2016 માં યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ ખાતે રાષ્ટ્રીય સ્ટેચ્યુરી હોલ સંગ્રહમાં એડિસનની એક કાસ્યની પ્રતિમા મૂકવામાં આવી હતી. એડિસન પ્રતિમા 19 મી સદીના રાજ્ય ગવર્નર વિલિયમ એલન કે જે ઓહિયો બે સંગ્રહિત યોગદાન આપ્યું યોગદાન આપ્યું હતું એક હતું બદલી




સ્ત્રોત: દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપર, 2-11-2022