રતન ટાટા
ઉદ્યોગપતિ
દેશને સોલ્ટથી લઇને સોફ્ટવેર સુધી ઉપલબ્ધ કરાવનાર ઉદ્યોગપતિ રતન ટાટા નવા નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. તેમણે લોકોનું કાર લેવાનું સપનુ પુરુ કરવા માટે નેનો કાર પણ લોન્ચ કરી દીધી હતી.
રતન ટાટા એ પોતાના કાર્યક્ષેત્રનો પ્રારંભ ૧૯૬૧ મા ટાટા કંપનીમા એક સામાન્ય કર્મચારી તરીકે કર્યો ત્યારબાદ તે સમય વીતતા અન્ય ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાયા અને ૧૯૭૧ મા તેમની રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની-નેલ્કો મા પ્રભારી નિર્દેશક તરીકે પસંદગી કરવામા આવી.
૧૯૮૧ મા તેમની ટાટા એમ્પાયર ના અધ્યક્ષ પદે નિયુક્તિ કરવામા આવી.
૧૯૯૧ના વર્ષ મા JRD ટાટા એ નિવૃતિ જાહેર કરી સંપૂર્ણ કાર્યભાર રતનટાટાને સોપી દીધો હતો.
૨૮ ડીસેમ્બર ૨૦૧૨ ના રોજ રતન ટાટા , ટાટા ગ્રુપ ની બધી જ કાર્યભારની જવાબદારીઓમાથી મુક્તિ મેળવી.
એક ઇન્ટર્વ્યુમાં રતન ટાટાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં તમારું નામ કેમ નથી, ત્યારે રતન ટાટાએ જવાબ આપ્યો કે હું એક વેપારી નહિ પણ ઉદ્યોગપતિ છું,
રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.
પોતાના આ ૨૧ વર્ષ ના કાર્યકાળ દરમિયાન આ કંપનીએ અનેક સિધ્ધિઓ હાંસલ કરી લીધી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપનીનુ મુલ્ય ૫૦ ગણુ વધારી દીધુ.
૧૯૯૯ નો સમય જ્યારે રતન ટાટા , ટાટા એમ્પાયરના અધ્યક્ષ પદે હતા અને ટાટા ઈન્ડિકા ગાડી ને લોંચ થવાનુ એક વર્ષ વીતી ચૂક્યુ હતુ. આ સમયે રતન ટાટા ફોર્ડ ના હેડક્વાર્ટર ડેટ્રોયટની મુલાકાતે ગયા હતા. ત્યાં રતન ટાટા એ ટાટા મોટર્સનો એક પ્લાન રજુ કર્યો હતો. ત્યાં બીલ ફોર્ડ દ્વારા રતન ટાટાને ઘણા અપમાનિત કરવામા આવ્યા હતા. બીલ ફોર્ડ એ કહ્યુકે,“ અમે તમારી આ ગાડીઓ ખરીદીને તમારા પર ઘણો મોટો ઉપકાર કરી રહ્યા છીએ. જો ગાડી બનાવતા ના આવડતી હોય ને તો આ બીઝનેસ કરાય જ નહી.” આ વાત રતન ટાટાના હૈયામા તીર ની જેમ ખૂચી ગઈ અને તે રાતોરાત મુંબઈ પરત ફર્યા.
આ અપમાન બાદ રતન ટાટા ‘ટાટા મોટર્સ’ પર થોડુ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. થોડા જ દિવસોમા ટાટા મોટર્સ માર્કેટમા નામના મેળવવા લાગી. ૨૦૦૯ ના સમય મા બીલ ફોર્ડની કંપનીને ભારે નુકસાની થઈ. આ સમયે રતન ટાટા એ આ કંપની ખરીદવા નો નિર્ણય લીધો.
ફોર્ડની આખી ટીમ મુંબઈ આવી અને રતન ટાટાને કહ્યુ કે ,“અમારી ‘જેગુઆર’ અને ‘લેંડરોવર’ ખરીદીને તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છો.” રતન ટાટા એ ૯૬૦૦ કરોડ રૂપીયા મા આ બંને કંપનીઓ ખરીદી.
રતન ટાટાને એકવાર એક ન્યૂઝ ના રીપોર્ટર દ્વારા પૂછાયુ કે ,“ દેશ મા સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી નુ નામ આવે છે તમારુ કેમ નહી ?” તેના ઉત્તર મા રતન ટાટા ફક્ત એટલુ જ કહે છે કે ,“ તે એક વ્યાપારી છે ને હું એક ઉદ્યોગપતિ.”
ટીવીનું જીવન સાચું નથી હોતું. જીવન ટીવીની સીરિયલ નથી હોતું. યોગ્ય જીવનમાં આરામ નથી હોતો. માત્ર કામ, કામ અને કામ જ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર કર્યો કે લક્ઝરી ક્લાસ કાર (જગુઆર, હમ્મર, બીએમડબલ્યૂ, ઓડી, ફેરારી)નો કોઈ ટીવી ચેનલ પર ક્યારેય કેમ જાહેરાત નથી જોવા મળતી. કારણ કે આ કાર કંપનીવાળાને ખબર છે કે આવી કાર લેનારા વ્યક્તિ પાસે ટીવીની સામે બેસવાનો ફાલતૂ સમય નથી હોતો.
ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે
ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ દરિયાદિલી ઇન્સાન પણ છે.
૨૬/૧૧ માં મુંબઈ સ્થિત આંતકી હુમલામાં તાજ હોટેલ સળગી ગઈ હતી. ત્યારે હોટેલ છ મહિના માટે બંધ કરવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન નવા અને જુના એમ તમામ કર્મચારીઓને ટાટા એ છ મહિના સુધી હોટેલ બંધ હોવા છતા સેલરી આપી હતી. ઉપરાંત હુમલામાં મરી ગયેલ કર્મચારી ના પરિવારો માટે લાઈફટાઈમ પેન્શન આપવાની પણ ઘોષણા કરી હતી.
કોરોના મહામારીમાં રતન ટાટાએ 500 કરોડ અને ટાટા સન્સ કંપનીએ 1000 કરોડ એમ કુલ 1500 કરોડ રુપિયા ટાટા ગૃપ દ્વારા આપવામાં આવ્યા છે. અને રતન ટાટા કહે છે કે જો મારે મારા દેશ ભારત માટે બધી સંપતી આપી દેવી પડે તો તે આપવા હું તૈયાર છું. આ તેમને દેશપ્રેમ દર્શાવે છે.
દેશમાં સૌપ્રથમ મીઠું બનાવવાનું કામ 1927 માં ગુજરાતના ઓખામાં શરૂ થયું હતું, જેને જે.આર.ડી. ટાટાએ 1938 માં ખરીદ્યો હતો, અને ટાટા સોલ્ટની શરૂઆત આ સાથે થઈ હતી.
તેમણે ટાટા જૂથના અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો, પરંતુ તેઓ હજી પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે રહ્યા છે.
તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સેવાઓ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ભારતીય હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી કંપનીઓના અધ્યક્ષ પણ હતા.રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.
રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.
રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.
રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.
જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.
ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે
ટાટા જૂથ ઉત્પાદનો અને સેવાઓ
ટાટા જૂથની કુલ 100 થી વધુ કંપનીઓ છે જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનથી લઈને સેવા સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ નીચે મુજબ છે.
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા ઓઈલ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા એરલાઈન્સ, ટાટા સોલ્ટ, ટાટા ટી, ટાટા ટેલી સર્વિસ, ટાટા નેટ, ટાટા વોચ (ટાઈટન), ટાટા એસી (વોલ્ટાસ), ટાટા કોમ્યુનિકેશન્સ (વીએસએનએલ), ટાટા ઇન્ફોટેક, ટાટા ટેક્નોલોજીસ, ટાટા સ્કાય, ટાટા ટેલિગ્લોબ, ટાટા પિગમેન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી, ટાટા કોમ્યુનિકેશન ટાટા સિમેન્ટ વગેરે.
ટાટા લોકોમોટિવ્સ અને ઘણી મશીનરી પ્રોડક્ટ્સ, સાબુ અને ડિટર્જન્ટ્સનું પણ ઉત્પાદન કરે છે, ટાટા જૂથ શિક્ષણમાં પણ સામેલ છે, જેમ કે ટાટા મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર (પુણે), અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ. ટાટા ગ્રૂપ પણ હોટેલ તાજ ગ્રુપની જેમ હોટેલ સેક્ટરમાં ટોચ પર છે.
ટાટા જૂથ સરકારી સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા સેન્ટર ફોર બેઝિક રિસર્ચ, ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં પણ સામેલ છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work