મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

28 December, 2020

રતન ટાટા

 રતન ટાટા

ઉદ્યોગપતિ


જન્મતારીખ: 28 ડિસેમ્બર 1937
જન્મસ્થળ: સુરત, ગુજરાત
પિતાનું નામ: નવલ ટાટા 
દાદાનું નામ: જમશેદજી ટાટા

તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ગુજરાત રાજ્યની સુરત શહેરમાં ધનાઢ્ય  કુટુંબમાં થયો હતો

રતન તાતા ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે

તે ટાટા જૂથના સ્થાપક જમસેદજી ટાટાના દત્તક પૌત્ર નવલ ટાટાના પુત્ર છે.
તેઓ જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત બહુશાખિય કંપની જુથ ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ટાટાને તેમના દાદીએ ઉછેર્યા અને પછી વધુ અભ્યાસ માટે મુંબઇ મોકલ્યા.

રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર બીએસ કર્યું હતું અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો હતો.

રતન ટાટાએ પોતાની કારકીર્દિની શરૂઆત ટાટા સ્ટીલ જૂથ સાથે ટાટા સ્ટીલના કર્મચારી તરીકે 1961 માં આઇબીએમની નોકરીને નકારીને કરી હતી.

રતનટાટા એ પોતાની કારકિર્દીની શરુઆત 1961થી કરી

તે 1991માં કંપનીના ચેરમેન બન્યા અને 2012માં રિટાયરમેંટ કર્યુ. 1991 માં જેઆરડી ટાટા પછી રતન ટાટા જૂથના પાંચમા અધ્યક્ષ બન્યા.



રતન ટાટાનું સ્વપ્ન હતું કે સામાન્ય લોકો પણ કાર ચલાવી શકે. આ માટે તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં સૌથી સસ્તી કાર લોન્ચ કરી અને તેનું નામ નેનો કાર રાખ્યું. જેની શરુઆતમા કિંમત ફક્ત 1 લાખ હતી. આ ગાડીનો પ્લાંટ ગુજરાતના સાણંદ ખાતે આવેલ છે.


રતન ટાટાએ ટાટા જૂથમાં ટેટલી, જગુઆર, લેન્ડ રોવર અને કોરસ જેવી કંપનીઓ મેળવી હતી.

દેશને સોલ્ટથી લઇને સોફ્ટવેર સુધી ઉપલબ્ધ કરાવનાર ઉદ્યોગપતિ રતન ટાટા નવા નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. તેમણે લોકોનું કાર લેવાનું સપનુ પુરુ કરવા માટે નેનો કાર પણ લોન્ચ કરી દીધી હતી.



દેશને પહેલી સ્વદેશી કાર આપવાનો શ્રેય પણ રતન ટાટાને જ જાય છે. 

દેશની પહેલી સંપૂર્ણ રીતે સ્વદેશમાં બનેલી કાર ટાટા મોટર્સની ઇન્ડિકા છે 1998માં ટાટા મોટર્સે ઇન્ડિકા બનાવી હતી.

ટાટા કંંપનીની નીચે 100 જેટલી કંપનીઓ છે જેમા ટાટા ચા થી લઇ ફાઇવ સ્ટાર હોટલ, સોઇ થી સ્ટીલ  સુધી, નેનો કારથી વિમાન સુધીની કંપનીઓ છે. 

રતન તાતાનો કારોબાર 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. અને પોતાની કંપનીમાં 6,30,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

 મિત્રો સૌથી મોટી વાત તાતા ગ્રૂપની એ છે કે તે પોતાના નફાનો 66% ભાગ ચેરિટીમાં દાન કરે છે

રતન ટાટા એ પોતાના કાર્યક્ષેત્રનો પ્રારંભ ૧૯૬૧ મા ટાટા કંપનીમા એક સામાન્ય કર્મચારી તરીકે કર્યો ત્યારબાદ તે સમય વીતતા અન્ય ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાયા અને ૧૯૭૧ મા તેમની રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની-નેલ્કો મા પ્રભારી નિર્દેશક તરીકે પસંદગી કરવામા આવી.

૧૯૮૧ મા તેમની ટાટા એમ્પાયર ના અધ્યક્ષ પદે નિયુક્તિ કરવામા આવી. 

૧૯૯૧ના વર્ષ મા JRD ટાટા એ નિવૃતિ જાહેર કરી સંપૂર્ણ કાર્યભાર રતનટાટાને સોપી દીધો હતો.

૨૮ ડીસેમ્બર ૨૦૧૨ ના રોજ રતન ટાટા , ટાટા ગ્રુપ ની બધી જ કાર્યભારની જવાબદારીઓમાથી મુક્તિ મેળવી.

એક ઇન્ટર્વ્યુમાં રતન ટાટાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં તમારું નામ કેમ નથી, ત્યારે રતન ટાટાએ જવાબ આપ્યો કે હું એક વેપારી નહિ પણ ઉદ્યોગપતિ છું, 

રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.

પોતાના આ ૨૧ વર્ષ ના કાર્યકાળ દરમિયાન આ કંપનીએ અનેક સિધ્ધિઓ હાંસલ કરી લીધી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપનીનુ મુલ્ય ૫૦ ગણુ વધારી દીધુ.

 ૧૯૯૯ નો સમય જ્યારે રતન ટાટા , ટાટા એમ્પાયરના અધ્યક્ષ પદે હતા અને ટાટા ઈન્ડિકા ગાડી ને લોંચ થવાનુ એક વર્ષ વીતી ચૂક્યુ હતુ. આ સમયે રતન ટાટા ફોર્ડ ના હેડક્વાર્ટર ડેટ્રોયટની મુલાકાતે ગયા હતા. ત્યાં રતન ટાટા એ ટાટા મોટર્સનો એક પ્લાન રજુ કર્યો હતો. ત્યાં બીલ ફોર્ડ દ્વારા રતન ટાટાને ઘણા અપમાનિત કરવામા આવ્યા હતા. બીલ ફોર્ડ એ કહ્યુકે,“ અમે તમારી આ ગાડીઓ ખરીદીને તમારા પર ઘણો મોટો ઉપકાર કરી રહ્યા છીએ. જો ગાડી બનાવતા ના આવડતી હોય ને તો આ બીઝનેસ કરાય જ નહી.” આ વાત રતન ટાટાના હૈયામા તીર ની જેમ ખૂચી ગઈ અને તે રાતોરાત મુંબઈ પરત ફર્યા.

આ અપમાન બાદ રતન ટાટા ‘ટાટા મોટર્સ’ પર થોડુ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. થોડા જ દિવસોમા ટાટા મોટર્સ માર્કેટમા નામના મેળવવા લાગી. ૨૦૦૯ ના સમય મા બીલ ફોર્ડની કંપનીને ભારે નુકસાની થઈ. આ સમયે રતન ટાટા એ આ કંપની ખરીદવા નો નિર્ણય લીધો.

ફોર્ડની આખી ટીમ મુંબઈ આવી અને રતન ટાટાને કહ્યુ કે ,“અમારી ‘જેગુઆર’ અને ‘લેંડરોવર’ ખરીદીને તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છો.” રતન ટાટા એ ૯૬૦૦ કરોડ રૂપીયા મા આ બંને કંપનીઓ ખરીદી. 

રતન ટાટાને એકવાર એક ન્યૂઝ ના રીપોર્ટર દ્વારા પૂછાયુ કે ,“ દેશ મા સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી નુ નામ આવે છે તમારુ કેમ નહી ?” તેના ઉત્તર મા રતન ટાટા ફક્ત એટલુ જ કહે છે કે ,“ તે એક વ્યાપારી છે ને હું એક ઉદ્યોગપતિ.”

ટીવીનું જીવન સાચું નથી હોતું. જીવન ટીવીની સીરિયલ નથી હોતું. યોગ્ય જીવનમાં આરામ નથી હોતો. માત્ર કામ, કામ અને કામ જ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર કર્યો કે લક્ઝરી ક્લાસ કાર (જગુઆર, હમ્મર, બીએમડબલ્યૂ, ઓડી, ફેરારી)નો કોઈ ટીવી ચેનલ પર ક્યારેય કેમ જાહેરાત નથી જોવા મળતી. કારણ કે આ કાર કંપનીવાળાને ખબર છે કે આવી કાર લેનારા વ્યક્તિ પાસે ટીવીની સામે બેસવાનો ફાલતૂ સમય નથી હોતો.

ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે

ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ દરિયાદિલી ઇન્સાન પણ છે. 

૨૬/૧૧ માં મુંબઈ સ્થિત આંતકી હુમલામાં તાજ હોટેલ સળગી ગઈ હતી. ત્યારે હોટેલ છ મહિના માટે બંધ કરવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન નવા અને જુના એમ તમામ કર્મચારીઓને ટાટા એ છ મહિના સુધી હોટેલ બંધ હોવા છતા સેલરી આપી હતી. ઉપરાંત હુમલામાં મરી ગયેલ કર્મચારી ના પરિવારો માટે લાઈફટાઈમ પેન્શન આપવાની પણ ઘોષણા કરી હતી.

કોરોના મહામારીમાં રતન ટાટાએ 500 કરોડ અને ટાટા સન્સ કંપનીએ 1000 કરોડ એમ કુલ 1500 કરોડ રુપિયા ટાટા ગૃપ દ્વારા આપવામાં આવ્યા છે. અને રતન ટાટા કહે છે કે જો મારે મારા દેશ ભારત માટે બધી સંપતી આપી દેવી પડે તો તે આપવા હું તૈયાર છું. આ તેમને દેશપ્રેમ દર્શાવે છે.

દેશમાં સૌપ્રથમ મીઠું બનાવવાનું કામ 1927 માં ગુજરાતના ઓખામાં શરૂ થયું હતું, જેને જે.આર.ડી. ટાટાએ 1938 માં ખરીદ્યો હતો, અને ટાટા સોલ્ટની શરૂઆત આ સાથે થઈ હતી.

તેમણે ટાટા જૂથના અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો, પરંતુ તેઓ હજી પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે રહ્યા છે.

તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સેવાઓ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ભારતીય હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી કંપનીઓના અધ્યક્ષ પણ હતા.રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.

 રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.

રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.

રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.

જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.

ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે

ટાટા જૂથ ઉત્પાદનો અને સેવાઓ

ટાટા જૂથની કુલ 100 થી વધુ કંપનીઓ છે જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનથી લઈને સેવા સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ નીચે મુજબ છે.


ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા ઓઈલ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા એરલાઈન્સ, ટાટા સોલ્ટ, ટાટા ટી, ટાટા ટેલી સર્વિસ, ટાટા નેટ, ટાટા વોચ (ટાઈટન), ટાટા એસી (વોલ્ટાસ), ટાટા કોમ્યુનિકેશન્સ (વીએસએનએલ), ટાટા ઇન્ફોટેક, ટાટા ટેક્નોલોજીસ, ટાટા સ્કાય, ટાટા ટેલિગ્લોબ, ટાટા પિગમેન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી, ટાટા કોમ્યુનિકેશન ટાટા સિમેન્ટ વગેરે.


ટાટા લોકોમોટિવ્સ અને ઘણી મશીનરી પ્રોડક્ટ્સ, સાબુ અને ડિટર્જન્ટ્સનું પણ ઉત્પાદન કરે છે, ટાટા જૂથ શિક્ષણમાં પણ સામેલ છે, જેમ કે ટાટા મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર (પુણે), અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ. ટાટા ગ્રૂપ પણ હોટેલ તાજ ગ્રુપની જેમ હોટેલ સેક્ટરમાં ટોચ પર છે.

ટાટા જૂથ સરકારી સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા સેન્ટર ફોર બેઝિક રિસર્ચ, ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં પણ સામેલ છે.


રતન ટાટાને  2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.

2008માં સિંગાપુર સરકારે તેમને માનદ નગરિક પુરસ્કાર આપેલ છે.
આ સિવાય તેમને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણા સન્માન અને પુરસ્કારો મળ્યા છે અને તેની સંખ્યા પણ 30થી વધુ છે.

માણસ ગમે તેટલી સંપત્તિ કમાય, પણ જે દિવસે તે આ દુનિયાને અલવિદા કહે છે તે દિવસે તે બધું અહીં છોડી દે છે, કારણ કે કફનમાં ખિસ્સું નથી અને જો હોય તો પણ અહીં બધું જ બળી જવાનું છે પણ હા તેના ગયા પછી , તેના કાર્યોની ચર્ચા કરવામાં આવે છે અને પ્રમાણિકપણે, તે વ્યક્તિની વાસ્તવિક આવક છે.

રતન ટાટા જેવા લોકો પોતાનામાં એક વ્યક્તિત્વ છે અને સાચું કહું તો આના જેવા મહાન માણસો જ જાણે છે કે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. 

આવા મહાન અને દેશભક્ત વ્યક્તિને તેમના જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ધીરુભાઇ અંબાની જીવન પરિચય

 ધીરુભાઇ અંબાણી


પુરુ નામ: ધીરજલાલ હિરાચંદ અંબાણી

જન્મતારીખ: 28 ડિસેમ્બર 1932

જન્મસ્થળ: ચોરવાડ, જૂનાગઢ

પિતાનું નામ; હિરાચંદ ગોરધન અંબાણી

માતાનું નામ: જમનાબેન 

અવશાન:  6 જૂલાઇ 2002 (મુંબઇ)

કેટલાક લોકો જન્મે છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. 


તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢ જિલ્લામાં થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણી એવું કહેતા કે, મોટો વિચાર કરો, ઝડપથી વિચારો, આગળનું વિચારો, કલ્પના પર કોઈ એકનો અધિકાર નથી હોતો.

 જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 

1977માં ધીરુભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી,

જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા


શું તમે જાણો છો કે એની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કેટલી નામી ઉંમરમા થઈ હતી.

ધીરુભાઇ અંબાણીએ 50,000 રૂપિયા અને બે સહાયકો સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોતાનો પહેલો ધંધો શરૂ કરવા ધીરુભાઈ પાસે 350 ચોરસ ફૂટનો એક જ ઓરડો હતો. જેમાં ટેબલ, ત્રણ ખુરશીઓ, બે સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઇ અંબાણીએ 16 વર્ષની વયે 10મું ધોરણ પાસ કર્યું અને 17 વર્ષની વયે તેઓ પૈસા કમાવવા 1949માં યમનમાં તેમના ભાઇ રમણિકલાલ પાસે જતાં રહ્યાં. ત્યાં તેમણે ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે દર મહિને 200 રૂપિયામાં કામ કર્યું. ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીને કારણે તેણે નાની ઉંમરથી જ નાના નાના કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા વર્ષો પછી ભારત પાછા ફર્યા અને ગિરનારની તળેટીમાં ભજીયા વેચવાનું શરૂ કર્યું.  થોડા દિવસો સુધી બજારમાં અવલોકન કર્યું અને નજીકથી જોયું ત્યારપછી ધીરુભાઇ સમજી ગયા કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં માગ છે ભારતીય મસાલાની. અહીંથી તેમને બિઝનેસનો વિચાર આવ્યો.

1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ(Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

તેણે પોતાના મનમાં નક્કી કર્યું અને રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન નામની એક કંપનીની શરૂ કરી. જેણે ભારતના મસાલાઓનું વેચાણ વિદેશમાં અને ભારતમાં પોલિસ્ટર વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2000માં જ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. ધીરુભાઇએ પછીથી તેમના બિઝનેસનો વિસ્તાર વધાર્યો. જેમાં તેમણે પેટ્રોકેમિકલ્સ, ટેલિકમ્યુનિકેન્સ, માહિતી, ટેકનોલોજી, ઉર્જા, પાવર, મૂડી બજારો, કાપડ ઉદ્યોગ વગેરેમાં તેમના વ્યવસાયો સ્થાપિત કર્યા.

ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ 1977ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.

ધીરુભાઈએ "વિમલ"' (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે "વિમલ"(Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ "ઓન્લી વિમલ" ("only Vimal") બ્રાન્ડના કાપડ વેચતા. 1975ના વર્ષમાં વિશ્વ બેન્કની (World Bank) ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને "વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ" હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતું.

ભારતમાં ઈક્વિટિ કલ્ટ(શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય


સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સઈન્ફર્મેશન ટેકનોલોજીએનર્જીપાવરરીટેલટેક્સટાઈલઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો


હિન્દી ફિલ્મ ”ગુરુ” ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાય છે.


મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા

સન્માન અને એવોર્ડ
  • નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી', ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.
  • 2000, 1998 અને 1996માં – 'પાવર 50 - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક(Asiaweek) મેગેઝિન દ્વારા .
  • જૂન 1998 - ડીન્સ મેડલ' , નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ' ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા(The Wharton School, University of Pennsylvania). સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરનાર ભારતીયનું ગૌરવ ધીરુભાઈને મળે છે 
  • ઓગસ્ટ 2001 – ધી ઈકોનોમિક ટાઈમ્સ(The Economic Times) એવોર્ડ, કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે' લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે. '
  • ' ધીરુભાઈ અંબાણી મેન ઓફ 20એથ સેન્ચ્યુરી, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) ' (FICCI) દ્વારા જાહેર થયા.
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (Times of India) દ્વારા 2000માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. તેઓ ભારતના સાચા પુત્ર છે.'
  • ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર ૨૦૦૨માં ધીરુભાઇ અંબાણીની ટપાલ ટિકિટ બહાર પાડી છે

27 December, 2020

કનૈયાલાલ મુનશી જીવન પરિચય

 કનૈયાલાલ મુનશી

30 ડિસેમ્બર


પુરુ નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી

જન્મતારીખ: 30 ડિસેમ્બર 1887
જન્મસ્થળ: ભરૂચ
અવશાન: 8 ફેબ્રુઆરી 1971 (મુંબઇ)
ઉપનામ: ઘનશ્યામ વ્યાસ

કનૈયાલાલ  મુનશી જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી બાને ત્યાં થયો હતો
કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા
તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મુત્સદ્દી, સ્વાતંત્ર્યસંગ્રામના સાક્ષી સ્વતંત્રતા પૂર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી વિદ્યાસંસ્થાના સ્થાપક અને કુલપતિ, ગુર્જર અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી પછીના ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે.

૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.

સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો.
૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા

૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા
૧૯૪૮ – સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર
૧૯૪૮ – હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
૧૯૪૮ – ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય

૧૯૫૪ – વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ


 ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. 
તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. 
ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. 
‘ઘનશ્યામ’ ઉપનામ ધારણ કરી તેમણે તેમણે નવલકથા-લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમાંતરે કર્યો
ઈ.સ. ૧૯૧૩ માં પ્રગટ કરેલ “વેરની વસુલાત”થી શરૂ કરીને તેમણે ૫૬ જેટલા ગુજરાતી અને ૩૬ જેટલા અંગ્રેજી પુસ્તકો લખ્યા છે. 
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.
‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથાત્રયી છે

નવલકથાઓ

  • મારી કમલા (૧૯૧૨)
  • વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
  • પાટણની પ્રભુતા (૧૯૧૬)
  • ગુજરાતનો નાથ (૧૯૧૭)
  • રાજાધિરાજ (૧૯૧૮)
  • પૃથિવીવલ્લભ (૧૯૨૧)
  • સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪)
  • લોપામુદ્રા (૧૯૩૦)
  • જય સોમનાથ (૧૯૪૦)
  • ભગવાન પરશુરામ (૧૯૪૬)
  • તપસ્વિની (૧૯૫૭)
  • કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ)
  • કોનો વાંક
  • લોમહર્ષિણી
  • ભગવાન કૌટિલ્ય
  • પ્રતિરોધ (૧૯૦૦)
  • અવિભક્ત આત્મા

નાટકો

  • બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧)
  • ડૉ. મધુરિકા (૧૯૩૬)
  • પૌરાણિક નાટકો
  • અન્ય

    • કેટલાક લેખો (૧૯૨૬)
    • અડધે રસ્તે (૧૯૪૩)
    • સીધાં ચઢાણ
    • સ્વપ્નસિદ્ધિની શોધમાં
    • ભગ્ન પાદુકા
    • પુરંદર પરાજય
    • તર્પણ
    • પુત્રસમોવડી
    • વાવા શેઠનું સ્વાતંત્ર્ય
    • બે ખરાબ જણ
    • આજ્ઞાંકિત
    • ધ્રુવસંવામિનીદેવી
    • સ્નેહસંભ્રમ
    • કાકાની શશી
    • છીએ તે જ ઠીક
    • મારી બિનજવાબદાર કહાણી
    • ગુજરાતની કીર્તિગાથા

પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો આ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે.

‘પાટણની પ્રભુતા’માં કર્ણદેવ સોલંકીના અવશાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાનો પ્રારંભ થાય છે. વળી એ સત્તાસંઘર્ષની કથાની સાથે સાથે મીનળ અને મુંજાલ, હંસા અને દેવપ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન (કાશ્મીરા દેવી) સરખા પાત્રોના પ્રેમસંબંધોની ઉપકથાઓ વણાઈ છે

ગુજરાતનો નાથ’માં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથા છે અને મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે. પાટણની રાજ્કથાની દ્રષ્ટિએ અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ તેની સાથે થતું સમાધાન અને પાટણને હંફાવવા માંગતા સોરઠના રા’નવઘણનો પરાજય વગેરે મુખ્ય કથા પ્રવાહો છે.

ધારા નગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પનામિશ્રિત ઇતિહાસ રૂપે ‘પૃથિવીવલ્લભ’ નવલકથામાં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો. મુંજ કેદ પકડાય છે. મૃણાલનો મુંજ પ્રત્યેનો વેરભાવ છૂપા-પ્રણયરૂપે ફાલેફૂલે છે. તૈલપ કાતિલ યોજનાના ભાગરૂપે મુંજને જાહેરમાં મૃણાલની હાજરીમાં જ હાથીના પગ નીચે કચડીને મારી નંખાવે છે. અને પોતાની જીત માને છે. રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠપિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસટિન જીવનને પ્રેમના આકર્ષણથી મધમધતું કરી મુકવામાં સફળ થાય છે. મુંજ મરીને પણ જીવી ગયો. આમ મુંજના વિજયની એ કથા બની રહે છે. મુનશીની એક આકર્ષક લઘુનવલકથા બની છે.

પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે.


રાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.


જય સોમનાથ’ નવલકથામાં મુસ્લિમ આક્રમણકાર મહમૂદ ગઝનીએ ૧૦૨૪માં ભારત પર આક્રમણ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતના દરિયાકાંઠે આવેલા પુરાણપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સોમનાથનું શિવમંદિર તોડી, તેની મૂર્તિના ટુકડા કર્યા તેમજ અઢળક દ્રવ્ય અને સંપતિ સાથે મૂર્તિના ટુકડા પોતાના વતન લઈ ગયો એ ઇતિહાસસિદ્ધ વિગતોને કેટલીક કલ્પના સાથે ગૂંથીને મુનશીએ આ નવલકથા લખી છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી, એકત્ર થઇ, શક્ય તેટલું સોમનાથના મંદિરનું રક્ષણ કરવા પ્રયત્નો કર્યા હતા; તે શૌર્યકથાની પડછે વાર્તાનાયક ભીમદેવ સોલંકી અને ચૌલા નામની એક દેવનર્તકી સાથેના પ્રણયની કથા આલેખન પામી છે. 

સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.


કાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા વિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં મનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર કરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે આ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે.

તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી

શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી.

૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી

લુઇ પાશ્ચર જીવન પરિચય

 લુઇ પાશ્ચર

Father of Microbiology

હડકવાની રસીના શોધક

27 ડિસેમ્બર

જન્મતારીખ: 27 ડિસેમ્બર 1822

જન્મસ્થળ: ડોલ, ફ્રાંસ

અવશાન: 28 સપ્ટેમ્બર 1895, ફ્રાંસ

લુઈ પાશ્ચરના પિતાનો વ્યવસાય ચામડાનો હતો. જેઓને ખુબ જ મોટા વ્યક્તિ બનવું હતું પરંતુ પરિસ્થિતિવશ જેઓ સફળ ન થયા. તેમને તેમનો દિકરો ખુબ જ ભણી ને આગળ વધે તેવું ઈચ્છતા હતા. તેમણે 'અરબોઈ'ની એક શાળામાં એડમિશન લીધું, પણ ત્યાંના શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતું શિક્ષણ તેમની સમજની બહાર હતું, તેને શાળામાં મંદબુદ્ધિ અને મૂર્ખ તરીકે બધા ચિડાવતા હતા. આથી તેમણે સ્કુલ છોડી દિધી

તેના પિતાએ  દબાણ કરીને, તે ઉચ્ચ શિક્ષણ માટે પેરિસ મોક્લ્યા, અને ત્યાંની કૉલેજમાં અભ્યાસ કરવ્યો,. 

'લૂઈસ પાશ્ચર'ને રસાયણશાસ્ત્રમાં વિશેષ રસ હતો, તેઓ રસાયણશાસ્ત્રના વિદ્વાન 'ડૉ. ડુમા'થી વિશેષ પ્રભાવિત હતા.

'ઈકોલે નોર્મલ યુનિવર્સિટી'માંથી ડિગ્રી મેળવ્યા બાદ 26 વર્ષની ઉંમરે 'લૂઈસ પાશ્ચર'એ રસાયણશાસ્ત્રને બદલે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે પછી તે તમામ અવરોધોને પાર કરીને વિજ્ઞાન વિભાગના વડા બન્યા. આ પદ સ્વીકાર્યા બાદ તેમણે સંશોધન કાર્ય શરૂ કર્યું.

'લુઈ પાશ્ચર' પોતાનું કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતાનું ધ્યેય હાંસલ કરવા રસાયણશાસ્ત્રમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેણે સ્ફટિકોનો અભ્યાસ કર્યો, અને કેટલાક મહત્વપૂર્ણ સંશોધન પણ કર્યા. એક દિવસ ફ્રાન્સમાં વાઇન ઉત્પાદકોનું એક જૂથ લુઇસ પાશ્ચરને મળવા આવ્યું, તેઓએ તેમને પૂછ્યું કે દર વર્ષે આપણો વાઇન ખાટો થઈ જાય છે, તેનું કારણ શું છે?

'લૂઈ પાશ્ચર'એ તેના માઈક્રોસ્કોપ વડે વાઈનનું પરીક્ષણ કરવામાં કલાકો ગાળ્યા, અંતે તેમને જાણવા મળ્યું કે 'બેક્ટેરિયા' નામનું અતિ સૂક્ષ્મ જીવ વાઈનને ખાટી બનાવે છે. તેઓએ શોધ્યું કે જો વાઇનને 60 સેન્ટિગ્રેડ પર 20 થી 30 મિનિટ સુધી ગરમ કરવામાં આવે તો આ બેક્ટેરિયા નાશ પામે છે. આ તાપમાન ઉકળતા તાપમાન કરતા ઓછું છે. અને તે દારૂને અસર કરતું નથી. પાછળથી તેણે દૂધને મધુર અને શુદ્ધ રાખવા માટે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. અને આ દૂધને પાશ્ચરાઇઝ્ડ મિલ્ક કહેવાય છે.

 લુઈ પાશ્ચર એ શરુંઆતમા ભણવામાં જોઈએ તેવું પરિણામ આપી શક્યા નહિ. તેમનું ગામ એક જંગલ વિસ્તારમાં આવેલું હતું. જેથી ગામના લોકોને વારંવાર હડકવા ઉપડેલા ભેડીયા જેવા જાનવરોનો ભોગ બનવું પડતું. એક દિવસ એક હડકવાનો શિકાર બનેલા ભેડીયાએ ગામના ૮ લોકોને કરડી ગયો. જેઓ થોડા જ દિવસમાં ૫ લોકો મૃત્યુ પામ્યા.  લુઈ પાશ્ચર આ બધું જ જોયું તેણે તેના પિતાને કહ્યું કે શું જે લોકો મૃત્યુ પામ્યા તેમને બચાવી ના શકાય. તેમના પિતા એ કહ્યું કે તું ખુબ જ ભણી ને દવાઓ બનાવેતો તેઓ બચી શકે.. બસ ત્યારથી જ લુઈ પાશ્ચર ને શિક્ષણની લગની લાગી જેઓએ રાતદિવસ મહેનત કરી અને હડકવાની રસીની શોધ કરી.

કૂતરો, ઘોડો, ગધેડો, બીલાડી, વાંદરો, શિયાળ જેવા પ્રાણીઓ કરડવાથી હડકવા થઈ શકે.

એક દિવસ લુઈ પાશ્ચરે વિચાર્યું કે જો નાના 'જીવાણુઓ' ખોરાક અને પ્રવાહીમાં હશે, તો તેઓ જીવંત પ્રાણીઓ અને લોકોના લોહીમાં પણ હશે, તેઓ રોગ પેદા કરી શકે છે. તે દિવસોમાં ફ્રાન્સના મરઘીઓમાં બચ્ચાઓનો 'કોલેરા' નામનો ભયંકર રોગચાળો ફેલાયો હતો. આ રોગને કારણે લાખો બચ્ચાઓ મરી રહ્યા હતા, મરઘાં ખેડૂતોએ 'લુઈ પાશ્ચર'ને પ્રાર્થના કરી, અમારા મરઘીઓને બચાવો. ત્યારબાદ તેણે બચ્ચામાં કોલેરાનું કારણ બનેલા બેક્ટેરિયાની શોધ શરૂ કરી. લુઈસ પાશ્ચરે આ બેક્ટેરિયમને મૃત બચ્ચાના શરીરમાં રહેલા લોહીમાં અહીં-ત્યાં તરતા જોયા. તેણે આ બેક્ટેરિયમને નબળું પાડ્યું અને તેને તંદુરસ્ત બચ્ચાના શરીરમાં ઇન્જેક્શન આપ્યું. આનાથી રસીકરણ કરાયેલા બચ્ચાઓમાં કોલેરા થયો ન હતો. તેણે રસીકરણની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ બચ્ચામાં કોલેરા શોધી કાઢ્યો હતો.

આ પછી લુઈ પાશ્ચરે ગાય અને ઘેટાંની 'એન્થ્રસ' નામની બીમારીની રસી પણ બનાવી. પરંતુ એકવાર તેઓ બીમાર થઈ ગયા, તમે તેમનો ઈલાજ કરી શક્યા નહિ. લુઈ પાશ્ચરે ઘેટાંને નબળા 'એન્થ્રસ' બેક્ટેરિયા સાથે રસી આપી હતી, જેનો અર્થ એ થયો કે ઘેટાંમાં ખૂબ જ હળવી 'એન્થ્રસ' હતી, પરંતુ તે એટલી હળવી હતી કે તેઓ ક્યારેય બીમાર પડતાં નથી અને પછી પણ ક્યારેય વાંચતા નથી. તેમને આ જીવલેણ રોગ નહોતો.

 તેમણે હડકવા, અન્થ્રેક્ક્ષ, ચિકન કોલેરા અને સીલ્ક્વર્મ જેવા રોગોનું રહસ્યનું સમાધાન શોધ્યું હતું . 

1884 માં, લુઈ પાશ્ચર તેની પ્રયોગશાળામાં બેઠો હતો ત્યારે એક ફ્રેન્ચ મહિલા તેના 9 વર્ષના પુત્ર જોસેફ સાથે તેની પાસે પહોંચી. તેમના બાળકને 2 દિવસ પહેલા પાગલ કૂતરાએ કરડ્યો હતો. પાગલ કૂતરાની લાળમાં "રેબીઝ વાયરસ" નામના નાના બેક્ટેરિયા હોય છે. જો કંઇ કરવામાં નહીં આવે, તો 9 વર્ષનો જોસેફ ધીમે ધીમે 'હાઈડ્રોફોબિયા'થી મરી જશે. લુઈ પાશ્ચર ખાસ કરીને આ રોગને નફરત કરતા હતા. ઘણા વર્ષોથી, લુઇસ હાઇડ્રોફોબિયાને કેવી રીતે રોકવું તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે પ્રશ્ન એ હતો કે બાળક જોસેફને 'હડકવાની રસી' અપાવવાની હિંમત કરશે કે કેમ? કારણ કે અત્યાર સુધી આ રસી કોઈ મનુષ્યને આપવામાં આવી ન હોવાથી બાળકના મૃત્યુની પણ શક્યતા હતી. પરંતુ રસી ન લગાવ્યા પછી પણ તેનું મૃત્યુ નિશ્ચિત હતું.

આ મૂંઝવણમાં, તેણે તરત જ નિર્ણય કર્યો અને છોકરા જોસેફની સારવાર શરૂ કરી. લુઇસ પાશ્ચર 10 દિવસ સુધી છોકરા જોસેફને રસીની વધતી જતી માત્રામાં ઇન્જેક્શન આપતા રહ્યા. અને પછી મહાન આશ્ચર્યની વાત એ છે કે છોકરા જોસેફને 'હાઈડ્રોફોબિયા' ન હતો. ઊલટું, તે સારું થવા લાગ્યું, આ પહેલીવાર હતો જ્યારે કોઈ માનવીને 'હાઈડ્રોફોબિયા'નું ઈન્જેક્શન આપવામાં આવ્યું.

દુનિયાની પહેલી રસી (વેક્સીન ) શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું . 

તેમને આધુનિક જીવવિજ્ઞાન અને જીવારસાયણશાસ્ત્રની આધારશીલા મૂકી હતી . 

લુઈ પાશ્ચરે જ આથો આવવાની ક્રિયા, શરાબ બનવાની ક્રિયાને વૈજ્ઞાનિક ઓપ આપ્યો 

પાશ્ચરના સંશોધનોએ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓને ઓપ આપ્યો 

પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેની કારકિર્દી ના ઉડાણમાં નજર નાખવામાં આવે તો તેની શોધોમાં એક તાર્કિક ક્રમ જળવાયેલો છે . 
                         
               પાશ્ચરને એવો વિચાર સ્ફ્રુયો કે  જંતુઓ જો આથો આવવાનું કારણ હોઈ શકે તો ચેપી રોગોનું કારણ પણ હોઈ શકે . અને કેટલાક રોગોના કિસ્સામાં આ સાચું પણ માલુમ પડ્યું .  રોગ ફેલાવતા જંતુ અને વાઈરસના લક્ષણોનો અભ્યાસ કાર્ય બાદ લુઈ અને અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળાના સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય .

           આ તમામ સિદ્ધિ પાશ્ચરની તેજસ્વીતા તરફ અંગૂલીનિર્દેશ  કરે છે . 

પાશ્ચરના સંશોધનોને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી,  બેક્ટેરીયોલોજી, વાઈરોલોજી, ઇમ્યુનોલોજી તેમ જ મોલેક્યુલર બાયોલોજી જેવી વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો . 

તેમને શોધેલી રસીકરણ અને પસ્ચુરાઈઝેશન જેવી પ્રક્રિયાને પગલે લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો .

26 December, 2020

શ્રીમદ ભગવદ ગીતા જયંતિ

 

સરદાર ઉધમસિંહ જીવન પરિચય

 સરદાર ઉધમસિંહ

26 ડિસેમ્બર


જન્મતારીખ: 26 ડિસેમ્બર 1899

જન્મસ્થળ: સુનામ,સંગરુર,  પંજાબ
અવસાન: 31 જુલાઇ 1940 (પેન્ટનવિલે જેલ, યુકે)

ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો

૧૯૦૧માં ઉધમસિંહના માતા અને ૧૯૦૭માં તેમના પિતાનું અવસાન થઇ ગયું

આ ઘટનાના લીધે ઉધમસિંહને તેમના મોટાભાઈ સાથે અમૃતસરના અનાથાશ્રમમાં રહેવું પડ્યું

ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું.
જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નવા નામ મળ્યા

ઉધમસિંહ સર્વધર્મના પ્રતીક સમાન હતા. એટલા માટે જેલવાસ દરમિયાન તેમણે પોતાનું નામ બદલીને "રામ મોહહમ્મદ સિંહ આઝાદ" રાખ્યું હતું

 ૧૯૧૯માં તેમણે અનાથાશ્રમ છોડી દીધું અને ક્રાન્તિકારીઓની સાથે મળી દેશની આઝાદીની ચળવળમાં ભળી ગયા.

રોલેટ એક્ટના વિરોધમાં ૩૦ માર્ચ અને ૦૬ એપ્રિલ ૧૯૧૯ના રોજ પંજાબમાં લોકોએ હળતાલ પાડી. અમૃતસરની સ્થિતિ અંકુશ બહાર ગઈ છે તેમ લાગતા તેમને લશ્કરના હવાલે કર્યું. ૧૩ એપ્રિલ ૧૯૧૯ વૈશાખી (પાક લણણીનો દિવસ) ના દિવસે સાંજે ૪:૩૦ વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને બધાના પ્યારા નેતાઓ ડૉ. કિચલું અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સભા ગેરકાયદેસર હોવાની જાહેરાત કર્યા વિના અને કશીયે પૂર્વ ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરવાનો ઓર્ડર જનરલ ડાયરે આપ્યો. જેમાં હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી.

13 એપ્રિલ, 1919ના રોજ ઉધમસિંહની આંખોની સામે જ જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો. તેઓ તેના પ્રત્યક્ષદર્શી હતા. તેઓ સાક્ષી હતા તે હજારો બેનામી ભારતીયોની ક્રૂર હત્યાના જેઓ તત્કાલીન જનરલ ડાયરના આદેશ પર ગોળીઓનો શિકાર બન્યા હતા. ત્યારે જ તેમણે જલિયાંવાલા બાગની માટી હાથમાં લઇને જનરલ ડાયર અને પંજાબના ગવર્નર માઇકલ ઓ ડાયરને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ તેઓ ક્રાંતિકારી ઘટનાઓમાં ઉતરી પડ્યા. સરદાર ઉધમસિંહ ક્રાંતિકારીઓ પાસેથી નાણાભંડોળ ભેગું કરીને દેશની બહાર ચાલ્યા ગયા અને દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, બ્રાઝિલ અને અમેરિકાની યાત્રા કરીને ક્રાંતિ માટે ધન ભેગું કર્યું. 


આ આખી ઘટના ઉધમસિંહએ પ્રત્યક્ષ નિહાળી હતી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ જનરલ ડાયરની હત્યા કરશે

ઉધમસિંહ લંડન પહોંચે તે પહેલા 1927માં જનરલ ડાયર બીમારીના કારણે મરી ગયો હતો. તેથી તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન માઇકલ ઓ ડાયરને મારવા પર કેન્દ્રિત કર્યું.


પોતાના આ મિશનને અંજામ આપવા અલગ અલગ નામોથી આફ્રિકા, નૈરોબી, બ્રાઝીલ અને અમેરિકાની યાત્રા કરી. ઈ.સ. ૧૯૩૪ માં ઉધમસિંહ લંડન પહોંચી ગયા. ત્યાં ૯ એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે યાત્રાના હેતુથી એક કાર લીધી હતી. ભારતના આ વીર ક્રાંતિકારી માઈકલ ઓ. ડાયરની હત્યા કરવા માટેના યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.


ઉધમસિંહને પોતાના ભાઈ-બહેનોની મોતનો બદલો લેવાનો મોકો ૧૯૪૦માં મળ્યો. 


જલિયાંવાલા બાગના હત્યાકાંડના ૨૧ વર્ષ પછી ૧૩ માર્ચ ૧૯૪૦માં રોયલ એશિયન સોસાયટીની લંડનના કાકસ્ટન હોલમાં બેઠક હતી. જ્યાં માઈકલ ઓ. ડાયર પણ વક્તાઓમાંનો એક હતો. ઉધમસિંહ તે દિવસે સમયસર પોતાની જગ્યાએ બેસી ગયા. તેમણે પોતાની રિવોલ્વર એક મોટી ચોપડીમાં છુપાવી હતી. અને તેના માટે તેમણે ચોપડીના પાનાને રિવોલ્વરના આકારમાં કાપી નાખ્યા હતા. જેનાથી જનરલ ડાયરની જાન લેનાર હથિયાર સરળતાથી છુપાવી સકાય.


બેઠક પુરી થઇ ત્યારબાદ દિવાલની પાછળથી ઉધમસિંહએ જનરલ ડાયરને ૨ ગોળીઓ મારી જેનાથી ડાયરનું તાત્કાલિક અવસાન થઇ ગયું. ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને તેઓએ આત્મસર્મપણ કરી દીધું. તેમના પર મુકદમો ચાલ્યો. ૪ જૂન ૧૯૪૦ના રોજ ઉધમસિંહને હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી અને ૩૧ જુલાઈ ૧૯૪૦માં પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.


ઉધમસિંહ ભગતસિંહથી ખૂબ પ્રભાવિત હતા. બંને મિત્રો પણ હતા. એક પત્રમાં તેમણે તેમના પ્રિય મિત્રની જેમ ભગતસિંહનો ઉલ્લેખ કર્યો છે. લાહોર જેલમાં ભગતસિંહને તે પહેલીવાર મળ્યા હતા.


ઉધમ સિંહ દેશની બહાર ફાંસી પર ચઢનાર બીજા ક્રાંતિકારી હતા. તેમના પહેલાં, મદન લાલ ઢીંગરાને 1909 માં કર્ઝન વાયલીની હત્યા કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી.


21 વર્ષ પછી, 13 માર્ચ 1940 ના રોજ, ઉધમસિંહે બ્રિટિશરો પાસેથી આનો બદલો લીધો.


ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સત્તા આવ્યા પછી મુખ્યમંત્રી માયાવતીએ શહીદ ઉધમ સિંહને આદર આપતા ઉત્તરપ્રદેશમાં તેમના નામે એક જિલ્લાની રચના કરી જેનુ નામ "ઉધમસિંહ કંબોજ" રાખ્યું.


આ રીતે આ ક્રાંતિકારી ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અમર થઇ ગયા. 1974માં બ્રિટને તેમના અવશેષ ભારતને સોંપી દીધા

અટલ બિહારી વાજપેયી જીવન પરિચય

 અટલ બિહારી વાજપેયી 

સુશાસન દિવસ (Good Governance Day)

25 ડિસેમ્બર


જન્મતારીખ: 25 ડિસેમ્બર 1924

જન્મસ્થળ:  ગ્વાલિયર, મધ્યપ્રદેશ
પિતાનું નામ: કૃષ્ણ બિહારી
માતાનું નામ: ક્રીષ્ણાદેવી
અવસાન: 16 ઓગસ્ટ 2018 ( દિલ્હી)

25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતીને સુશાસન દિવસ (Good Governance Day) તરીકે મનાવવામાં આવે છે.

પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી

તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.

1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા

ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના
હાથમાં રહી.

અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા,ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો

અટલ બિહારી વાજપેયી  ભારતના રાજનેતા અને કવિ હતા

25 ડિસેમ્બર, 2015થી તેમનાં જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવે છે

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા
 અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશમધ્ય પ્રદેશગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. 

અટલ બિહારી વાજપેયીને નવા સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.

મોરારજી દેસાઈની કેબિનેટમાં 1977 થી 1979 સુધી વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ હતું

બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે.

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો

તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. 

 અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું

 તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દીઅંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી
તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

તેમની મહત્વની કામગિરીમાં પોખરણ ખાતે પરમાણું પરિક્ષણ, લાહોર સમિટ, કારગીલ યુદ્ધ, ઇન્ડિયન એરલાઇંસનું અપહરણ, નેશનલ હાઇવે પ્રોજેક્ટ, 2001માં સંંસદ પર આતંકવાદી હુમલો, 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ ,કોમી રમખાણો  , નવી આર્થિક નીતિઓ ,  આ બધી યોજનાઓ દ્વારા તેઓએ ભારતીય સમાજ પર પોતાની એક આગવી છાપ છોડી છે
અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે મજબૂત સંબંધ બનાવવા માટે 19 ફેબ્રુઆરી 1999 ના રોજ દિલ્હીથી લાહોર સુધીની સદા-એ-સરહદ નામની બસ સેવા શરૂ કરી હતી. આટલું જ નહીં, તેમણે આ મુસાફરી પણ કરી.

1971 માં બાંગ્લાદેશનું વિભાજન થઈ રહ્યું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ ભજવેલી ભૂમિકાથી અટલજી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ઇન્દિરા ગાંધીને 'સાક્ષાત દુર્ગા' પદવી આપી હતી.
 તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં મેરી સંસદીય યાત્રા , મેરી ઈક્વાયત કવિતાઓ , સંક્લ્પકાલ , શક્તિએ શાંતિ સાંસદ ભવનમાં ચાર દાયકા (  સભાસદનું વચન ) લોક સભાએ અટલજી મુત્યુ યા હત્યા , અમર બલિદાન , કૈદી કવિરાજ ફ્રી કુંડલીયા , ભારતીય – વિદેશ નીતિના નવા આયામો , જનસંઘ ઔર મુસલમાન , સંસદ મેં તીન દશક અમર આગ રે નો સમાવેશ થાય છે,
તેઓ જાણે રાષ્ટ્રધર્મ , ( હિન્દી માસિક ), પંચજન્ય ( હિન્દી અઠવાડિક ) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું, 

તેમના દ્વારા લખાયેલ ગઝલ આલ્બમ "નયી દિશા" અને "સંવેદના" ને ગઝલ ગાયક સ્વ. જગજીતસિંઘે સ્વરબદ્ધ કરી હતી.

કવિતા પ્રેમ માટે જાણીતા અને આદર પ્રાપ્ત કરનાર શ્રી વાજ્પેયજી ઉત્કૃષ્ટ વક્તા પણ છે. અને ઉચ્ચકોટીના વાચક પણ તેઓ શ્રી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં પણ રુચિ ધરાવે છે.


મળેલ સન્માન
  • ૧૯૯૨, પદ્મવિભૂષણ
  • ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
  • ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
  • ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
  • ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
  • ૨૦૧૫, ભારત રત્ન

હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસે આવેલ ટનલને "અ‍ટલ ટનલ" નામ આપવામાં આવ્યુ છે જે  દસ હજાર ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી જગતની સૌથી લાંબી હાઈવે ટનલ છે

  • અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે, જે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ આવી છે. જેનુ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં કર્યુ હતુ.

- આ ટનલને કારણે મનાલી-લેહનું અંતર ૪૬ કિલોમીટર ઓછું થશે. મનાલીથી સ્પીતિ વેલી-લાહુલ જતા સામાન્ય રીતે ચાર કલાક થાય. પણ ટનલ એ સફર દસેક મિનિટમાં પુરી કરી આપશે.


સુશાસન દિવસનો ઇતિહાસ

23 ડિસેમ્બર 2014ના રોજ શ્રી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત)ને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. આ જાહેર કર્યા બાદ મોદી સરકારે જાહેર કર્યુ કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીની જ્યંતીને ભારતમાં પ્રતિ વર્ષ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. જો કે, આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી હતી, આ દિવસે ક્રિસમસની સાથે-સાથે આ દિવસે સરકારના કાર્ય દિવસ સ્વરૂપમાં જાહેર કરવા માટે સુશાસન દિવસની પણ સ્થાપના કરવામાં આવી હતી. 


25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે.

સુશાસન દિવસનો હેતુ 

- દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે. 

- સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે. 

- આ સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે મનાવવામાં આવે છે. 

- ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને લાગૂ કરવાનું છે. 

- સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે. 

- સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવું. 

સુશાસન દિવસ પર ભૂતપૂર્વ વડાપ્રધાનને યાદ કરવામાં આવે છે 

ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.અલગ-અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ થાય છે. સેમિનાર મારફતે લોકો તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે વિસ્તારથી જણાવે છે. વર્ષ 2018માં ભૂતપૂર્વ વડાપ્રધાનનું અવસાન થયું હતું.