આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
21 જૂન
યોગ: કર્મસુ કૌશલમ
ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે.
ભારતમાં યોગને સ્વાસ્થ રહેવા માટે લગભગ 5000 વર્ષોથી કરાય છે, યોગ માનસિક, શારીરિક અને આદ્યાત્મિક પદ્ધતિના રુપમા માન્યતા પ્રાપ્ત છે અને તે આપણા દેશના લોકોની જીવનચર્ચાનો ભાગ છે.
આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે.
2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.
હજારો વરસો પહેલાંથી યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે. યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે.
21 જૂનના રોજ હોય છે સૌથી લાંબો દિવસ
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે.ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે અને સૂર્યાસ્ત પણ સૌથી મોડે થાય છે. આ ઉપરાંત, ભારમતાં 21 જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે.
સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી
11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 21 જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે 69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના 193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ 175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં બે ગિનીઝ વિશ્વ વિક્રમ સ્થાપિત થયા હતા. એક, યોગ માટેના એક મંચ પર 35,985 સહભાગીઓ સામેલ થયા હતા અને બે, તેમાં સૌથી વધુ 84 દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવી હતી, જેમાં લાખો સહભાગીઓ સામેલ થયા હતા અને યોગને સંદેશ ફેલાવ્યો હતો.
અષ્ટાંગ યોગ પદ્ધતિ
અષ્ટાંગ યોગ પદ્ધતિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ સમાવેશ થાય છે.
2015માં પ્રથમ યોગ દિવસની ઉજવણી દિલ્હી ખાતે રાજપથ પર થઇ હતી.
2016માં બીજા યોગ દિવસની ઉજવણી ચંદીગઢ ખાતે થઇ હતી.
2017માં ત્રીજા યોગ દિવસની ઉજવણી લખનૌવ ખાતે થઇ હતી.
2018માં ચોથા યોગ દિવસની ઉજવણી દહેરાદૂન ખાતે થઇ હતી.
2019માં પાંચમા યોગ દિવસની ઉજવણી રાંચી ખાતે થઇ હતી.
કોરોના મહામારીને કારણે 21 જૂન, 2020માં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી
કોરોના મહામારીને કારણે 21 જૂન, 2021માં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી હતી
અત્યાર સુધીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ
2015 : Yoga for Harmony and Peace (સદભાવ અને શાંતિ માટે યોગ)
2016 : Connect the Youth (યોગ વડે યુવાઓને જોડો)
2017 : Yoga for Health (આરોગ્ય માટે યોગ)
2018 : Yoga for Peace (શાંતિ માટે યોગ)
2019 : Yoga for Climate Action (પર્યાવરણ માટે યોગ)
2020 : Yoga at Home and Yoga with Family
2021: 'Yoga for well-being (કુશળતા માટે યોગ)
2022: Yoga for Humanity (માનવતા માટે યોગ)
2023: Yoga For Vasudhaiva Kutumbakam
2020ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા યોગ કરવા માટે "યોગ કરીશુ, કોરોનાને હરવીશું (Do Yoga Beat Corona)” અભિયાન શરુ કર્યુ છે.
યોગ સાથે જોડાયેલ શબ્દો
પૂરક : વાતાવરણમાંથી વાયુ ફેફસામાં ભરવાની ક્રિયા (શ્વાસ)
રેચક : ફેફસાંમાં ભરેલો વાયુ બહાર કાઢવાની ક્રિયા (ઉચ્છવાસ)
કુંભક: શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી વાયુ રોકવાની ક્રિયા
આંતરકુંભક: પૂરકને અંતે ફેફસાંમાં વાયુને રોકી રાખવાની ક્રિયા.
બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.
સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ પ્રથમ આાંગળીને ‘તર્જની’, બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા' કહેવામાં આવે છે.
”કરો યોગ, રહો નિરોગ"
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work