ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે
વિશ્વભરમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમે વર્ષ 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શરૂઆત કરી હતી. ત્યાર બાદથી દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવામાં આવે છે
2012માં 129 દેશના 30000 જેટલા મ્યુઝીયમો એ ભાગ લીધો હતો.
આ ખાસ દિવસને મનાવવાનો હેતુ સમાજને સંગ્રહાલયના મહત્ત્વ વિશે જાગૃત કરવાનો છે.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યૂઝિયમ (આઇકોમ) ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી વસ્તુઓનો સંગ્રહ કરનાર મુખ્ય સંગઠન છે.
આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સંંગ્રહાલય દિવસની થીમ
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મનાવવા માટે એક ખાસ થીમ બનાવે છે.
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2015ની થીમ : 'Museums for a sustainable society'
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2016ની થીમ : 'Museums and Cultural Landscapes'
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2017ની થીમ : 'Museums and contested histories : Saying the unspeakable in museums'
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2018ની થીમ : 'Hyperconnected museums: New approaches, new publics'
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2019ની થીમ : 'Museums as Cultural Hubs : The future of tradition'
- આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2020ની થીમ : 'Museums for Equality: Diversity and Inclusion'
-આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વર્ષ 2021ની થીમ : The Future of Museums: Recover and Reimagine.
ગુજરાતના ભવ્ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે
ગુજરાતમાં આવેલ વિવિધ મ્યુઝીયમો
કચ્છ મ્યુઝીયમ (કચ્છ)- ગુજરાતનું સૌથી જૂનુ મ્યુઝીયમ
દરબાર હોલ મ્યુઝીયમ ((જૂનાગઢ)
જૂનાગઢ મ્યુઝીયમ (જૂનાગઢ)
વોટસન મ્યુઝીયમ (રાજકોટ)
બાર્ટન મ્યુઝીયમ (ભાવનગર) - પુસ્તકાલય
ગાંધી સ્મૃતિ (ભાવનગર) - ગાંધીજીના જીવનને લગતી વસ્તુઓ
પુરાવસ્તુકીય મ્યુઝીયમ ((જામનગર) - પુરાતત્વ વસ્તુઓનો સંગ્રહ
પ્રભાસ પાટણ મ્યુઝીયમ (પ્રભાસ પાટણ) - પુરાતત્વ વસ્તુઓનો સંગ્રહ
ગાંધી મેમોરિયલ મ્યુઝીયમ (પોરબંદર) -
લોથલ મ્યુઝીયમ (કેંદ્ર સરકાર દ્વારા ચાલતુ ચાલતુગુજરાતનું એક માત્ર મ્યુઝીયમ) જે સિંધુ અને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે.
- આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ ડાંગ જિલ્લામાં આવ્યું છે
- ગુજરાતના જામનગર શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે
- ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ છે
- ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? - સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
- ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? - અમરેલી (ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી)
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work