અટલ બિહારી વાજપેયી
સુશાસન દિવસ (Good Governance Day)
25 ડિસેમ્બર
જન્મતારીખ: 25 ડિસેમ્બર 1924
જન્મસ્થળ: ગ્વાલિયર, મધ્યપ્રદેશ
પિતાનું નામ: કૃષ્ણ બિહારી
માતાનું નામ: ક્રીષ્ણાદેવી
અવસાન: 16 ઓગસ્ટ 2018 ( દિલ્હી)
25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતીને સુશાસન દિવસ (Good Governance Day) તરીકે મનાવવામાં આવે છે.
પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી
તેઓ ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.
1996માં અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડા પ્રધાન બન્યા હતા
ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના
હાથમાં રહી.
અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા,ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો
અટલ બિહારી વાજપેયી ભારતના રાજનેતા અને કવિ હતા
25 ડિસેમ્બર, 2015થી તેમનાં જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવે છે
વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા
અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા.
અટલ બિહારી વાજપેયીને નવા સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.
મોરારજી દેસાઈની કેબિનેટમાં 1977 થી 1979 સુધી વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ હતું
બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે.
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો
તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા.
અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું
તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી
તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.
તેમની મહત્વની કામગિરીમાં પોખરણ ખાતે પરમાણું પરિક્ષણ, લાહોર સમિટ, કારગીલ યુદ્ધ, ઇન્ડિયન એરલાઇંસનું અપહરણ, નેશનલ હાઇવે પ્રોજેક્ટ, 2001માં સંંસદ પર આતંકવાદી હુમલો, 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ ,કોમી રમખાણો , નવી આર્થિક નીતિઓ , આ બધી યોજનાઓ દ્વારા તેઓએ ભારતીય સમાજ પર પોતાની એક આગવી છાપ છોડી છે
અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સાથે મજબૂત સંબંધ બનાવવા માટે 19 ફેબ્રુઆરી 1999 ના રોજ દિલ્હીથી લાહોર સુધીની સદા-એ-સરહદ નામની બસ સેવા શરૂ કરી હતી. આટલું જ નહીં, તેમણે આ મુસાફરી પણ કરી.
1971 માં બાંગ્લાદેશનું વિભાજન થઈ રહ્યું હતું ત્યારે ઈન્દિરા ગાંધીએ ભજવેલી ભૂમિકાથી અટલજી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ઇન્દિરા ગાંધીને 'સાક્ષાત દુર્ગા' પદવી આપી હતી.
તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં મેરી સંસદીય યાત્રા , મેરી ઈક્વાયત કવિતાઓ , સંક્લ્પકાલ , શક્તિએ શાંતિ સાંસદ ભવનમાં ચાર દાયકા ( સભાસદનું વચન ) લોક સભાએ અટલજી મુત્યુ યા હત્યા , અમર બલિદાન , કૈદી કવિરાજ ફ્રી કુંડલીયા , ભારતીય – વિદેશ નીતિના નવા આયામો , જનસંઘ ઔર મુસલમાન , સંસદ મેં તીન દશક અમર આગ રે નો સમાવેશ થાય છે,
તેઓ જાણે રાષ્ટ્રધર્મ , ( હિન્દી માસિક ), પંચજન્ય ( હિન્દી અઠવાડિક ) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું,
તેમના દ્વારા લખાયેલ ગઝલ આલ્બમ "નયી દિશા" અને "સંવેદના" ને ગઝલ ગાયક સ્વ. જગજીતસિંઘે સ્વરબદ્ધ કરી હતી.
કવિતા પ્રેમ માટે જાણીતા અને આદર પ્રાપ્ત કરનાર શ્રી વાજ્પેયજી ઉત્કૃષ્ટ વક્તા પણ છે. અને ઉચ્ચકોટીના વાચક પણ તેઓ શ્રી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં પણ રુચિ ધરાવે છે.
મળેલ સન્માન
- ૧૯૯૨, પદ્મવિભૂષણ
- ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
- ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
- ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
- ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
- ૨૦૧૫, ભારત રત્ન
હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસે આવેલ ટનલને "અટલ ટનલ" નામ આપવામાં આવ્યુ છે જે દસ હજાર ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી જગતની સૌથી લાંબી હાઈવે ટનલ છે
- અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે, જે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ આવી છે. જેનુ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં કર્યુ હતુ.
- આ ટનલને કારણે મનાલી-લેહનું અંતર ૪૬ કિલોમીટર ઓછું થશે. મનાલીથી સ્પીતિ વેલી-લાહુલ જતા સામાન્ય રીતે ચાર કલાક થાય. પણ ટનલ એ સફર દસેક મિનિટમાં પુરી કરી આપશે.
સુશાસન દિવસનો ઇતિહાસ
23 ડિસેમ્બર 2014ના રોજ શ્રી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત)ને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી સન્માનિત કરવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. આ જાહેર કર્યા બાદ મોદી સરકારે જાહેર કર્યુ કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારીજીની જ્યંતીને ભારતમાં પ્રતિ વર્ષ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવશે. જો કે, આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી હતી, આ દિવસે ક્રિસમસની સાથે-સાથે આ દિવસે સરકારના કાર્ય દિવસ સ્વરૂપમાં જાહેર કરવા માટે સુશાસન દિવસની પણ સ્થાપના કરવામાં આવી હતી.
25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે.
સુશાસન દિવસનો હેતુ
- દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે.
- સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે.
- આ સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે મનાવવામાં આવે છે.
- ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને લાગૂ કરવાનું છે.
- સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે.
- સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવું.
સુશાસન દિવસ પર ભૂતપૂર્વ વડાપ્રધાનને યાદ કરવામાં આવે છે
ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે.અલગ-અલગ જગ્યાઓ પર સેમિનારનું આયોજન પણ થાય છે. સેમિનાર મારફતે લોકો તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો વિશે વિસ્તારથી જણાવે છે. વર્ષ 2018માં ભૂતપૂર્વ વડાપ્રધાનનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work