મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 December, 2020

શાહબુદ્દીન રાઠોડ જીવન પરિચય

 શાહબુદ્દીન રાઠોડ

જન્મ તારીખ: 9 ડિસેમ્બર 1937

જન્મ સ્થળ: થાનગઢ, સુરેન્દ્રનગર

પિતાનું નામ: સીદ્દીકભાઇ

માતાનું નામ: હસીનાબેન

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે.


તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૩૭, થાન, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ એક શિક્ષક, હાસ્યકાર તથા લેખક છે.

હાસ્ય અને મર્માળી વાતોની રજૂઆત આગવી શૈલીમાં કરવા માટે જાણીતા છે.

તેમણે સર્જેલ પુસ્તકોની સર્જનયાત્રા આ પ્રમાણેની છે : મારે ક્યાં લખવું હતું ?, હસતાં-હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, દેવું તો મરદ કરે, મારો ગધેડો દેખાય છે ?, હાસ્યનો વરઘોડો, દર્પણ જૂઠ ન બોલે. .

દેશ-પરદેશમાં હાસ્યના અનેક કાર્યક્રમો આપીને ગુજરાતી સાહિત્યપ્રેમી અને હાસ્યપ્રેમી જનતાના હૃદયમાં તેમણે વિશિષ્ટ સ્થાન પેદા કર્યું છે – આ તેમની અનોખી સિદ્ધિ છે.

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.

તેમના પ્રેરણામુર્તી ચાર્લે ચાપ્લેન અને માર્ક ટ્વેઇન છે.

તેમણે 22 જેટલા દેશોમા પોતાના કાર્યક્રમો કરેલ છે.

તેમણે થીયેટર,  આકાશવાણી અને દુરદર્શન પર અનેક હાસ્ય કાર્યક્રમો આપેલ છે.

તેમની પ્રથમ પ્રકાશિત હાસ્ય કૃતિ શો મસ્ટ ગો ઓન હતી. 

તેમણે 13 વર્ષ શિક્ષક તરીકે અને 25 વર્ષ આચાર્ય તરીકી નોકરી કરી હતી.

સબ ટીવી પર 309 એપિસોડની 2010 માં કોમેડી સીરિયલ પાપડપોલ આવતી જે શાહબુદ્દીન રાઠોડના હાસ્ય લેખો પર આધારિત હતી.

મુખ્ય રચનાઓ

  • હાસ્ય લેખ – 
  • શો મસ્ટ ગો ઓન,
  •  દેવું તો મર્દ કરે, 
  • દુઃખી થવાની કળા, 
  • હસતાં હસાવતાં, 
  • અણમોલ આતિથ્ય, 
  • સજ્જન મિત્રોના સંગાથે

ભારત સરકાર દ્વારા 2020માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા, આ સિવાય જ્યોતિન્દ્ર દવે સુવર્ણ ચંદ્રક પણ મેળવેલ છે.


વધુ માહિતી માટે અહી ક્લીક કરવી.


08 December, 2020

ડિયેગો અર્માન્ડો મારાડોના જીવન પરિચય

 

ડિયેગો અર્માન્ડો મારાડોના




જન્મતારીખ: 30 ઓક્ટોબર 1960
જન્મસ્થળ: અર્જેન્ટિના
અવસાન: 25 નવેમ્બર 2020

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોના

આર્જેન્ટિનાના બુએનો એરી પ્રાંતના લાનુસ વિસ્તારમાં એક પારાવાર ગરીબ પરિવારમાં ૧૯૬૦ ના ઓક્ટોબરની ૩૦મીએ જન્મેલો મારાડોના આઠ સંતાનોમાં પાંચમો હતો. ભયાનક ગરીબી હોવા છતાં પરિવારના સભ્યો વચ્ચે કેવી ગજબની આત્મીયતા હતી એનો પુરાવો એક વાત પરથી મળે છે. ૧૯૯૦માં સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડ સામયિકને આપેલી મુલાકાતમાં એણે કહ્યું હતું કે મારું એક માસનું ટેલિફોન બિલ ૧૫ હજાર ડોલર્સનું આવે છે. આટલી બધી વાતો કોની સાથે કરો છો ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું, 'મારા માતાપિતા અને ભાઇબહેનોની સાથે...'

મારાડોના નામની ઉત્પતિ કેવી રીતે થઈ. તેના નામમાં પ્રથમ આવે છે ડિયેગો. ડિયેગો એ આર્જેન્ટીનાનો નહીં પણ ગ્રીક અને હિબ્રુ ભાષાનો શબ્દ છે. નવા પેદા થયેલા છોકરાનું નામ ડિયેગો રાખવાની પરંપરા ઈટાલી અને સ્પેનમાં આજે પણ અકબંધ છે. આ નામનો અર્થ થાય છે શિક્ષક. ડિયેગો અને મારાડોનાની વચ્ચેનું નામ છે આર્માન્ડો. જેનો અર્થ થાય છે એક માણસ જે આર્મીમાં છે.

ત્રણ વર્ષની વયે એને બર્થ ડે ગીફ્ટ તરીકે પહેલો ફૂટબોલ મળ્યો અને દસ વર્ષની વયે તો એ દેશની જુનિયર ટીમનો 'ગોલ્ડન બોય' બની ગયો હતો.  એણે જુનિયર ટીમને એકધારી અને સાતત્યપૂર્ણ ૧૩૬ સ્પર્ધા જીતી આપી હતી. 

૧૫-૧૬ વર્ષનો થયો ત્યાં એ નેશનલ ટીમનો કાયમી સભ્ય બની ગયો હતો. સતત વિજેતા બની રહેવાની સાથે ૧૯૮૪માં એણે ક્લોડિયા વીલફેનને પરણી ગયો.

માત્ર ૧૩ વર્ષની વયે એને ડ્રગની લત લાગી. લાગી તે કેવી લાગી, ૧૯૯૧ના એપ્રિલની ૨૬મીએ બુએનો એરીની પોલીસે એને અડધો કિલો હેરોઇન સાથે એના જ ફ્લેટમાં ઝડપી લીધો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ  બજારમાં આટલા હેરોઇનની કિંમત જ કરોડો રૂપિયા થવા જાય.

1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવેલી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જોવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતો કે આ ગોલ સંભવ નહોતો.

૨૨ જૂન ૧૯૮૬ના  દિવસે મેક્સિકોમાં મેરાડોનાએ માત્ર દસ સેકન્ડમાં જે હાંસલ કર્યું એ લોકો આખી જિંદગીમાં મેળવી શકતા નથી! એ ગોલ, 60 વારની દોડ લગાવી કરેલો એ એક ગોલ મારાડોનાને અપ્રતિમ ઉંચાઈ પર લઈ ગયો હતો! ૧૯૮૬ના ફૂટબોલ વર્લ્ડ કપ વખતે ઇંગ્લેંડ સામે રમતાં એણે જે ઐતિહાસિક ગોલ કર્યો એ પછી એને 'હેન્ડ ઓફ ગોડ (દિવ્ય હાથ)' બિરુદ મળેલું. એજ વર્લ્ડ કપમાં એણે જે રમત રમી દેખાડી એ  કદાચ ફૂટબોલના ઇતિહાસમાં સદાને માટે અમર રહેશે. 

ભારતમાં ગોવાની સરકારે પોતાના એક વિસ્તારમાં મારાડોનાની સાડા ત્રણસો કિલોની ધાતુની એક પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી

મારાડોના ભારતના કલકત્તા શહેરની મુલાકાત 2010 અને 2017માં લીધી હતી.

૨૦૦૨માં તેના ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલને ફિફાના ઓનલાઈન સર્વેમાં ગોલ ઓફ સેન્ચ્યુરી તરીકે બિરદાવવામાં આવ્યો હતો.

ફૂટબોલના જાદુગર તરીકેની ઓળખ ધરાવતા મારાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઈ.સ. ૧૯૯૪ના વર્લ્ડ કપ પૂર્વે ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતુ.

મારાડોનાએ આંતરરાષ્ટ્રીય કેરીયરમાં 91 વખત તેણે આર્જેન્ટીનાની ટીમને રિપ્રેઝન્ટ કરી. 34 ગોલ ફટકાર્યા અને વિશ્વકપ પણ અપાવ્યો, તેણે સંપૂર્ણ કેરીયરમાં 490 મેચમાં કુલ 311 ગોલ કર્યા હતા

મારાડોનાએ નિવૃત્તિ બાદ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આર્જેન્ટીના તેના માર્ગદર્શનમાં ઉતર્યું હતુ

આર્જેન્ટીના તેનો દેશ. જેણે હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલા ડિયેગો મારાડોના માટે દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તો પછી દેશે પણ તેને આપ્યું.

ડિએગો મેરાડોના એ આર્જેન્ટિનાના વ્યાવસાયિક ફૂટબોલર હતા, જેમણે 1977 થી 1994 દરમિયાન સ્ટ્રાઈકર તરીકે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 91 દેખાવમાં 34 ગોલ કર્યા હતા,  તેને આર્જેન્ટિનાનો 5 મો સૌથી વધુ ગોલ ફટકારનાર અને 10 મો ક્રમાંકિત આર્જેન્ટિનાનો આંતરરાષ્ટ્રીય ખેલાડી  હતો. 1977 માં જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેણે તેની પહેલી કેપ મેળવી હતી


ડિએગો મેરાડોના એ 4 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

25 નવેમ્બર 2020ના આર્જેન્ટીનામા હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલ.

07 December, 2020

પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જીવન પરિચય

પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ


જન્મતારીખ: 7 ડિસેમ્બર 1921 (માગશર સુદ સુદ આઠમ , 1978)
જન્મ સ્થળ: ચાણસદ, પાદરા, બરોડા સ્ટેટ
અવસાન: 13 ઓગસ્ટ 2016 ( સાળંગપુર, બોટાદ)
સાચું નામ: શાંતિલાલ પટેલ 
અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS, બોચાસણના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના
પાંચમા આધ્યાત્મિક અનુગામી


વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવાર ને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું.
તેમના માતાપિતા, મોતીભાઇ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના શિષ્યો અને અક્ષર પુરુષોત્તમ આસ્થાના અનુયાયીઓ હતા
શાસ્ત્રીજી મહારાજે જન્મ સમયે યુવાન શાંતિલાલને આશીર્વાદ આપ્યા હતા, અને તેમના પિતાને કહ્યું હતું કે, "આ બાળક અમારું છે; જ્યારે સમય યોગ્ય થાય, ત્યારે કૃપા કરીને તે અમને આપો. તે હજારો લોકોને ભગવાનની ભક્તિ તરફ દોરી જશે. તેના દ્વારા, હજારો મુક્તિ પ્રાપ્ત કરશે

શાંતિલાલ નાનપણથી જ આધ્યાત્મિકતા તરફ મક્કમ હતા. સ્કૂલનું કામ પૂરું કર્યા પછી, તે ઘણીવાર ગામના હનુમાન મંદિર તરફ જતાં, જ્યાં તે અને નાનપણનો મિત્ર, હરિદાસ નામના હિન્દુ "પવિત્ર માણસ" ની પ્રવચનો સાંભળતો.

કિશોર વયે, શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલનું બંધન ગાઢ બન્યું, અને તેમની નિષ્ઠા અને બુદ્ધિએ ઘણા લોકોને સાથીદારપણામાં પ્રભાવિત કર્યા. ઘણાને લાગ્યું કે શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સાધુઓના હુકમમાં જોડાવાથી સાધુજીવનનો આરંભ કરશે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે.


૭ નવેમ્બર ૧૯૩૯ ના રોજ, જ્યારે શાંતિલાલ સત્તર વર્ષના હતા, ત્યારે તેમને તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનો એક પત્ર મળ્યો, જેમાં સાધુમાં જોડાવા કહ્યું. તેમના માતાપિતાએ તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા, અને શાંતિલાલ તે દિવસે શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુઓમાં જોડાવા માટે ઘરેથી નીકળ્યા


૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને નામ શાંતિભગત આપ્યુંઅને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું.

તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. 

સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.


યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તેમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે.
૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.

આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દો તેમના જીવનકાળ દરમ્યાન તેમણે વેઠ્યા. જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાન પગે ચાલી શકતા ન હતા. ટૂંકી માંદગી બાદ ૯૫ વર્ષની વયે ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના દીવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર સંકુલમાં બ્રહ્મલિન થયા

 ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે તેમના અસ્થીનું વિસર્જન કરાયું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉન્મત્ત ગંગાનું સ્થાન અપાયું છે.

પ્રમુખસ્વામી મહારાજ ના જન્મ સ્થળ એટલે કે ચાણસદ ને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નું પવિત્ર યાત્રા ધામ બોર્ડ માં સમાવેસ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે રાજ્યસરકાર 10 કરોડ ઉપરાંત ની ફાળવણી યાત્રા ધામ વિકાસ માટે કરવામાં આવેલ છે જે આવનાર સમય માં આ ધામ વિશ્વ માં જાણીતું થશે.

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોટા પર ક્લીક કરવી.


પ્રમુખસ્વામી મહારાજના કાર્યો વિશેની માહિતી માટે  અહી ક્લિક કરવી.

પ્રમુખ સ્વામી મહારાજના વચનો-


  • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. 
  • બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
  • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશેતેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
  • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
  • માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છેતેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.



પ્રમુખ સ્વામી મહારાજા વિશે વિશેષ માહિતી

  • તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.

  • ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ  લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  સાધુ બન્યા.

  • ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે  દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.

  • શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.

  • તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો

  • ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !

  • પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
  • સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.

  • ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી

  • ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક

  • ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
  • ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,

  • ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.

  • આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
  • પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.

  • વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.

  • ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,

  • ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.

  • ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
  • સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-


  • ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો;

  • હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું   નિર્માણ. આની  યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.

  • ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize()   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..

  • ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી

  • પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-

  • ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.

  • વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.

  • ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી)

  • ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)

  • ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)


05 December, 2020

વોલ્ટ ડિઝની જીવન પરિચય

 વોલ્ટ ડિઝની જીવન પરિચય



પુરુ નામ: વોલ્ટર એલિઅસ  ડિઝની

જન્મતારીખ: 5 ડિસેમ્બર 1901

જન્મસ્થળ: શિકાગો,  અમેરિકા

અવસાન: 15 ડિસેમ્બર 1966

બિરુદ: કાર્ટૂનજગતના પિતામહ 

વોલ્ટ ડિઝની એક અમેરિકન મોશન પિક્ચર અને ટેલિવિઝન નિર્માતા અને શોમેન હતા, જે મિકી માઉસ સહિત અનેક કાર્ટૂન ફિલ્મોના પ્રણેતા તરીકે અને ડિઝનીલેન્ડ અને ડિઝની વર્લ્ડ મનોરંજન પાર્કના નિર્માતા તરીકે પ્રખ્યાત હતા.

ડિસેમ્બર માસમાં આવતા પ્રથમ સોમવારની ઉજવણી 'વોલ્ટ ડિઝની' તરીકે કરવામાં આવે છે

 વોલ્ટ ડિઝનીએ મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી જેવા અનેક કાર્ટૂન કેરેક્ટર્સની ભેટ આપણને આપેલી છે. 

વોલ્ટ ડિઝનીના પિતા એલિઅસ ડિઝની હતા, જે આઇરિશ-કેનેડિયન હતા. તેની માતા, ફ્લોરા કોલ ડિઝની જર્મન-અમેરિકન હતી. ડિઝની એ પાંચ બાળકોમાં એક હતા.

ડિઝનીનો જન્મ 5 ડિસેમ્બર, 1901 માં શિકાગોના ઇલિનોઇસના હર્મોસા વિભાગમાં થયો હતો. તે બાળપણમા મોટા ભાગે મિસૌરીના માર્સેલિનમાં રહ્યા, જ્યાં તેણે પડોશીઓ અને કુટુંબના મિત્રોને ચિત્રો દોરવા, પેઇન્ટિંગ કરવા અને વેચવાનું શરૂ કર્યું.

સાધારણ પરિવારમાં જન્મેલા વોલ્ટ ડિઝની કિશોર વયમાં પ્રવેશ્યા ત્યારથી જ  અસાધારણ પડકારનો સામનો કરવો એ જ જાણે તેમના જીવનનું લક્ષ્ય બની ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ લડવા માટે ૧૬ વર્ષની ઉંમરે સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થયા પરંતુ ઓછી ઉંમરને કારણે આર્મીમાં તેમની પસંદગી થઇ નહીં. યુદ્ધ વખતે કોઇને કોઇ રીતે દેશસેવા કરવી જ છે તેવા નિર્ધાર સાથે તેમણે રેડ ક્રોસમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ તેમણે ન્યૂઝ પેપર કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી ઘડવાનો નિર્ણય લીધો. અલબત્ત, વોલ્ટ ડિઝનીને કાર્ટૂનિસ્ટને સ્થાને મેગેઝિન્સ-મૂવી થિયટર્સ માટે જાહેરખબર બનાવવાનું કામ મળવા લાગ્યું અને આ જ બાબત તેમની કારકિર્દી માટે નિર્ણાયક પુરવાર થઇ. માત્ર ૨૧ વર્ષની ઉંમરે 'લાફ-ઓ-ગ્રામ' નામનો સ્ટુડિયો શરૂ કર્યો હતો. પરંતુ આથક સંકડામણને પગલે માત્ર બે જ વર્ષમાં તાળા લગાવવા પડયા હતા. આ નિષ્ફળતાની હતાશાને હાવી થયા દીધા વિના વોલ્ટ ડિઝની પોતાના મોટા ભાઇ રોય સાથે હોલિવૂડમાં સ્થાયી થયા અને જ્યાં તેમણે 'ડિઝની બ્રધર્સ સ્ટુડિયો' શરૂ કર્યો હતો. ૧૯૨૭માં વોલ્ટે આ સ્ટુડિયોમાં બનાવેલી 'ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ' નામની એનિમેટેડ શોર્ટ ફિલ્મને ખાસ્સી લોકપ્રિયતા મળી. સફળતાના એક્સપ્રેસ હાઇવે પર પોતાની ગાડી પૂરપાટ દોડવા લાગશે તેમ વોલ્ટ ડિઝની વિચારી જ રહ્યા ત્યાં વધુ એક સ્પિડબ્રેકર આવ્યું. હરીફ કંપની એ ના કેવળ 'ઓસ્વાલ્ડ ધ રેબિટ' ના અધિકાર ખરીદ્યા બલ્કે વોલ્ટ ડિઝનીના તમામ કર્મચારીઓને પણ પોતાની સાથે સામેલ કરી લીધા.આ વખતે વોલ્ટ ડિઝનીને ઝાટકો ચોક્કસ લાગ્યો પણ હતાશાને ફરી એકવાર પોતાના પર હાવી થવા દીધી નહીં અને મિકી માઉસના અમર પાત્રનું ટ્રેનમાં બેસીને સર્જન કરી દીધું. ૧૯૨૮માં આવેલી ફિલ્મ 'સ્ટિમબોટ વિલે' સાથે મિકી માઉસે ડેબ્યુ કર્યું. ૧૯૨૯થી ૧૯૪૭ સુધી મિકી માઉસની જેટલી પણ ફિલ્મ આવી તેમાં વોલ્ટ ડિઝની જ તેમનો અવાજ બન્યા હતા. એકવાર સફળતા મળ્યા બાદ પણ તેને ટકાવવા માટે પણ વોલ્ટ ડિઝનીએ કોઇ કસર બાકી રાખી નહોતી. વોલ્ટ ડિઝનીની બાયોગ્રાફીમાં બોબ થોમસે લખ્યું છે કે, 'રાત્રે ગમે તેટલા સમયે ઉંઘવાનું થયું હોય તેઓ સવારે ૫ઃ૩૦ વાગે જાગીને ગોલ્ફ રમવા પહોંચી જતા. ગોલ્ફ રમતી વખતે વોલ્ટ ડિઝની નવા સર્જન, નવા સ્ટોરી આઇડિયાઝને જન્મ આપતા. વોલ્ટ ડિઝની બપોરનું લંચ લેવાનું ટાળતા. તેમનું માનવું હતું કે વધારે પડતું ખાવાથી મગજમાં સર્જનાત્મક વિચારો આવતા બંધ થઇ જાય છે. 

૧૯૬૬માં ફેફસાના કેન્સરને કારણે અવસાન થયું ત્યાં સુધી નિષ્ફળતાથી હતાશ થયા વિના સતત કામ કરવું એ તેમનો એકમાત્ર ધ્યેય હતો.

 આ જ કારણ છે કે ૧૯૩૧થી ૧૯૬૮ સુધી તેમણે કુલ 22 એકેડમી એવોર્ડ્સ જીત્યા હતા

1911 માં, તેમનો પરિવાર કેન્સાસ સિટીમાં સ્થળાંતર થયો, જ્યાં ડિઝનીએ ટ્રેનો પ્રત્યે પ્રેમનો વિકાસ કર્યો. 


ડિઝની જ્યારે 16 વર્ષના હતી ત્યારે તેણે આર્મીમાં જોડાવા માટે શાળા છોડી દીધી હતી પરંતુ સગીર હોવાને કારણે તેને નોકરી ન આપવામા આવી હતી. તેના બદલે, તે રેડ ક્રોસ સાથે જોડાયો અને એક એમ્બ્યુલન્સ ચલાવવા માટે તેને એક વર્ષ માટે ફ્રાન્સ મોકલવામાં આવ્યો. તે 1919 માં પાછા યુ.એસ. પાછા આવ્યા.

1919મા અખબારના કલાકાર તરીકેની કારકિર્દી બનાવવા માટે ડિઝની કેન્સાસ સિટીમાં સ્થળાંતર થય,  તેમના ભાઈ રોયે તેમને પેસમેન-રુબિન આર્ટ સ્ટુડિયોમાં નોકરી અપાવી, જ્યાં તે કાર્ટૂનિસ્ટ ઉબેબે ઇર્ટ આઈવર્ક્સને મળ્યો, જે યુબી આઇવર્ક્સ તરીકે વધુ જાણીતા છે. ત્યાંથી, ડિઝનીએ કેન્સાસ સિટી ફિલ્મ એડ કંપનીમાં કામ કર્યું, જ્યાં તેમણે કમર્શિયલ કટઆઉટ એનિમેશન બનાવ્યુ.

ડિઝની અને તેના ભાઈ રોય 1923 માં કાર્ટૂનિસ્ટ યુબી ઇવર્ક્સ સાથે હોલીવુડ ગયા અને ત્યાં ત્રણેયે ડિઝની બ્રધર્સના કાર્ટૂન સ્ટુડિયોની શરૂઆત કરી. રોયના સૂચન મુજબ કંપનીએ ટૂંક સમયમાં તેનું નામ વ વોલ્ટ ડિઝની સ્ટુડિયોમાં બદલ્યું.


વોલ્ટ ડિઝની સ્ટુડિયોની પ્રથમ સોદો ન્યુયોર્કના ડિસ્ટ્રિબ્યુટર માર્ગારેટ વિંકલર સાથે હતો, જેથી તેઓ તેમના એલિસ કાર્ટુન વહેંચી શકે. તેઓએ ઓસ્વાલ્ડ લકી રેબિટ નામના પાત્રની પણ શોધ કરી અને શોર્ટ્સ પ્રત્યેક $ 1,500 પર કરાર કર્યો. 

1920 ના અંતમાં, સ્ટુડિયો તેમના ડિસ્ટ્રીબ્યુટરથી તૂટી ગયા અને મિકી માઉસ અને તેના મિત્રો દર્શાવતા કાર્ટૂન બનાવ્યા.

ડિઝની સ્ટુડિયોનું સૌથી લોકપ્રિય કાર્ટૂન ફૂલો અને ઝાડ(Flowers and Trees ) (1932) હતુ. જે પ્રથમ રંગીનમાં બનાવેલ હતુ અને ઓસ્કર જીત્યુ હતુ. . 

1933 માં, ધ થ્રી લિટલ પિગ્સ (The Three Little Pigs) હતું  અને તેનું શીર્ષક ગીત "હુ અફ્રેડ ઓફ ધ બીગ બેડ વુલ્ફ?(Who's Afraid of the Big Bad Wolf?)" હતું. જે મહાન હતાશાની વચ્ચે દેશ માટે એક થીમ બન્યુ હતુ.


મિકી માઉસ અભિનીત ડિઝનીની પ્રથમ સફળ ફિલ્મ સ્ટીમબોટ વિલી નામની સાઉન્ડ-એન્ડ-મ્યુઝિક સજ્જ એનિમેટેડ શોર્ટ હતી. તે નવેમ્બર 18, 1928 ના ન્યુયોર્કના કોલોની થિયેટરમાં ખોલ્યું. સાઉન્ડ હાલમાં જ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો, અને ડિઝની મિકીનો અવાજ હત, તે એક પાત્ર જે તેણે વિકસાવ્યું હતું અને તે તેના મુખ્ય એનિમેટર, યુબ ઇવર્ક્સ દ્વારા દોરવામાં આવ્યું હતું.

1929માં, ડિઝનીએ સિલી સિમ્ફનીઝ બનાવી, જેમાં મિકીના નવા બનાવેલા મિત્રો, મીની માઉસ, ડોનાલ્ડ ડક, ગૂફી અને પ્લુટો હતા.

ડિઝનીએ 100 થી વધુ ફિચર ફિલ્મ્સનું નિર્માણ કર્યું. તેમની પહેલી પૂર્ણ-લંબાઈની એનિમેટેડ ફિલ્મ સ્નો વ્હાઇટ અને સેવન ડ્વાફ્રસ હતી, જેનો પ્રીમિયર લોસ એન્જલસમાં 21 ડિસેમ્બર, 1937 ના રોજ થયો હતો.તેને  $ 1.499 મિલિયનનું નિર્માણ કર્યું હતું અને આઠ ઓસ્કાર જીત્યા હતા. આનાથી વોલ્ટ ડિઝની સ્ટુડિયોએ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ-લંબાઈની એનિમેટેડ ફિલ્મોની બીજી એક સ્ટ્રિંગ પૂર્ણ કરી.

ડિઝનીની છેલ્લી મોટી સફળતા કે તેણે પોતાને ઉત્પન્ન કર્યું તે મોશન પિક્ચર મેરી પોપિન્સ હતી, જે 1964 માં બહાર આવી અને મિશ્ર જીવંત ક્રિયા અને એનિમેશન પ્રકારની હતી.

A few other of Disney's most famous movies include:( ડિઝનીની પ્રખ્યાત થોડી ફિલ્મ નીચે મુજબ છે)

  • Pinocchio (1940)
  • Fantasia (1940)
  • Dumbo (1941)
  • Bambi (1942)
  • Cinderella (1950)
  • Treasure Island (1950)
  • Alice in Wonderland (1951)
  • Peter Pan (1953)
  • Lady and the Tramp (1955)
  • Sleeping Beauty (1959)
  • 101 Dalmatians (1961)

ડિઝની એ મનોરંજન માધ્યમ તરીકે ટેલિવિઝનનો ઉપયોગ કરનારા પ્રથમ હતા.. બાળકોમાં ઝોરો અને ડેવી ક્રોકેટ શ્રેણી ખૂબ જ લોકપ્રિય હતી, જેમ કે મિકી માઉસ ક્લબ, વિવિધ શો જેમાં માઉસકીટર્સ તરીકે ઓળખાતા કિશોરોની કાસ્ટ દર્શાવવામાં આવી હતી. વtલ્ટ ડિઝનીનો વંડરફૂલ વર્લ્ડ ઓફ કલર એ એક લોકપ્રિય રવિવાર નાઇટ શો હતો, જે ડિઝની તેના નવા થીમ પાર્કને પ્રોત્સાહન આપવાનું શરૂ કરતો હતો.

ડિઝનીનું 17 મિલિયન ડોલરનું ડિઝનીલેન્ડ થીમ પાર્ક 17 જુલાઈ 1955 ના રોજ એનાલિહેમ, કેલિફોર્નિયામાં, જે એક સમયે ઓરેન્જ ગ્રોવ હતું તેના પર ખુલ્યું હતું.

ડિઝનીલેન્ડના 1955 ના ઉદઘાટનના થોડા વર્ષોમાં જ ડિઝનીએ ફ્લોરિડામાં નવા થીમ પાર્ક માટે અને એક્સપરિમેન્ટ  પ્રોટોટાઇપ કમ્યુનિટિ ઓફ ટુમોરો (EPCOT) વિકસાવવાની યોજના શરૂ કરી.

 1966 માં ડિઝનીનું અવસાન થયું ત્યારે તે હજી બાંધકામ હેઠળ હતું. ડિઝનીના મૃત્યુ પછી, તેના ભાઈ રોયે ફ્લોરિડા થીમ પાર્ક સમાપ્ત કરવાની યોજના બનાવી, જે 1971 માં વોલ્ટ ડિઝની વર્લ્ડ નામથી ખોલવામાં આવી હતી.

 જે વિશ્વની સૌથી જાણીતી ગતિ-ચિત્ર પ્રોડક્શન કંપની(motion-picture production)ઓમાંની એક બની.

 ડિઝની એક નવીન એનિમેટર હતી અને કાર્ટૂન પાત્ર મિકી માઉસ બનાવ્યું હતું.

 તેમણે તેમના જીવનકાળ દરમિયાન 22 એકેડેમી એવોર્ડ જીત્યા હતા, અને થીમ પાર્ક ડિઝનીલેન્ડ (Disneyland) અને વોલ્ટ ડિઝની વર્લ્ડ (Walt Disney World)ના સ્થાપક હતા.


ડિઝનીને 1966 માં ફેફસાના કેન્સરનું નિદાન થયું હતું અને 15 ડિસેમ્બર, 1966 ના રોજ 65 વર્ષની વયે અવસાન થયું હતું. ડિઝનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, અને તેમની રાખને કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા ફોરેસ્ટ લોન કબ્રસ્તાનમાં દગન કરવામાં આવ્યા હતા..


04 December, 2020

INDIAN NAVY DAY (ભારતીય નૌસેના દિવસ)

 INDIAN NAVY DAY (ભારતીય નૌસેના દિવસ)

4 ડિસેમ્બર


logo


નેવીનું સ્લોગન: શં નો વરુણ:

ભારતના રાષ્ટ્રપતિ એ ભારતીય નૌકાદળના સુપ્રીમ કમાન્ડર છે

Vice Chief of the Naval Staff (VCNS): Vice Admiral G. Ashok Kumar, AVSM, VSM
Chief of the Naval Staff (CNS): Admiral Karambir Singh, PVSM, AVSM
Deputy Chief of the Naval Staff (DCNS): Vice Admiral M. S. Pawar, AVSM, VSM
Headquarters: Integrated Defence Headquarters, Ministry of Defence, New Delhi

જૂન 2019 સુધીમાં, ભારતીય નૌકાદળ પાસે 67,252 સક્રિય  અને 55,000 રિઝર્વ કર્મચારી સેવામાં છે અને તેમાં 150 વહાણ અને સબમરીન અને 300 વિમાનનો  છે. 
 ઓક્ટોબર 2020 સુધી, ઓપરેશનલ કાફલામાં 1 વિમાનવાહક જહાજ, 1 ઉભયજીવી પરિવહન ડોક, 8 લેન્ડિંગ શિપ ટાંકી, 10 ડિસ્ટ્રોર, 13 ફ્રિગેટ્સ, 1 પરમાણુ સંચાલિત એટેક સબમરીન, 2 બેલિસ્ટિક મિસાઇલ સબમરીન, 23 પરંપરાગત સંચાલિત એટેક સબમરીન, 23 છે. કોર્વેટ્સ, એક ખાણ કાઉન્ટરમેઝર વહાણ, 4 કાફલા ટેન્કર અને વિવિધ સહાયક જહાજો અને નાની પેટ્રોલિંગ બોટ છે.

4 ડિસેમ્બર 1971 નાં રોજ, ભારતીય નેવીએ ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતુ. તે દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ ચાલી રહ્યો હતો અને ભારતે પાકિસ્તાનનાં કરાચી બંદર પર ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. કરાચી બંદર ખરાબ રીતે તબાહ કરાયું હતું. એવું કહેવામાં આવે છે કે, આ અભિયાનની સફળતાને કારણે, 4 ડિસેમ્બરનાં રોજ ભારતીય નેવી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

બાંગ્લાદેશની મુક્તિ દરમિયાન 1971 નાં યુદ્ધમાં ભારતની ત્રણેય સેનાઓએ પોતાની પૂરી તાકાત તેમાં જોંકી દીધી હતી. તે દરમિયાન, ભારતીય નેવીએ પણ પાકિસ્તાનની પન્ડુબ્બી ગાઝી સબમરીનને પાણીમાં દફનાવી દીધી હતી. આ શકિતમાં, ભારતનાં યુદ્ધ જહાજ આઈએનએસ-વિક્રાંતની મોટી ભૂમિકા હતી.

આધુનિક ભારતીય નૌસેનાનો પાયો 17મી શતાબ્દીમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ટ ઈંડિયા કંપનીએ એક સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈંડિયા કંપનીની સ્થાપના કરી. આ ટીમ 'ધ ઓનરેબલ ઈસ્ટ ઈંડિયા કંપનીઝ મરીન'
કહેવાતી હતી. પછી તેને 'ધ બોમ્બે મરીન' નામ આપવામાં આવ્યુ. પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન નૌસેનાનુ નામ 'રૉયલ ઈંડિયન મરીન' રાખવામાં આવ્યુ.

26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યુ અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી 'રોયલ'નો ત્યાગ કર્યો.
એ સમયે ભારતીય નૌસેનામાં 32 નૌ-પરિવહન પોત અને લગભગ 11000 અધિકારી અને નૌસૈનિક હતા. 15 ઓગસ્ટ 1947માં ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતના નૌસૈનિ દળમાં જૂનુ યુદ્ધપોત હતુ. આઈએનએસ 'વિક્રાંત' ભારતીય નૌસેનાનુ પ્રથમ યુદ્ધપોતક વિમાન હતુ. જેને 1961માં સેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. પછી આઈએનએસ 'વિરાટ' ને 1986માં સામેલ કરવામાં આવ્યુ હતુ. 
જે ભારતનુ બીજુ વિમાનવાહી પોત બની ગયુ.

આજે ભારતીય નૌસેના પાસે એક દળમાં પેટ્રોલ ચલિત પનડુબ્બીયો, વિધ્વંસક યુદ્ધપોત, ફ્રિગેટ જહાજ, કૉર્વેટ જહાજ, પ્રશિક્ષણ પોત, મહાસાગરીય અને તટીય સુરંગ માર્જક પોત (માઈનસ્વીપર) અને અન્ય અનેક પ્રકારના પોત છે.
આ ઉપરાંત ભારતીય નૌસેનાની ઉડ્ડયન સેવા કોચ્ચિમાં આઈએનએસ ગરૂડના સામેલ હવાની સાથે શરૂ થઈ. 

કોયમ્બટૂરમાં જેટ વિમાનોની મરમ્મત અને દેખરેખ માટે આઈએનએસ 'હંસ' ને સામેલ કરવમાં આવ્યુ.
ભારતીય નૌસેનાએ જળ સીમામાં અનેક મોટી કાર્યવાહીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમા મુખ્ય છે જ્યારે 1961માં નૌસેનાએ ગોવાને પુર્તગાલીયોથી સ્વતંત્ર કરવામાં થલ સેનાની મદદ કરી.

આ ઉપરાંત 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયુ તો નૌસેનાએ પોતાની ઉપયોગિતા સાબિત કરી. ભારતીય નૌસેનાએ દેશની સીમા રક્ષા સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા શાંતિ કાયમ કરવાની વિવિધ કાર્યવાહીઓમાં ભારતીય થલ સેના સહિત ભાગ લીધો. સોમાલિયામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યવાહી આનો જ એક ભાગ હતી. દેશના પોતાના ખુદના પોત નિર્માણની દિશામાં શરૂઆતી કદમ ઉઠાવતા ભારતીય રક્ષા મંત્રાલયે મુંબઈના મજગાવ બંદરગાહને 1960માં અને કલકત્તા (કોલકાતા)બા ગાર્ડબ રીચ વર્કશોપ (જીઆરએસઈ)ને પોતાના અધિકારમાં લીધુ. વર્તમાનમાં ભારતીય નૌસેનાનુ મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે અને આ મુખ્ય નૌસેના અધિકારી 'એડમિરલ' ના નિયંત્રણમાં હોય છે.

ભારતીય નૌસેનાએ એપ્રિલ 2019માં  INS ઇંફાલને સમૃદ્રમાં ઉતારી દીધી છે. INS ઇંફાલનું નિર્માણ ભારતમાં થયું છે અને તે ગાઇડેડ મિસાઇલોને ધ્વસ્ત કરવામાં નિષ્ણાંત છે. ભારતીય નૌસેનાએ INS ઇંફાલને મુંબઈનાં મંઝગાવ ડોક્સમાંથી પાણીમાં ઉતારવામાં આવી હતી. INS ઇંફાલનું હાલ 3037 ટન વજન છે પરંતુ આગામી સમયમાં તેમાં આધુનિક અને શક્તિશાળી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલો ગોઠવવામાં આવશે ત્યારે તેનું વજન 7300 ટન સુધી પહોંચી જશે. INS ઇંફાલ પ્રોજેક્ટ 15 B હેઠળ બનાવેલ ત્રીજુ યુદ્ધ જહાજ છે. આ અગાઉ બે યુદ્ધ જહાજો 2015 અને 2016માં અનુક્રમેં વિશાખાપટ્ટનમ અને મોરમુગાઓ બંદર પરથી સમૃદ્રમાં ઉતરવામાં આવ્યા હતા.2021 સુધી આ ત્રણેય યુદ્ધ જહાજોને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે. આ ત્રણેય યુદ્ધ જહાજો ટૂંક સમયમાં INS દિલ્હી, INS મુંબઈ, INS મૈસુર, INS  કોલકાતા, INS કોચી અને INS ચેન્નઈની હરોળમાં આવી જશે.



ભારતીય નૌસેનાએ ઓક્ટોબર 2020માં સ્વદેશી નિર્માણ  INS કવરત્તીને સમૃદ્રમાં ઉતારી દીધી છે. જે આત્મ નિર્ભર ભારત અંતર્ગત બનવેલ છે.INS Kavarattiનું નિર્માણ કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યું છે. આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)ની દિશામાં આ એક અગત્યનું પગલું છે. આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થવાથી તેની તાકાતમાં અનેકગણો વધારો થશે. આઇએનએસ કવરત્તીનો 90 ટકા હિસ્સો સ્વદેશ નિર્મિત છે અને નવી ટેકનીકની મદદથી તેની દેખરેખ કરવાની જરૂરિયાત પણ ઓછી રહેશે.આ જહાજ સબમરીન રોધી પ્રણાલીથી સજ્જ આ સ્વદેશી આઇએનએસ કરવત્તીને નૌસેનાના બેડામાં સામેલ કરાવ્યું. આ અત્યાધુનિક હથિયાર પ્રણાલી છે અને તેમાં એવા સેન્સર લાગેલા છે જે સબમરીનની ભાળ મેળવશે અને તેનો પીછો કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટ-28 હેઠળ સ્વદેશમાં નિર્મિત ચાર સબમરીન રોધી જંગી સ્ટીલ્થ જહાજ પૈકીનું અંતિમ જહાજ છે. નોંધનીય છે 
INS Kavarattiની લંબાઈ 109 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે. તે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોન્ચર્સ, એકીકૃત હેલીકોપ્ટર્સ અને સેન્સરથી સજ્જ છે.

નેવી ઓફિસર રેન્ક


ઘણી હિન્દીફિલ્મમાંભારતીનૌસેેેેના પર આધારિત છે.

અબ તુમ્હારે હવાલે વતન સાથીયો

ગાંઝી એટેક

રુસ્તમ

03 December, 2020

ખુદીરામ બોઝ જીવન પરિચય

 ખુદીરામ બોઝ


જન્મતારીખ: 3 ડિસેમ્બર 1889

જન્મસ્થળ: મોહોબની, મીદનાપુર, પશ્ચિમ બંગાળ
પિતાનું નામ: ત્રૈલોક્યનાથ
માતાનું નામ: લક્ષ્મીપ્રિયા દેવી
અવસાન: 11 ઓગસ્ટ 1908
ઓળખ: ભગવદ્ ગીતા સાથે ફાંસી પામનાર યુવા શહિદ

ખુદીરામ ૧૮ વર્ષ ૮ મહિના અને ૮ દિવસની સૌથી નાની વયે ચડનારા ભારતના પ્રથમ ક્રાંતિકારી હતા
માત્ર 18 વર્ષની ઉંમરે દેશ માટે હાથમાં ભગવત ગીતા લઈ ફાંસીના માંચડે ચડી ગયા હતા

ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામે થયો હતો. તેમના પિતા ત્રૈલોક્યનાથ મારજોલ રાજની જાગીરમાં મહેસુલ અધિકારી હતા

વર્ષ ૧૯૦૨–૦૩માં શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતા મિદનાપુરના પ્રવાસે હતા. તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષરત ક્રાંતિકારી જૂથ-સમૂહો સાથે સાર્વજનિક વ્યાખ્યાનો અને વ્યક્તિગત સત્રોની શૃંખલાઓનું આયોજન કર્યું હતું. કિશોર વયના ખુદીરામ આ ક્રાંતિની ચર્ચાઓમાં સક્રીય ભાગીદાર હતા.

બાદમાં તેઓ અનુશીલન સમિતિ સાથે જોડાયા. ત્યાં તેઓ બિરેન્દ્રકુમાર ઘોષના સંપર્કમાં આવ્યા. ૧૫ વર્ષની ઉંમરે તેઓ સ્વયંસેવક બન્યા અને બ્રિટીશ રાજ વિરુદ્ધ ચોપાનિયાં વહેંચવાના ગુનામાં ધરપકડ કરાયા. ૧૯૦૬માં મિદનાપુરમાં એક કૃષિ અને ઔદ્યોગિક પ્રદર્શનીમાં બંગાળના ક્રાંતિકારી નેતા સત્યેન્દ્રનાથ લિખિત સોનાર બાંગ્લાની પ્રત વહેંચવાના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી. સરકાર વિરુદ્ધ રાજદ્રોહ કરવાના ગુનામાં તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. પરંતુ પુરાવાઓના અભાવે ખુદીરામ નિર્દોષ છૂટી ગયા. ૧૬ વર્ષની ઉંમરે તેમણે પોલીસ સ્ટેશનો પાસે બોમ્બ લગાવવામાં ભાગ લઈ કેટલાક સરકારી અધિકારીઓને નિશાન બનાવ્યા.

૧૯૦૫માં બંગાળાના ભાગલાની ઘટના પછીના અંગ્રેજ સરકાર વિરોધી આંદોલનમાં ખુદીરામે ભાગ લીધો ત્યારે માત્ર ૧૪ વર્ષના હતા.

સત્યેનબોઝના નેતૃત્વમાં ખુદીરામે પોતાનું ક્રાંતિકારી જીવન શરુ કર્યુ હતું

તેઓ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારથી જ રાજકિય ઘટનાઓ જાણવામાં અને ભાગ લેવામાં રસ ધરાવતા હતા.તેઓ નાના મોટા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇને અંગ્રેજ હકુમત વિરોધી નારા લગાવતા હતા.તેઓ આઝાદીના રંગે એવા રંગાયા કે ૯ માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેઓ રિવોલ્યૂશનરી પાર્ટીમાં જોડાયા અને વંદે માતરમની પત્રિકાઓ વિતરણ કરવામાં આગળ પડતા રહયા હતા.

૬ ડિસેમ્બર ૧૯૦૭ના રોજ બંગાળના નારાયણગઢ રેલવે સ્ટેશન પર એક બોંબ વિસ્ફોટમાં પણ બોઝે ભાગ લીધો હતો


ખુદીરામ બોઝે કોલકતાના મેજીસ્ટ્રેટ ડગલસ એચ કિંગ્સફોર્ડની બગ્ગી પર બોંબ ફેકયો હતો. આ કામ પાર પાડવા માટે બોઝને પ્રફુલ્લચંદ્ર ચાકીએ મદદ કરી હતી.આ બંને ક્રાંતિકારીઓએ કિંગ્સફોર્ડની બગ્ગીનો પીછો કરવા માટે મેદિનીપુર બિહારથી મુઝફ્ફરપુર સુધીની પગપાળા યાત્રા કરી હતી. બોંબ ફેક્યા પછી અંધારાનો લાભ લઇને બંને સાથીદારો ભાગી છુટયા હતા. કમનસિબે આ બગ્ગીમાં કિગ્સફોર્ડ ન હતો પરંતુ તેની પત્ની અને પુત્રીનું મુત્યુ થયું હતું. સમસ્તીપુર તરફના રસ્તામાં ૨૪ માઇલ સુધી ચાલ્યા પછી વેની નામના એક સ્ટેશન પાસે બે સિપાહીઓએ પકડી લીધા હતા. 


પ્રફુલ્લચંદ્ર ચાકીએ ખુદને ગોળીમારીને આત્મ સમર્પણ સ્વીકારવાના સ્થાને મોત વ્હાલું કર્યુ હતું પરંતુ ખુદીરામ પકડાઇ ગયા હતા.ખુદીરામ પર કાનુની ખટલો ચાલ્યો ત્યારે જે માનસિક સ્વસ્થતા અને નિડરતા જોવા મળતી હતી તે ગજબની હતી.તેમણે ફાંસીએ ચડતા પહેલા હાથમાં ભગવદ ગીતા રાખી હતી



ફાંસી પછી ખુદીરામની લોકપ્રિયતાએ હદે વધી હતી કે બંગાળમાં એક ખાસ પ્રકારની ધોતી વણવામાં આવતી તેના પર ખુદીરામ નામ લખેલું હોતું. બંગાળના નવલોહિયા યુવાનો ખુદીરામ લખેલી ધોતી પહેરીને આઝાદીના આંદોલનમાં કુદી પડયા હતા.

૧૯૦૫ના બંગાળ વિભાજનના વિરોધ પ્રદર્શનોમાં તેમણે સક્રિય ભાગ લીધો. ૬ ડિસેમ્બર ૧૯૦૭ ના રોજ ખુદીરામે બંગાળના ગવર્નરની વિશેષ ટ્રેન પર હુમલો કર્યો. ૧૯૦૮માં બે અંગ્રેજ અધિકારીઓ વોટસન અને બેમ્ફિલ્ડ પર બોમ્બથી હુમલો કર્યો

૧૯૦૫માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કર્યા તેના વિરોધમાં સડક-રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનોમાં ઉતરેલા અનેક ભારતીયોને કલકત્તાના તત્કાલીન ન્યાયાધીશ કિંગ્સફોર્ડે આકરી સજાઓ ફરમાવી. પરિણામે કિંગ્સફોર્ડની પદોન્નતિ કરીને તેને મુજફ્ફરનગરના સત્ર ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી. અહીં પણ ઘણા કિસ્સાઓમાં તેમણે ક્રાંતિકારીઓને આકરી સજા આપી.

કિંગ્સફોર્ડે અલીપુર પ્રેસીડેન્સી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભુપેન્દ્ર દત્તા તથા જુગાંતરના અન્ય સંપાદકોના મુકદ્દમાની સુનાવણી કરી હતી અને તેમને કઠોર કારાવાસની સજા ફરમાવી હતી. ઉપરાંત એક બંગાળી યુવક સુશીલ સેનને જુગાંતર કેસના ચુકાદાના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ સજાનો આદેશ આપ્યો. આ પ્રકારે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કિગ્સફોર્ડ યુવા રાજનૈતિક કાર્યકર્તાઓ પર કઠોર અને ક્રૂર સજા કરવા બદલ રાષ્ટ્રવાદીઓમાં અપ્રિય થઈ પડ્યા હતા.


એકવાર કિંગ્સફોર્ડ તેમની પત્ની અને પુત્રી સાથે બ્રિજ રમીને સાંજે લગભગ સાડા આઠ વાગે ઘરે પરત ફરી રહ્યાં હતા. જ્યારે તેમની ગાડી યુરોપીય ક્લબના પૂર્વ દરવાજે પહોંચી, બન્ને ક્રાંતિકારીઓએ દોડીને ગાડી પર બોમ્બ ફેંકી દીધા. આ ભયાનક વિસ્ફોટમાં કિંગ્સફોર્ડની પત્ની અને પુત્રીનું અવસાન થયું.

ઘટના બાદ ખુદીરામ 24 માઇલ સુધી ચાલીને વૈની સ્ટેશને પહોંચ્યા જ્યાં તેમની શંકાસ્પદ હિલચાલને પગલે કોન્સ્ટેબલ દ્વારા પૂછપરછ કરાઇ. જડતીમાં તેમની પાસેથી ૩૭ રાઉન્ડ દારૂગોળો, ૩૦ રૂપિયા રોકડા, રેલવેનો નકશો તથા ટ્રેનનું સમયપત્રક હાથ લાગ્યું અને તેમની ધરપકડ કરવામાં આવી



પહેલી મે ના દિવસે ખુદીરામને મુજ્જફરનગરના જિલ્લાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મેજીસ્ટ્રેટ સમક્ષ તેમણે પોતાના ગુનાની કબુલાત કરી. તેમના આ કાર્ય બદલ તેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ૧૧ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ તેમને ફાંસી આપવામાં આવી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી.



ખુદીરામના જીવન પર આધારિત 2017માં હિંદી ફિલ્મ બનાવાવામાં આવી હતી જેનુ નામ છે

" મે ખુદીરામ બોઝ હું" જેના ડાયરેક્ટર મનોજ ગીરી છે.છે.જેમા કનીષ્કકુમાર જૈને ખુદીરામનો અભિનય કર્યો છે.



02 December, 2020

National Pollution Control Day

 National Pollution Control Day

2 ડિસેમ્બર


ભારતમાં દર વર્ષે 2 ડિસેમ્બરે વધતા જતા પ્રદૂષણની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને 1984 માં ભોપાલ ગેસ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ(National Pollution Control Day) ઉજવવામાં આવે છે.

ભોપાલ ગેસ દુર્ઘટના, અથવા ભોપાલ દુર્ઘટના, 1984 માં 2-3 ડિસેમ્બરની રાત્રે બની હતી જ્યારે યુનિયન કાર્બાઇડ ઈન્ડિયા લિમિટેડ પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં ગેસ લિક થવાના પરિણામે 5 લાખથી વધુ લોકો મિથાઇલ આઇસોસાયનેટ (એમઆઈસી) ગેસના સંપર્કમાં આવ્યા હતા

 500,000 થી વધુ લોકોને એમઆઈસી ઝેરી ગેસનો સંપર્ક થયો હતો.

લગભગ 2259 ની આસપાસનું તાત્કાલિક અવસાન થયું અને પાછળથી સાંસદ સરકારે ઘોષણા કરી કે લગભગ 25,000 લોકો મૃત્યુ પામ્યા છે.

 ઇતિહાસમાં વિશ્વવ્યાપી તેને સૌથી મોટી ઔદ્યોગિક આપત્તિ તરીકે ઓળખવામાં આવી હતી.

01 December, 2020

કાકાસાહેબ કાલેલકર જીવન પરિચય

 કાકાસાહેબ કાલેલક


પુરુ નામ: દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

જન્મતારીખ: 1 ડિસેમ્બર 1885
જન્મ સ્થળ : સાતારા, મહારાષ્ટૃ 
બિરુદ: કાકાસાહેબ, સવાઇ ગુજરાત
અવસાન: 21 ઓગસ્ટ 1981 

તેમનો જન્મ 1 ડિસેમ્બર 1885માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા

ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસ લેખકોમાંના એક. મૂળ મરાઠી પછી એલ.એલ.બી. ભણી, ગુજરાત આવ્યા 

પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો.

તેઓ આજીવન કુદરતપ્રેમી, પ્રવાસી, પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.