પરશુરામ જયંતિ
દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસને પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.
ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શક્તિ,પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે, માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.
આ શ્લોક મુજબ પરશુરામ એ સાત ચિરંજીવીઓમાના એક છે અને તેના કારણે જ તે રામાયણ અને મહાભારત બંન્નેમાં જોવા મળે છે.
ભગવાન પરશુરામના જન્મની સાથે બે દંતકથાઓ પ્રચલિત છે. હરિવંશપુરાણ અનુસાર તેમાંથી એક કથા આ પ્રકારે છે –
પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈયયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતુ. તે વધારે અભિમાની હતો અને અત્યાચારી પણ. એક વખત અગ્નિદેવે તેને ભોજન કરાવવાનો આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે આપ જ્યારથી ઈચ્છો, ભોજન પ્રાપ્ત કરી શકો છો. બધે મારું જ રાજ છે. ત્યારે અગ્નિદેવે વનોને બાળવાનું શરૂ કરી દીધું. એક વનમાં ઋષિ આ પણ વન તપસ્યા કરી રહ્યા હતા.
અગ્નિએ તેના આશ્રમને પણ બાળી દીધો. તેનાથી ક્રોધિત થઈને ઋષીએ સહસ્ત્રબાહુને શ્રાપ દીધો કે ભગવાન વિષ્ણુ, પરશુરામના રૂપમાં જન્મ લેશે અને ન માત્ર સહસ્ત્રબાહુનો પણ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ શ્રાપના ફળસ્વરૂપ ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિને પાંચ પાંડવ પુત્રોના રૂપમાં જન્મ લીધો.
એક અન્ય કથા અનુસાર જ્યારે ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધારે થવા લાગ્યો તો પૃથ્વી માતા ગાયના રૂપમાં ભગવાન વિષ્ણુની પાસે ગઈ અને અત્યાચારીઓનો નાશ કરવાનો આગ્રહ કર્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પૃથ્વીને વચન આપ્યું કે તે ધર્મની સ્થાપના કરવા માટે મહર્ષિ જમદગ્નિના પુત્રના રૂપમાં અવતાર લઈ અત્યાચારિઓનસર્વનાશ કરશે.
મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી. અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.. તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે.
પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ ક્ષત્રિય ગુણોથી ભરેલા હતા, તે ખુબ જ ક્રોધી હતાઅ. તેમણે ક્રોધમાં આખી પૃથ્વીને 21 વખત પૃથ્વીને ક્ષત્રીય વિહોણી કરી હતી. દરેક વખતે ફક્ત ગર્ભસ્થ બાળકોને જ બાકી રાખતા.
પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો.
ભગવાન શંકરની તપસ્યા કરવાથી શિવજી દ્વારા અમોઘ અસ્ત્ર "પરશુ" આપવામાં આવ્યું હતું પરિણામે તેમનું નામ રામ પરથી પરશુરામ રાખવામાં આવ્યું છે. પરશુ એટલે કુહાડી
પરશુરામનો ક્રોધ અને બહાદુરી ખૂબ પ્રખ્યાત છે. પરશુરામ શિવજીના પ્રખર ભક્ત હતા તેમણે "શિવ પંચવર્વિનશમ્ સ્તોત્ર" ની રચના કરી હતી.
તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરના માનપુર ગામના જાનાપાવ પર્વત પર થયો હોવાનું માનવામાં આવે છે.
તે ઋષિ જમદ્ગ્નિ અને રેણૂકાના પુત્ર હતા. મહર્ષી ઋચિક પરશુરામના દાદા હતા.
સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ
હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી. પ્રચલિત કથાઓમાં જણાવ્યા પ્રમાણે એકવાર મહિષ્મતી દેશના રાજા કાર્તવીર્ય અર્જુન(સહસ્ત્રાર્જુન ) યુદ્ધ જીતીને જમદગ્નિ મુનિના આશ્રમ પાસેથી નિકળ્યો. ત્યારે થોડો આરામ કરવા માટે તે જમદગ્નિના આશ્રમમાં રોકાઈ ગયો. તેને જોયું કે કામધેનુ ગાયે ઘણી સરળતાથી આખી સેના માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી છે, ત્યારે કાર્તવીર્ય અર્જુને લાલચ જાગી અને જમદગ્નિ પાસે ગાયની માંગણી કરી પરંતુ જમદગ્નિએ તેમ કરવાની ના પાડી ત્યારે કામધેનુના વાછરડાંને તે પોતાની સાથે બળપૂર્વક લઈ ગયો. જ્યારે આ વાત પરશુરામે જાણી તો તેમને કાર્તવીર્યની એક હજાર ભુજાઓ કાપી નાખી અને તેનો વધ કરી નાખ્યો. કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેના પુત્રોએ જમદગ્નિ મુનિનો વધ કરીને લીધો. ક્ષત્રિયોનું આ નિમ્ન કામ જોઈને ભગવાન પરશુરામ ખૂબ જ ક્રોધિત થયા અને તેમને કાર્તવીર્ય અર્જુનના બધા પુત્રોનો વધ કરી નાખ્યો. જે-જે ક્ષત્રિય રાજાઓએ તેમનો સાથ આપ્યો, પરશુરામે તેમનો પણ વધ કરી નાખ્યો
માતાને કલ્પાંત કરતાં જોઈ પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરી તેના દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યાં. પરશુરામે જોયું કે પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી બન્યા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયરહિત કરી. માતા રેણુકાએ પતિના મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી..
પરશુરામે મહાભારતના મહાન યોદ્ધાઓ ભિષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્ર વિદ્યા શીખવી હતી.
તે ફક્ત બ્રાહ્મણોને જ વિદ્યા શીખવતા હતા. કર્ણ વિશે જાણવા મળતાં કે તે ખરેખર ક્ષત્રિય છે,ત્યારે તેમણે કર્ણને શ્રાપ આપ્યો કે જરૂર પડશે ત્યારે તે વિદ્યા ભૂલી જશે.
રામાયણમાં, ભગવાન રામ દ્વારા જ્યારે સીતાના સ્વયંવરમાં શિવજીના પિનાક ધનુષને તોડવામાં આવે છે ત્યારે પરશુરામ ખૂબ ગુસ્સે થયા. સ્વયંવરમાં ધનુષ તોડતાં પરશુરામ શ્રી રામને પહેલી વાર મળ્યા.
પરશુથી શ્રીગણેશનો એક દાંત કાપી નાખ્યો હતો :- બ્રહ્મવૈવર્ત પુરાણમાં બતાવ્યા પ્રમાણે એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા ત્યારે ભગવાન શિવ ધ્યાનમાં બેઠાં હતાં. શ્રીગણેશે પરશુરામને શિવજીને મળવા ન દીધાં. આ વાતે ક્રોધિત થઈને પરશુરામે પરશુ(કુહાડી-ફરસુ)થી શ્રીગણેશ પર વાર કર્યો. આ પરશુ ભગવાન શિવે જ આપ્યું હતું. તેથી શ્રીગણેશ આ પરશુના વારને ખાલી જવાં દેવાં માંગતા ન હતાં એટલા માટે તેમને એ પરશુનો વાર પોતાના દાંત પર ઝીલી લીધો. આ કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી શ્રીગણેશજીને એકદંત કહેવામાં આવે છે.
પરશુરામ પોતાના શિષ્ય ભીષ્મને પરાજીત કરી શક્યાં ન હતાં :- મહાભારતમાં જણાવ્યા અનુસાર ભીષ્મ પિતામહ પરશુરામના જ શિષ્ય હતાં. ભીષ્મ કાશીરાજની પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાને પોતાના નાના ભાઈ વિચિત્રવીર્ય સાથે લગ્ન કરાવવા માટે હરણ કર્યું હતું. ત્યારે અંબાએ ભીષ્મને જણાવ્યું કે તે રાજા શાલ્વને પ્રેમ કરે છે, ત્યારે ભીષ્મએ તેને છોડી દીધી, પરંતુ શાલ્વએ અંબાનો અસ્વીકાર કરી દીધી. જ્યારે અંબાએ આ વાત પરશુરામને જણાવી તો તેમને ભીષ્મને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું. ભીષ્મએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે તેમને આજીવન બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભીષ્મે વાત ન માની તો પરશુરામ ભીષ્મ સાથે યુદ્ધ કરવા લાગ્યાં. યુદ્ધ વિનાશકારી ન બને તે માટે પિતૃઓએ પરશુરામને અસ્ત્ર ન ચલાવવાનું કહ્યું, ત્યારે પરશુરામે વાત માની લીધી. આ રીતે યુદ્ધમાં કોઈની હાર કે કોઈની જીત ન થઈ.
પરશુરામ એ ક્ષત્રિય વધ માટે જે યુદ્ધ કર્યા. તેના દ્વારા તેમને સંપૂર્ણ પૃથ્વી પર સ્વામિત્વ પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી તેમને અશ્વમેધ યજ્ઞનો પણ અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. ત્યારે તેમણે સર્વ તીર્થસ્થાનોમાં સ્નાન કરીને પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞની સુવર્ણ વેદી દસ વાવ (માપવા માટે પ્રાચીન કાલીન પરિમાણ જે પાંચ હાથ અથવા છ ફૂટ લાંબુ હોય છે.) પહોળી અને નવ વાવ ઊંચી હતી. અંતમાં આ યજ્ઞના અધ્વર્યુ (યજ્ઞને સંપાદન કરનારા) કશ્યપઋષિને પરશુરામજીએ સર્વ ભૂમિ દાન કરી દીધી. મહર્ષિ કશ્યપ આ વાત જાણતા હતા કે જો પરશુરામ આ ભૂમિ પર રહેશે તો ક્ષત્રિય કુળનો ઉત્કર્ષ નહીં થાય, તેથી તેમણે પરશુરામને કહ્યું – ‘હવે આ ભૂમિ પર મારો અધિકાર છે, તમે અહીં ન રહી શકો’. ત્યારે પરશુરામે સમુદ્રને ખસેડીને પોતાનું ક્ષેત્ર નિર્માણ કર્યું. વૈતરણાથી કન્યાકુમારી સુધીના ભૂખંડને પરશુરામક્ષેત્રની સંજ્ઞા આપવામાં આવી છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work