સુચેતા કૃપલાણી
સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી
(ભારતના પ્રથમ મુખ્યમંત્રી,ઉત્તરપ્રદેશના ચોથા મુખ્યમંત્રી)
જન્મતારીખ: 25 જુન 1908
સાચુ નામ: સુચેતા મઝુમદાર
જન્મસ્થળ: અંબાલા, પંજાબ
પિતાનું નામ: સત્યેન્દ્રનાથ એન. મઝુમદાર
પતિનું નામ: આચાર્ય જે.બી. કૃપલાણી
અવશાન: 1 ડિસેમ્બર 1974 (નવી દિલ્હી)
સુચેતા એક સ્વાતંત્ર્ય સેનાની, ભારતીય બંધારણના ઘડવૈયાઓમાંથી એક, ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને દરેક ક્ષેત્રમાં મહિલાઓની અગ્રેસર હતા.
તેમણે ઘણા યુવાનોને રાજકારણમાં જોડાવાની પ્રેરણા આપી. તે આઝાદીની લડત માટે જેલમાં પણ ગઈ હતી. આ મહિલાએ જ 14 ઓગસ્ટ 1947 ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના ઐતિહાસિક ભાષણ પહેલાં રાષ્ટ્રગીત ગાયુ હતું.!
તેણી અને તેના પતિએ એક જ છત હેઠળ રહેતા વિવિધ રાજકીય પક્ષોને ટેકો આપ્યો હતો અને તેમના વતી ચૂંટણી લડી હતી.
તેમનો જન્મ પંજાબના (હાલ હરિયાણામાં) અંબાલામાં બ્રહ્મો પરિવારમાં થયો હતો. તેમના પિતા તબીબી અધિકારી તરીકે નોકરી કરતા હતા, તે નોકરીમાં ઘણી બદલી થતી હતી. આને પરિણામે તેઓ હરિયાણા સ્થાયી થયેલા. તેઓ બ્રહ્મો સમાજના અનુયાયી હતા.
સુચેતાએ ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, તેમની અભ્યાસની અંતિમ પદવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસ વિષય મેળવી હતી.
આ તે સમય હતો જ્યારે દેશના વાતાવરણમાં રાષ્ટ્રવાદી ભાવનાઓની ચડતી હતી અને સ્વતંત્રતાની લડત વેગ પકડી રહી હતી.
દેશભક્તિના પાઠ તેમને માતા પિતા પાસેથી મળ્યા, જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ત પંજાબમાં જ રહેતા હતા, તે વખતે તેમની ઉમર 11 વર્ષની હતી આ કાંડથી તેમના મનમાં અંગ્રેજો પ્રત્યે નફરત થઇ ગઇ હતી.
1931માં જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી ત્યારે તેઓ લાહોરમાં હતા અને આ ઘટનાથી તેમના મન પર ઉંડી અસર થઇ. આ ત્રણેય શહિદોની અંતીમયાત્રામાં તેઓએ ભાગ લીધો હતો.
સુચેતા જણાવે છે કે, 11 વર્ષની વયે કેવી રીતે તેમણે અને તેમના ભાઇ-બહેનોએ તેમના પિતા અને તેના મિત્રોને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત કરતા સાંભળ્યા હતા. આનાથી તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ તેઓ સાથે રમતા કેટલાક એંગ્લો-ભારતીય બાળકોને તેમના નામથી ચીડાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
સુચેતા અને તેની બહેન સુલેખા બંને ભારતની વિસ્તરતી સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે ઉત્સુક હતા. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી પ્રિન્સ ઑફ વેલ્સ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની શાળાની બાલિકાઓને કુડસિયા ગાર્ડન નજીક ઊભા કરવામાં આવ્યા હતા. વેલ્સના રાજકુમાર સન્માનમાં ઊભા રહેવા માટે બન્ને બહેનો ના પાડવા ઇચ્છતી હોવા છતાં, તેઓ ના પાડી શક્યા નહીં, અને તેનાથી તેમને પોતાની ડરપોકતા પર ગુસ્સો આવ્યો.
“અમારું અંતઃકરણ શરમજનક લાગણીથી મુક્ત થઈ શક્યું નહીં. અમને બન્નેને પોતાની કાયરતાને કારણે ખુબ નિમ્ન્તાનો અનુભવ થયો." તેઓ લખે છે.
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના બાઇબલ વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો!
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો.
તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા.
ઈ.સ. ૧૯૩૬માં, તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી વ્યક્તિ જે.બી.કૃપલાની સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ ગાંધીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો.
ભારત છોડો આંદોલન દરમિયાન, જ્યારે બ્રિટિશ સરકારે તમામ પુરુષ નેતાઓની ધરપકડ કરી અને તેમને જેલમાં મોકલી દીધા, ત્યારે સુચેતા ક્રિપ્લાનીએ પોતાની બુદ્ધિચાતુર્યથી કહ્યું કે , 'બાકીની જેમ હું પણ જેલમાં જતી રહેશ તો આંદોલનને આગળ કોણ ચલાવશે" , . 'આ દરમિયાન તે 2 વર્ષ સુધી ભૂગર્ભમાં રહી અને કોંગ્રેસના મહિલા વિભાગની રચના કરી હતી અને તેણે પોલીસથી છુપાયેલા બે વર્ષ સુધી આ આંદોલન ચલાવ્યું હતું અને તેમાં મહિલાઓ અને છોકરીઓને' અંડરગ્રાઉન્ડ સ્વયંસેવક દળ (अंडरग्राउण्ड वालंटियर फोर्स) 'નામની સેના પણ બનાવી હતી. . આત્મરક્ષણ માટે કવાયત, લાકડીઓ, પ્રાથમિક સહાય અને શસ્ત્રોની તાલીમ પણ. આ સાથે, તેમણે રાજકીય કેદીઓના પરિવારને મદદ કરવાની જવાબદારી પણ લીધી હતી.
સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા
તેમના સમકાલીન અરુણા અસફ અલી અને ઉષા મહેતાની જેમ તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન આગળ આવ્યા. ત્યાર બાદ તેમણે ભારતના ભાગલા સમયે થયેલા રમખાણો વખતે મહાત્મા ગાંધી સાથે મળીને કામ કર્યું હતું.
ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગાંધીજી સાથે નોઆખાલી ગયા હતા. તેણી કેટલીક એવી મહિલાઓમાંની એક હતી કે જેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતી અને ભારતીય બંધારણના મુસદ્દા તૈયાર કરતી પેટા સમિતિનો ભાગ હતા. તે પેટા સમિતિ ભારતના બંધારણની રૂપરેખા બનાવી.
૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે, જવાહરલાલ નેહરુએ તેમના પ્રખ્યાત "ટાયરેસ્ટ વિથ ડેસ્ટિની" શીર્ષકનું ભાષણ આપ્યાની થોડી મિનિટો પહેલા, તેમણે બંધારણ સભાના સ્વતંત્રતા સત્રમાં વંદે માતરમ્ ગાયું હતું.
તેમણે ઈ.સ. ૧૯૪૦માં ઑલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી.
મુખ્યમંત્રી બનતા પહેલા, સુચેતા ક્રિપ્લાનીએ આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી સાથે ખભાથી ખભા મીલાવી કામ કર્યુ છે.. તે રાજકારણમાં મહિલાઓની ભાગીદારીની સમર્થક હતી. તે 15 ભારતીય મહિલાઓમાંની એક હતી જેઓ બંધારણ સભામાં ચૂંટાઈ આવી હતી અને તેઓએ સાથે મળીને ભારતનું બંધારણ રચવામા મદદ કરી હતી.
1939 માં પ્રોફેસર્ની નોકરી છોડી અને રાજકારણમાં જોડાયા.
1940 માં તેમણે ઉત્તર પ્રદેશમાં વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો અને તેમની ધરપકડ કરવામાં આવી.
1941-1942 માં મહિલા વિભાગ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિદેશ વિભાગના પ્રધાન બન્યા
1942 થી 1944 દરમિયાન ભૂગર્ભમાં ભારત છોડો ચળવળ ચાલુ રાખી, ત્યારબાદ 1944 માં તેમની ધરપકડ કરવામાં આવી.
1946 માં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય.
1946 માં તે બંધારણ સભાના સભ્ય અને પછી તેની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય બન્યા.
1948-1951 દરમિયાન કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય.
1948 માં પ્રથમ વખત વિધાનસભા માટે ચૂંટાયા.
તે 1950 થી 1952 દરમિયાન પ્રોવિઝનલ લોકસભાના સભ્ય બન્યા
1949 માં, તે ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ગયા હતા
1952માં તે શાંતિ સંમેલનમાં ભાગ લેવા જર્મની ગયા હતા.
1952 અને 1957 માં નવી દિલ્હીથી લોકસભા માટે ચૂંટાયા.
આ દરમિયાન તે નાના ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન રહ્યા હતા
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મહેદાવાલથી 1962-1967 સુધી ચૂંટાયા.
2 ઓક્ટોબર 1963 થી 13 માર્ચ 1967 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા.
1967 માં ગોંડાથી લોકસભા માટે ચૂંટાયા
સ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.
આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બની ગયા હતા.
ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી.
ઑક્ટોબર ૧૯૬૩ માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને આ સાથે તેઓ ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ સંભાળનારી પ્રથમ મહિલા બન્યા.
તેમના કાર્યકાળની વિશેષતા એ રાજ્યના કર્મચારીઓની હડતાલનું કડક સંચાલન હતું. રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ હડતાલ ૬૨ દિવસ સુધી ચાલુ રહી. તેમણે ત્યારે જ નમતું આપ્યું જ્યારે કર્મચારીઓના નેતાઓ સમાધાન માટે સંમત થયા હતા.
કૃપલાનીએ પગાર વધારાની તેમની માંગને નકારીને એક કડક પ્રબંધક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.
તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.
તે સ્વતંત્રતા ચળવળમાં આચાર્ય ક્રિપ્લાની અને મહાત્મા ગાંધીની સાથી રહી શકે, પરંતુ હકીકતમાં તે સ્વતંત્ર વ્યક્તિત્વવાળી સ્ત્રી હતી, જે પોતાના નિર્ણયો લેવામાં વિશ્વાસ કરતી હતી.
उनके शोक संदेश में श्रीमती इंदिरा गांधी ने कहा कि,
“सुचेता जी ऐसे दुर्लभ साहस और चरित्र की महिला थीं, जिनसे भारतीय महिलाओं को सम्मान मिलता है।
સુચેતા કૃપલાણીના જીવન વિશે સાધના સાપ્તાહિકમાં આવેલ લેખ વાંચવા અહી ક્લિક કરો.