મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 May, 2021

મહારાણા પ્રતાપ (Maharana Pratap)

મહારાણા પ્રતાપ





શાસન કાળ
૧૫૬૮-૧૫૯૭
જન્મ
મે ૯૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ)
જન્મ સ્થળ
કુંભલગઢજુની કચેરીપાલીરાજસ્થાન
અવસાન
જાન્યુઆરી ૨૯૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ)

વંશ/ખાનદાન
સિસોદિયા સૂર્યવંશી,રાજપુત
પિતા
મહારાણા ઉદયસિંહ (બીજા)
માતા
મહારાણી જીવંતબાઈ (જયવંતા બાઇ)


મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧૫૪૦ના  રોજ રાજસ્થાનના  કુંભલગઢ માં થયો હતો. 
તેમના પિતાનું નામ મહારાણા ઉદય સિંહ દ્વિતીય હતું અને માતાનું નામ મહારાણી જીવંતબાઇ [જયવંતબાઇ] હતું. 

મહારાણા પ્રતાપનો જન્મ વીર હમીર બપ્પા રાવલ અને રાણા સાંગા જેવા શક્તિશાળી યોદ્ધાઓ દ્વારા શાસન કરાયેલા રાજવંશમાં થયો હતો.

મહારાણા પ્રતાપના કાળમાં દિલ્હી પર અકબરનું શાસન હતું. અને અકબરની નીતિ હિંદુ રાજાઓની શક્તિનો ઉપયોગ કરીને બીજાં હિંદુ રાજાને પોતાનાં નિયંત્રણ હેઠળ લાવવાનો હતો. ૧૫૬૭માં જયારે રાજકુમાર પ્રતાપને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો ત્યારે એની ઉંમર માત્ર ૨૭ વર્ષ હતી અને મોગલ સેનાએ ચિત્તોડને ચારે બાજુથી ઘેરી લીધું હતું !!!! એ સમયે મહારાણા ઉદયસિંહ મોગલો સાથે લડવાને બદલે ચિત્તોડ છોડીને ગોગુન્દા જતાં રહ્યાં. વયસ્ક પ્રતાપસિંહ ફરીથી ચિત્તોડ જઈને મોગલોનો સામનો કરવાં ઇચ્છતાં હતાં !!!! પરતું એના પરિવારે એને ચિત્તોડ જવાની મનાઈ ફરમાવી દીધી

ગોગુન્દામાં રહેતા, ઉદયસિંહ અને તેમના વિશ્વાસુ લોકોએ મેવાડની એક અસ્થાયી સરકારની રચના કરી હતી. ૧૫૭૨માં મહારાણા ઉદયસિંહ પોતાનાં પુત્ર પ્રતાપને મહારાણાનો ખિતાબ આપીને આપીને મૃત્યુ પામ્યા. મહારાણા ઉદયસિંહ, તેમના છેલ્લા સમયમાં, તેમની પ્રિય પત્ની રાની ભાટિયાની પ્રભાવ હેઠળ આવીને એનાં પુત્ર જગમાલને સિંહાસન પર બેસાડવા માંગતા હતાં. મહારાણા ઉદયસિંહના મૃત્યુ બાદ જ્યારે તેમના પાર્થિવશરીરને સ્મશાન સુધી લઇ જઈ રહ્યાં હતાં ત્યારે પ્રતાપ પણ એ અંતિમવિધિમાં જોડાયા જયારે પરંપરા પ્રમાણે, રાજ્તિલકના સમયે રાજકુમાર પ્રતાપને તેમના પિતાના શરીર સાથે જવાની મંજૂરી નહોતી. એનાથી ઉલટું એને રાજતિલકની તૈયારીમાં લાગેલું રહેવું પડતું હતું. પ્રતાપે આ રાજ્યપરિવારની પરંપરાને તોડી અને ત્યાર પછી પણ એમણે એ પરંપરા કયારેય ના નિભાવી

પ્રતાપે તેમના પિતાની છેલ્લી ઇચ્છા મુજબ પોતાના સાવકાભાઈ જગમલને રાજા બનાવવાનો નિર્ણય કર્યો પરંતુ મેવાડના વિશ્વાસપાત્ર ચુંડાવત રાજપૂતોએ જગમાલને સિંહાસન પર બેસાડવાને વિનાશકારી પગલું માનીને જગમાલને સિંહાસન છોડી જવાની ફરજ પાડી હતી. જગમાલને સિંહાસન છોડવામાં જારાય રસ નહોતો !!!! પરંતુ તે વેર લેવા માટે અજમેરમાં ગયો અને અકબરના સૈન્યમાં જોડાયો અને એને એના બદલામાં જહાજ્પુરની જાગીર મળી ગઈ

૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. મહારાણા પ્રતાપને તેમના જન્મસ્થળ અને ચિત્તોડનો કિલ્લો બોલાવતા હતા. મહારાણા પ્રતાપ તેમના પિતને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં

હલદીઘાટીનો મહાસંગ્રામ

૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી. મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી !!!! મહારાણા પ્રતાપની સેના પરાજિત તો ના થઇ પરંતુ મહારાણા પ્રયાપ ખુદ મોગલોના ઘેરામાં આવી ગયાં હતાં !!!!

મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો

મહારાણા ઉદયસિંહ બીજા મેવાડના શાસક હતા અને તેમની રાજધાની ચિત્તોડ હતી. મહારાણા પ્રતાપ તેમના ૨૫ ભાઇઓમાં સૌથી મોટાં હતા. તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યાં હતાં તેમને સિસોદિયા વંશના ૫૪મા રાજા કહેવામાં આવે છે.

મહારાણા પ્રતાપને બાળપણમાં કીકા તરીકે ઓળખવામાં આવતા હતા, તેમને આ નામ ભીલો પાસેથી મળ્યું હતું. તેમણે પોતાનો શરુઆતનો સમય ભીલો સાથે ગાળ્યો હતો.


 મહારાણા પ્રતાપ એક જ પ્રહારમાં ઘોડાઓ સહિત દુશ્મન સૈનિકોને કાપી નાખતા હતા


આજે પણ મહારાણા પ્રતાપની તલવાર, બખ્તર વગેરે, રાજવી પરિવારના સંગ્રહાલય ઉદયપુરમાં સલામત છે.

અકબરે કહ્યું હતું કે "જો રાણા પ્રતાપ મારી સામે નમન કરે તો તે ભારતના અડધા ભાગનો રાજા બનશે પણ અકબર રાજા રહેશે. પરંતુ મહારાણા પ્રતાપે કોઈની આધીનતા સ્વીકારવાની ના પાડી.


મહારાણા પ્રતાપના ઘોડા ચેતકનું એક મંદિર પણ છે, જે હજી પણ હલ્દી ખીણમાં સલામત છે.

જ્યારે મહારાણા પ્રતાપે મહેલોનો ત્યાગ કર્યો, ત્યારે લોહર જાતિના હજારો લોકો પણ તેમની સાથે ઘરેથી નીકળ્યા અને રાત-રાત રાણાની સેના માટે તલવારો બનાવી
એ જ સમાજને આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગારિયા લોહાર કહેવામાં આવે છે.
હું આવા લોકોને નમન કરું છું.

હલ્દી ખીણ યુદ્ધના 300 વર્ષ પછી પણ ત્યાંની જમીનમાં તલવારો મળી આવી.
1985 માં હલ્દી ખીણમાં તલવારોનો છેલ્લો સ્ટોક મળી આવ્યો હતો.

અકબર મહારાણાના મૃત્યુ પર પણ રડ્યા હતા.

હલ્દી ખીણમાં મેવાડનો આદિજાતિ ભીલ સમાજ
અકબરની સેના તેના તીરથી કચડી હતી, તે મહારાણા પ્રતાપને તેમનો પુત્ર માનતા હતા અને રાણા ભેદભાવ વિના તેમની સાથે રહેતા હતા.
આજે પણ ત્યાં બીજી બાજુ મેવાડ અને ભીલના શાહી પ્રતીક પર રાજપૂતો છે.

 મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાએ 26 ફૂટ નદી પાર કર્યા પછી શૌર્યગતિ મેળવી. તેનો એક પગ તોડ્યા પછી પણ તે નદી પાર કરી ગયો. આજે જ્યાં તેને ઈજા થઈ હતી, ત્યાં ઘોડી આમલી નામનું એક ઝાડ છે, જ્યાં ચેતક મરી ગયો, ત્યાં ચેતક મંદિર છે. રાણાનો ઘોડો ચેતક પણ ખૂબ શક્તિશાળી હતો


મિત્રો, તમે બધા મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિશે તો  સાંભળ્યું જ હશે, પણ તેમનો એક હાથી પણ હતો. જેનું નામ રામપ્રસાદ હતું.



રામપ્રસાદ હાથીનો ઉલ્લેખ છે અલ-બદાયુની, મોગલો હલ્દીઘાટીથી
જેણે યુદ્ધમાં લડ્યું હતું તે તેણે તેના એક ગ્રંથમાં કર્યું છે.
જ્યારે  અકબરે મહારાણા પ્રતાપ ઉપર ચડાઇ કરી પછી તેને બે વસ્તુઓ 
કેદ કરવાની માંગ કરી છે એક પોતે મહારાણા હતા અને બીજો તેમનો હાથી છે રામપ્રસાદ.
 તે હાથી એટલો હોશિયાર છે અને  શક્તિશાળી હતો કે હલ્દિઘાટીના યુદ્ધમાં  અકબરના 13 હાથીઓને મારી નાખ્યા હતા.
તે હાથીને પકડવા  7 મોટા હાથીઓથી એક ચક્રવ્યુહ બનાવ્યુ 
એક વર્તુળ બનાવ્યું અને તેમના પર 14  મહાવતો બેઠા હતા
ત્યારે તેની ધરપકડ થઈ.
અકબરની સામે તે હાથીને  રજૂ કરવામાં આવ્યો,
મોગલોએ રામપ્રસાદને શેરડી 
અને પાણી આપ્યું. પણ તે વફાદાર હાથી
 18 દિવસ સુધી  અનાજ ન ખાય છે અને ન તો
પાણી પીધું અને તે શહીદ
થઈ ગયો.
ત્યારે અકબરે કહ્યું કે જેના  હાથીને હુ મારી સામે નમાવી ના શક્યો તો 
 મહારાણા પ્રતાપને કેમ નમાવી શકીશ.
આવા દેશભક્ત અને સ્વામી ભક્ત ચેતક અને રામપ્રસાદ  જેવા
પ્રાણીઓ હતા.




મહારાણા પ્રતાપને ભામાશા ની મદદ

યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું !!! અને આ યુદ્ધ પછી, અકબરે ઘણી વખત મેવાડને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દર વખતે મહારાણા પ્રતાપે અકબરને હરાવ્યો હતો. મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર  પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે, તેમની સેના ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવાં માટે પૂરતા પૈસા પણ ન હતાં. તે સમયે મુશ્કેલીમાં, તેમના એક મંત્રી ભામાશા એ રાણા પ્રતાપને તેમની બધીજ સંપત્તિ સોંપી દીધી !!!! અને તે નાણાં એટલાં બધાં હતાં કે ૧૨ વર્ષ સુધી ૨૫૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે. 

પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે ચિત્તોડ ફરી પાછું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સોના ચાંદીનાં વાસણોનો ઉપયોગ નહીં કરુ તથા પલંગના બદલે જમીન પર ઘાસ પાથરીને સુઇશ.

ઈતિહાસ યાદ રાખે છે મહારાણા પ્રતાપને એમની “ટેક”ને લીધે 

 અને એટલા માટે જ કહેવાય છે કે ” ટેક તો મહારાણ પ્રતાપની જ …….. !!!”

પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપને તેમની જયંતિ એ કોટી-કોટી શત-શત પ્રણામ.

મહારાણા પ્રતાપના જીવન વિશેનો વિડિયો જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરવી.




03 May, 2021

ગુજરાત સ્થાપના દિવસ ( Gujarat Sthapana Divas)

 ગુજરાત સ્થાપના દિવસ ( Gujarat Sthapana Divas)

1 May 1960


"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત."-

- અરદેશર ખબરદાર



1960ની 1 મે એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી "બૃહદ મુંબઇ" રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.

ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો. આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું.


1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ગાંધીનગર નામ ગાંધીજીના નામ પરથી પાડવામાં આવ્યું છે, ગાંધીનગરને ગ્રીન સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે.


ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.











ગુજરાત રાજ્યમાં 2022 સુધીમા 17 વ્યક્તિઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર નિયુક્ત થયા છે, તથા રાજ્યપાલના પદ પર 16 વ્યક્તિઓ નિયુક્ત થયા છે. હાલમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તથા આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે. 


ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા બન્યા હત, તથા પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ ગંઝ હતા,

ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ અને પ્રથમ મહિલા રાજ્યપાલ કમલા બેનીવાલ હતા. 


ગુજરાતની સ્થાપના થઇ ત્યારે ગુજરાતમાં ફક્ત 17 જિલ્લાઓ હતા. જેમા Ahmedabad, Amreli, Banaskantha, Bharuch, Bhavnagar, Dang, Jamnagar, Junagadh, Kheda, Kachchh, Mehsana, Panchmahal, Rajkot, Sabarkantha, Surat, Surendranagar and Vadodara. જેમા 1964માં 1 જિલ્લો ગાંધીનગર, 1966માં 1 જિલ્લો વલસાડ, 1997માં 5 જિલ્લા આણંદ, દાહોદ, નર્મદ,નવસારી અને પોરબંદર, 2000માં 1 જિલ્લો પાટણ, 2007માં 1 જિલ્લો તાપી,  અને 2013માં 7 જિલ્લાઓ અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમી દ્વારકા, મહીસાગર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લાઓની રચના કરવામાં આવી આમ 6 વાર બદલાવ કરીને હાલમાં 33 જિલ્લાઓ તથા 252 તાલુકાઓ છે.


કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે જ્યારે ડાંગ સૌથી નાનો છે.

અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે

જ્યારે કચ્છ સૌથી ઓછી વસતિ ગીચતા ધરાવે છે.


ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે.તથા ગુજરાતની સરહદને પાકિસ્તાન દેશની સરહદ સ્પર્શ કરે છે.

ગુજરાત એ ભારતનું વિસ્તારની દ્રષ્ટીએ છઠ્ઠા નંબરનું અને વસતિના આધારે નવમું રાજ્ય છે.( 2011ની વસતિ ગણતરી મુજબ)



ગુજરાતના 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. જેમા કચ્છ, પાટણ, સાબરકાંઠા,મહેસાણા, અરવલ્લી,  ગાંધીનગર 

(યાદ રાખવાની ટ્રીક: કપાસ મે આગ)


ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. આ દરિયા કિનારે ગુજરાતના કુલ 15 જિલ્લાઓ આવેલા છે જેમા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરુચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.



ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.




પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે . તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે


ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.





ગુજરાતમાં ઘણાં 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાતમાં સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. જેસર તાલુકામાં આવેલ હિંગોળગઢ એ પ્રાકૃતિક શિક્ષણ માટેનું અભ્યારણ છે.


નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે.



નર્મદા નદી પર સાધુ બેટ ટેકરી પર સરદાર વલ્લભભાઇ પટેલની 182મી ઉંચી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવેલ છે. જેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ ઉપરાંંત નર્મદા નદી પર ભારતનો ત્રીજા નંબરનો સૌથી મોટો બંધ સરદાર સરોવર બંધ બનાવેલ છે. 





અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે




ગુજરાત સિંધુ ખીણ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જેમાં ઘણા પ્રાચીન મહાનગરો જેવા કે લોથલ, ધોલાવીરા અને ગોલા ધોરો હતા. ચંદ્રગુપ્ત મૌર્ય અને ત્યારબાદ તેમના પૌત્ર અશોકે 322 B.C થી 232B.C વચ્ચે, હાલના ગુજરાતના ઘણા રાજ્યો પર શાસન કર્યું. ત્યારબાદ, મોગલ બાદશાહ અકબર સહિત અન્ય ઘણા શક્તિશાળી શાસકોએ પણ ગુજરાતમાં શાસન કર્યું.



 

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ "નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ" છે જે અમદાવાદમાં આવેલ છે. જેની કેપેસીટી 132000 વ્યક્તિઓની છે.


વિશ્વનું સૌથી મોટુ મીઠાનું રણ


‘કચ્છનું સફેદ રણ’ એ ગુજરાતના કચ્છ જિલ્લાના થર રણમાં સ્થિત એક વિશાળ મીઠાનું રણ છે. 7500 ચોકિમીના વિસ્તારમાં ફેલાયેલ છે, તે વિશ્વના સૌથી મોટા મીઠાના રણમાં એક માનવામાં આવે છે. 45674 ચોકિમી  વિસ્તાર સાથે, કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છનો અર્થ છે ‘કંઈક એવું કે જે તૂટક તૂટક ભીનું થઈ જાય છે 



 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની જામનગર ઓઇલ રિફાઇનરી એ ભારતની અને વિશ્વની  સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. 




 ગુજરાતમાં અલંગ શિપયાર્ડ, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, જે વિશ્વભરમાં બચાવેલા લગભગ બધા જ વહાણોમાંથી અડધા રિસાયકલ કરે છે. 



 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્યની સ્થાપના 1965 માં થઈ હતી, જેનો કુલ વિસ્તાર 1412 ચોકિમી છે. તે એશિયામાં એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં એશિયાટિક સિંહો મળી શકે છે. 2015 માં છેલ્લી એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીમાં સિંહની વસ્તી 523 હોવાનું બહાર આવ્યું હતું. 




 ગાંધીનગર- એશિયામાં ગ્રીનએસ્ટ કેપિટલ સિટી ગુજરાતની રાજધાની, ગાંધીનગર, એશિયામાં હરિયાળી રાજધાની માનવામાં આવે છે, તેની લગભગ 50% જમીન લીલોતરીથી ઢંકાયેલી છે. 1970 સુધી, અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. 


 અમૂલ અને વ્હાઇટ ક્રાંતિ 
અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ, એએમયુએલ તરીકે વધુ જાણીતું છે, તે ગુજરાતમાં આણંદ સ્થિત છે. અમૂલ ભારતમાં માર્કેટિંગ સંસ્થા છે અને સંયુક્તપણે ગુજરાતમાં 3.6 મિલિયન દૂધ ઉત્પાદકોની માલિકી છે. અમૂલે દેશમાં શ્વેતક્રાંતિની શરૂઆત કરી અને આજે ભારત દુધ અને દૂધના ઉત્પાદનોનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારતીય ડેરી સહકારી, એએમયુએલનું સંચાલન ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે સૌથી મોટા ખાદ્ય ઉત્પાદન છે. 


સુરત, ભારતનું ડાયમંડ સિટી હીરા કાપવા અને પોલિશ કરવા માટે સુરત એક મુખ્ય વિશ્વ હબ છે અને માથાદીઠ આવકના સંદર્ભમાં ભારતના સૌથી ધનિક શહેરોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વમાં વેચતા લગભગ 10 માંથી 8 હીરા સુરતમાં પોલિશ્ડ છે. ચંદીગઢ અને મૈસુર પછી તે ભારતનું ત્રીજું સ્વચ્છ શહેર પણ છે. 



ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલા પ્રભાસ પાટણ શહેરમાં સ્થિત સોમનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પ્રાચીન કાળથી, સોમનાથનું સ્થળ એક તીર્થસ્થળ રહ્યું છે અને આ મંદિર ભારતના શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપવામાં આવેલા, દ્વારકા 10,000 વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવે છે અને એવું માનવામાં આવે છે કે તે ગુજરાતની પ્રથમ રાજધાની છે. આજે આ દરિયાકાંઠેનું શહેર હિન્દુ માન્યતાઓ અનુસાર ‘ચાર ધામ’ (ચાર ધાર્મિક બેઠકો) માંનું એક છે. બદરીનાથ, પુરી અને રામેશ્વરમ અન્ય ત્રણ છે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દ્વારકાદિશ મંદિર મૂળ આશરે 2500 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ મહેમૂદ શાહે તેનો નાશ કર્યો હતો. પાછળથી તે 16 મી સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

ગુજરાતના ભાવનગરમાં શેત્રુંજય ટેકરી વિશ્વનો એકમાત્ર પર્વત છે જેમાં 850 થી વધુ આરસના કોતરવામાં આવેલા જૈન મંદિરો છે. સ્વેત્મ્બર જૈનો દ્વારા આ સ્થળ પવિત્ર માનવામાં આવે છે. દિગમ્બર જૈનોની ટેકરી પર એક જ મંદિર છે

વડોદરાનો મેજેસ્ટીક લક્ષ્મી વિલાસ મહેલ


1890 માં મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બાંધવામાં આવેલું આ મહેલ 500 એકર જમીનમાં પથરાયેલું છે. ભારતમાં બાંધવામાં આવેલું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન તરીકે જાણીતા, તે લંડનના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણો મોટો છે.


ગુજરાત વિશેની માહીતી માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ પુસ્તક " ગુજરાત એટ ગ્લાન્સ" છે જેની PDF મેળવવા અહી ક્લિક કરો.









27 April, 2021

કવિ દાદ

કવિ દાદ કે દાદ બાપુ




"આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

વાવો મહાભારત અને ગીતા નીકળે."

જૂનાગઢના રહેવાસી કવિ દાદનું પુરુ નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું તેમનો જન્મ 11- 9 -1940 માં  થયો હતો.

જૂનાગઢના નવાબે બે ગામનું (ઇશ્વરિયા અને સાપર) ગરાસ દાદુદાનના પિતાને આપ્યું હતું. તેમના પિતા પ્રતાપદાન જૂનાગઢના રાજકવિ હતા. દાદુદાનનો જન્મ ગીરના ઇશ્વરિયા ગામમા થયો હતો.

કવિ દાદના મામા પણ કવિતા લખતા અને સાહિત્યસર્જન કરતા. તેમને જોઈને 14-15 વર્ષની ઉંમરે દાદુદાને પણ લખવાનું શરૂ કર્યું. એમના કાવ્યસર્જનની પ્રેરણામૂર્તિ  હિરણ નદી છે.

કવિ આ નદીના સૌંદર્યને આ રીતે કવિતામાં ઉતારે છે.

"ડુંગરથી દડતીઘાટ ઉતરતીપડતી ન પડતી આખડતી ,

આવે ઉછળંતીજરા ન ડરતીડગલાં ભરતીમદઝરતી,કિલકારા કરતીજાય ગરજતીજોગ સરકતી ઘરાળુહાલત સરકારીજોબનવાળીનદી રૂપાળી નખરાળી".


મામાના અવસાન બાદ પહેલી વખત એક છંદ લખ્યો અને બાદમાં માતાજીની સ્તુતી કરતા અનેક ભજન લખ્યા. તેમણે અનેક ફિલ્મગીત, કવિતા, દુહાછંદ અને ગીતનું સર્જન કર્યું છે.

કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે

1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…' અને ફિલ્મ શેઠ શગાળશાનું 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે

'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...' અને 'કાળજા કેરો કટકો મારો...' જેવા સર્જનો દ્વારા તેમણે વાચકો અને સાહિત્યરસિકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું અને જાળવી રાખશે.

પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું "કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું" પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે

તો હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા હતા.

કવિ દાદે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો હતો

પરંતુ તેમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે અને કરી રહ્યાં છે.



દાદ બાપુને 'હેમુ ગઢવી ઍવૉર્ડ' કવિ દુલા કાગ એવોર્ડ તથા 'મેઘાણી સાહિત્ય ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા હતા

જાન્યુઆરી 2021 મહિનામાં ભારત સરકારે સાહિત્યમાં યોગદાન આપવા માટે કવિ દાદનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું. 

કવિશ્રી દાદ જૂનાગઢના ચોથા એવા વ્યક્તિ છે જેને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે અગાવ જૂનાગઢના દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી અને વલ્લભભાઈ મારવણીયાને આ સન્માન મળ્યું છે.

કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ છે. ‘ટેરવાં’ નામનો તેમનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગત ( gujarati literature ) માં લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો...’ કવિ દાદની પ્રખ્યાત રચના છે. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલું ‘કૈલાશ કે નિવાસી...’ અને પ્રાણલાલ વ્યાસના કંઠં ગવાયેલું ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે...’ જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે. 


1971 માં જયારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાન સાથે થી જુદું પડ્યું બાંગ્લાદેશને ભારતે દરેક પ્રકારે સહાય કરી હતી અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તે વખતે પણ કવિશ્રી દાદે દેશ માટે ખુબજ મહત્વનું કાર્ય કર્યું હતું તે સમયે કવિ શ્રી દાદે ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં 52 કવિતાઓ ની રચનાઓ લખી હતી અને સરકારે લાખો નકલો છપાવીને દેશભરમાં વિતરણ કરી હતી. આ કામ બદલ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ કવિ શ્રી દાદનું સન્માન પણ કર્યું હતું.

કવિ દાદનું અવશાન 26 એપ્રિલ 2021માં થયું

કવિ દાદની અમર રચનાઓ 

"ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..."

"લક્ષ્મણ ઘડીક ઊભા રહો મારા વીર..."

 "કૈલાશ કે નિવાસી નમું બારબાર..."

 "શબ્દ એક શોધો ને સરિતા નીકળે..."

 "મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે..."

"નમુ મંગલારૂપ મોગલ માડી.. "

"મારા ફળીયા ના વડલાની ડાળે હીંચકો..."


દાદ બાપુનું પ્રખ્યાત ગીત કાળજા કેરો કટકો.... ગીત તેમના મુખેથી સાંભળો.



દાદ બાપુનું પ્રખ્યાત ગીત ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ.... ગીત સાંભળો.