મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી
દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુક્લ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે.
નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી
આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
કેટલાક લોકો વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે
બાળકોના શિક્ષણનો પ્રારંભ કરવા કે કોઈ નવી કળાની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે
વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ.
ભગવાન સ્વામિનારાયણે આ દિવસે શિક્ષાપત્રી લખી હતી તેથી તેમના અનુયાયીઓ માટે આ દિવસ મહત્વનો ગણાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.
આજના દિવસે પીળા વસ્ત્રે પહેરીને વસંતને વધાવવામાં આવે છે. વસંતપચંમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને ખાવામાં પણ પીળી વસ્તઓનો સમાવેશ કરવામાં આવે છે.
ભોજનમાં પીળા લાડુ, હળદર યુક્ત ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકૃતિ આજના દિવસે નવા પાંન અને ફૂલોથી લચી પડતી હોય છે જેનો રંગ પીળો હોવાથી વસંત પંચમીના દિવસે પીળા રંગનું આગવું માહાત્મય છે.
પૂજનમાં પણ આજન દિવસે હળદર અને ચંદનનો તથા રેશમી પીળા વસ્ત્રનો ખાસ ઉપયોગ કરવામાં આવે છેપીળો રંગ વસંતનું નેતૃત્વ કરે છે
સરસ્વતી વંદના જરૂર વાંચો
- या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
- या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
- शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्।
- हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्॥
મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ.
- ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
- कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
- वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
- रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
- वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work