રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ
દર વર્ષે ૧૧ મેના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે.
આજના દિવસે દેશમાં તકનીકી ક્રાંતિ આવી હતી.
1998 માં ભારતીય સૈન્યએ પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરમાણું પરીક્ષણનો શ્રેય એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીને જાય છે.
ઓપરેશન શક્તિને પણ આજે જ પૂર્ણ કરાયું હતું
અટ્લ બિહારી વાજપેયી એ દુનિયાના દિગ્ગજ દેશો તેમાય ખાસ કરીને અમેરિકાના ડરને એકબાજું પર મૂકીને પોખરણમાં પરમાણુ રીક્ષણ (1998) કર્યો અમેરિકાને પરમાણુ પરીક્ષણની ખબર પડશે તો દબાવ આવશે . અમેરિકાને ખબર ના પડે તેથી પરીક્ષણ સાથે જોડાયેલ એન્જિનિર્યર્સને પણ આર્મીના ડ્રેસમાં ત્યાં મોકલ્યા હતા . તેમની રણનીતિ સફળ રહી . તેમને અમેરિકાની સીઆઈએને ગંધ પણ આવવા દીધી નહતી . દેશને દુનિયાને ગણ્યાગાઠ્યા પરમાણુ સંપન્ન દેશમાં સામેલ કરી દીધો .. આ પરમાણુ પરિક્ષણથી ભારત પરમાણુ ક્લબ દેશોમાં સામેલ થનાર દુનિયાનો છઠ્ઠો દેશ બની ગયો હતો.
ભારતે પરમાણુ ટેસ્ટ ખુબ જ ગુપ્ત રીતે કર્યો હતો. 1995માં ભારતના પ્રયાસની અમેરિકાના જાસુસોને જાણકારી મેળવી લીધી અને દબાણમાં ભારતે પોતાનું પરિક્ષણ ટાળ્યું હતું. આથી 1998માં ભારતે પરિક્ષણનું સ્થળ ભારતીય સૈન્યની મદદથી કર્યુ જેમા અબ્દુલ કલામ અને તેમની ટીમે સૈન્ય અધિકારી તરીકે મહિનાઓ સુધી વીઝીટ કરી અને પરિક્ષણને સફળ બનાવ્યું.
11 મે 1998ની સવારે થારના રણમાં પોખરણ ખાતે પરિક્ષણ કર્યુ જેમા ભારતે 58 કિલો ટન ક્ષમતાના પરમાણુ બોમ્બનું પરિક્ષણ કર્યું હતુ જે જાપાન પર ફેકવામાં આવેલ પરમાણું બોમ્બ લીટલ બોયથી ચાર ગણી શક્તિશાળી હતો.
પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજીમાં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ મિસાઇલનું પરીક્ષણ, સ્વદેશી વિમાન હંસ-૩નું પરીક્ષણ-ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
ભારતના પરમાણું ટેસ્ટની ખુફિયા યોજના હતી, પરંતુ 1995 માં અમેરિકન જાસૂસને તે શોધી લીધી હતી. દબાણના કારણોસર ભારતની પરીક્ષણ પર દબાણ વધતાં તે કેન્સલ કર્યું હતું. પરતું એપીજે અબ્દુલ કલામ અને તેમની ટીમે પરીક્ષણ કરવા મન બનાવ્યું હતું. તે પછી કલામ અને તેમની ટીમોની ધડાકાના સ્થળોએ અનેકવાર દોડધામ કરી. સૈન્ય અધિકારીઓના રૂપમાં સાથે એક મહિના સુધી ત્યાં જ આવી રહ્યા હતા. ડો એ.પી.જે.અબ્દુલ કલામ અને તેમની ટીમે 1998 માં ટેસ્ટના પાંચ ભાગ વિસ્ફોટ થયાં, જેની ગુપ્તતા એટલી કે કોઈને પણ જાણ ના થઈ
પરીક્ષણ પછી અટલ બિહારી વાયપેયી ભારતના પરમાણુ શક્તિથી પ્રસિદ્ધ થયા. તે પછી તે ભારતની પરમાણુ સંપન્ન દેશની સૂચિમાં શામેલ થયો જેમાં છઠ્ઠો દેશ બન્યો છે જેથી 11 મે 1999ના સમયથી પ્રથમ નેશનલ ટેક્નોલૉજી ડે મનાવવાની શરૂઆત થઈ.
રાજસ્થાનના જેસલમેરથી 140 કિલમીટર દૂર લોહારકી ગામ પાસે મલકા ગામમાં 18મે 1974ના રોજ ભારતે દુનિયાની સામે પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 18મેના રોજ મલકા ગામમાં એક સૂકા કુવામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતે દુનિયામાં શાંતિ વ્યવસ્થા માટે દેશનું પહેલું પરમાણુ પરીક્ષણ પોખરણમાં કર્યું હતું. આ મિશનને તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તેનું નામ ‘બુધ્ધા સ્માઇલ’ આપ્યું હતું કારણ કે તે દિવસે બુધ્ધ પૂર્ણિમા હતી
ટેકનોલોજી - એક જટિલ એન્જિનિયરિંગ અને વૈજ્ઞાનિક જ્ઞાન છે
ભારતે છેલ્લા 50 વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અદ્વિતિય સિદ્ધિઓ મેળવી છે. ટેક્નોલોજીના કારણે આજે વિશ્વ વર્ચ્યુઅલ મોડ અને ઇન્ટેલેંજી મોડ પર આવી ગયુ છે. આજે ડ્રાઇવર લેસ કાર અને વિમાનો ઉડે છે, ઇંટેલિજંસ રોબોર્ટ કાર્ય કરે છે, સુપર ફાસ્ટ કોમ્પ્યુટરો કાર્યરત છે, સંદેશા વ્યવહારમાં 4G થી 5G સુધીની સફર ખેડી છે, તમામ ક્ષેત્રે ટેક્નોલોજીએ સ્થાન મેળવ્યું છે.
ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં અનેક વૈજ્ઞાનિકોનું યોગદાન છે જેમા સી.વી.રામન, વિશ્વિશ્વરૈયા, રાજા રમન્ના, અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઇ, સતીશ ધવન, હોમી ભાભા, કે.સીવન, સામ પિત્રોડા વગેરે, મહિલાઓમાં જાનકી અમ્મા, ચેટર્જી, ઇંદિરા આહુજા, શકુંતલા દેવી, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા વગેરે,
આજે ભારતે ટેક્નોલોજીના સહારે આર્યભટ્ટ થી ગગનયાન સુધીની સફર ખેડી છે જેમા અનેક વૈજ્ઞાનિકો,એંજીનિયરોનો ફાળો છે. ઇસરો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, શ્રી હરિ કોટા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જેવી સંસ્થાઓએ પણ ફાળો આપ્યો છે.
આજે ભારત કૃષિ, દવા, સ્પેસ, આર્મી, સૈન્ય, હવાઇ દળ, નૌકાદળ, સબમરિન, ફાઇટર પ્લેન, લોંચ વ્હિકલ, ઉપગ્રહ, સંદેશા વ્યવહાર, ઉર્જા, મોબાઇલ, કોમ્પ્યુટર, મિસાઇલ, રોકેટ, બાયો મેડિકલ, બાયો ટેક્નોલોજી જેવા દરેક ક્ષેત્રમાં આગળ છે તેનું કારણ છે ટેકનોલોજી.
વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે કરેલ વિકાસ વિશે જાણવા અહી ક્લિક કરો.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work