મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

08 December, 2020

ડિયેગો અર્માન્ડો મારાડોના જીવન પરિચય

 

ડિયેગો અર્માન્ડો મારાડોના




જન્મતારીખ: 30 ઓક્ટોબર 1960
જન્મસ્થળ: અર્જેન્ટિના
અવસાન: 25 નવેમ્બર 2020

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોના

આર્જેન્ટિનાના બુએનો એરી પ્રાંતના લાનુસ વિસ્તારમાં એક પારાવાર ગરીબ પરિવારમાં ૧૯૬૦ ના ઓક્ટોબરની ૩૦મીએ જન્મેલો મારાડોના આઠ સંતાનોમાં પાંચમો હતો. ભયાનક ગરીબી હોવા છતાં પરિવારના સભ્યો વચ્ચે કેવી ગજબની આત્મીયતા હતી એનો પુરાવો એક વાત પરથી મળે છે. ૧૯૯૦માં સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડ સામયિકને આપેલી મુલાકાતમાં એણે કહ્યું હતું કે મારું એક માસનું ટેલિફોન બિલ ૧૫ હજાર ડોલર્સનું આવે છે. આટલી બધી વાતો કોની સાથે કરો છો ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું, 'મારા માતાપિતા અને ભાઇબહેનોની સાથે...'

મારાડોના નામની ઉત્પતિ કેવી રીતે થઈ. તેના નામમાં પ્રથમ આવે છે ડિયેગો. ડિયેગો એ આર્જેન્ટીનાનો નહીં પણ ગ્રીક અને હિબ્રુ ભાષાનો શબ્દ છે. નવા પેદા થયેલા છોકરાનું નામ ડિયેગો રાખવાની પરંપરા ઈટાલી અને સ્પેનમાં આજે પણ અકબંધ છે. આ નામનો અર્થ થાય છે શિક્ષક. ડિયેગો અને મારાડોનાની વચ્ચેનું નામ છે આર્માન્ડો. જેનો અર્થ થાય છે એક માણસ જે આર્મીમાં છે.

ત્રણ વર્ષની વયે એને બર્થ ડે ગીફ્ટ તરીકે પહેલો ફૂટબોલ મળ્યો અને દસ વર્ષની વયે તો એ દેશની જુનિયર ટીમનો 'ગોલ્ડન બોય' બની ગયો હતો.  એણે જુનિયર ટીમને એકધારી અને સાતત્યપૂર્ણ ૧૩૬ સ્પર્ધા જીતી આપી હતી. 

૧૫-૧૬ વર્ષનો થયો ત્યાં એ નેશનલ ટીમનો કાયમી સભ્ય બની ગયો હતો. સતત વિજેતા બની રહેવાની સાથે ૧૯૮૪માં એણે ક્લોડિયા વીલફેનને પરણી ગયો.

માત્ર ૧૩ વર્ષની વયે એને ડ્રગની લત લાગી. લાગી તે કેવી લાગી, ૧૯૯૧ના એપ્રિલની ૨૬મીએ બુએનો એરીની પોલીસે એને અડધો કિલો હેરોઇન સાથે એના જ ફ્લેટમાં ઝડપી લીધો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ  બજારમાં આટલા હેરોઇનની કિંમત જ કરોડો રૂપિયા થવા જાય.

1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવેલી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જોવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતો કે આ ગોલ સંભવ નહોતો.

૨૨ જૂન ૧૯૮૬ના  દિવસે મેક્સિકોમાં મેરાડોનાએ માત્ર દસ સેકન્ડમાં જે હાંસલ કર્યું એ લોકો આખી જિંદગીમાં મેળવી શકતા નથી! એ ગોલ, 60 વારની દોડ લગાવી કરેલો એ એક ગોલ મારાડોનાને અપ્રતિમ ઉંચાઈ પર લઈ ગયો હતો! ૧૯૮૬ના ફૂટબોલ વર્લ્ડ કપ વખતે ઇંગ્લેંડ સામે રમતાં એણે જે ઐતિહાસિક ગોલ કર્યો એ પછી એને 'હેન્ડ ઓફ ગોડ (દિવ્ય હાથ)' બિરુદ મળેલું. એજ વર્લ્ડ કપમાં એણે જે રમત રમી દેખાડી એ  કદાચ ફૂટબોલના ઇતિહાસમાં સદાને માટે અમર રહેશે. 

ભારતમાં ગોવાની સરકારે પોતાના એક વિસ્તારમાં મારાડોનાની સાડા ત્રણસો કિલોની ધાતુની એક પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી

મારાડોના ભારતના કલકત્તા શહેરની મુલાકાત 2010 અને 2017માં લીધી હતી.

૨૦૦૨માં તેના ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલને ફિફાના ઓનલાઈન સર્વેમાં ગોલ ઓફ સેન્ચ્યુરી તરીકે બિરદાવવામાં આવ્યો હતો.

ફૂટબોલના જાદુગર તરીકેની ઓળખ ધરાવતા મારાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઈ.સ. ૧૯૯૪ના વર્લ્ડ કપ પૂર્વે ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતુ.

મારાડોનાએ આંતરરાષ્ટ્રીય કેરીયરમાં 91 વખત તેણે આર્જેન્ટીનાની ટીમને રિપ્રેઝન્ટ કરી. 34 ગોલ ફટકાર્યા અને વિશ્વકપ પણ અપાવ્યો, તેણે સંપૂર્ણ કેરીયરમાં 490 મેચમાં કુલ 311 ગોલ કર્યા હતા

મારાડોનાએ નિવૃત્તિ બાદ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આર્જેન્ટીના તેના માર્ગદર્શનમાં ઉતર્યું હતુ

આર્જેન્ટીના તેનો દેશ. જેણે હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલા ડિયેગો મારાડોના માટે દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તો પછી દેશે પણ તેને આપ્યું.

ડિએગો મેરાડોના એ આર્જેન્ટિનાના વ્યાવસાયિક ફૂટબોલર હતા, જેમણે 1977 થી 1994 દરમિયાન સ્ટ્રાઈકર તરીકે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 91 દેખાવમાં 34 ગોલ કર્યા હતા,  તેને આર્જેન્ટિનાનો 5 મો સૌથી વધુ ગોલ ફટકારનાર અને 10 મો ક્રમાંકિત આર્જેન્ટિનાનો આંતરરાષ્ટ્રીય ખેલાડી  હતો. 1977 માં જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેણે તેની પહેલી કેપ મેળવી હતી


ડિએગો મેરાડોના એ 4 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

25 નવેમ્બર 2020ના આર્જેન્ટીનામા હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલ.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work