મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

29 July, 2021

ઇન્દુલાલ યાજ્ઞિક

 ઇન્દુલાલ યાજ્ઞિક

(મહાગુજરાત આંદોલનના સેનાની)



જન્મતારીખ: 22 ફેબ્રુઆરી 1892

જન્મસ્થળ; નડીયાદ, ગુજરાત

પિતાનું નામ: કનૈયાલાલ

અવશાન: 17 જુલાઇ 1972 (અમદાવાદ)

ઉપનામ: ઇન્દુચાચા, પામદત્ત

 ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી.  પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, 'પામદત્ત', (ઈન્દુચાચા) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર, રાજકારણી, લેખક,સંપાદક અને ચલચિત્ર નિર્માતા હતા. 

તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. 

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. 

તેઓ ૧૯૦૬માં મેટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. 

તેમણે ૧૯૧૩થી ૧૯૧પ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

તેમણે મુંબઈમાં "યંગ ઇન્ડિયા" તથા "નવજીવન" અને ત્યાર પછી વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ને સોંપી દીધું હતું.



૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. 

'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. 

દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.

બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. 

૧૯૩૦થી ૧૯૩પ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 



૯૪૨માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા.


બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. 

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 

રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા.

ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 

તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. 

2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી

૧૭ જુલાઈ, ૧૯૭રએ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું 

નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં તેમની પ્રતિમા મુકવામાં આવેલ છે.



તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યા હતા તેઓની આત્મકથા ૬ ભાગમાં વહેંચાયેલી છે જેનો છ્ઠ્ઠો ભાગ ધનવંત ઓઝા એ પૂરો કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પુસ્તકો ::-

  • 📗સત્યાગ્રહ નિષ્ફળ અને નકામો શસ્ત્ર
  • 📗શહીદ નો સંદેશ
  • 📗બંગભંગ
  • 📗કિસાન કથા
  • 📗ગામડાનું સ્વરાજ્ય
  • નાટકોઃ – આશા-નિરાશા(૧૯૩૨), રણસંગ્રામ(૧૯૩૮), શોભારામનીસરધરી(૧૯૩૮)

     અક્કલના દુશ્મન(૧૯૫૪), ભોળા શેઠનું ભૂદાન(૧૯૫૪),

    પ્રણયકથાઃ – માયા(૧૯૬૫)

    અન્યગ્રંથોઃ – મહાત્મા ગાંધીજીનાં સહવાસમાં(૧૯૩૩-૩૪),

     સત્યાગ્રહ નિષ્ફળ અને નકામું શસ્ત્ર(૧૯૬૩), ચરોદાઆશ્રમ(૧૯૫૨)

    વાર્તાઃ – કુમારનાં સ્ત્રીરત્નો(૧૯૨૬)

    પરિચય પુસ્તકોઃ –  શહીદનો સંદેશ(૧૯૩૬), નાગપુરા મહાસભા(૧૯૨૧), ગામડાનું સ્વરાજ(૧૯૩૩), કિસાનનું જાહેરનામું (૧૯૩૭), સ્વદેશી શામાટે?

ઇન્દુલાલ યાજ્ઞિકને મળેલા પુરસ્કારો

🏆 ૧૯૫૪ મા નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સહિતા સભા સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

🏆 ભારતીય ટપાલ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં સ્વતંત્ર સેનાનીઓ અને સમાજસુધારક શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી


પદ લાલસાથી પર એવા રાજનેતા, જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work