મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

21 May, 2021

ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે

 

ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે

18 મે




વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમે વર્ષ 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શરૂઆત કરી હતી. ત્યાર બાદથી દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે


2012માં 129 દેશના 30000 જેટલા મ્યુઝીયમો એ ભાગ લીધો હતો.

આ ખાસ દિવસને મનાવવાનો હેતુ સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે.

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (આઇકોમ) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે. 

આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે. 



આંતરરાષ્ટ્રીય સંંગ્રહાલય દિવસની થીમ

ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવા માટે એક ખાસ થીમ બનાવે છે.

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2015ની થીમ : 'Museums for a sustainable society'

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2016ની થીમ : 'Museums and Cultural Landscapes'

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2017ની થીમ : 'Museums and contested histories : Saying the unspeakable in museums'

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2018ની થીમ : 'Hyperconnected museums: New approaches, new publics'

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2019ની થીમ : 'Museums as Cultural Hubs : The future of tradition'

- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2020ની થીમ : 'Museums for Equality: Diversity and Inclusion'

-આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2021ની થીમ : The Future of Museums: Recover and Reimagine.


ગુજરાતના ભવ્‍ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે


ગુજરાતમાં આવેલ વિવિધ મ્યુઝીયમો













કચ્છ મ્યુઝીયમ (કચ્છ)- ગુજરાતનું સૌથી જૂનુ મ્યુઝીયમ

દરબાર હોલ મ્યુઝીયમ ((જૂનાગઢ)

જૂનાગઢ મ્યુઝીયમ (જૂનાગઢ)

વોટસન મ્યુઝીયમ (રાજકોટ)

બાર્ટન મ્યુઝીયમ (ભાવનગર) - પુસ્તકાલય 

ગાંધી સ્મૃતિ (ભાવનગર) - ગાંધીજીના જીવનને લગતી વસ્તુઓ

પુરાવસ્તુકીય મ્યુઝીયમ ((જામનગર) - પુરાતત્વ વસ્તુઓનો સંગ્રહ

પ્રભાસ પાટણ મ્યુઝીયમ (પ્રભાસ પાટણ) -   પુરાતત્વ વસ્તુઓનો સંગ્રહ

ગાંધી મેમોરિયલ મ્યુઝીયમ (પોરબંદર) - 

લોથલ  મ્યુઝીયમ (કેંદ્ર સરકાર દ્વારા ચાલતુ ચાલતુગુજરાતનું એક માત્ર  મ્યુઝીયમ) જે સિંધુ અને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે.


  • આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ડાંગ જિલ્લામાં આવ્યું છે

  • ગુજરાતના જામનગર શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે

  •   ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ છે  

  • ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? -  સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

  • ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? -  અમરેલી (ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી)

ભારતમા આવેલા મહત્વના 24 મ્યુઝીયમો વિશેની માહિતી મેળવવા  અહી ક્લિક કરો.


વિશ્વમાં આવેલા મહત્વના 10 મ્યુઝીયમો વિશેની માહિતી અને તેની વર્ચ્યુઅલ ટૂર કરવા અહી ક્લિક કરો.

વિશ્વના મુખ્ય 10 મ્યુઝીયમો

 THE LOUVRE, PARIS (લૂવર, પેરિસ)

THE HERMITAGE, ST. PETERSBURG
(હર્મિટેજ, એસ.ટી. પીટર્સબર્ગ)
 વિશ્વનું સૌથી વધુ પેઇન્ટિંગ્સ ધરાવતું સંગ્રહાલય છે

THE BRITISH MUSEUM, LONDON
બ્રિટિશ મ્યુઝિયમ, લંડન



THE METROPOLITAN MUSEUM OF ART, NEW YORK
 મેટ્રોપોલિટિયન આર્ટ  મ્યુઝિયમ, ન્યુયોર્ક

 



Madame Tussauds Wax Museum-  LONDON
મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ- લંડન
આ વિશ્વનું એક માત્ર મ્યુઝીયમ છે જ્યા વિશ્વના મહાન લોકોના મીણના સ્ટેચ્યુ છે. આ મ્યુઝીયમમા ભારતના ગાંધીજી, નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, સચિન તેડુંલકર, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન,વિરાટ કોહલી, કરણ જોહર, પ્રિયંકા ચોપર, કરીના કપૂર, અનીલ કપૂર, ઋત્વિક રોશન, માધુરી દિક્ષિત, ક્ષિત,દિપિકા પાદુકોણ, સલમાન ખાન, વરુન ધવન જેવા લોકોના સ્ટેચ્યુ આવેલ છે.

NATIONAL ARCHAEOLOGICAL MUSEUM, ATHENS
રાષ્ટ્રીય પુરાતત્ત્વવાદી મ્યુઝિયમ, એથેન્સ


વિશ્વમાં સૌથી વધુ મ્યુઝીયમો ધરાવતા દેશો.
યુ.એસ. -33082
જર્મની- 6257
જાપાન--5738
રશિયા- 5415
ફ્રાંસ- 4811

 

17 May, 2021

જગદગુરુ આદિ શંકરાચાર્ય

 જગદગુરુ આદિ શંકરાચાર્ય


આદિ શંકરાચાર્ય નો જન્મ ઈ.સ.વી ૭૮૮ માં થયો અને એનું મૃત્યુ ઈ.સ.વી ૮૨૦ માં થયું હતું. મતલબ તે ૩૨ વર્ષ જીવ્યા, શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. 

તેમની માતાનું નામ વિશિષ્ટા દેવી અને પિતાનું નામ શિવગુરુ તેમ જ દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરુ અને વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું અને તેથી જ આ બાળકનું નામ શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના શરીર પર દિવ્ય ચિહ્ન જેવાં કે માથા ઉપર ચંદ્ર-ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા પર ત્રિશૂલનાં ચિહન હતાં. આમ, બાળ શંકર સ્વયં શિવાવતાર હતા

તેઓ બાળપણથી જ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઉંમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી, તેમણે અનેક ગ્રંથ તેમ જ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે એ કંઠસ્થ થઈ જાય તેવા હતા.

શંકરે પાંચમા વર્ષે ગુરુ ગૃહે અભ્યાસ અર્થે મોકલતાં ફક્ત બે જ વર્ષના વિદ્યાભ્યાસ દરમિયાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુ શિક્ષામાં પારંગત બન્યા. પિતાના અવસાન બાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ શંકરે એ માટે અનિચ્છા દર્શાવી હતી.

શંકરની જન્મ-કુંડલીમાં આઠ, સોળ અને બત્રીસમા વર્ષમાં મૃત્યુયોગ હતો. આઠમા વર્ષનો મૃત્યુયોગ તપ દ્વારા અને સોળમા વર્ષનો મૃત્યુયોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે એમ હતો. આઠ વર્ષની ઉંમરે પૂર્ણા નદીમાં સ્નાન કરતી વખતે મગરે તેમનો પગ પકજી લીધો હતો અને તેથી આ મૃત્યુયોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા માતા પાસેથી મેળવી લીધી. આમ આ આઠમા વર્ષના મૃત્યુયોગનું નિવારણ થયું. આઠમા વર્ષે સ્વયં પોતે વિરજાહોમ કરી સંસારનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની શોધમાં નીકળી પડ્યા

નર્મદા નદીના કિનારે ઓમકારનાથ નામના સ્થળે ગોવિન્દપાદ સ્વામી નામના મહાન યોગીએ તેમને શિષ્યરૂપે સ્વીકાર કરી બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન આપ્યું. શંકરે ગુરુ પાસેથી ફક્ત ત્રણ જ વર્ષમાં ત્રણેય પ્રકારના શ્રેષ્ઠ યોગઃ હઠયોગ, રાજયોગ અને જ્ઞાનયોગનું શિક્ષણ મેળવી યોગસિદ્ધિ મેળવી લીધી. સર્વ વિદ્યામાં પારંગત થયેલા શિષ્યને કાશી જવાનું જણાવી ગુરુએ કહ્યું હતું કે કાશીમાં સ્વયં ભવાનીપતિ શંકર તને દર્શન આપશે. આગળના કાર્ય માટે ભવાનીપતિ આદેશ આપે એ પ્રમાણે કાર્ય કરવાનું જણાવી ગુરુ ગોવિન્દપાદ યોગ બળે સમાધિ લઈ મહાનિર્વાણ પામ્યા.



ગુરુના આદેશાનુસાર શંકર કાશી આવ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલા ચંડાલ શંકરના માર્ગમાં આવ્યો. આ ચંડાલ સ્વયં ભવાની પતિ હતા અને ચાર ડાઘિયા કૂતરાઓ ચાર વેદનું પ્રતીક હતા. ચંડાલ સ્વરૂપે ઉપસ્થિત થઇ ભવાનીપતિએ શંકરની પરીક્ષા કરી અને શંકર રચિત મનીષાપંચક સાંભળી પ્રસન્ન થઈ મૂળ રૂપમાં પ્રગટ થઈ વેદનો પ્રચાર કરવા આદેશ આપ્યો.

ભવાનીપતિએ શંકરના માથે હાથ મૂકી કહ્યું હતું કે તું મારો અંશ છુ અને તારું કાર્ય વેદાન્ત ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવાનું છે, જે પૂર્ણ થયે તું સ્વયં મારામાં સમાઈ જઈશ. ભવાનીપતિએ શંકરને મહર્ષિ વ્યાસ રચિત બ્રહ્મ સૂત્ર પર ભાષ્ય રચના કરવા પણ જણાવ્યું. આ વખતે શંકરની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. આદેશાનુસાર શંકરે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહી બાર ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્‌ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, મનત્સુજાતીય એમ 16 પ્રસિદ્ધ ગ્રંથો પર ભાષ્ય રચના કરી. આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે અને એના પર ભાષ્યરચના કરનાર આચાર્ય ગણાય છે. આમ શંકર આચાર્ય બનતાં શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા.

હવે શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુનઃપર્તિષ્ઠા માટે ભારતભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર અને એમાં શાલિગ્રામોની પુનઃપર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો.

શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો.અત્યારે જે ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર  અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહત શંકરવીજય" નામનો ગ્રંથ લખેલ

 વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો હતો.


તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો  હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો હતો..

"નેપાલરાજા વંશાવલી" પ્રમાણે નેપાલના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા(ઈ. સ. પુર્વ 547-486)  હતા.રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ. સ.પુર્વ 5મી સદીમાં થાયા તે સાચુ છે.

 "જીનવીજય" નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ  ઇ. સ. પુર્વ 5મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ. સ. પુર્વ. 5મી સદીમાં બતાવે છે.  વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.

ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદ્ગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.

ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવવસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થસંવાદખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.

ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.

શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.

સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.

શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.

હવે, સંન્યાસી તૃતીય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થાય છે, જયાં સકળ સાધનાના સારરૂપ, સર્વ મંત્રના હાર્દરૂપ ઓમ્કાર (ૐ) ના નાદની સાધના કરવામાં આવે છે. આ જપ અને મંત્ર અંતત: ઘ્યાનમાં પરિણમે છે અને આ સંન્યાસી ઘ્યાનસ્થ થઇ જાય છે, જેને ‘હંસ’ કહેવામાં આવે છે. જયારે સંયમી આ કક્ષાએ પહોંચે છે ત્યારે, તે વેદાન્તગ્રંથોને સમજવા માટે પૂર્ણત: પરિપકવ બની ગયો હોય છે અને તેથી ‘પરમહંસ’ બની જાય છે.

યોગનાં સર્વ રૂપો અને સાધનાના પ્રભાવથી સુવ્યવસ્થિત થયેલો આવો સાધુ માત્ર વેદાન્તગ્રંથોનું અઘ્યયન કરવારૂપી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને આવા નિવૃત્ત પરમહંસ અંતે જીવન્મુકત જ્ઞાની બની રહે છે. સંન્યાસના આ ચતુર્વિધ ચરણોને વિવિદિષા સંન્યાસ કહે છે, જયારે વિદ્વત સંન્યાસ પણ હોય છે, જે માત્ર જ્ઞાનનિષ્ઠા માટે ધાર કરવામાં આવે છે અને અવધૂત મુકત રીતે અનંત જીવનમાં રમણ કરે છે.

આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે[૯] :

  • ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે જ્યોતિર્મઠ (ઉત્તરાખંડ)માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે.
  • ‘પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે પુરી (ઓરિસ્સા)માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
  • ‘દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે શ્રુંગેરી (કર્ણાટક)માં સ્થિત છે. શ્રુંગેરી શારદાપીઠમ્‌ તરીકે ઓળખાય છે.
  • ‘પશ્ચિમામન્ય મઠ’, અથવા પશ્ચિમ મઠ જે દ્વારકા (ગુજરાત)માં સ્થિત છે. દ્વારકાપીઠ તરીકે ઓળખાય છે.

શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.[૧૦]

કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.

આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ -૫ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. એક પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" -લેખક ઇન્દ્રવદન બી. રાવલ દ્વારા લખાયેલ છે. ગુજરાતી ભાષામાં શંકરાચાર્ય વિશેનું આ જૂઝ એવું લખાયેલ પુસ્તક છે. લેખક પોતે સંસ્કૃતના અધ્યાપક હતા. (જન્મ : ૨૪-૦૯-૧૯૩૭ અવસાન : ૧૭-૧૧-૨૦૧૭) વેરાવળની સોમનાથ કોલેજમાં ૪૦ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. આ પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી,અધ્યાપક માટે તો વાચવા લાયક છે, પરંતુ જે ગુજરાતી વાચકોને સંસ્કૃત નથી આવડતું તેને પણ આ પુસ્તક વાંચવું ગમે તેવું છે. આ પુસ્તક વાચવાની ઈચ્છા ધરાવનાર મો. ૯૮૭૯૯૬૭૦૧૫ પર સંપર્ક કરી શકે છે.


આદિ શંકરાચાર્ય એ ચાર મઠો ની સ્થાપના કરી હતી. ઉત્તર દિશા માં એમણે બદ્રિકાશ્રમ માં જ્યોર્તિમઠ ની સ્થાપના કરી હતી. પશ્ચિમ દિશા માં દ્વારિકા માં શારદામઠ ની સ્થાપના કરી હતી,  પૂર્વ દિશા માં જગન્નાથ પૂરીમાં ગોવર્ધન મઠ ની સ્થાપના કરી હતી. 

મઠો માં આદિ શંકરાચાર્ય થી અત્યાર સુધી ના જેટલા પણ ગુરુ અને એના શિષ્ય થયા છે એની ગુરુ-શિષ્ય પરંપરા નો ઈતિહાસ સંવરક્ષિત છે. 


જિન વિજય’ નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ ઇ.સ. પૂર્વ પમી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમરીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા


ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારામાં રેવાના પાવન તટમાં ‘ઓમકાર માંધાતા’ ગૃહાસ્થાને સચવાઇ રહેલું. જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનગર્ઠિત કર્યુ તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરૂદ્ધાર કર્યો.


ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યુ અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આચ્છાદિત થઇ ગઇ. શંકરે પ્રકૃતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માધ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરૂ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યો તે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.





16 May, 2021

Dr. Edward Jenner (ડૉ. એડવર્ડ જેનર)

 એડવર્ડ જેનર

શીતળાની રસીના શોધક



જન્મતારીખ: 17 મે 1749

જન્મસ્થળ: બર્કલે, ઇંગ્લેન્ડ, (U.K)

અવશાન: 26 જાન્યુઆરી 1823



હાલમાં કોરોનાને કાબુમાં લેવા માટે દુનિયાભરના સંશોધકો રસી સંશોધન પર કામ કરી રહ્યાં છે. એ રસીકરણની શરૂઆત સવા ત્રણસો વર્ષ પહેલાં એડવર્ડ જેનરે કરી હતી.

એડવર્ડ જેનર એક પ્રખ્યાત ચિકિત્સક હતા. તેનું નામ વિશ્વમાં એટલા માટે પ્રખ્યાત છે કારણ કે તેણે શીતળાની રસીની શોધ કરી હતી. 

એડવર્ડ જેનરની આ શોધ સાથે, લાખો લોકો શીતળા જેવા જીવલેણ રોગથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે.


જો એડવર્ડ જેનર ન હોત તો દર વર્ષે સમગ્ર વિશ્વમાં 15 મિલિયન લોકો શીતળાના કારણે મરી જતા. 

અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો

અઢારમી સદીમાં શીતળાના રોગની મહામારી વિશ્વભરમાં ફેલાઇ હતી  ખાસ કરીને યુરોપમાં. આ સમયે, બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરએ આ દર્દીઓની સારવાર કરવાનું વિચાર્યું. 

 ૧૭૯૬માં ઈંગ્લેન્ડના એ ડૉક્ટરને અચરજ થતું હતું કે બધાને 'શીતળા (સ્મોલપૉક્સ)'નો રોગ થાય છે, પણ આ દૂધ દેવા આવતી ભરવાડણ સારાહ નેમ્સને કેમ નથી ચેપ લાગતો? કોઈ સામાન્ય માણસ હોત તો એને આ પ્રશ્ન થયો જ ન હોત. પરંતુ એ તો વ્યવસાયે તબીબ હતો, તેને કારણ જાણવામાં દિલચસ્પી હતી.

ગાયનું દૂધ દોહીને વહેંચણી કરવા નીકળતી મહિલાની વધુ પૂછપરછ કરતાં જણાયુ કે તેને શીતળાનો રોગ નથી થતો પણ, કાઉપૉક્સ (ગાયના આંચળ પર થતો રોગ) થયો છે. એ જાણ્યા પછી તો તબીબને વધારે રસ પડયો.. કેટલાક દિવસ અવલોકન કર્યા પછી તબીબને સમજાયું કે જેને કાઉપૉક્સ થાય તેને કદાચ સ્મોલપૉક્સ નથી થતો. 

એ તો ધારણા હતી, સાબિતી વગર માની કેમ શકાય?

એટલે ડૉક્ટરે કાઉપૉક્સનું કેટલુંક મટિરિયલ લીધું. ૧૪મી મે (૧૭૯૬)ના દિવસે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષનાં બાળકના શરીરમાં કાઉપૉક્સના વાઈરસ એ રીતે દાખલ કર્યા કે જેથી એ રોગ લાગુ ન પડે. એ પછી થોડા દિવસ રહી બાળકના શરીરમાં સ્મોલપૉક્સના વાઈરસ પણ દાખલ કર્યા. એ પછી બાળકને શીતળાનો રોગ લાગુ પડવો જોઈએ. પણ પડયો નહીં. અલબત્ત, બાળકની તબિયતમાં એ દરમિયાન થોડા ચડાવ-ઉતાર આવ્યા હતા, પરંતુ અંતે એ સાજો થયો. એટલે એ ધારણા વધારે મજબૂત બની કે કાઉપૉક્સ હોય તેને સ્મોલપૉક્સનો ચેપ લાગતો નથી. 



માત્ર મજબૂત ધારણાના આધારે સારવાર થઈ શકતી નથી. એટલે તબીબે કુલ ૨૭ દરદી પર આ પ્રયોગ કરી જોયો. બધાના અંતે સરખું જ પરિણામ આવ્યું. એટલે પછી એ વાત પાક્કી થઈ કે શીતળાનું મારણ કાઉપૉક્સમાં રહેલું છે. આ વાત પાક્કી કરનાર તબીબનું નામ એડવર્ડ જેનર. રસીકરણ વિજ્ઞાાનની ટોચ પર બિરાજેલા મહારથી!

એ વખતમાં કોઈ પણ વાત વિજ્ઞાાન જગતમાં તો જ સ્વિકાર્ય બને જો બ્રિટનની 'રોયલ સોસાયટી' તેને સ્વીકારે. ૧૭૯૭માં એડવર્ડે સોસાયટીને આધાર-પુરાવા સાથે પત્ર લખ્યો પરંતુ સોસાયટીએ તેને સ્વીકાર્યો નહીં. એ વખતના સોસાયટીના પ્રમુખ ડૉ.જોસેફ બેન્ક એડવર્ડના સંશોધનનું મહત્ત્વ સમજી ન શક્યા. બીજા વર્ષે ૧૭૯૮માં જેનરે વધુ પુરાવા સાથે બીજો કાગળ લખ્યો. સાથે સાથે રસીકરણની એક નાનકડી પુસ્તીકા છપાવી (જેનું ટાઈટલ જોકે ૩૩ શબ્દોનું હતું!). સોસાયટી કોઈ પ્રકારનો સહકાર આપે એ પહેલા ગ્રામ્ય વિસ્તારથી લંડન ગયેલા જેનરને ત્યાંના એક-બે તબીબોએ ટેકો આપ્યો અને રસીકરણની પ્રક્રિયા આગળ વધી. પરિણામ એ આવ્યું કે ૧૮૦૦ની સાલ આવી ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડનીની તબીબી આલમ માનવા લાગી કે જેનરે શોધેલી પદ્ધતિ કામ કરે છે. 

જેનરની મેથડ ઈંગ્લેન્ડ બહાર નીકળી યુરોપના અન્ય દેશોમાં ફેલાઈ ગઈ. યુરોપભરના ડૉક્ટરો એડવર્ડને પત્ર લખી રસી મંગાવવા લાગ્યા, શીતળાના દરદીઓને આપવા લાગ્યાં અને ઠેર ઠેર તેનાં સારાં પરિણામો આવવા લાગ્યાં. એટલાન્ટિક પાર કરીને રસી અમેરિકા (ત્યારનું નામ ઃ ન્યુ ઈંગ્લેન્ડ) પહોંચી. થોમસ જેફરસન ત્યારે અમેરિકાના પ્રમુખ હતા અને તેમને આ રસીમાં બહુ રસ પડયો એટલે તેમણે તેનો વ્યાપક ઉપયોગ શરૂ કરાવ્યો. 

જોકે ઘણા નિષ્ણાતો એડવર્ડની આ પદ્ધતિથી ખફા હતા અને પ્રકૃત્તિમાં ખલેલ પહોંચાડનારી માનતા હતા. એ ધર્મગુરુઓ હતા. એમની માન્યતા હતી કે મૃત્યુ એ કુદરતે નક્કી કર્યું છે, એમાં રસીની સોય શા માટે ઘૂસાડવી જોઈએ! પરંતુ લોકોને એડવર્ડના સંશોધનમાં ધર્મગુરૂઓના પ્રવચન કરતાં વધુ વિશ્વાસ હતો.

શીતળાનો ઇતિહાસ દસેક હજાર વર્ષ પુરાણો છે. ઈજિપ્તના રાજવી રામસે પાંચમાનુ મમી ખોલ્યું, ત્યારે તેના ચહેરા પર પણ શીતળાના ચિહ્નો હતા. ચીનના પ્રાચીન ગ્રંથો અને આપણા સંસ્કૃત પાઠોમાં શીતળાનો ઉલ્લેખ છે. એટલે કે સદીઓ સુધી ધરતીના સાતેય ખંડો પર રાજ કરવાનું કામ આ રોગચાળાએ કર્યું હતું. પણ એડવર્ડ જેનરે શોધેલાં બે ટીપાંએ હજારો વર્ષ જૂનો શીતળાનો ઇતિહાસ મીટાવી દીધો.

એડવર્ડ જેનરે શીતળાની રસી બનાવી જેનાથી એ વખતે જગતમાં દર વર્ષે લગભગ ચાર લાખ લોકો મૃત્યુ પામતા હતા. ઈંગ્લેન્ડનાં તો પાંચ રાજવીઓ શીતળાને કારણે સ્વર્ગ-નર્કમાં પહોંચી ગયા હતા. ૧૭૨૧માં અમેરિકાના બૉસ્ટન શહેરમાં શીતળાનો રોગચાળો ફેલાતા શહેરની અડધી વસતીને ચેપ લાગ્યો હતો. જેને શીતળા થાય એ પૈકીના ત્રીજા ભાગના દરદી જીવ ગુમાવતા હતા અને જે જીવતા એ કદરૂપા બની જતાં. શીતળાના ચાંઠા તેની કાયાને કંચનમાંથી કથીર જેવી બનાવી દેતાં હતાં. ભારતમાં શીતળાનો ત્રાસ અને તેની માન્યતાઓ કંઈ અજાણી નથી.

એવા સંજોગો હતા ત્યારે એડવર્ડે માત્ર શીતળાની રસી શોધી એવુ નથી, રસીકરણની શરૂઆત જ તેમણે કરી. આજે વપરાતો શબ્દ 'વેક્સિનેશન' પણ તેમની જ દેન છે. લેટિન શબ્દ 'વાકા'નો અર્થ 'ગાયમાંથી આવેલું' એવો થતો હતો. તેના પરથી એડવર્ડે શબ્દ આપ્યો

વાઈરસ-બેક્ટેરિયા શરીરમાં ઘૂસીને કંઈ જ ન કરી શકે એવુ મજબૂત સુરક્ષા ચક્ર જગતને એડવર્ડે રસીકરણ દ્વારા આપી દીધું. રસીકરણ સાથે સાથે એડવર્ડે 'ચેપમુક્તિ (ઇમ્યુનાઈઝેશન)'નો પાયો પણ નાખ્યો હતો. આજનું મેડિકલ સાયન્સ આ પાયાઓ પર ઉભું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતાને અને મોટું થતું થાય તેમ બાળકને વિવિધ પ્રકારની રસી આપીને શરીરમાં રહેલા રોગચાળા સામે લડનારા સૈન્યને તૈયાર કરવામાં આવે છે, એ વાત આજે જગવ્યાપી છે.



 ત્યારબાદ જેનરે આ પ્રયોગનો ઉપયોગ તેના દર્દીઓને શીતળાથી બચાવવા માટે કર્યો હતો. આ પછી, આ પદ્ધતિએ રસી બનાવવાનો માર્ગ મોકળો કર્યો, અને માનવજાતને ઘણા જીવલેણ રોગચાળાઓથી આઝાદી મળી. 

શીતળા હવે વિશ્વભરમાં સંપૂર્ણપણે દૂર થઈ ગયું છે. જેનો શ્રેય એડવર્ડ જેનરને જાય છે.

એડવર્ડ જેનરનો જન્મ 17 મે 1749 ના રોજ ઇંગ્લેન્ડના બર્કલેમાં થયો હતો. તેમના પિતા રેવરેન્ડ સ્ટીફન જેનર બર્કલેના પાદરી હતા, 

તેમણે પ્રારંભિક શિક્ષણ 13 વર્ષની ઉંમરે બ્રિસ્ટોલ નજીકના સુડબરી નામના એક નાનકડા ગામમાં કર્યું હતું, અને ત્યારબાદ તે 21 વર્ષના થયા ત્યાં સુધી લંડનના સર્જન જ્હોન હન્ટરની દેખરેખ હેઠળ અભ્યાસ કર્યો હતો. 

 તેમના પિતા એક પાદરી હતા, જેના કારણે તેમનું શિક્ષણનો મૂળભૂત પાયો પણ મજબૂત હતો.



લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં તેની ટ્રાયલ પૂર્ણ કર્યા પછી, જેનર તેના ગામમાં ગયા અને તેની પ્રેક્ટિસ શરૂ કરી. 

 


1803 માં શીતળાની રસી ફેલાવવા માટે રોયલ જેનરિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેમના કાર્યને માન્યતા આપવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેમને એમ.ડી.ની ઓનર્સ ડિગ્રીથી નવાજ્યા. 

1822 માં તેમણે 'અમુક રોગોમાં કૃત્રિમ વિસ્ફોટની અસર' પર એક નિબંધ પ્રકાશિત કર્યો અને બીજા વર્ષે રોયલ સોસાયટીમાં 'બર્ડ સ્થળાંતર' પર એક નિબંધ લખ્યો. 

બ્રિટિશ સરકારે એડવર્ડના કામની કદર કરીને મોટી રકમનું પેન્શન બાંધી આપ્યું હતું. એડવર્ડને તેમના ગુરુ ડૉ.જોન હન્ટરે બહુ પહેલા સલાહ આપી હતી કે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સાયન્સની વધારે જરૂર છે. માટે રસીકરણના માંધાતા તરીકે પ્રસ્થાપિત થયા પછી એડવર્ડ પોતાના વતન ગ્લોસ્ટશાયરમાં જતા રહ્યા હતા અને ત્યાં જ સારવાર કરતા હતા. તેમને પ્રસિદ્ધિની ખાસ પરવા ન હતી. પોતાના ઘરના ગાર્ડનમાં જ તેમણે એક ઝૂંપડી બનાવી હતી, જેને 'ટેમ્પલ ઑફ વેક્સિનીઆ' નામ આપ્યું હતું. ત્યાંથી એ સારવાર કરતાં અને ગરીબોને વિનામૂલ્યે રસી આપતા હતા. 



26 જાન્યુઆરી 1823 ના રોજ બર્કલેમાં તેમનું અવસાન થયું.


એડવર્ડ જેનરે સમૂહ સમુદાયના આક્ષેપો પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. તેણે શીતળાના ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો અને આ હેતુ માટે તેમણે ગાય-શરદીથી પીડાતા દર્દીઓના પ્રવાહી એકત્રિત કરવા માટે તેમનો સમય પસાર કરવો શરૂ કર્યો. આમ જેનરે પ્રવાહીમાંથી એન્ટી સ્મોલપોક્સ ઇન્જેક્શનની શોધ કરી જે સફળ સાબિત થઈ અને ધીરે ધીરે જેનરની યશોગાથા બધે જ મળવા લાગી.

 લોકો શીતળાના પ્રકોપથી બચવા માટે તેમના દ્વારા શોધાયેલ રસીઓ લાગુ કરવાનું શરૂ કરી દીધાં. 

રસીની શોધ પછી સમગ્ર વિશ્વમાં રસી રજૂ કરવામાં આવી હતી અને જેનરની શોધ પ્રખ્યાત થવા લાગી હતી. તે પછી ઘણા દેશોએ તેમનું સન્માન કર્યું.

 1802 અને 1806 માં બ્રિટિશ સંસદે જેનરને ઘણા પૈસા આપી સન્માનિત કર્યા હતા.


એડવર્ડ જેનર દ્વારા શોધાયેલી શીતળાની રસીનું પરિણામ એ છે કે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં શીતળા જેવા જીવલેણ જીવલેણ રોગથી મુક્તિ મળી છે. 


1967માં 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ'ને આખા જગતમાં જ્યાં ક્યાંય શીતળા હોય તેને મુક્ત કરવા જગવ્યાપી રસીકરણ ઝૂંબેશ આદરી. તેના પરિણામ સ્વરૂપે 1980માં જગતને શીતળામુક્ત જાહેર કરવામાં આવ્યું.

હેલ્થ ઑર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે એડવર્ડના સંશોધનથી જેટલા જીવ બચી શક્યા એટલા બીજા કોઈ પ્રયાસથી નથી બચ્યા!

શીતળાના બે પ્રકાર, વારિઓલા માઈનોર (ઓછો ગંભીર) અને વારિઓલા મેજર (અતી ગંભીર). મેજરનો છેલ્લો કેસ ૧૯૭૫માં બાંગ્લાદેશમાં નોધાયો હતો. રાહીમા બાનુ નામની બે વર્ષની બાળકીને કુદરતી રીતે આ રોગ લાગુ પડયો હતો અને મેડિકલ સાયન્સના ઇતિહાસ મુજબ એ છેલ્લી દરદી હતી. એ વખતે રાહીમાને તેની માતા સાથે નજરકેદ રખાઈ હતી. બાળકી બહાર ન નીકળે અને શીતળા ફેલાય નહીં એ માટે સાજી થઈ ત્યાં સુધી તેના ઘરે ચોવીસ કલાક પહેરો ભરાતો હતો!

વારિઓલા માઈનોરનો કિસ્સો ૧૯૭૭માં સોમાલિયામાં નોંધાયો હતો. અલિ માલિન નામના વ્યક્તિને શીતળા જણાયા પછી અને સારવાર થઈ હતી અને છેક ૨૦૧૩માં તેમનું વળી મલેરિયાથી નિધન થયું હતુ! શીતળાથી થયેલું છેલ્લુ અવસાન ઇંગ્લેન્ડની જેનેટ પાર્કરનું હતું. એ મહિલાની સારવાર થઈ શકે એ પહેલા જ ૧૯૭૮ની ૧૧મી સપ્ટેમ્બરે તેનું મોત થયુ હતુ. તેની સાથે રહેતી તેની માતાને પણ શીતળાનો ચેપ લાગ્યો હતો, પરંતુ એ સાજા થઈ શક્યા હતા. હવે આપણી ધરતી છેલ્લા ચાર દાયકાથી તો શીતળાથી સંપૂર્ણ મુક્ત છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. ૧૭૨૧માં એમેરિકાના બોસ્ટન શહેરની  અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.

૧૮૦૦થી ૧૯૪૭ સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે ૧૯૭૭માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.


શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુકત કરાવનાર અને વિશ્વને રસી આપનાર એડવર્ડ જેનરને તેમની જન્મ જયંતિ એ સો સો સલામ


  

13 May, 2021

પરશુરામ જયંતિ

 પરશુરામ જયંતિ




દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસને પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.

ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે, માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |
                      कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||

આ શ્લોક મુજબ પરશુરામ એ સાત ચિરંજીવીઓમાના એક છે અને તેના કારણે જ તે રામાયણ અને મહાભારત બંન્નેમાં જોવા મળે છે.

ભગવાન પરશુરામના જન્મની સાથે બે દંતકથાઓ પ્રચલિત છે. હરિવંશપુરાણ અનુસાર તેમાંથી એક કથા આ પ્રકારે છે –

પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈયયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતુ. તે વધારે અભિમાની હતો અને અત્યાચારી પણ. એક વખત અગ્નિદેવે તેને ભોજન કરાવવાનો આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે આપ જ્યારથી ઈચ્છો, ભોજન પ્રાપ્ત કરી શકો છો. બધે મારું જ રાજ છે. ત્યારે અગ્નિદેવે વનોને બાળવાનું શરૂ કરી દીધું. એક વનમાં ઋષિ આ પણ વન તપસ્યા કરી રહ્યા હતા.

અગ્નિએ તેના આશ્રમને પણ બાળી દીધો. તેનાથી ક્રોધિત થઈને ઋષીએ સહસ્ત્રબાહુને શ્રાપ દીધો કે ભગવાન વિષ્ણુ, પરશુરામના રૂપમાં જન્મ લેશે અને ન માત્ર સહસ્ત્રબાહુનો પણ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ શ્રાપના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિને પાંચ પાંડવ પુત્રોના રૂપમાં જન્મ લીધો.

એક અન્ય કથા અનુસાર જ્યારે ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધારે થવા લાગ્યો તો પૃથ્વી માતા ગાયના રૂપમાં ભગવાન વિષ્ણુની પાસે ગઈ અને અત્યાચારીઓનો નાશ કરવાનો આગ્રહ કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પૃથ્વીને વચન આપ્યું કે તે ધર્મની સ્થાપના કરવા માટે મહર્ષિ જમદગ્નિના પુત્રના રૂપમાં અવતાર લઈ અત્યાચારિઓનસર્વનાશ કરશે.

મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી. અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.. તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે.


પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ ક્ષત્રિય ગુણોથી ભરેલા હતા, તે ખુબ જ ક્રોધી હતાઅ.  તેમણે ક્રોધમાં આખી પૃથ્વીને 21 વખત પૃથ્વીને ક્ષત્રીય વિહોણી કરી હતી.  દરેક વખતે ફક્ત ગર્ભસ્થ બાળકોને જ બાકી રાખતા.

પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો.

ભગવાન શંકરની તપસ્યા કરવાથી શિવજી દ્વારા અમોઘ અસ્ત્ર "પરશુ" આપવામાં આવ્યું હતું  પરિણામે તેમનું નામ રામ પરથી પરશુરામ રાખવામાં આવ્યું છે.  પરશુ એટલે  કુહાડી

પરશુરામનો ક્રોધ અને બહાદુરી ખૂબ પ્રખ્યાત છે. પરશુરામ  શિવજીના પ્રખર ભક્ત હતા તેમણે "શિવ પંચવર્વિનશમ્ સ્તોત્ર" ની રચના કરી હતી. 

તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરના માનપુર ગામના જાનાપાવ પર્વત પર થયો હોવાનું માનવામાં આવે છે.

તે ઋષિ જમદ્ગ્નિ અને રેણૂકાના પુત્ર હતા. મહર્ષી ઋચિક પરશુરામના દાદા હતા.

 

સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. પ્રચલિત કથાઓમાં જણાવ્યા પ્રમાણે એકવાર મહિષ્મતી દેશના રાજા કાર્તવીર્ય અર્જુન(સહસ્ત્રાર્જુન ) યુદ્ધ જીતીને જમદગ્નિ મુનિના આશ્રમ પાસેથી નિકળ્યો. ત્યારે થોડો આરામ કરવા માટે તે જમદગ્નિના આશ્રમમાં રોકાઈ ગયો. તેને જોયું કે કામધેનુ ગાયે ઘણી સરળતાથી આખી સેના માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી છે, ત્યારે કાર્તવીર્ય અર્જુને લાલચ જાગી અને જમદગ્નિ પાસે ગાયની માંગણી કરી પરંતુ જમદગ્નિએ તેમ કરવાની ના પાડી ત્યારે કામધેનુના વાછરડાંને તે પોતાની સાથે બળપૂર્વક લઈ ગયો. જ્યારે આ વાત પરશુરામે જાણી તો તેમને કાર્તવીર્યની એક હજાર ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી નાખ્યો. કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેના પુત્રોએ જમદગ્નિ મુનિનો વધ કરીને લીધો. ક્ષત્રિયોનું આ નિમ્ન કામ જોઈને ભગવાન પરશુરામ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને કાર્તવીર્ય અર્જુનના બધા પુત્રોનો વધ કરી નાખ્યો. જે-જે ક્ષત્રિય રાજાઓએ તેમનો સાથ આપ્યો, પરશુરામે તેમનો પણ વધ કરી નાખ્યો

માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી..

પરશુરામે મહાભારતના મહાન યોદ્ધાઓ ભિષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્ર વિદ્યા શીખવી હતી.

તે  ફક્ત બ્રાહ્મણોને જ વિદ્યા શીખવતા હતા. કર્ણ વિશે જાણવા મળતાં કે તે ખરેખર ક્ષત્રિય છે,ત્યારે  તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે  જરૂર પડશે ત્યારે તે વિદ્યા ભૂલી જશે.

 રામાયણમાં, ભગવાન રામ દ્વારા જ્યારે સીતાના સ્વયંવરમાં શિવજીના પિનાક ધનુષને તોડવામાં આવે છે ત્યારે પરશુરામ ખૂબ ગુસ્સે થયા. સ્વયંવરમાં ધનુષ તોડતાં પરશુરામ શ્રી રામને પહેલી વાર મળ્યા.

પરશુથી શ્રીગણેશનો એક દાંત કાપી નાખ્યો હતો :- બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવ્યા પ્રમાણે એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા ત્યારે ભગવાન શિવ ધ્યાનમાં બેઠાં હતાં. શ્રીગણેશે પરશુરામને શિવજીને મળવા ન દીધાં. આ વાતે ક્રોધિત થઈને પરશુરામે પરશુ(કુહાડી-ફરસુ)થી શ્રીગણેશ પર વાર કર્યો. આ પરશુ ભગવાન શિવે જ આપ્યું હતું. તેથી શ્રીગણેશ આ પરશુના વારને ખાલી જવાં દેવાં માંગતા ન હતાં એટલા માટે તેમને એ પરશુનો વાર પોતાના દાંત પર ઝીલી લીધો. આ કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી શ્રીગણેશજીને એકદંત કહેવામાં આવે છે.

પરશુરામ પોતાના શિષ્ય ભીષ્મને પરાજીત કરી શક્યાં ન હતાં :- મહાભારતમાં જણાવ્યા અનુસાર ભીષ્મ પિતામહ પરશુરામના જ શિષ્ય હતાં. ભીષ્મ કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાના નાના ભાઈ વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવવા માટે હરણ કર્યું હતું. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે રાજા શાલ્વને પ્રેમ કરે છે, ત્યારે ભીષ્મએ તેને છોડી દીધી, પરંતુ શાલ્વએ અંબાનો અસ્વીકાર કરી દીધી. જ્યારે અંબાએ આ વાત પરશુરામને જણાવી તો તેમને ભીષ્મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. ભીષ્મએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે તેમને આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મે વાત ન માની તો પરશુરામ ભીષ્મ સાથે યુદ્ધ કરવા લાગ્યાં. યુદ્ધ વિનાશકારી ન બને તે માટે પિતૃઓએ પરશુરામને અસ્ત્ર ન ચલાવવાનું કહ્યું, ત્યારે પરશુરામે વાત માની લીધી. આ રીતે યુદ્ધમાં કોઈની હાર કે કોઈની જીત ન થઈ.

પરશુરામ એ ક્ષત્રિય વધ માટે જે યુદ્ધ કર્યા. તેના દ્વારા તેમને સંપૂર્ણ પૃથ્વી પર સ્વામિત્વ પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી તેમને અશ્વમેધ યજ્ઞનો પણ અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. ત્યારે તેમણે સર્વ તીર્થસ્થાનોમાં સ્નાન કરીને પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞની સુવર્ણ વેદી દસ વાવ (માપવા માટે પ્રાચીન કાલીન પરિમાણ જે પાંચ હાથ અથવા છ ફૂટ લાંબુ હોય છે.) પહોળી અને નવ વાવ ઊંચી હતી. અંતમાં આ યજ્ઞના અધ્વર્યુ (યજ્ઞને સંપાદન કરનારા) કશ્યપઋષિને પરશુરામજીએ સર્વ ભૂમિ દાન કરી દીધી. મહર્ષિ કશ્યપ આ વાત જાણતા હતા કે જો પરશુરામ આ ભૂમિ પર રહેશે તો ક્ષત્રિય કુળનો ઉત્કર્ષ નહીં થાય, તેથી તેમણે પરશુરામને કહ્યું – ‘હવે આ ભૂમિ પર મારો અધિકાર છે, તમે અહીં ન રહી શકો’. ત્યારે પરશુરામે સમુદ્રને ખસેડીને પોતાનું ક્ષેત્ર નિર્માણ કર્યું. વૈતરણાથી કન્યાકુમારી સુધીના ભૂખંડને પરશુરામક્ષેત્રની સંજ્ઞા આપવામાં આવી છે.

10 May, 2021

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ( National Technology Day)

 રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ




દર વર્ષે ૧૧ મેના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે.

 આજના દિવસે દેશમાં તકનીકી ક્રાંતિ આવી હતી. 

 1998 માં ભારતીય સૈન્યએ પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરમાણું પરીક્ષણનો શ્રેય  એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીને જાય છે.



 ઓપરેશન શક્તિને પણ આજે જ પૂર્ણ કરાયું હતું



અટ્લ બિહારી વાજપેયી એ દુનિયાના દિગ્ગજ દેશો તેમાય ખાસ કરીને અમેરિકાના ડરને એકબાજું પર મૂકીને પોખરણમાં પરમાણુ રીક્ષણ (1998) કર્યો   અમેરિકાને પરમાણુ પરીક્ષણની ખબર પડશે તો દબાવ આવશે અમેરિકાને ખબર ના પડે તેથી પરીક્ષણ સાથે જોડાયેલ એન્જિનિર્યર્સને પણ આર્મીના ડ્રેસમાં ત્યાં મોકલ્યા હતા તેમની રણનીતિ સફળ રહી તેમને અમેરિકાની સીઆઈએને ગંધ પણ આવવા દીધી નહતી દેશને દુનિયાને ગણ્યાગાઠ્યા પરમાણુ સંપન્ન દેશમાં સામેલ કરી દીધો .. આ પરમાણુ પરિક્ષણથી ભારત પરમાણુ ક્લબ દેશોમાં સામેલ થનાર દુનિયાનો છઠ્ઠો દેશ બની ગયો હતો.

ભારતે પરમાણુ ટેસ્ટ ખુબ જ ગુપ્ત રીતે કર્યો હતો. 1995માં ભારતના પ્રયાસની અમેરિકાના જાસુસોને જાણકારી મેળવી લીધી અને દબાણમાં ભારતે પોતાનું પરિક્ષણ ટાળ્યું હતું. આથી 1998માં ભારતે પરિક્ષણનું  સ્થળ ભારતીય સૈન્યની મદદથી કર્યુ જેમા અબ્દુલ કલામ અને તેમની ટીમે સૈન્ય અધિકારી તરીકે મહિનાઓ સુધી વીઝીટ કરી અને પરિક્ષણને સફળ બનાવ્યું. 

11 મે 1998ની સવારે થારના રણમાં પોખરણ ખાતે પરિક્ષણ કર્યુ જેમા ભારતે 58 કિલો ટન ક્ષમતાના પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતુ જે જાપાન પર ફેકવામાં આવેલ પરમાણું બોમ્બ લીટલ બોયથી ચાર ગણી શક્તિશાળી હતો.



પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજીમાં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ મિસાઇલનું પરીક્ષણ, સ્વદેશી વિમાન હંસ-૩નું પરીક્ષણ-ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.

ભારતના પરમાણું ટેસ્ટની ખુફિયા યોજના હતી, પરંતુ 1995 માં અમેરિકન જાસૂસને તે શોધી લીધી હતી. દબાણના કારણોસર ભારતની પરીક્ષણ પર દબાણ વધતાં તે કેન્સલ કર્યું હતું. પરતું એપીજે અબ્દુલ કલામ અને તેમની ટીમે પરીક્ષણ કરવા મન બનાવ્યું હતું. તે પછી કલામ અને તેમની ટીમોની ધડાકાના સ્થળોએ અનેકવાર દોડધામ કરી. સૈન્ય અધિકારીઓના રૂપમાં સાથે એક મહિના સુધી ત્યાં જ આવી રહ્યા હતા. ડો એ.પી.જે.અબ્દુલ કલામ અને તેમની ટીમે 1998 માં ટેસ્ટના પાંચ ભાગ વિસ્ફોટ થયાં, જેની ગુપ્તતા એટલી કે કોઈને પણ જાણ ના થઈ

પરીક્ષણ પછી અટલ બિહારી વાયપેયી ભારતના પરમાણુ શક્તિથી પ્રસિદ્ધ થયા. તે પછી તે ભારતની પરમાણુ સંપન્ન  દેશની સૂચિમાં શામેલ થયો જેમાં છઠ્ઠો દેશ બન્યો છે જેથી 11 મે 1999ના સમયથી પ્રથમ નેશનલ ટેક્નોલૉજી ડે મનાવવાની શરૂઆત થઈ.



રાજસ્થાનના જેસલમેરથી 140 કિલમીટર દૂર લોહારકી ગામ પાસે મલકા ગામમાં 18મે 1974ના રોજ ભારતે દુનિયાની સામે પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 18મેના રોજ મલકા ગામમાં એક સૂકા કુવામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે દુનિયામાં શાંતિ વ્યવસ્થા માટે દેશનું પહેલું પરમાણુ પરીક્ષણ પોખરણમાં કર્યું હતું. આ મિશનને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું નામ ‘બુધ્ધા સ્માઇલ’ આપ્યું હતું કારણ કે તે દિવસે બુધ્ધ પૂર્ણિમા હતી

ટેકનોલોજી - એક જટિલ એન્જિનિયરિંગ અને વૈજ્ઞાનિક જ્ઞાન છે

ભારતે છેલ્લા 50 વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અદ્વિતિય સિદ્ધિઓ મેળવી છે. ટેક્નોલોજીના કારણે આજે વિશ્વ વર્ચ્યુઅલ મોડ અને ઇન્ટેલેંજી મોડ પર આવી ગયુ છે. આજે ડ્રાઇવર લેસ કાર અને વિમાનો ઉડે છે, ઇંટેલિજંસ રોબોર્ટ કાર્ય કરે છે, સુપર ફાસ્ટ કોમ્પ્યુટરો કાર્યરત છે, સંદેશા વ્યવહારમાં 4G થી 5G સુધીની સફર ખેડી છે, તમામ ક્ષેત્રે ટેક્નોલોજીએ સ્થાન મેળવ્યું છે.

ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં અનેક વૈજ્ઞાનિકોનું યોગદાન છે જેમા સી.વી.રામન, વિશ્વિશ્વરૈયા, રાજા રમન્ના, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઇ, સતીશ ધવન, હોમી ભાભા, કે.સીવન, સામ પિત્રોડા વગેરે, મહિલાઓમાં જાનકી અમ્મા, ચેટર્જી, ઇંદિરા આહુજા, શકુંતલા દેવી, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા વગેરે, 

આજે ભારતે ટેક્નોલોજીના સહારે આર્યભટ્ટ થી ગગનયાન સુધીની સફર ખેડી છે જેમા અનેક વૈજ્ઞાનિકો,એંજીનિયરોનો ફાળો છે. ઇસરો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, શ્રી હરિ કોટા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેવી સંસ્થાઓએ પણ ફાળો આપ્યો છે. 

આજે ભારત કૃષિ, દવા, સ્પેસ, આર્મી, સૈન્ય, હવાઇ દળ, નૌકાદળ, સબમરિન, ફાઇટર પ્લેન, લોંચ વ્હિકલ, ઉપગ્રહ, સંદેશા વ્યવહાર, ઉર્જા, મોબાઇલ, કોમ્પ્યુટર, મિસાઇલ, રોકેટ, બાયો મેડિકલ, બાયો ટેક્નોલોજી જેવા દરેક ક્ષેત્રમાં આગળ છે તેનું કારણ છે ટેકનોલોજી.


વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે કરેલ વિકાસ વિશે જાણવા અહી ક્લિક કરો.