મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

04 June, 2021

World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ)

 World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ)

5 જૂન


વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો.  લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 143થી વધુ દેશો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ભાગ લે છે

કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છે 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે..." આપણી આ સંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે 

પર્યાવરણીય પ્રદૂષણનું મૂળ માનવ શરીર સાથે જોડાયેલું છે. પર્યાવરણીય પ્રદૂષણના મુળ કેમિકલ શરીરમાં પેદા થાય છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં પરિવર્તન આવ્યું છે જેના કારણે તેની નકારાત્મક અસરો માનવીય વર્તનમાં વર્તાય છે. જેમાં વ્યક્તિને નકારાત્મક વિચારો આવે છે. લોકોનું એવુ માનવું છે કે વાહનોના ધુમાડા, ફટાકડા, પેટ્રોલના કારણે પ્રદૂષણ થાય છે પરંતુ તેઓની શોધ સંશોધન માનવોના કારણે જ ઉત્પન્ન થયેલી છે. જેના સ્વરૂપે પ્રદૂષણ પૃથ્વી પર હાવી બન્યા છે. કુદરત ક્યારેય ખરાબ હોતું નથી પરંતુ માનવોને કારણે વાતાવરણીય સાઇકલમાં ફેરફાર નોંધાયો છે. ક્યાંય કોઇ જગ્યાએ માનવોના કારણે પર્યાવરણીય નુકસાન થાય છે તેવુ સાયન્ટિફીક રીસર્ચ થયું નથી કારણ કે માનવોના નકારાત્મક વિચારો કે ગુસ્સાને માપી શકાતું નથી. તેમ વેદ રવિશંકરે જણાવ્યું હતું. એમ.એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા સી.વી રામન બિલ્ડિંગ ખાતે માનવીય માનસ પર પર્યાવરણીય પ્રદૂષણની અસરો વિશે ટોક યોજાઇ હતી. જેમાં તમિલનાડુના વૈદિક અને સાઇન્ટિફિક રીસર્ચ ફાઉન્ડેશનના વેદ રવિશંકર સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

હાલની મુખ્ય 15 મહત્ત્વની પર્યાવરણીય સમસ્યાઓમાં પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિગ, અતિવસ્તી, કુદરતી સંસાધન અવક્ષય, પાણીનો યોગ્ય-અયોગ્ય નિકાલ, વાતાવરણીય ફેરફાર, જૈવ વિવિધતાની ખોટ, જંગલોનો નાશ, દરિયાઇ એસિડિફિકેશન, એસિડ વરસાદ, ઓઝોનના સ્તરમાં ગાબડું, પાણી પ્રદૂષણ, શહેરીકરણ, લોકોના સ્વાસ્થ્યની સમસ્યાઓ અને આનુવંશિક સમસ્યાઓ છે. આ તમામ સમસ્યાઓ એટલી હદે વકરી ગઇ છે કે હવે તેના નિરાકરણ માટે વધુ અવેરનેસની જરૂર આવી પડી છે. જો લોકો પોતે જ તેમાં સુધારો કરશે નહીં તો આ સમસ્યા વધુને વધુ વકરશે. જે અંતે તો માનવમાત્રને જ હાની પહોંચાડવાની છે.

આજે ૫મી જૂન- વિશ્વ પર્યાવરણદિન. વિશ્વ પર્યાવરણદિન શા માટે, કેવી રીતે ઊજવવામાં આવે છે તેની વાત કરીએ તે પૂર્વે પર્યાવરણ એટલે શું તેની વાત કરીએ. મોટા ભાગની વ્યક્તિના મનમાં પર્યાવરણ વિષેનો સંકુચિત અર્થ છે. હકીક્તમાં પર્યાવરણ એટલે સજીવોની આસપાસ આવેલા કે સજીવો સાથે સંકળાયેલ એવા ઘટકો કે જે સજીવ કે નિર્જીવ બંનેને અસર કરે છે. જેમકે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, જૈવિક, ભૌતિક, રાસાયણિક વગેરે પરિબળોનો સમાવેશ થાય છે. બીજી રીતે એક જ વાક્યમાં કહેવું હોય તો, માનવીના વારસા સિવાયની દરેક બાબત કે જે માનવીને અસર કરે છે તે તેનું પર્યાવરણ છે. પર્યાવરણને બચાવીશું તો આપણે બચીશું. પ્રાકૃતિક અસંતુલન ન ખોરવાય અને પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક, આયોજનબદ્ધ ઉપયોગ કરવા માટે જાગૃતિ લાવવી જરૂરી છે. ઔદ્યોગિકતા અને શહેરીકરણ, માનવીના શોખ અને ચીજવસ્તુનો ઉપયોગ વગેરેને કારણે પ્રદૂષણ થાય છે અને ફેલાય છે. તેને અટકાવવું દરેકની નૈતિક અને જ્વાબદારી ભરી ફ્રજ છે.

પર્યાવરણ છે તો આપણે છીએ.

સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર આધારીત છે . તેથી જ આપણે સમયસર સ્વસ્થ અને સલામત પર્યાવરણની કલ્પના કરવી જોઈએ. પ્રકૃતિને બચાવવા માટે, ફક્ત એક જ વ્યક્તિ પૂરતું નથી, આવી સ્થિતિમાં, આપણે બધાએ સાથે મળીને કેટલાક સંકલ્પો લેવા પડશે, જેથી આપણે ફરીથી આપણા પર્યાવરણને લીલુ બનાવી શકીએ.



દર વર્ષે વિશ્વ પર્યાવરણના દિવસે અલગ અલગ વિષયો સાથે અલગ અલગ દેશને યજમાની સોંપવામાં આવે છે.  

છેલ્લા 5 વર્ષમાં ઉજવાયેલ વિશ્વ પર્યાવરણ દિનની થીમ અને યજમાન દેશ

  વર્ષ-                થીમ-                           યજમાન દેશ

2023- બીટ પ્લાસ્ટિક પોલ્યુશન (Beat Plastic Pollution)- કોટ ડી'આઇવૉર

2022- ઓન્લી વન અર્થ (Only One Earth)- સ્વીડન

2021 - ઇકોસિસ્ટમ રેસ્ટ્રોરેશન (Ecosystem Restoration)- પાકિસ્તાન 

2020- સેલિબ્રેટ બાયોડાયવર્સીટી(Celebrate Biodiversity)- કોલંબિયા

2019- બીટ એર પોલ્યુશન (Beat Air Pollution)- ચીન

2018 – બીટ પ્લાસ્ટિક પોલ્યુશન – ભારત

2017- કનેકટિંગ પીપલ ટુ નેચર – કેનેડા

2016- ગો વાઈલ્ડ ફોર લાઈફ- પેરિસ

સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી ૧૯૭૪થી શરૂ કરવામાં આવી. ૧૯૭૪માં પ્રથમ ઉજવણી યુ.એસ.મા કરવમાં આવી. જેની થીમ હતી " ઓન્લિ વન અર્થ (Only One Earth)”

ભારતે બે વાર વિશ્વ પર્યાવરણદિનની ઉજવણીનુ યજમાન પદ કર્યુ છે, 2018 અને 2011માં

જયારે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશે સૌથી વધુ વાર વિશ્વ પર્યાવરણદિનની ઉજવણીનુ યજમાન પદ કર્યુ છે.





પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે જોડાયેલા તથ્યો

દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા 8 મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોં છે, જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે.

છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા, છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી વધુ હતી.

આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંથી 50 ટકા પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે.


દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે.


આપણા દ્વારા ઉત્પન કરાયેલા કુલ કચરામાં 10 ટકા યોગદાન પ્લાસ્ટિકનું હોય છે.

પ્રદુષણના મહત્વના પ્રકારો નીચે પ્રમાણે છે. તેની સાથે લાગતા-વળગતા પ્રદુષકના નામ પણ આપવામાં આવ્યા છે.

  • વાયુ પ્રદુષણ, વાતાવરણમાં કેટલાક કેમિકલ અને ચોક્કસ પ્રદાર્થો છોડે છે.સામાન્ય રીતે વાયુ પ્રદુષણમાં જે ગેસ હોય છે તેમાં કાર્બન મનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લ્યુરોકાર્બન( સીએફસી)(CFC)અને નાઈટ્રોજન ઓકસાઈડછે જે મોટાભાગે ઈન્ડસ્ટ્રીઝ અને વાહનો દ્વારા ઉત્પન કરવામાં આવે છે. જ્યારે સુર્યપ્રકાશમાં હાઈડ્રોકાર્બન અને નાઈટ્રોજન ઓક્સાઈડ ભળે છે ત્યારે ફોટો કેમિકલ ઓઝોન અને ઘુમ્મસ વાતાવરણમાં ઉત્પન થાય છે. રજકણ અથવા ધુળ ને તેના કદ પ્રમાણે વર્ણવી શકાય છે. તેનું કદ માઈક્રોમીટર સાઈઝ પીએમ 10 થી પીએમ 2.5 સુધી હોય છે.

  • પાણીનું પ્રદૂષણ આડ અને દુષિત વસ્તુઓને ગટર દ્વારા નદીમાંઆવે તેમજ આ વસ્તુઓ ધીમે ધીમે ભૂગર્ભ જળમાં પણ ભળે છે. જેથી દુષિત પાણી ભૂગર્ભ જળમાં યુટ્રોરોફોકેશનઅને ગંદકી ફેલાવે છે.

  • જ્યારે કેમિકલને છોડવામાં આવે છે અથવા જમીનની અંદર કોઈ લીકેજ સર્જાય છે ત્યારે જમીનનો બગાડ થાય છે. મોટાભાગે જમીનનો બગાડ હાઈડ્રોકાર્બન, ભારે ધાતુઓ,એમટીબીઈ  હર્બિસાઈડ જંતુનાશક અને ક્લોરિનેટેડ હાઈડ્રોકાર્બન દ્વારા થાય છે.

  • 20મી સદીમાં અણુ ભૌતિકશાસ્ત્રના વિકાસ બાદ જેમ કે પરમાણુ ઉર્જા ઉત્પાદન અને પરમાણુ શસ્ત્રોનું સંશોધન અને તેના ઉત્પાન તેમજ વહેંચણીને કારણે કિરણોત્સર્ગી પ્રદુષણ ફેલાયું છે. જુઓ આલ્ફા ઈમીટ્ટર અને પર્યાવરણમાં એક્ટીનાઈડ

  • ધ્વનિ પ્રદુષણ મોટાભાગે રસ્તાપરના ટ્રાફિકને કારણે થતો અવાજ , એરક્રાફ્ટનો અવાજ , ઔધોગિક અવાજઅને વધુ ક્ષમતા ધરાવતા સોનાર(તરંગો) ના કારણે ફેલાય છે.

  • પ્રકાશનું પ્રદુષણ પ્રકાશના પ્રવેશ, વધુ પડતો પ્રકાશ અને ખગોળશાસ્ત્ર ની કેટલીક બાબતોને કારણે પ્રકાશનું પ્રદુષણ ફેલાય છે.

  • દ્રશ્યનું પ્રદુષણ જે ધાબા પરથી પસાર થતી પાવર લાઈન, રસ્તાઓ, બીલબોર્ડ , લેન્ડ ફોર્મ, ખાણકામઅને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ના ખુલ્લામાં સંગ્રહને કારણે ફેલાય છે.

  • થર્મલ પોલ્યુશન કુદરતી પાણીમાં માનવીય પ્રભાવને કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. જેમ કે પાવર પ્લાન્ટમાં ઠંડક માટે પાણીનો વપરાશ કરાય છે. ત્યારે આ પ્રકારનું પ્રદુષણ ફેલાય છે.

બ્લેકસ્મિથ ઈન્ડસ્ટીટ્યુટદ્વારા દર વર્ષે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત સ્થળોની યાદી જાહેર કરવામાં આવે છે. 2007ની યાદીમાં જે ટોપ ટેનમાં સામેલ હતા તેમાં ઐઝરબૈઝાન, ચીન (China), ભારત, પેરૂ , રશિયા , યુક્રેન અને ઝાંબિયા નો સમાવેશ થતો હતો.

માનવીય આરોગ્ય

હવાની ગુણવત્તા બગડતા મનુષ્યોને ઘણી સમસ્યાઓ નડે છે. ઓઝાનનું પ્રદુષણને કારણે શ્વાસોચ્છ્વાસ , હૃદય, ગળા ને લગતા રોગ લાગુ પડે છે આ ઉપરાંત બળતરા, છાતીમાં દુખાવો તેમજ ગુંગળામળ જેવી પણ વ્યાધીઓ લાગુ પડે છે. જળ પ્રદુષણને કારણે રોજના 14,000 લોકો મૃત્યુ પામે છે જેમાથી મોટાભાગે વિકાસશીલ દેશોના લોકોને ગટરનું પાણી શુદ્ધ કર્યા વગર તેમજ પીવાના પાણી માં પ્રવેશલુ પ્રદુષણવાળું પાણી મળતા આ મોત થાય છે. ઓઈલ ઢોળાવવાના કારણે ચામડી માં બળતરા અને રેસસ થાય છે. અવાજ પ્રદુષણને કારણે બહેરાશ , ઉચું લોહીનું દબાણ , તણાવ, અને ઉંઘમાં અવરોધ ની બિમારીઓ થાય છે. બાળકોમાં વિકાસ અવરોધ તેમજ ચેતાતંત્ર ને લગતા રોગોનાં લક્ષણો સાથે પારો સંલગ્ન હોવાનું જણાય છે. સીસાં અને અન્ય ભારે ધાતુઓ ને કારણે ન્યુરોલોજીકલ (મજ્જાતંતુઓ)ની સમસ્યાઓ સર્જાય છે. કેમિકલ અને રેડિયોએક્ટવી પ્રદાર્થોને કારણે કેન્સર તેમજ જન્મજાત ખોડ પણ થાય છે.

ઈકો સીસ્ટમ

સલ્ફર ડાયોક્સાઈડ (Sulfur dioxide)અને નાઈટ્રોઝન ઓક્સાઈડ ને કારણે એસીડનો વરસાદ (acid rain) થાય છે જેના કારણે જમીનની પીએચ (pH)આંક ઓછો થાય છે.

 

પર્યાવરણની સુરક્ષાની શરુઆત આપણા ઘરથી જ કરીએ....

 

 

રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.

બિનજરૂરી પાણીનો વ્યય ન કરો

  • અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.

  • ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.

  • કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.

  • અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.

  • ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને  કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.

  • શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો

વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા

  • ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.

  • ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.

  • તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અતવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.

  • વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે  વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.

  • ઇકોફ્રેન્ડલી બનવું અનિવાર્ય

  • બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.

  • જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.

  • ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.

  • જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.

  • કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.

  • ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.

  • ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.

  • ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.





No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work