મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

28 July, 2021

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

 

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

29 જુલાઇ

 વિશ્વભરમાં દર વર્ષે 29 જુલાઇના દિવસે ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

 હાલમાં વાઘ એ લુપ્ત થતી પ્રજાતી છે. 

આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 

સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.

2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું, આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતમાં વાઘની સંખ્યા 1706 હતી.

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 3900 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે.


વાઘ વિશેની જાણવા જેવી બાબતો....
 વાઘ એ  બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

વાઘ  પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળે છે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.

માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.

 એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.

વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.

એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.

 વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.

એક વાઘ 18 hz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે

 તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાગ હોય છે

વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે.

 વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા 6 ઘણી વધારે હોય છે. 

તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે

વાઘ 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે.

વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

 વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે.

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે સ્ત્રી વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના વાળનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.





વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 2967 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 3900 વાઘ જ બચ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 'વિશ્વ વાઘ દિવસ'ના એક દિવસ પહેલા વાઘ ગણના રિપોર્ટ, 2018 જાહેર કર્યો હતો.

ભારતમાં દર 4 વર્ષે વાઘોની ગણતરી કરવામાં આવે છે, વર્ષ 2018માં કરવામાં આવેલ ગણતરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ છે.

સૌપ્રથમ વખત વાઘોની વસતિ ગણતરી 2006માં કરવામાં આવી હતી.

 વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે. 

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીઓનું દરજ્જો મળ્યો ? 


વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

9 જુલાઇ 1969ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ વાઘને સ્વીકાર્યો હતો. વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ્લાઇફ દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર(બિલાડી) કુળનું સૌથી મોટું, વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે તે  શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. 

પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય છે

વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે


વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો
 હતો. જેની શરુઆત સૌથી વધુ વાધ વસતિ ધારાવતા નેશનલ પાર્ક જીમ કાર્બેટથી થઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો.

1973માં ભારતમાં ફક્ત 9 ટાઇગર રીઝર્વ હતા જે હાલમાં 50 છે.

ઉત્તરાખંડના ટાઇગર રીઝર્વ જીમ કાર્બેટમાં સૌથી વધુ 231 વાઘ છે.

હાલમાં 12 ટાઇગર રેંજ ભારતમાં છે.

ભારતમાં જેટલા વાઘ છે તેમાથી 80 ટકા જેટલા વાઘ બંગાળ ટાઇગર છે.

ભારતીય રીઝર્વ બેંકના લોગોમાં વાઘને દર્શાવવમાં આવેલ છે આ ઉપરાંત જુની 2 રુપિયાની ચલણી નોટના પાછળના ભાગે વાઘનું ચિત્ર મુકવામાં આવ્યું હતું. જે પરોક્ષ રીતે વાઘનું સંરક્ષણ કરવાનું દર્શાવતું હતું.


વાઘની વસતિ ગણતરી અને તેની સંખ્યા

2006માં 1411 વાઘ ભારતમાં હતા.
2010માં 1706 વાઘ ભારતમાં હતા.
2014માં 2226 વાઘ ભારતમાં હતા.
2018માં 2967 વાઘ ભારતમાં હતા.



Save The Tiger
Save Nature
Save Wild Animal

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work