કનૈયાલાલ મુનશી
30 ડિસેમ્બર
પુરુ નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
જન્મતારીખ: 30 ડિસેમ્બર 1887
જન્મસ્થળ: ભરૂચ
અવશાન: 8 ફેબ્રુઆરી 1971 (મુંબઇ)
ઉપનામ: ઘનશ્યામ વ્યાસ
કનૈયાલાલ મુનશી જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપી બાને ત્યાં થયો હતો
કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા
તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મુત્સદ્દી, સ્વાતંત્ર્યસંગ્રામના સાક્ષી સ્વતંત્રતા પૂર્વેના અને સ્વતંત્રતા પછીના સમયગાળાના ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી વિદ્યાસંસ્થાના સ્થાપક અને કુલપતિ, ગુર્જર અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર, સંસ્કાર પુરુષ અને પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી પછીના ઉત્તમ કોટીના નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે.
૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે ‘એલિસ પ્રાઈઝ’ સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો.
૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા
૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા
૧૯૪૮ – સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર
૧૯૪૮ – હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
૧૯૪૮ – ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
૧૯૫૪ – વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા.
તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા.
ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા.
‘ઘનશ્યામ’ ઉપનામ ધારણ કરી તેમણે તેમણે નવલકથા-લેખનનો આરંભ વકીલાતના વ્યવસાયની સમાંતરે કર્યો
ઈ.સ. ૧૯૧૩ માં પ્રગટ કરેલ “વેરની વસુલાત”થી શરૂ કરીને તેમણે ૫૬ જેટલા ગુજરાતી અને ૩૬ જેટલા અંગ્રેજી પુસ્તકો લખ્યા છે.
કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી
જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે.
‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ મુનશીની પ્રખ્યાત ઐતિહાસિક નવલકથાત્રયી છે
નવલકથાઓ
- મારી કમલા (૧૯૧૨)
- વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ)
- પાટણની પ્રભુતા (૧૯૧૬)
- ગુજરાતનો નાથ (૧૯૧૭)
- રાજાધિરાજ (૧૯૧૮)
- પૃથિવીવલ્લભ (૧૯૨૧)
- સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪)
- લોપામુદ્રા (૧૯૩૦)
- જય સોમનાથ (૧૯૪૦)
- ભગવાન પરશુરામ (૧૯૪૬)
- તપસ્વિની (૧૯૫૭)
- કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ)
- કોનો વાંક
- લોમહર્ષિણી
- ભગવાન કૌટિલ્ય
- પ્રતિરોધ (૧૯૦૦)
- અવિભક્ત આત્મા
નાટકો
- બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧)
- ડૉ. મધુરિકા (૧૯૩૬)
- પૌરાણિક નાટકો
- કેટલાક લેખો (૧૯૨૬)
- અડધે રસ્તે (૧૯૪૩)
- સીધાં ચઢાણ
- સ્વપ્નસિદ્ધિની શોધમાં
- ભગ્ન પાદુકા
- પુરંદર પરાજય
- તર્પણ
- પુત્રસમોવડી
- વાવા શેઠનું સ્વાતંત્ર્ય
- બે ખરાબ જણ
- આજ્ઞાંકિત
- ધ્રુવસંવામિનીદેવી
- સ્નેહસંભ્રમ
- કાકાની શશી
- છીએ તે જ ઠીક
- મારી બિનજવાબદાર કહાણી
- ગુજરાતની કીર્તિગાથા
અન્ય
પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો આ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે.
‘પાટણની પ્રભુતા’માં કર્ણદેવ સોલંકીના અવશાન પ્રસંગે રાજસત્તાની ખટપટ વચ્ચે જયસિંહ સિદ્ધરાજની કથાનો પ્રારંભ થાય છે. વળી એ સત્તાસંઘર્ષની કથાની સાથે સાથે મીનળ અને મુંજાલ, હંસા અને દેવપ્રસાદ તેમજ ત્રિભુવન અને પ્રસન્ન (કાશ્મીરા દેવી) સરખા પાત્રોના પ્રેમસંબંધોની ઉપકથાઓ વણાઈ છે
ગુજરાતનો નાથ’માં સ્વતંત્ર બનવા મથતા યુવાન જયસિંહની કથા છે અને મંત્રીશ્વર મુંજાલની રાહબરી હેઠળ ગુજરાત સ્વતંત્ર બનવા પ્રયત્ન કરે છે. પાટણની રાજ્કથાની દ્રષ્ટિએ અવંતીના સેનાપતિ ઉબકનું પાટણ પર આક્રમણ તેની સાથે થતું સમાધાન અને પાટણને હંફાવવા માંગતા સોરઠના રા’નવઘણનો પરાજય વગેરે મુખ્ય કથા પ્રવાહો છે.
ધારા નગરીના રાજા મુંજના ચરિત્રનું કલ્પનામિશ્રિત ઇતિહાસ રૂપે ‘પૃથિવીવલ્લભ’ નવલકથામાં નિરૂપણ થયું છે. મુંજ એક વીર રાજા ઉપરાંત વિલાસી કવિ હતો. તેણે તૈલપને અનેક વખત પરાજય આપ્યો હતો. મુંજ કેદ પકડાય છે. મૃણાલનો મુંજ પ્રત્યેનો વેરભાવ છૂપા-પ્રણયરૂપે ફાલેફૂલે છે. તૈલપ કાતિલ યોજનાના ભાગરૂપે મુંજને જાહેરમાં મૃણાલની હાજરીમાં જ હાથીના પગ નીચે કચડીને મારી નંખાવે છે. અને પોતાની જીત માને છે. રાજકીય વેરની તૃપ્તિ અનુભવે છે. વાસ્તવમાં કાષ્ઠપિંજરમાં પુરાયેલો મુંજ મૃણાલના રસટિન જીવનને પ્રેમના આકર્ષણથી મધમધતું કરી મુકવામાં સફળ થાય છે. મુંજ મરીને પણ જીવી ગયો. આમ મુંજના વિજયની એ કથા બની રહે છે. મુનશીની એક આકર્ષક લઘુનવલકથા બની છે.
પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે.
રાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે.
જય સોમનાથ’ નવલકથામાં મુસ્લિમ આક્રમણકાર મહમૂદ ગઝનીએ ૧૦૨૪માં ભારત પર આક્રમણ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતના દરિયાકાંઠે આવેલા પુરાણપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત સોમનાથનું શિવમંદિર તોડી, તેની મૂર્તિના ટુકડા કર્યા તેમજ અઢળક દ્રવ્ય અને સંપતિ સાથે મૂર્તિના ટુકડા પોતાના વતન લઈ ગયો એ ઇતિહાસસિદ્ધ વિગતોને કેટલીક કલ્પના સાથે ગૂંથીને મુનશીએ આ નવલકથા લખી છે. આક્રમણ સમયે રજપૂતોએ વીરતા દાખવી, એકત્ર થઇ, શક્ય તેટલું સોમનાથના મંદિરનું રક્ષણ કરવા પ્રયત્નો કર્યા હતા; તે શૌર્યકથાની પડછે વાર્તાનાયક ભીમદેવ સોલંકી અને ચૌલા નામની એક દેવનર્તકી સાથેના પ્રણયની કથા આલેખન પામી છે.
સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે.
કાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા વિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં મનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર કરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે આ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે.
તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી
શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી.
૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work