મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

30 June, 2021

વસંત-રજબ સ્મૃતિ દિવસ

વસંત-રજબ સ્મૃતિ દિવસ

1 જૂલાઇ



અમદાવાદમાં 100 કરતાં વધુ વર્ષોથી નીકળતી રથયાત્રા એક વર્ષને બાદ કરતા ક્યારેય કોમી રમખાણોનું નિમિત્ત બની નથી.

આ એક વર્ષ એટલે 1946નું વર્ષ. આ વર્ષમાં રથયાત્રા બાદ અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

વર્ષે ૧૯૪૬માં રથયાત્રા હિંસક બની હતી. એ વખતે રથયાત્રા દરમિયાન કોમી હિંસા ભભૂકી ઉઠી હતી. એ વખતે કોંગ્રેસ દ્વારા સેવાદળ નામનુ સંગઠન કાર્યરત હતુ અને કોંગ્રેસનું કામ પણ આઝાદી માટે સંઘર્ષ કરવાનું હતુ. કોંગ્રેસ ભવનમાં ખબર પડી કે હિંસા ભડકી છે એટલે તેના શાંત કરવા માટે સેવાદળના કાર્યકર્તાઓ દોડી ગયા હતા. એમાં વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી પણ હતા. હિંસાત્મક ટોળાએ બન્ને સાથીદારોને મારી નાખ્યા હતા. એ ઘટના પહેલી જુલાઈએ બની હતી. માટે હવેથી પહેલી જુલાઈ 'વસંત-રજબ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવાય છે.

1946માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ, ત્યારે કોમી એખલાસ જાળવી   આ રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. આ બંને મિત્રોએ પ્રાણોની આહુતિ આપી હતી.

 1946 પહેલાં ક્યારેય રથયાત્રામાં કોમી હિંસા થઈ ન હતી

કાલુપુરની એ સમયની રાજમહેલ હોટલ પાસે જ્યારે રથયાત્રા પહોંચી ત્યારે અખાડાના પહેલવાનો અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, આ ઘર્ષણે પછી કોમી હિંસાનું રૂપ ધારણ કર્યું અને શહેરમાં અનેક વિસ્તારોમાં હિંસા અને આગના બનાવો શરૂ થયા.  આ જ સમયે વસંતરાવ હેગિષ્ટે અને રજબ લાખાણીની જોડી હિંસાને બંધ કરવા આગળ આવી. બંનેએ પોતપોતાની કોમના લોકોને સજાવવાના પ્રયત્નો શરૂ કર્યા. ખાંડની શેરી અને મહાજનવાડામાં ફાટી નીકળેલી હિંસા રોકવા માટે પ્રયત્ન કરતા હતા, ત્યારે ટોળાએ તેમની હત્યા કરી નાખી, વસંતના દૂધેશ્વરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે રજબ અલીને ગોમતીપુરમાં આવેલા ચારતોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા

વસંત હેગિષ્ટેનો જન્મ 16 મે 1906ના રોજ મહારાષ્ટ્રના મરાઠી પરિવારમાં થયો હતો, પણ તેનો ઉછેર અમદાવાદમાં થયો હતો. વસંત પર ગાંધી વિચારોનો પ્રભાવ હતો અને 15 વર્ષની ઉંમરે જ ભણવાનું છોડી દીધું હતું. તેઓ ગાંધીજી સાથે ચળવળમાં જોડાયા હતા, અસલાલી સુધી ગાંધીજી સાથે દાંડીકૂચમાં તેમણે ભાગ લીધો હતો. 1932, 1940 અને 1942માં તેઓ જેલમાં પણ ગયા હતા. વસંતરાવ હેગિષ્ટે સેવાદળમાં દાદા નામે ઓળખાતા હતા?

રજબ અલી લાખાણીનો જન્મ 27 જુલાઇ 1919માં કરાંચીમાં થયો હતો. 1935માં તેમનો પરિવાર વતન લીંબડી પરત આવીને વસ્યો હતો. રજબ અલી પણ ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતા અને તેમણે અંગ્રેજોની નોકરી ના કરવાનો નિર્ણય કર્યો હતો, તેઓ પણ ગાંધીજી સાથે જોડાયા હતા અને 1938 અને 1942ની લડતમાં સક્રિય ભાગ લીધો હતો,  રજબઅલી સેવાદળમાં માર્કસવાદીના નામે જાણીતાં થયા હતાં. ભાવનગરની શામળદાસ કોલેજમાં લોકશાહી જૂથની રચના કરનારા રજબઅલી ગાંધીજીની આગેવાનીમાં રાજકોટ શહેરમાં સત્યાગ્રહમાં જોડાયા હતા, 1969ના તોફાન બાદ રજબના પરિવારે ધર્માંતર કર્યું હતું

વસંત અને રજબ બન્ને પ્રજાકાર્યોના શોખીન હતા. અમદાવાદમાં સેવાદળમાં બન્ને સાથે થયા અને પછી બન્ને પાક્કા દોસ્ત બની ગયા અને ઘણા કામો તેમણે સાથે કર્યા . એ દિવસે હીંસા ઠારવા પણ બન્ને સાથે જ હિંસા ઠારવા માટે મેદાનમાં પહોંચી ગયા હતા.



બંનેની શહાદતને યાદ કરતા 2015માં અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાસે તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જેને 'બંધુત્વ સ્મારક' તરીકે ઓળખવામાં આવે છે. ગાયકવાડ હવેલીમાં બંધુત્વ સ્મારકનું ઉદ્ઘાટન 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું


અમદાવાદમાં જમાલપુર પાસે વસંત-રજબ ચોક આવેલ છે.

1 જૂલાઇ ને અમદાવાદમાં વસંત-રજબની શહાદતની સ્મૃતિમાં કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?




1947મા ઝવેરચંદ મેઘાણી એ વસંત અને રજબની યાદમા  સંસ્મરણાંત્મક ખંડ લખ્યો હતો જેનુ નામ વસંત-રજબ સ્મારક ગ્રંથ હતુ જે તેમનું છેલ્લુ સંપાદન હતુ.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work