મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 August, 2021

પિંગાલી વેંકૈયા

 પિંગાલી વેંકૈયા



આપણે સૌ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ખૂબ જ ગૌરવ સાથે ત્રિરંગો લહેરાવીએ છીએ. સલામ કરતી વખતે, તેની નીચે ઉભા રહીને,  રાષ્ટ્રગીત ગાઇને ધ્વજ ફરકાવીએ છે પણ શું તમે જાણો છો કે આપણા આ રાષ્ટ્રધ્વજની ડીઝાઇન કોણે તૈયાર કરી હતી, તે વ્યક્તિ હતા....પિંગાલી વેંકૈયા

આજે આપણે રાષ્ટ્રધ્વજની ડીઝાઇન તૈયાર કરનાર સ્વાતંત્ર્ય સેનાની પિંગાલી વેંકૈયાના જીવનને જાણીયે.


પિંગાલી વેંકૈયાનો જન્મ 2 ઓગસ્ટ 1876ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના મછલીપટ્ટનમ જિલ્લાના ભટલા પેનામરુમાં  થયો હતો. 

તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનુમંત રાયડુ અને માતાનું નામ વેંકટ રત્નમ્મા હતું.

પિંગાલી વેંકૈયાએ તેનું પ્રાથમિક શિક્ષણ મદ્રાસની હિન્દુ હાઈસ્કૂલમાંથી લીધું હતું, ત્યારબાદ તે સિનિયર ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે કાબરીઝ યુનિવર્સિટી ગયા હતા. 

થોડા સમય માટે તેમણે બેલ્લારીમાં સરકારી કર્મચારી તરીકે પણ કામ કર્યું, પરંતુ ભાષા પ્રત્યેના પ્રેમના કારણે તેઓ લાહોરની એંગ્લો વૈદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝનો અભ્યાસ કરવા ગયા.

1906 થી 1911 સુધી, પિંગાળીએ કપાસની વિવિધ જાતોનો તુલનાત્મક અભ્યાસ કર્યો. આ અભ્યાસના પરિણામે તેમણે "બમ્બોલાટ કંબોડિયા કપાસ" પર એક લેખ પ્રકાશિત કર્યો. જાપાની કપાસ અને ધ્વજ પરના તેના અભ્યાસને કારણે, તેમને જાપાન વેંકૈયા, પટ્ટી (કપાસ) વેંકૈયા અને ઝંડા વેંકૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પિંગાલી વેંકૈયાએ ત્રિરંગો ધ્વજ બનાવતા પહેલા 30 દેશોના ધ્વજનો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1916 થી 1921 સુધી તેના પર સંશોધન કર્યું. આ પછી તેણે તિરંગાની ડિઝાઇન તૈયાર કરી.

પિંગાલી વેંકૈયાએ, 1916 માં પ્રકાશિત તેમના પુસ્તકમાં, 30 ધ્વજોના ડ્રાફ્ટ્સ રજૂ કર્યા, જેનો પાછળથી ભારતના ધ્વજ તરીકે ઉપયોગ થઈ શકે. 

મછલીપટ્ટમની આંધ્ર નેશનલ કોલેજમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવતા હતા.

 પિંગાલી વેંકૈયાએ 1918 થી 1921 દરમિયાન કોંગ્રેસના તમામ સત્રોમાં પોતાનો ધ્વજ માન્ય રાખવાનો ઠરાવ રજૂ કર્યો હતો.

તે જ સમયે વેંકૈયા મહાત્મા ગાંધીથી ખૂબ પ્રેરણા લેતાં હતાં

પિંગાલી વેંકૈયા  એકવાર વિજયવાડામાં ગાંધીજીને મળ્યા અને ધ્વજ પર પ્રકાશિત તેમના પુસ્તકમાં ધ્વજના વિવિધ સ્વરૂપો દર્શાવ્યા. રાષ્ટ્રધ્વજના મહત્વને ઓળખીને મહાત્મા ગાંધીએ 1921ની રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં પિંગલી વેંકૈયાને નવો મુસદ્દો રજૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગાંધીજીએ તેમને આ ધ્વજની મધ્યમાં અશોકચક્ર મૂકવાની સલાહ આપી હતી, જે આખા ભારતને એક સૂત્રમાં બાંધવાનો સંકેત બની જશે.

1931 માં સાત સભ્ય સમિતિ બીજા રાષ્ટ્રધ્વજ સાથે આવી. ભારત માટે મોટો દિવસ ત્યારે આવ્યો જ્યારે લોર્ડ માઉન્ટબેટને ભારતને સ્વતંત્ર બનાવવાનો નિર્ણય જાહેર કર્યો. રાષ્ટ્રધ્વજની રૂપરેખા તૈયાર કરવા માટે ડો.રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.

પિંગાલી વેંકૈયાના ધ્વજને સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. ધ્વજના તમામ રંગોને બધા સંપ્રદાયો માટે સમાન ગર્વ અને શ્રેષ્ઠ મહત્વ હતું. 

22 જુલાઇ 1947 ના રોજ યોજાયેલ ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન ત્રિરંગો અપનાવવામાં આવ્યો હતો, જે ભારતનાં અંગ્રેજોથી આઝાદીના થોડા દિવસો પહેલાં 15 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવ્યો હતો. તેને 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 ની વચ્ચે ભારતનાં રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

દેશની આઝાદી પછી, પંડિત જવાહરલાલ નહેરુએ 22 જુલાઈ, 1947 ના રોજ બંધારણ સભામાં ત્રિરંગાને ફરકાવીને ધ્વજને રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કર્યો. 

ત્રિરંગો ધ્વજ એ દેશનું ગૌરવ છે. આઝાદીની લડતથી આજ સુધી ત્રિરંગાની વાર્તામાં ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે. પહેલાં તેનું સ્વરૂપ જુદું હતું, આજે તે કંઈક બીજું છે



22 ઑગસ્ટ 1907 ના રોજ, ભીખાજી કામાએ જર્મનીમાં બ્રિટિશરો સામેની રાજકીય લડાઇમાં પ્રથમ વખત બર્લિન સમિતિનો ધ્વજ લહેરાવ્યો. બાદમાં 1917 માં, ગૃહ નિયમ ચળવળ દરમિયાન, બાલ ગંગાધર તિલક અને એની બેસંટે બીજો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો.

કોલકાતામાં આવેલ પારસી બગન ચોક (ગ્રીન પાર્ક) ખાતે 7 ઓગસ્ટ વર્ષ 1906 નાં રોજ લાલ, પીળો તથા લીલો આડો પટ્ટા પર પ્રથમ વાર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો


રાષ્ટ્રધ્વજ બનાવ્યા પછી પિંગાલી વેંકૈયાનો ધ્વજ લોકોમાં "ઝંડા વેંકૈયા" નાં નામથી ઘણો લોકપ્રિય થયો હતો. 

4 જુલાઈ વર્ષ 1963 નાં રોજ વિજયવાડામાં પિંગાલી વેંકૈયાનું અવસાન થયું હતું.

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 2009માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

પિંગાળી વેંકૈયાના યોગદાનને વિજયવાડામાં ઓલ ઇન્ડિયા રેડિયો બિલ્ડિંગનું નામ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું છે.

પિંગાળી વેંકૈયા અમેરિકામાં જોવા મળતા કંબોડિયન કપાસને ભારતીય કપાસના બીજ સાથે ભેળવીને એક નવું બીજ ભારતીય વર્ણસંકર કપાસ બનાવ્યું. તેમના યોગદાન માટે કપાસની આ જાતને વેંકૈયા કપાસ તરીકે પણ ઓળખાય છે.

પિંગળી વેંકૈયા હીરાની ખાણોમાં પણ નિષ્ણાત હતા. તેમને વિવિધ પ્રકારના હીરાનું સારું જ્ઞાન હતું. દક્ષિણ આફ્રિકામાં રહેતા, તેમણે હીરાની ખાણો પર ઘણો અભ્યાસ કર્યો.

ભારતના રાષ્ટ્રધ્વજ વિશે



આપણો રાષ્ટ્રધ્વજ લંબચોરસ છે જે ત્રણ રંગોના મિશ્રણથી બનેલો છે. આમાં કેસરી સફેદ અને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મધ્યમાં ચોવીસ આરા ધરાવતું અશોક ચક્ર છે. અશોક ચક્રનો રંગ વાદળી છે. 

આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

 ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.



ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, 

સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે. 

 લીલો રંગ એ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેના પર તમામનાં જીવન આધારીત છે. 

મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. 

ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."



૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ  તરીકે ઓળખાયો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્  લખાણ કરેલ હતુ. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.


  • પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નીચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં. વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી લિપીમાં લખેલ હતું.
  • ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નીચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરંમ" લખેલ હતું. નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
  • બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરુલ આંદોલન માટે એક નવો ધ્વજ પસંદ કરાયો, જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો. ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
  • ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો, તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા, પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
  • મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ, વચ્ચે લીલો અને નીચે લાલ રંગના આડા પટ્ટા હતા, જે લઘુમતિ ધર્મો, મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ, કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં. આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
  • ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા. ૧૯૨૪ માં કોલકાતામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું. જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.

  • આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" ની રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો, સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય) રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.


  • છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો, અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેsરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.


  • આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવાયેલ.

01 August, 2021

રવિશંકર રાવળ

 રવિશંકર રાવળ

(કલાગુરુ)




જન્મતારીખ: 1 ઓગસ્ટ 1892

જન્મસ્થળ: ભાવનગર

અવશાન: 9 ડિસેમ્બર 1977 (અમદાવાદ)


તેમનો જન્મ 1 ઓગસ્ટ 1892ના રોજ ગુજરાતના ભાવનગરમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક “ભાવનગર દરબાર બેંક”ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ.સ. ૧૯૦૯માં તેઓ મેટ્રિક પાસ થયા અને તેજ વર્ષે તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા.

૧૯૧૧માં ભાવનગરની શામળદાસ કોલેજમાં વિનયન શાખામાં પ્રવેશ મેળવ્યો. પરંતુ વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૧૬માં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો હતો. ૧૯૧૫માં સાહિત્ય પરિષદ દ્વારા સુરતમાં યોજાયેલ કલાપ્રદર્શનમાં તેમના ત્રણ ચિત્રો પ્રદર્શિત થયા અને રૌપ્ય ચંદ્રક મેળવ્યો. ૧૯૧૭માં તેમના ચિત્ર 'બિલ્વમંગળ'ને બોમ્બે આર્ટ્સ સોસાયટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ય થયો. ૧૯૧૭થી જ્ 'કલાની કદર' નામના પહેલા લેખથી કલા વિષયક પત્રકારત્વ શરૂ કર્યું. આ લેખ વડોદરાથી પ્રકટ થતાં 'સાહિત્ય' માસિકના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયો હતો. ૧૯૨૪માં અમદાવાદમાં કુમાર સામયિકના સ્થાપક અને પ્રથમ તંત્રી બન્યા. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ૧૯૩૫માં 'ગુજરાત ચિત્રકલા સંઘ'ની સ્થાપના કરી. ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, "મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી", આગળ જતાં કાકા કાલેલકરે તેમને 'ગુજરાતના કલાગુરુ'ના સ્થાને બિરદાવ્યા. ૧૯૩૬માં જાપાનનો ત્રણ માસનો પ્રવાસ ખેડ્યો. ૧૯૩૮માં કરાછી ખાતે આયોજીત 'ગુજરાત સાહિત્ય પરિષદ'ના અધિવેશનના અધ્યક્ષ બન્યાં. ૧૯૪૧માં આર્ટ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ બન્યા. ૧૯૫૦માં મ.સ.યુનિવર્સિટી ખાતે લલિત કોલેજ શરૂ કરવા માટે રચાયેલ બોર્ડમાં તેઓ શામિલ થયા. ૧૯૫૨-૫૩માં વિયેના વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી. ભારત સરકારે ઇ.સ. ૧૯૬૫માં તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. આ જ વર્ષે તેમને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવોર્ડ પણ મળ્યો.તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી હતી. તેઓએ 'ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. ૧૯૭૦માં તેઓ લલિતકલા અકાદમીએ ફેલોશીપ ઍવોર્ડ તથા તામ્રપત્ર દ્વારા તેમનું બહુમાન કર્યું.

વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુન:પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને ફાળે જાય છે.


તેમણે એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો.

૧. "કુમાર" માસિક

૨. કનુ દેસાઈ, રવિશંકર પંડિત, ગજાનન ખરે, રસિકલાલ પરીખ, જગન મહેતા, સોમાલાલ શાહ, છગનલાલ જાદવ, સી નરેન વગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો છે.

૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ

૪. ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત


'ઋષિભરત અને મૃગ', 'પરશુરામ', 'મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલના લગ્ન', 'ચાંદાપોળી', 'રાજકુમારી રુપાંદે', 'ચંદ્ર અને કુમુદ', 'લક્ષ્મીબાઈ', ,શ્રીમતિ', 'મુંજાલ', 'ખુદાના બાગમાં આદમ અને ઈવ', કૈલાસમાં રાત્રી', 'હેમચંદ્રસૂરિ', 'યમ-નચિકેતા', 'વાડામાં લીલા - સરસ્વતીચંદ્ર', 'બિલ્વમંગળ', 'દક્ષિણામૂર્તિ', 'યમ-સાવિત્રી', 'પહાડી સાધુ', 'વીણા અને મૃગ', 'એક ઘા', 'મહાત્મા મૂળદાસ', 'દક્ષ યજ્ઞભંગ', 'રૂપ અને રૂપરેખા' વૃદ્ધ ટેલિયો' વગેરે મુખ્ય છે.

તેમનું અવસાન ૯ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ અમદાવાદમાં થયું હતું. ૨૦૦૦માં અમદાવાદ ખાતેના સંસ્કાર કેન્દ્રમાં તથા વલ્લભવિદ્યાનગરની ફાઈન આર્ટ્સ કોલેજના મ્યુઝિયમમાં તેમના ચિત્રોનો કાયમી સંગ્રહ કરેલ છે. 



૧૯૯૨માં તેમની ૧૦૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં ગુજરાત સરકારે લલિત કલા અકાદમીની આર્ટ ગેલેરીને 'રવિશંકર રાવળ કલાભવન' નામ આપ્યું છે.



બિપિનચંદ્ર પાલ

 બિપિનચંદ્ર પાલ

(સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, શિક્ષક, લેખક)



જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મસ્થળ: પોઇલ, હબીરગંજ જિલ્લા,બંગાળ (હાલ બાંગ્લાદેશ)

પિતાનું નામ: રામચંદ્ર પાલ

માતાનું નામ:નારાયણી દેવી

અવશાન: 20 મે 1932 (કલકતા, પશ્ચિમ બંગાળ)

બિપિનચંદ્ર પાલ એક ભારતીય ક્રાંતિકારી, શિક્ષક, પત્રકાર અને લેખક હતા. પાલ એ મહાન વ્યક્તિઓમાંની એક છે જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળનો પાયો નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બિપીનચંદ્ર પાલનો જન્મ 7 નવેમ્બર 1858 ના રોજ અવિભાજિત ભારત બંગાળ (હવે બાંગ્લાદેશમાં) ના હબીબગંજ જિલ્લાના પોઈલ નામના ગામમાં એક સમૃદ્ધ ઘરમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પારસી વિદ્વાન અને નાના જમીન માલિક હતા.


તેમણે 'ચર્ચ મિશન સોસાયટી કોલેજ' (હવે સેન્ટ પોલ કેથેડ્રલ મિશન કોલેજ) માં અભ્યાસ કર્યો અને બાદમાં ભણાવ્યો. કોલેજ કલકત્તા યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી.


ખૂબ નાની ઉંમરે, બિપિન બ્રહ્મ સમાજમાં જોડાયા અને સમાજના અન્ય સભ્યોની જેમ, તેમણે પણ સામાજિક દુષણો અને રૂઢિગત પરંપરાઓનો વિરોધ કર્યો. તેમણે ખૂબ જ નાની ઉંમરે જાતિના આધારે ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમના કરતા ઉચ્ચ જાતિની વિધવા સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેમને તેમના પરિવાર સાથેના સંબંધો તોડવા પડ્યા હતા. પાલ નિર્ણયના પાક્કા હતા  તેથી પારિવારિક અને સામાજિક દબાણ છતાં સમાધાન કર્યું ન હતું.

 તેઓ પ્રખ્યાત લાલ-બાલ-પાલ ત્રિપુટી (લાલા લાજપત રાય, બાલગંગાધર તિલક અને બિપીન ચંદ્ર પાલ) નો ભાગ હતા. આ ત્રિપુટીએ તેમના તીક્ષ્ણ પ્રહારોથી બ્રિટીશ શાસનનું હૃદય હચમચાવી નાખ્યું. 

બિપિનચંદ્ર પાલ રાષ્ટ્રવાદી નેતા હોવા ઉપરાંત શિક્ષક, પત્રકાર, લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. 

તેમને ભારતમાં ક્રાંતિકારી વિચારોના પિતા પણ માનવામાં આવે છે.

તેમણે 1905 ના બંગાળના વિભાજનના વિરોધમાં બ્રિટીશ શાસન સામેના આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું, જેને મોટા પાયે લોકોનું સમર્થન મળ્યું હતું. 

લાલ-બાલ-પાલની આ ત્રિપુટીને સમજાયું કે વિદેશી ઉત્પાદનોને કારણે દેશનું અર્થતંત્ર કથળી રહ્યું છે અને લોકોનું કામ પણ છીનવાઈ રહ્યું છે. તેમના 'ગરમ' વિચારો માટે જાણીતા, પાલે સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપ્યું અને બ્રિટનમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો બહિષ્કાર, માન્ચેસ્ટર મિલોમાં બનાવેલા કપડાંથી દૂર રહેવું અને ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓમાં હડતાલ જેવા હથિયારોથી બ્રિટીશ શાસનને મારી નાખ્યું.


'ગરમ દળ' એ રાષ્ટ્રીય ચળવળના પ્રારંભિક વર્ષોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે તે આંદોલનને નવી દિશા આપે છે અને લોકોમાં જાગૃતિ વધે છે. 

બિપિન ચંદ્ર પાલે રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું માનવું હતું કે 'નરમ પક્ષ' નું હથિયાર 'પ્રાર્થના-અરજી' દ્વારા સ્વરાજ હાંસલ થવાનું નથી, પરંતુ સ્વરાજ માટે વિદેશી શાસનને ભારે ફટકો પડશે. તેથી જ તેમને સ્વતંત્રતા આંદોલનમાં 'ક્રાંતિકારી વિચારોના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

1886 માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. 1887 માં કોંગ્રેસના મદ્રાસ સત્રમાં, તેમણે બ્રિટિશ સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 'આર્મ્સ એક્ટ' ને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી કારણ કે આ કાયદો ભેદભાવપૂર્ણ હતો. તેઓ પ્રખ્યાત લાલ-બાલ-પાલ ત્રિપુટી (લાલા લાજપત રાય, બાલગંગાધર તિલક અને બિપીન ચંદ્ર પાલ) નો ભાગ હતા. ત્રણેયે ક્રાંતિકારી લાગણીઓને બળ આપ્યું અને પોતે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. પાલ અને ઓરોબિંદો ઘોષે એક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપ્યું જેના આદર્શો પૂર્ણ સ્વરાજ, સ્વદેશી, વિદેશી માલસામાનનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ હતા.


બિપિન ચંદ્ર પાલે સ્વદેશી, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ જેવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય આંદોલનને આગળ ધપાવ્યું. તેમનું માનવું હતું કે આમ કરવાથી ગરીબી અને બેરોજગારી દૂર થશે.


તેને બ્રિટીશ શાસનમાં જરાય વિશ્વાસ નહોતો અને તે માનતો હતો કે વિદેશી શક્તિને આજીજી અને અસહકાર જેવા હથિયારોથી હરાવી શકાય નહીં. આ કારણસર તેમને ગાંધીજી સાથે વૈચારિક મતભેદો હતા. તેઓ તેમના જીવનના છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા.


પાલે ક્રાંતિકારી સામયિક 'બંદે માતરમ' ની સ્થાપના પણ કરી હતી. સ્વદેશી ચળવળ પછી તિલકની ધરપકડ અને અંગ્રેજોની દમનકારી નીતિ બાદ તેઓ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં ગયા પછી, તેઓ ક્રાંતિકારી વિચારધારા 'ઇન્ડિયા હાઉસ' (જેની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી) માં જોડાયા અને 'સ્વરાજ' મેગેઝિનનું પ્રકાશન શરૂ કર્યું. જ્યારે ક્રાંતિકારી મદનલાલ ધિંગરાએ 1909 માં કર્ઝન વાઈલીની હત્યા કરી ત્યારે 'સ્વરાજ' બંધ થઈ ગયું અને તેમને લંડનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ ઘટના બાદ બિપીન ચંદ્ર પાલે પોતાની જાતને આતંકવાદી વિચારધારાથી દૂર કરી.


તેમણે વંદે માતરમ રાજદ્રોહ કેસમાં ઓરોબિંદો ઘોષ સામે જુબાની આપવાનો ઇનકાર કર્યો હતો જેના કારણે તેમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.


તેમણે ઘણા પ્રસંગોએ મહાત્મા ગાંધી જેવા નેતાઓની ટીકા પણ કરી અને તેમના મંતવ્યોનો વિરોધ પણ કર્યો. 1921 માં ગાંધીજીની ટીકા કરતા તેમણે કહ્યું, "તમારા વિચારો તાર્કિક નથી પણ જાદુ પર આધારિત છે".


રચનાઓ અને સંપાદન

ક્રાંતિકારી હોવાની સાથે, બિપિન એક કુશળ લેખક અને સંપાદક પણ હતા. તેમણે ઘણી રચનાઓ પણ કરી અને અનેક સામયિકોનું સંપાદન કર્યું.

તેમણે માત્ર 22 વર્ષની ઉંંમરે સાપ્તાહિક 'પરિદર્શક' શરૂ કર્યું હતું.

તેમણે સ્વરાજને ફેલાવવા માટે ઘણા સામયિકો, સાપ્તાહિક અને પુસ્તકો પ્રકાશિત કર્યા. તેમના મુખ્ય પુસ્તકોમાં 'રાષ્ટ્રીયતા અને સામ્રાજ્ય', 'ભારતીય રાષ્ટ્રવાદ', 'સ્વરાજ અને વર્તમાન પરિસ્થિતિ', 'ધ સ્પિરિટ ઓફ ઇન્ડિયા', 'ધ બેસિસ ઓફ સોશિયલ રિફોર્મ', 'હિંદુ ધર્મ' અને 'ધ ન્યૂ સ્પિરિટ' નો સમાવેશ થાય છે. તેઓ ડેમોક્રેટ, સ્વતંત્ર અને અન્ય ઘણા સામયિકોના તંત્રી પણ હતા. તેમણે 'પરિદર્શક', 'ન્યુ ઇન્ડિયા', 'બંદે માતરમ' અને 'સ્વરાજ' જેવા સામયિકો પણ શરૂ કર્યા. તેઓ કલકત્તામાં બંગાળ જાહેર અભિપ્રાયના સંપાદકીય સ્ટાફમાં પણ હતા.


ભારતીય રાષ્ટ્રવાદ

નાસ્તિકતા અને સામ્રાજ્ય

સ્વરાજ અને વર્તમાન પરિસ્થિતિ

સુધારણાનો આધાર

ભારતનો આત્મા

નવી ભાવના

હિન્દુ ધર્મમાં અભ્યાસ

રાણી વિક્ટોરિયા - જીવનચરિત્ર



તેમણે લેખક અને પત્રકાર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું.

મુલાકાતી (1880)

બંગાળ જાહેર અભિપ્રાય (1882)

લાહોર ટ્રિબ્યુન (1887)

નવું ભારત (1892)

સ્વતંત્ર, ભારત (1901)

બંદેમાત્રમ (1906, 1907)

સ્વરાજ (1908-1911)

ધ હિન્દુ રિવ્યુ (1913)

ડેમોક્રેટ (1919, 1920)

બંગાળી (1924, 1925)

મૃત્યુ

20 મે 1932 ના રોજ આ મહાન ક્રાંતિકારીનું કોલકાતામાં અવસાન થયું. તે 1922 ની આસપાસ રાજકારણથી લગભગ અલગ થઈ ગયા હતા અને મૃત્યુ સુધી ત્યાં રહ્યો.

31 July, 2021

અમૃત મહોત્સવ ક્વીઝ

 અમૃત મહોત્સવ ક્વીઝ

ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 ક્વીઝ


ભારતને સ્વતંત્રતા અપાવવા કેટલાય ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતનું જીવન ખર્ચ્યુ છે, ફાંસીના માંચડે ચડી ગયા, ભૂખ હડતાલ કરી, અન્યાયનો વિરોધ કર્યો, ઘણા આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યા તેઓના અથાગ મહેનતથી ભારત દેશ સ્વતંત્ર થયો છે

તો આપણે  તેમનું ઋણ ઉતારવા તેમના જીવનને જાણીએ અને સમજીએ.

વિશેષદિન ક્વીઝ ગૃપ, જ્ઞાનધારા ગૃપ અને ટીમ મંથન ગૃપ દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે

 "જરા યાદ કરો કુરબાની" 

ટાઇટલ સાથે  1 જુન 2021 થી 15 ઓગસ્ટ 2021 સુધી 75 ક્વીઝનું આયોજન કર્યુ છે.

જેમા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજ સુધારકના જીવન વિશેની 75 ક્વીઝ બનાવેલ છે.

આ ક્વીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.


અથવા નીચે આપેલ બ્લુ લિંક પર ક્લિક કરવી.



આયોજક:


Shailendrasinh Gohil
      Quiz Admin
વિશેષદિન ક્વીઝ ગૃપ &
Assi.Teacher
Shree Dhrupka Primary School
Ta. shihor, Dist.Bhavnagar
State:Gujarat
મો, 9016166584



સહયોગ/લેખન/માર્ગદર્શન

પ્રા. ડો. રાજેશ આર. કગરાણા
શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ,
સંસ્કૃત વિભાગ,
પાવીજેતપુર.
જ્ઞાનધારા કન્વીનર


શૈલેષકુમાર એન. પ્રજાપતિ
National motivator of 
Team Manthan-Gujarat



मुंशी प्रेमचंद


मुंशी प्रेमचंद


प्रेमचंद आधुनिक हिन्दी कहानी के पितामह और उपन्यास सम्राट माने जाते हैं।

मुंशी प्रेमचंद (31 जुलाई 1880–8 अक्तूबर 1936) का जन्म वाराणसी से चार मील दूर लमही गाँव में हुआ था। 

 उनकी माता का नाम आनन्दी देवी था तथा पिता मुंशी अजायबराय लमही में डाकमुंशी थे। 

उनका असली नाम धनपत राय श्रीवास्तव था।

उनकी शिक्षा का आरंभ उर्दू, फारसी से हुआ और जीवनयापन का अध्यापन से पढ़ने का शौक उन्‍हें बचपन से ही लग गया। 

13 साल की उम्र में ही उन्‍होंने तिलिस्म-ए-होशरुबा पढ़ लिया और उन्होंने उर्दू के मशहूर रचनाकार रतननाथ 'शरसार', मिर्ज़ा हादी रुस्वा और मौलाना शरर के उपन्‍यासों से परिचय प्राप्‍त कर लिया ।

 १८९८ में मैट्रिक की परीक्षा उत्तीर्ण करने के बाद वे एक स्थानीय विद्यालय में शिक्षक नियुक्त हो गए। 

नौकरी के साथ ही उन्होंने पढ़ाई जारी रखी।

१९१० में उन्‍होंने अंग्रेजी, दर्शन, फारसी और इतिहास लेकर इंटर पास किया और १९१९ में बी.ए. पास करने के बाद शिक्षा विभाग के इंस्पेक्टर पद पर नियुक्त हुए।


सात वर्ष की अवस्था में उनकी माता तथा चौदह वर्ष की अवस्था में पिता का देहान्त हो जाने के कारण उनका प्रारंभिक जीवन संघर्षमय रहा। 

उनका पहला विवाह उन दिनों की परंपरा के अनुसार पंद्रह साल की उम्र में हुआ जो सफल नहीं रहा। 

वे आर्य समाज से प्रभावित रहे जो उस समय का बहुत बड़ा धार्मिक और सामाजिक आंदोलन था।

 उन्होंने विधवा-विवाह का समर्थन किया और १९०६ में दूसरा विवाह अपनी प्रगतिशील परंपरा के अनुरूप बाल-विधवा शिवरानी देवी से किया। 

उनकी तीन संताने हुईं- श्रीपत राय, अमृत राय और कमला देवी श्रीवास्तव। 

१९१० में उनकी रचना सोज़े-वतन (राष्ट्र का विलाप) के लिए हमीरपुर के जिला कलेक्टर ने तलब किया और उन पर जनता को भड़काने का आरोप लगाया। 

सोजे-वतन की सभी प्रतियाँ जब्त कर नष्ट कर दी गईं। 

कलेक्टर ने नवाबराय को हिदायत दी कि अब वे कुछ भी नहीं लिखेंगे, यदि लिखा तो जेल भेज दिया जाएगा। 

इस समय तक प्रेमचंद, धनपत राय नाम से लिखते थे। 

उर्दू में प्रकाशित होने वाली ज़माना पत्रिका के सम्पादक और उनके अजीज दोस्‍त मुंशी दयानारायण निगम ने उन्हें प्रेमचंद नाम से लिखने की सलाह दी।

 इसके बाद वे प्रेमचन्द के नाम से लिखने लगे। उन्‍होंने आरंभिक लेखन ज़माना पत्रिका में ही किया।

 जीवन के अंतिम दिनों में वे गंभीर रूप से बीमार पड़े। उनका उपन्यास मंगलसूत्र पूरा नहीं हो सका और लम्बी बीमारी के बाद ८ अक्टूबर १९३६ को उनका निधन हो गया। उनका अंतिम उपन्यास मंगल सूत्र उनके पुत्र अमृत ने पूरा किया।

यों तो उनके साहित्यिक जीवन का आरंभ १९०१ से हो चुका था पर उनकी पहली हिन्दी कहानी सरस्वती पत्रिका के दिसम्बर अंक में १९१५ में सौत नाम से प्रकाशित हुई और १९३६ में अंतिम कहानी कफन नाम से प्रकाशित हुई। 



उपन्यास: सेवासदन, प्रेमाश्रम, निर्मला, रंगभूमि, गबन, गोदान ; 

कहानी संग्रह: नमक का दरोग़ा, प्रेम पचीसी, सोज़े वतन, प्रेम तीर्थ, पाँच फूल, सप्त सुमन ; 

बालसाहित्य: कुत्ते की कहानी, जंगल की कहानियाँ आदि।

कृतियाँ

प्रेमचन्द की रचना-दृष्टि विभिन्न साहित्य रूपों में प्रवृत्त हुई। बहुमुखी प्रतिभा संपन्न प्रेमचंद ने उपन्यास, कहानी, नाटक, समीक्षा, लेख, सम्पादकीय, संस्मरण आदि अनेक विधाओं में साहित्य की सृष्टि की। प्रमुखतया उनकी ख्याति कथाकार के तौर पर हुई और अपने जीवन काल में ही वे ‘उपन्यास सम्राट’ की उपाधि से सम्मानित हुए। उन्होंने कुल १५ उपन्यास, ३०० से कुछ अधिक कहानियाँ, ३ नाटक, १० अनुवाद, ७ बाल-पुस्तकें तथा हजारों पृष्ठों के लेख, सम्पादकीय, भाषण, भूमिका, पत्र आदि की रचना की लेकिन जो यश और प्रतिष्ठा उन्हें उपन्यास और कहानियों से प्राप्त हुई, वह अन्य विधाओं से प्राप्त न हो सकी। यह स्थिति हिन्दी और उर्दू भाषा दोनों में समान रूप से दिखायी देती है।

उपन्‍यास

प्रेमचंद के उपन्‍यास न केवल हिन्‍दी उपन्‍यास साहित्‍य में बल्कि संपूर्ण भारतीय साहित्‍य में मील के पत्‍थर हैं। प्रेमचन्द कथा-साहित्य में उनके उपन्यासकार का आरम्भ पहले होता है। उनका पहला उर्दू उपन्यास (अपूर्ण) ‘असरारे मआबिद उर्फ़ देवस्थान रहस्य’ उर्दू साप्ताहिक ‘'आवाज-ए-खल्क़'’ में ८ अक्टूबर, १९०३ से १ फरवरी, १९०५ तक धारावाहिक रूप में प्रकाशित हुआ। उनका दूसरा उपन्‍यास 'हमखुर्मा व हमसवाब' जिसका हिंदी रूपांतरण 'प्रेमा' नाम से 1907 में प्रकाशित हुआ। चूंकि प्रेमचंद मूल रूप से उर्दू के लेखक थे और उर्दू से हिंदी में आए थे, इसलिए उनके सभी आरंभिक उपन्‍यास मूल रूप से उर्दू में लिखे गए और बाद में उनका हिन्‍दी तर्जुमा किया गया। उन्‍होंने 'सेवासदन' (1918) उपन्‍यास से हिंदी उपन्‍यास की दुनिया में प्रवेश किया। यह मूल रूप से उन्‍होंने 'बाजारे-हुस्‍न' नाम से पहले उर्दू में लिखा लेकिन इसका हिंदी रूप 'सेवासदन' पहले प्रकाशित कराया। 'सेवासदन' एक नारी के वेश्‍या बनने की कहानी है। डॉ रामविलास शर्मा के अनुसार 'सेवासदन' में व्‍यक्‍त मुख्‍य समस्‍या भारतीय नारी की पराधीनता है। इसके बाद किसान जीवन पर उनका पहला उपन्‍यास 'प्रेमाश्रम' (1921) आया। इसका मसौदा भी पहले उर्दू में 'गोशाए-आफियत' नाम से तैयार हुआ था लेकिन 'सेवासदन' की भांति इसे पहले हिंदी में प्रकाशित कराया। 'प्रेमाश्रम' किसान जीवन पर लिखा हिंदी का संभवतः पहला उपन्‍यास है। यह अवध के किसान आंदोलनों के दौर में लिखा गया। इसके बाद 'रंगभूमि' (1925), 'कायाकल्‍प' (1926), 'निर्मला' (1927), 'गबन' (1931), 'कर्मभूमि' (1932) से होता हुआ यह सफर 'गोदान' (1936) तक पूर्णता को प्राप्‍त हुआ। रंगभूमि में प्रेमचंद एक अंधे भिखारी सूरदास को कथा का नायक बनाकर हिंदी कथा साहित्‍य में क्रांतिकारी बदलाव का सूत्रपात कर चुके थे। गोदान का हिंदी साहित्‍य ही नहीं, विश्‍व साहित्‍य में महत्‍वपूर्ण स्‍थान है। इसमें प्रेमचंद की साहित्‍य संबंधी विचारधारा 'आदर्शोन्‍मुख यथार्थवाद' से 'आलोचनात्‍मक यथार्थवाद' तक की पूर्णता प्राप्‍त करती है। एक सामान्‍य किसान को पूरे उपन्‍यास का नायक बनाना भारतीय उपन्‍यास परंपरा की दिशा बदल देने जैसा था। सामंतवाद और पूंजीवाद के चक्र में फंसकर हुई कथानायक होरी की मृत्‍यु पाठकों के जहन को झकझोर कर रख जाती है। किसान जीवन पर अपने पिछले उपन्‍यासों 'प्रेमाश्रम' और 'कर्मभूमि' में प्रेमंचद यथार्थ की प्रस्‍तुति करते-करते उपन्‍यास के अंत तक आदर्श का दामन थाम लेते हैं। लेकिन गोदान का कारुणिक अंत इस बात का गवाह है कि तब तक प्रेमचंद का आदर्शवाद से मोहभंग हो चुका था। यह उनकी आखिरी दौर की कहानियों में भी देखा जा सकता है। 'मंगलसूत्र' प्रेमचंद का अधूरा उपन्‍यास है। प्रेमचंद के उपन्‍यासों का मूल कथ्‍य भारतीय ग्रामीण जीवन था। प्रेमचंद ने हिंदी उपन्‍यास को जो ऊँचाई प्रदान की, वह परवर्ती उपन्‍यासकारों के लिए एक चुनौती बनी रही। प्रेमचंद के उपन्‍यास भारत और दुनिया की कई भाषाओं में अनुदित हुए, खासकर उनका सर्वाधिक चर्चित उपन्‍यास गोदान।

असरारे मआबिद उर्फ़ देवस्थान रहस्य’ उर्दू साप्ताहिक ‘'आवाज-ए-खल्क़'’ में ८ अक्टूबर, १९०३ से १ फरवरी, १९०५ तक प्रकाशित। सेवासदन १९१८, प्रेमाश्रम १९२२, रंगभूमि १९२५, निर्मला १९२५, कायाकल्प १९२७, गबन १९२८, कर्मभूमि १९३२, गोदान १९३६, मंगलसूत्र (अपूर्ण), प्रतिज्ञा, प्रेमा, रंगभूमि, मनोरमा, वरदान।

कहानी

उनकी अधिकतर कहानियोँ में निम्न व मध्यम वर्ग का चित्रण है। डॉ॰ कमलकिशोर गोयनका ने प्रेमचंद की संपूर्ण हिंदी-उर्दू कहानी को प्रेमचंद कहानी रचनावली नाम से प्रकाशित कराया है। उनके अनुसार प्रेमचंद ने कुल ३०१ कहानियाँ लिखी हैं जिनमें ३ अभी अप्राप्य हैं। प्रेमचंद का पहला कहानी संग्रह सोज़े वतन नाम से जून १९०८ में प्रकाशित हुआ। इसी संग्रह की पहली कहानी दुनिया का सबसे अनमोल रतन को आम तौर पर उनकी पहली प्रकाशित कहानी माना जाता रहा है। डॉ॰ गोयनका के अनुसार कानपुर से निकलने वाली उर्दू मासिक पत्रिका ज़माना के अप्रैल अंक में प्रकाशित सांसारिक प्रेम और देश-प्रेम (इश्के दुनिया और हुब्बे वतन) वास्तव में उनकी पहली प्रकाशित कहानी है।

उनके जीवन काल में कुल नौ कहानी संग्रह प्रकाशित हुए- सोज़े वतन, 'सप्‍त सरोज', 'नवनिधि', 'प्रेमपूर्णिमा', 'प्रेम-पचीसी', 'प्रेम-प्रतिमा', 'प्रेम-द्वादशी', 'समरयात्रा', 'मानसरोवर' : भाग एक व दो और 'कफन'। उनकी मृत्‍यु के बाद उनकी कहानियाँ 'मानसरोवर' शीर्षक से 8 भागों में प्रकाशित हुई। प्रेमचंद साहित्‍य के मु्दराधिकार से मुक्‍त होते ही विभिन्न संपादकों और प्रकाशकों ने प्रेमचंद की कहानियों के संकलन तैयार कर प्रकाशित कराए। उनकी कहानियों में विषय और शिल्प की विविधता है। उन्होंने मनुष्य के सभी वर्गों से लेकर पशु-पक्षियों तक को अपनी कहानियों में मुख्य पात्र बनाया है। उनकी कहानियों में किसानों, मजदूरों, स्त्रियों, दलितों, आदि की समस्याएं गंभीरता से चित्रित हुई हैं। उन्होंने समाजसुधार, देशप्रेम, स्वाधीनता संग्राम आदि से संबंधित कहानियाँ लिखी हैं। उनकी ऐतिहासिक कहानियाँ तथा प्रेम संबंधी कहानियाँ भी काफी लोकप्रिय साबित हुईं। प्रेमचंद की प्रमुख कहानियों में ये नाम लिये जा सकते हैं-

'पंच परमेश्‍वर', 'गुल्‍ली डंडा', 'दो बैलों की कथा', 'ईदगाह', 'बड़े भाई साहब', 'पूस की रात', 'कफन', 'ठाकुर का कुआँ', 'सद्गति', 'बूढ़ी काकी', 'तावान', 'विध्‍वंस', 'दूध का दाम', 'मंत्र' आदि।

नाटक

प्रेमचंद ने संग्राम (1923), कर्बला (1924) और प्रेम की वेदी (1933) नाटकों की रचना की। ये नाटक शिल्‍प और संवेदना के स्‍तर पर अच्‍छे हैं लेकिन उनकी कहानियों और उपन्‍यासों ने इतनी ऊँचाई प्राप्‍त कर ली थी कि नाटक के क्षेत्र में प्रेमचंद को कोई खास सफलता नहीं मिली। ये नाटक वस्‍तुतः संवादात्‍मक उपन्‍यास ही बन गए हैं।

लेख/निबंध

प्रेमचंद एक संवेदनशील कथाकार ही नहीं, सजग नागरिक व संपादक भी थे। उन्‍होंने 'हंस', 'माधुरी', 'जागरण' आदि पत्र-पत्रिकाओं का संपादन करते हुए व तत्‍कालीन अन्‍य सहगामी साहित्यिक पत्रिकाओं 'चाँद', 'मर्यादा', 'स्‍वदेश' आदि में अपनी साहित्यिक व सामाजिक चिंताओं को लेखों या निबंधों के माध्‍यम से अभिव्‍यक्‍त किया। अमृतराय द्वारा संपादित 'प्रेमचंद : विविध प्रसंग' (तीन भाग) वास्‍तव में प्रेमचंद के लेखों का ही संकलन है। प्रेमचंद के लेख प्रकाशन संस्‍थान से 'कुछ विचार' शीर्षक से भी छपे हैं। प्रेमचंद के मशहूर लेखों में निम्‍न लेख शुमार होते हैं- साहित्‍य का उद्देश्‍य, पुराना जमाना नया जमाना, स्‍वराज के फायदे, कहानी कला (1,2,3), कौमी भाषा के विषय में कुछ विचार, हिंदी-उर्दू की एकता, महाजनी सभ्‍यता, उपन्‍यास, जीवन में साहित्‍य का स्‍थान आदि।

अनुवाद

प्रेमचंद एक सफल अनुवादक भी थे। उन्‍होंने दूसरी भाषाओं के जिन लेखकों को पढ़ा और जिनसे प्रभावित हुए, उनकी कृतियों का अनुवाद भी किया। 'टॉलस्‍टॉय की कहानियाँ' (1923), गाल्‍सवर्दी के तीन नाटकों का हड़ताल (1930), चाँदी की डिबिया (1931) और न्‍याय (1931) नाम से अनुवाद किया। आजाद-कथा (उर्दू से, रतननाथ सरशार), पिता के पत्र पुत्री के नाम (अंग्रेजी से, जवाहरलाल नेहरू) उनके द्वारा रतननाथ सरशार के उर्दू उपन्‍यास फसान-ए-आजाद का हिंदी अनुवाद आजाद कथा बहुत मशहूर हुआ।

पुरस्कार व सम्मान

प्रेमचंद की स्मृति में भारतीय डाकतार विभाग की ओर से ३१ जुलाई १९८० को उनकी जन्मशती के अवसर पर ३० पैसे मूल्य का एक डाक टिकट जारी किया गया।

 गोरखपुर के जिस स्कूल में वे शिक्षक थे, वहाँ प्रेमचंद साहित्य संस्थान की स्थापना की गई है

प्रेमचंद की १२५वीं सालगिरह पर सरकार की ओर से घोषणा की गई कि वाराणसी से लगे इस गाँव में प्रेमचंद के नाम पर एक स्मारक तथा शोध एवं अध्ययन संस्थान बनाया जाएगा।


तैंतीस वर्षों के रचनात्मक जीवन में वे साहित्य की ऐसी विरासत सौंप गए जो गुणों की दृष्टि से अमूल्य है और आकार की दृष्टि से असीमीत।

30 July, 2021

ડૉ. જીવરાજ મહેતા

 ડૉ. જીવરાજ મહેતા

(ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)



જન્મતારીખ: 29 ઓગસ્ટ 1887

જન્મસ્થળ: અમરેલી, ગુજરાત

પિતાનું નામ: નારાયણ મહેતા

માતાનું નામ: જનકાબા

અવશાન: 7 નવેમ્બર 1978 (મુંબઇ)


જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. 

તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.

 આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો.

 ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. 

ઈ. સ. ૧૯૦૩ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 

મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. 

એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. 



તેમણે ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા એવા હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા હતા.


ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. 


ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.


ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 


ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. 


ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા.


4 સપ્ટેમ્બર 1948ના રોજ તેઓ વડોદરા સ્ટેટના દિવાન બન્યા હતા.


 ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.


 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી


ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.


ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા.


ત્રિભોવનદાસ મહેતાને તેઓએ ગુજરાત બોલાવીને સ્ટેટ કો-ઓપરેટીવ ફેડરેશનના ચેરમેન બનાવ્યા જેને આજે લોકો અમુલ તરીકે ઓળખે છે. 

તેઓના શાસનકાળ દરમિયાન જ GSFCની સ્થાપના થઇ. સ્વભાવે ધીરગંભીર જીવરાજ મહેતાએ અગાઉ જણાવ્યું તેમ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર તરીકે પ્રશંસાપાત્ર કામ કર્યું. 

મુખ્યમંત્રી બન્યા પહેલા પણ તેઓએ મુંબઈ ખાતે મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. 


વડોદરા શહેરનું નવું ટાઉન પ્લાનિંગ પણ તેઓએ કરેલું. 


ગુજરાતમાં નવજાત શિશુઓ માટેની જાણીતી દવા બાબુલિન પણ તેમણે જ બનાવેલી હતી. 

૯૧ વર્ષની વયે ૭ નવેમ્બર ૧૯૭૮ ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું.



અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. 



ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં "ડૉ.જીવરાજ મહેતા ભવન" રાખવામાં આવ્યું છે. 


અમદાવાદને પુર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજનું નામ જીવરાજ મહેતા બ્રિજ છે.

ઇ.સ. ૨૦૧૫થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે

29 July, 2021

ઇન્દુલાલ યાજ્ઞિક

 ઇન્દુલાલ યાજ્ઞિક

(મહાગુજરાત આંદોલનના સેનાની)



જન્મતારીખ: 22 ફેબ્રુઆરી 1892

જન્મસ્થળ; નડીયાદ, ગુજરાત

પિતાનું નામ: કનૈયાલાલ

અવશાન: 17 જુલાઇ 1972 (અમદાવાદ)

ઉપનામ: ઇન્દુચાચા, પામદત્ત

 ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી.  પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, 'પામદત્ત', (ઈન્દુચાચા) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર, રાજકારણી, લેખક,સંપાદક અને ચલચિત્ર નિર્માતા હતા. 

તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. 

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. 

તેઓ ૧૯૦૬માં મેટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. 

તેમણે ૧૯૧૩થી ૧૯૧પ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

તેમણે મુંબઈમાં "યંગ ઇન્ડિયા" તથા "નવજીવન" અને ત્યાર પછી વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ને સોંપી દીધું હતું.



૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. 

'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. 

દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.

બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. 

૧૯૩૦થી ૧૯૩પ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 



૯૪૨માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા.


બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. 

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 

રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા.

ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 

તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. 

2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી

૧૭ જુલાઈ, ૧૯૭રએ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું 

નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં તેમની પ્રતિમા મુકવામાં આવેલ છે.



તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યા હતા તેઓની આત્મકથા ૬ ભાગમાં વહેંચાયેલી છે જેનો છ્ઠ્ઠો ભાગ ધનવંત ઓઝા એ પૂરો કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પુસ્તકો ::-

  • 📗સત્યાગ્રહ નિષ્ફળ અને નકામો શસ્ત્ર
  • 📗શહીદ નો સંદેશ
  • 📗બંગભંગ
  • 📗કિસાન કથા
  • 📗ગામડાનું સ્વરાજ્ય
  • નાટકોઃ – આશા-નિરાશા(૧૯૩૨), રણસંગ્રામ(૧૯૩૮), શોભારામનીસરધરી(૧૯૩૮)

     અક્કલના દુશ્મન(૧૯૫૪), ભોળા શેઠનું ભૂદાન(૧૯૫૪),

    પ્રણયકથાઃ – માયા(૧૯૬૫)

    અન્યગ્રંથોઃ – મહાત્મા ગાંધીજીનાં સહવાસમાં(૧૯૩૩-૩૪),

     સત્યાગ્રહ નિષ્ફળ અને નકામું શસ્ત્ર(૧૯૬૩), ચરોદાઆશ્રમ(૧૯૫૨)

    વાર્તાઃ – કુમારનાં સ્ત્રીરત્નો(૧૯૨૬)

    પરિચય પુસ્તકોઃ –  શહીદનો સંદેશ(૧૯૩૬), નાગપુરા મહાસભા(૧૯૨૧), ગામડાનું સ્વરાજ(૧૯૩૩), કિસાનનું જાહેરનામું (૧૯૩૭), સ્વદેશી શામાટે?

ઇન્દુલાલ યાજ્ઞિકને મળેલા પુરસ્કારો

🏆 ૧૯૫૪ મા નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સહિતા સભા સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

🏆 ભારતીય ટપાલ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં સ્વતંત્ર સેનાનીઓ અને સમાજસુધારક શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી


પદ લાલસાથી પર એવા રાજનેતા, જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે.